SAAT VARASNO INTZAR in Gujarati Drama by Ashuman Sai Yogi Ravaldev books and stories PDF | સાત વરસનો ઈંતઝાર

Featured Books
Categories
Share

સાત વરસનો ઈંતઝાર

અરે યાર માહી,હજુએ તું અહીં આવે છે ?
હા,નીલ ઘણા વર્ષોથી તારી રાહ જોતો અહીં રોજ આવું છું.પણ,તે દિવસની ઘટના બાદ તું અહીં આવ્યોજ નહીં !
હા,માહી હું તારા લીધે હજુએ પણ આવવા નહોતો માંગતો.પણ,પછી થયું હવે તો તું બંધ થઈ ગયો હોઈશ કે કાંતો તને કોઈક મળી ગયું હશે એટલે નહીં આવતો હોય એમ વિચારીને કોઈક બીજાને પકડવા અહીં આજ આવી ચડ્યો.
હા,હુંએ અહીં આવવા નહોતો માંગતો પણ,તે રાત બાદ ફરી બીજા દિવસે તારી માફી માગવા અને કદાચ તું પીંગળી જાય ને મને સમજીને અપનાવી લે એટલે અહીં રોજ તારા મિલનની ઉમ્મીદ સાથે આવતો અને આવું છું.
પણ,માહી તે વેળાની વાત જવા દે યાર.કેમ કે આપણી વચ્ચે તે શક્યજ નથી.
હા,તારી વાત સાચી નીલ પણ,આ મનને કેટલુંય સમજાવ્યું પણ,તારા સિવાય કોઈને હવે પામવા નથી માગતું.હા,આપણે એકબીજાની વાત ન જાણી શક્યા હોત તો કદાચ બધું ઠારે પડી જાત.પણ,.
પણ,યાર મારા મનમાં બીજા બધા જે ફીલિંગ્સ થાય છે ને થઈ છે તેવી તારા માટે તે પહેલાં,તે પળે કે અત્યારે પણ નથી ઉદભવતી.
હું તારી વાત,તારા વિચાર ને તારી ભાવના સારી પેઠે સમજુ છું પણ,આપણે એમજ ફરી થોડો સમય ડેટ પર વિતાવીએ દોસ્ત બનીનેજ.પછી જોઈએ કેવું રહે છે.પ્લીઝ નીલ મના ન કરતો...આજ સાત સાત વરસના સમય બાદ તું મળ્યો છે તો,તને એમજ ખોવા નથી માંગતો.
ઓકે કઈ વાંધો નહિ.પણ,જો મારામાં તારા પ્રતિ પ્રેમ પાંગળશે તો આપણે આગળ વધીશું.કેમ કે,તું મારો બચપણનો ને બધા કરતા સવાયો દોસ્ત છે તો,તારી સાથે ફક્ત શારીરિક સંબંધો બાંધવા હું નથી માંગતો.
thanks તારી બધી વાતો મંજુર છે.બસ ફક્ત સાત વરસના વિરહને દૂર કરવા ફક્ત સાત મિનિટની એક એક પળ તારી સાથે વિતાવવા આપ.અને એક દિવસ આપણે ડેટ પર જઈએ.બીજું કંઈ નહીં ફક્ત એક નાટક રૂપે દોસ્તની જગ્યાએ એક પ્રેમ તરીકે મારો સ્વીકાર કરીને તારો સમય આપ.
હા,હું તારી બધી વાતો સાથે સહમત બસ.મનેય તારા પર લાગણી છે એટલેજ બીજું કોઈ તારી સાથે છલ કરે તોય હું ન સહન કરી શકું તો પછી હું ખુદ કેમ કરીને તારી સાથે તેવું કરી શકું એટલે તને ખાલી ટાઈમપાસ માનીને અપનાવવા નથી માંગતો.એટલે તું કઈક કર કે તારામાં મને દોસ્તની જગ્યાએ પ્રેમની અનુભૂતિ થાય.
હા,મને મારા ખુદમાં વિશ્વાસ છે કે હું તારામાં મારા પ્રતિ પ્રેમ ઉત્પન્ન કરીનેજ રહીશ.અને આમ કહીને તેને જોરથી નીલના ગાલ પર આખા બાર વચ્ચે ચુંબન ચોડી દિધ્યું.
અચાનક આવી પડેલા હેતના હુમલાથી નીલ એમજ ચોંટી ગયો પણ,તે પળેજ તેનામાં કઈક અલગ મહેસુસ થવા લાગ્યું.અને તેના ગાલ પરથી માહીની પકડ ઢીલી થતાંજ તેને કહ્યું.
ચલ હું માની લઉં કે તું મને સાચો પ્રેમ કરે છે.તો તે રાત પહેલા આપણી દોસ્તી વર્ષોથી હતી તો પછી તારી એ વાત કેમ છુપાવી ?
હા,તારો સવાલ ને તારી નારાજગી વાજબી છે પણ,તે રાતેજ હું આવ્યો હતો અને તે રાતે તને મળ્યા પછીજ મારી જાતનો અને મારી અસલી હકીકતનો ખુદ મને તે પળેજ ખ્યાલ આવ્યો.
તો તું તે દિવસે પહેલીવાર આવ્યોતો ?

હા,અને હું એ પણ જાણું છું કે તું પણ તે દિવસે પહેલીવાર આવ્યો હતો એટલે તો મેં તને ક્યારેય ભૂલવાનો પ્રયત્ન ના કર્યો બલ્કે તને સમજવાનો અને અપનાવાનો પ્રયત્ન કરવા સપના જોતો રોજ અહીં આવવા લાગ્યો પણ.
હા..તારી પણ સાચી છે માહી ..હુંએ પહેલીવાર આવ્યો હતો તે રાતે.તે દિવસે હું તારા ઘરે અચાનક આવી ચડ્યો અને તને ટુવાલમાંજ જોયો ત્યારે ખબર નહી મારા અંગ-અંગમાં ને મનમાં કઈક અલગજ ભાવ ઉત્પન્ન થયા.પણ,હું તને કહી ન શક્યો અને ખુદને જાણવા તથા બીજા વિચારોમાં મન વાળવા ગ્રાઈન્ડર એપ લીધી અને તેમાં પણ,તુજ મળ્યો અને અહીં આ બારમા રૂબરૂ મળવા તે બોલાવેલો.
હા,નીલ હું પણ તે દિવસે તારા હાવભાવ ને લોલુપતાભરી તારી નજર પારખી ગયો હતો પણ,તું બોયમાં રસ નહીં રાખતો હોય એમ વિચારીને આંખ આડા કાન કર્યા અને મારી ખુદની આ અંજાન ઓળખ માટે મેં પણ એપ લીધી અને અજાણતાજ કુદરતનું કરવું તે તારી સાથેજ પહેલી ચેટ થઈ અને તને મળવા માટે સ્થળ ગોતવા મેં ગૂગલ પર બોય-બાર લખીને સર્ચ કર્યું તો સાવ નજીકમાં આ બારનું લોકેશન મળ્યું અને તને ત્યાં મળવા બોલાવી લીધો.
હા માહી મારુ પણ કંઈક એવુંજ છે મેં ઘણા ટ્રાય કર્યા તે બાદ બધું ભૂલવાના અને પોતાની જાતને છોકરીમાં રસ લેતી કરવા પણ બધા પ્રયત્નો નિરર્થક રહેતા આજ સાત વરસ બાદ અહીં આવી ચડ્યો.કોઈક મળી જશે તે આશાએ..
હું પણ બધા પ્રયત્નો કરી થાક્યોતો એટલે તું ક્યારેક તો અહીં આવીશજ એ આશાએ રોજ અહીં આવું છું ..અને આજ લગી કોઈને ક્યાંય મળ્યો પણ નથી કે તે દિવસ બાદ કોઈને તે એપ દ્વારા મળવાનો પ્રયત્ન પણ કર્યો નથી.બસ તુજને પામવાની દુવા રોજ ભગવાનને કરતો.
હા,હવે તો હું પણ,તને ઘણો સમજી ગયો છું.કેમ કે તે દિવસ બાદ રોજ હું એપ જોતો પણ તારી ડિલિટ થઈ ગયેલી તે આઈડી મેં ક્યારેય ઓપન જોઈ નહીં અને તારા પ્રતિનો લગાવ ઓછો કરવા નંબર ને રૂમ બધું ચેન્જ કરી દિદ્યુતું.મને ખ્યાલ હતો કે તું મારો સંપર્ક કરવા ગમે તે કરીશ.
હા મેં બધા પ્રયત્નો કર્યાતા પણ તું ક્યાંય ના દેખાયો.એટલે પછી બસ સમય ને ઈશ્વર પર આશા છોડીને રોજ આ બારના પગથિયાં ઘસવા લાગ્યો.
મને તારા પ્રેમની ખબર પડી એટલેજ તને જોઈને દરવાજેથીજ ભાગી ના જતા અહીં અંદર આવ્યો.
ઓહ તો તું મને જોઈનેજ આવ્યો છે એમ ?
હા માહી,તું દેખાતાજ હું ભાગવા જતો હતો પણ,એમ થયું કે થોડીવાર તને જોઉં કે તું કોને મળે છે ને અહીં આવી રોજ શુ કરે છે તેની વિગત લઉં.
હમ્મ તો બંદો મારી બધી ડિટેલ મેળવીને બેઠયા છે એક અલગજ મ્હોંબતની પ્યાલી પીવા એમ ને ?(!)
હા માહી તું કોઈને ના મળતા કલાક રહીને મેં બારના મેનેજરનો સંપર્ક કર્યો અને તારી સઘળી પુચ્છા કરી તો તેને કહ્યું કે તું રોજ અહીં આવીને તેને મારૂ નામ આપીને કહેતો કે આ આવે તો મને જાણ કરવી.અને આટલા વરસ લગી એક પણ દિવસ ચુક્યા વિના તું રોજ આમ મારો ઈંતઝાર કરતો બે વાગ્યા લગી બેસી રહે છે.
હા નીલ અને આજે મારા ઈંતઝારનું ફળ મળ્યું તેય તારી પ્રીત જીતીનેજ.
હા માહી તે રાતે મેં તારું આવો છે ને તેવો છે ને હું તને જાણવાજ આવ્યો છું ને બીજા કનેથી વાત તારી મળતા દોસ્ત હોવાથી તારી વાતો ના સાંભળી શકતા તને જાણવા આવવાનું બહાનું કરીને કદી મને મોં ના દેખાડવાનું કહીને ઘણું બોલી ગયો હતો તે બદલ માફ કરી દે અને તારો હાથ મારી હથેળીમાં સમાવી દે.
અને બીજીજ પળે નિલની હથેળીમાં પોતાનો હાથમાં સમાવીને માહીએ નિલને ગળે લગાવીને ફરીથી જોરથી બધાનું ભાન ભૂલીને તસતસતું લાબું ચુંબન.....

આશુમન સાંઈ યોગી રાવળદેવ