Pahelo Prem - 2 in Gujarati Love Stories by Dharmik bhadkoliya books and stories PDF | પહેલો પ્રેમ. - ૨

Featured Books
  • अनोखा विवाह - 10

    सुहानी - हम अभी आते हैं,,,,,,,, सुहानी को वाशरुम में आधा घंट...

  • मंजिले - भाग 13

     -------------- एक कहानी " मंज़िले " पुस्तक की सब से श्रेष्ठ...

  • I Hate Love - 6

    फ्लैशबैक अंतअपनी सोच से बाहर आती हुई जानवी,,, अपने चेहरे पर...

  • मोमल : डायरी की गहराई - 47

    पिछले भाग में हम ने देखा कि फीलिक्स को एक औरत बार बार दिखती...

  • इश्क दा मारा - 38

    रानी का सवाल सुन कर राधा गुस्से से रानी की तरफ देखने लगती है...

Categories
Share

પહેલો પ્રેમ. - ૨

પહેલો પ્રેમ ૨
પવન પૂનમની રાત્રી માં સંપૂર્ણ ચંદ્રને નિહાળતો શૈલજાનું હદય સ્મરણ કરતો હતો. ત્યાં ઝરમર ઝરમર વરસાદ શરૂ થયો. મધરાતે પવન એ અષાઢી પૂનમ ના વરસાદ નો આનંદ લઇ રહ્યો હતો. પણ થોડા સમય માં એ મેઘ રોદ્ર રૂપ મા ફેરવાય ગયો.

અતિવૃષ્ટિમાં ફેરવાયેલો મેઘ ત્રણ દિવસ સુધી શરૂ રહ્યો અને આ સમય દરમિયાન ગામના ઢળાણ વિસ્તારના ઝૂંપડાઓ ડૂબી ગયા અને ઘણા લોકો પાણીમાં તણાય નીચેના જંગલના મુખમાં આવી ગયા. સજનપુરની આ દશામાં લોકોએ પોતાના પરિવાર ખોયા એમાં શૈલજા ના માતા-પિતા પણ ભોગ બન્યા અંતિમ-સંસ્કાર માટે દેહ પણ નહોતા જડતા, સજનપુરમાં મોટું ગાબડું પડ્યું હતું.

" શૈલ.. હું તારા હદયનું દુઃખ સમજી શકું છું પણ.." પવન શૈલજાને આશ્વાસન આપતો હતો.
"પણ પવન..." શૈલજા પોતાના આસું રોકવાનો પ્રયત્ન કરતી હતી

"શૈલજા ગામ માં ઘણાય છે તેણે પોતાનાઓ ને ખોયા છે પણ આપણે બધા એક કુટુંબ જ છીએ હું તારી સાથે છું"

સમય જતાં ગામજનો પોતાના વિયોગથી બહાર નીકળ્યા ફરી પોતાનું જીવન પૂર્વની રીતે જીવવા લાગ્યા હતા.

" હાલજે હવે તારું ભાત તૈયાર કર્યું છે " મધ્યાહ્નને સૂરજ માથે ચડ્યો હતો લીમડાના છાંયે બેઠા બેઠા શૈલજા એ પવન ને સાદ પડ્યો...

પવન હળ મૂકી ને પરસેવો લૂછતો લૂછતો આવે છે.
ભરઉનાળામાં બન્ને બેસી ને એકબીજાને ટગર ટગર જોતા જોતા જમે છે.

"હરે કૃષ્ણા... વેલા હારે કામ પતે તો હારું.." શૈલ હળવેકથી બોલી,

"અરે પગલી... અંધારા પહેલા પૂરું થઈ જશે અને મારે પણ ગમે એમ કરવું તો પડશે જ કાલે પાછું મારે મારા ખેતરે જાવાનું છે"

" પવન તું મારા માટે કેટલું કરે છે..!! "

"કઈ પણ નહીં..." પવન વચમાં જ બોલી ઉઠે છે.

ધીરેધીરે સૂર્યદેવતા ઢળી ગયા... શીતળ ચાંદની આવી પ્રણયનું પ્રતીક અદ્દભૂદ આનંદિત વતાવરણ ઉભું કરતું હતું.

●●●
" શૈલ.... જલ્દી આવ " પવન ખૂબ ખુશ જાણતો હતો

" પણ ક્યાં લઈ જાય છે અત્યારે અંધારું કેટલું છે " શૈલજા ના મન માં અંધકારનો ડર છવાયેલ હતો.

" અરે ચાલ તો ખરી તારા જીવન નું હંમેશા માટે અંધારું દૂર કરી દવ " પવન એને ખેચતો હતો

" અરે એ અઘરું છે"

"અસંભવ તો નહીં ને.???"

પવન ના પગલાં પર પગલાં ભરતી શૈલ ના ઝાંઝરનો અવાજ શાંત તમરાઓને ગજવી ઉઠાવતો હતો.

પવન ના એક હાથ માં ફાનસ અને બીજા હાથે શૈલ નો સાથ..
ઝડપભેર પગલાં ભરતા ભરતા ખૂબ અંતર કપાય ગયું હતું..

"પવન આપણે ગામથી બહુ દૂર નીકળી ગયા છીએ.." મુંઝમણ માં મુકાયેલી શૈલજા બોલી.

"બસ આવી જ ગયું છે.." પવન ની ગતિમાં કોઈ ફેર ન હતો
અચાનક છમ-છમ ઝાંઝર નો અવાજ બંધ થઈ ગયો અને પવન સ્તબધ થઈ ગયો,

"ચાલ શૈલ બસ હવે આ ઝરણાને પેલે પાર આવી ગયું " પવન એ શૈલ તરફ જોયું..

" બસ પવન હવે નહિ..." શૈલ હવે થકી ગઈ હતી અને ડર થી ઘવાયેલી પણ..

" શૈલ બસ હવે આવી જ ગયું છે.. ચાલ ને.."

શીતળ ઝરણાં ના ખળભળાટ માંથી બન્ને એકી સાથે ચાલે છે ફાનસ ના અંજવાળામાં પેલે પાર પોહચી ગયા શૈલજાની એક ઝાંઝર ઝરણામાં નીકળી ગઈ.

પવન એ અચાનક જ ફાનસ ને નીચે પાડી દીધો અને ઘોર અંધકાર છવાય ગયો, શૈલજા તરત જ પવનને ચીપકી ગઈ.

" પવન તે ફાનસ નીચે કેમ પાડી દીધો ?? "

" શૈલ મને છોડ અને આગળ ચાલ... " પવન શૈલજાને છોડાવતો હતો.

" પવન આમ કેમ કરે છે મારી સાથે ??" શૈલજાની આંખોમાં આંસુ આવી ગયા હતા.

" શૈલજા મારા પર વિશ્વાસ છે ને..?" પવન એ હાથ થોડા દબાવ્યા

" હા.."

" તો ચાલ આગળ હું છું ને..."

શૈલજા પવન પર થી પોતાનો હાથ છોડે છે આંસુ લૂછીને હિમ્મતભેર આગળ ચાલે છે થોડુ ચાલી ને આગળ વનસ્પતિ આવે છે અને શૈલજા ના સ્પર્શ સાથે તેમાંથી હજારો નાના નાના આગિયા(જુગનું - પ્રકાશિત જીવડું) નીકળે છે. અને શૈલજા અતિ આનંદમય થઈ જાય છે

શૈલજા ગોળ ગોળ ફરવા માંડે છે અને નાચવા લાગે છે તેનો અંધકાર દૂર થઈ જાય છે અને આખું વાતાવરણ જુગનુ થી પ્રકાશમય બની જાય છે સાથે શ્વેત વસ્ત્રોમાં અલંકિત જોઈ પવન સ્થિર થઈ શૈલજાને ને જોતો જ રહી ગયો.

" આઉચ... " શૈલજા બરાડી ઉઠે છે તેનો પગ નાચવામાં સુતેલા સાપ પર પડ્યો અને ઝેરી સાપનો ડંખ શૈલને નીચે પાડી દે છે

" શૈલજા..." પવન દોડી તેની પાસે જાય છે અને ઉઠાવી લે છે.
" પવન ઝેરી સાપનો ડંખ છે અને ગામ ખૂબ દૂર છે પહોંચવામાં સવાર પડી જશે..."

" ના..... ના.... અસંભવ" પવન તેના પગ ને જોરથી બાંધી દે છે વિશ વરસના પવનના આંખોમાંથી આંસુ નીકળે છે.

" પવન આ સત્ય છે.."

" શૈલ હું તને બચાવીશ..." પવન શૈલજાને ઉઠાવે છે

"પવન... પવન..." શૈલ ની આંખો બંધ થતી હતી.

"હ.... હા શૈલ..." પવન તેના ગાલ પર મારી જગાડે છે

" પવન...મારી એક વાત માનીશ.. "

" હા શૈલ બોલ ..." બેબાકળો પવન સ્થિર હતો.

"પવન મને નીચે મુક અને વાત સાંભળ.."

શૈલ બોલવાનું શરૂ કરે છે
" પવન, હું તને ખૂબ પ્રેમ કરું છુ મારા જીવનમાં તારાથી વિશેષ કહી નથી પણ વિધિના વિધાતા માં મારુ મૃત્યુ જ લખ્યું હશે. હા પણ તારી વાત સફળ રહી તે મારા આ અંધકારને હંમેશા દૂર કરી દીધો મને ખુબ જ ગમ્યું આ વાતાવરણ આ રાત..."

"શૈલજા તું આમ જવાની વાત ન કર હું તારા વગર કેમ જીવીશ મારુ શુ થશે એ તો વિચાર કર હું પણ મારી જઉ તારી સાથે"

પવન ખાંખોળવા લાગ્યો ' ક્યાં છે સાપ મને પણ કરડ..'
" અરે મારા સાવજ તું રડે છે બસ આ છેલ્લી ક્ષણો છે જરા મને તારી આંખો તો જોઈ લેવા દે.." શૈલની આંખોમાંથી દડ-દડ આંસુઓ જતા હતા

" પવન મને માફ કરી દેજે.."

" શૈલજા ભૂલ મારી હતી કે હું તને અહીં લઈ આવ્યો.."
બન્ને પ્રેમીઓ એકબીજાની આંખોમાં પરોવાઈ જાય છે પોતાના ખોળા માં શૈલજાનું માથું રાખી પવન પ્રણયના અશ્રુઓ પાડે છે .

રાત ઢળતી જાય છે અને પવનના ખોળા માં બન્ને પ્રેમીઓ એકબીજા ને જોતા - જોતા શૈલજા નો જીવ ચાલ્યો જાય છે અને એ જ સાથે બધા આગિયાઓ નીચે બેસી જાય છે ઘોર અંધકાર છવાય જાય છે.

બીજે દિવસે સંધ્યાએ લોકો પવન ને શોધતા શોધતા ઝરણાં પાસે આવે છે અને એ જ સ્થિતિમાં પવન શૈલજાનો મૃતદેહ ને ખોળામાં રાખી રડે છે અદ્દભૂદ પ્રણય જોઈ ગામલોકો થોડીવાર મૌન જ રહે છે ત્યારપછી ઝરણાં પાસે જ શૈલજાની અંતિમક્રિયા કરે છે અને પવનની આંખોમાં હમેશ માટે શૈલની યાદો અને અને હાથ માં શૈલનું એક ઝાંઝર રહી જાય છે.
To be continue...

હજી પ્રણય પૂર્ણ નથી થયો શુ રાધા ના ગયા પછી પણ કૃષ્ણના જીવન માં પ્રણય નહોતો રાધા પ્રથમ છે અને સદૈવ રહેશે જ... પણ રૂક્ષ્મણીનું શુ ? ઘણીવાર વાર જીવન મા બે પ્રણય પાત્ર લખ્યા હોય છે પણ મળે તો એક ને જ જેમ કે રૂક્ષ્મણી. હા તમે વિચારો એ સાચું જ છે હવે રૂક્ષ્મણી કથા શરૂ થવાની છે તો રાહ જુઓ પહેલો પ્રેમ ૩ ની.... આપનું મંતવ્ય જરૂર જણાવજો.