કેમ છો?
મજા માં છો ને?
પ્રેમ ની પ્રેમ પ્રકરણ ની નવી વાર્તા કરવાની છે....
થોડું ટૂંક માં કહું તો આ વાર્તા માં થોડો કટાક્ષ છે..." ઈ.. મો.. શ.. ન...." ખૂબ વધારે છે ...કેમ કે આ પ્રેમ એ પ્રેમ ના જીવન નો સાચો પ્રેમ હતો..... એ પછી ખબર નઈ થશે કે નહીં.....
પ્રેમ કહું છું હો.... અનુભવ તો માણસ ને આખી જિંદગી થયા જ કરે છે...
તો ચાલો પ્રેમ ની દુનિયા ના સફર માં...
વાર્તા ૩ -
૨ વાર દગો ખાઈ ચૂક્યા બાદ .. પ્રેમ પર થી વિશ્વાસ ઉઠી ગયો હતો મને...થયું હવે તો આપડા નસીબ માં છે જ નઈ....
કૉલેજ પૂરી થઈ ગઈ પણ... ત્યાં પણ આવા ભયાનક અનુભવ ના લીધે પ્રેમ કરવાની હિંમત ના થઈ ....
એમ તો ફ્રેન્ડ બઉ રહી.... ને મજા મસ્તી તો ઘણી કરી... પણ જે આત્મા માં વસી જાય એવું કોઈ ના મળ્યું....
નવરા બેઠા કઈ સૂઝ્યું નઈ... થયું લાવો ને આગળ ભણીએ....
ને કૉલેજ કર્યા બાદ ... મે b.ed માં એડમીશન લઇ લીધુ....
પ્રાઇવેટ કૉલેજ હતી... એટલે લોકો બસ ખાલી પરિક્ષા આપવા વાળા વધારે હતા.... રોજ વાળા ઓછા.... અમે ગણીને ૮ હતા... જે રોજ કૉલેજ જતા....
ઘર જેવું વાતાવરણ બની ગયું હતું.... ભણવાનું તો હોય જ નઈ... બસ રોજ ટિફિન લઈને જતા .. ને ખાઈને આવતા રેતા.... ને બર્થડે કે કઈ હોય એટલે પાર્ટી ને મજા....
ત્યાં પેહલા સેમ ની ઇન્ટરનલ પરિક્ષા આવી ...ને ત્યારે ખબર પડી કે કૉલેજ માં અમે ૮ નઈ પણ ૧૦૦ છીએ..
ને પરિક્ષા વખતે પહેલી વાર મે તેને જોઈ....
હુ એને " ચકલી " કહી બોલાવતો....
એનો અવાજ એવો જ હતો... ચકલી જેવો... બોલતી ઓછું... પણ જ્યારે પણ બોલતી બઉ વહાલી લાગતી....
રૂપાળી એય બઉ....મોટી મોટી આંખો ને એકદમ સુડોળ શરીર.....એની આંખો માં તો હુ એટલો ખોવાઈ જતો કે હજી નીકળી નથી શક્યો ...
કૉલેજ નું એક વોટ્સએપ ગ્રૂપ બનાવ્યું હતું....અમારા મેડમ એ.... એમાં બધી માહિતી ની આપ લે થતી.....
પરિક્ષા પછી... અમે ૮ નું એક અલગ ગ્રૂપ બન્યું વોટ્સએપ માં...ને પરિક્ષા સમય એ જેની જોડે વાત ચીત થઈ એ બધાને પણ મે એમાં એડ કરી દીધા... એમાં આ પણ હતી...
એ બઉ જ રૂપિયા વાળા ઘર ની છોકરી હતી... પણ એની સાદાઈ થી લાગે નઈ... બઉ જ સાદી... કોઈ દિવસ લિપસ્ટિક પણ ના દેખાય એના હોઠ પર...
ને ઊંચી નાત ની પણ....ને એ જ નાત જાત અમને નડી....
મને એટલું ડિટેલ માં એના વિશે ખબર નતી....
પણ પછી ધીમે ધીમે ગ્રૂપ માં વાતો..વોટ્સએપ માં એનો ક્યારેક મેસેજ આવતો...
એને ફોન વાપરવાની પણ પાબંદી હતી... ફક્ત રાતે એક કલાક જ એના હાથ માં ફોન રહેતો....
એક દિવસ મે અમસ્તો જ કૉલેજ ના કામ માટે એને ફોન કરી લીધો... એના મમ્મી એ ઉપાડ્યો...
" કોણ?"
"હુ પ્રેમ બોલું છું.. ચકલી નું કામ છે... પૂછવું છે કે એ કાલે કૉલેજ ગઈ હતી?"
" રોંગ નંબર છે... કોઈ ચકલી નથી અહીંયા "
ને ફોન કટ થઈ ગયો...
બીજા દિવસે જ્યારે પ્રોજેક્ટ માટે અમારે કૉલેજ જવાનું હતું ને અમે મળ્યા... તો મારો ઉધડો લેવાઈ ગયો....
" ફોન સુ કામ કર્યો તો... ખબર ના પડે .. તારા ઘર જેવું નથી મારે.... કેટલા જવાબ આપવા પડ્યા... મેસેજ ના કરાય...વગેરે વગેરે.."
ને મે એની આંખો મે એ દિવસે એક ખાલીપો જોયો.... એને પણ પ્રેમ જોઈતો હતો... સાથ જોઈતો હતો....
ગર્લ્સ સ્કૂલ માં ભણી હતી ચકલી... ને કૉલેજ પણ ગર્લ્સ હતી....b.ed માં કોમન કૉલેજ માં એડમીશન લીધું હતું....ને એને સુ ખબર કે પહેલો હુ જ એને ભટકાવાનો હઈશ...
બસ ત્યારથી ધીમે ધીમે વાતો થવા લાગી....
રોજ મેસેજ પર... ને એ ખાલી પરિક્ષા માં આવા વાડી... અઠવાડિયે ૩ દિવસ કૉલેજ આવતી.... બસ મારા માટે....
એ ક્યારે મારી ચકલી બની ગઈ... એની મને ખબર જ ના રહી.....
બેય ને ક્યારે પ્રેમ થઈ ગયો... ને બેય ને આટલો વિશ્વાસ ક્યારે બેસી ગયો... અંદાજો જ ના રહ્યો....
અમે ક્યારેક બગીચે બેસવા જતા... અમારા કૉલેજ થી નજીક હતો....
" ચકલી... કૉલેજ પતે પછી તારા ઘરે વાત કર....સુ તારા ઘરના માનસે?"
"પ્રેમ આપડા લગ્ન ના થાય.... હુ ફલાણા નાત ની છું... ને મારા ઘર ના તો મને અમારા નાત સિવાય બીજે ક્યાંય ના પરણાવે.... મારી નાખે મને ને તને... જો આપડી ખબર પડે ને તો..."
ને હુ આઘાત માં પડી ગયો.... ખાલી હુ જ નઈ એ પણ બઉ દુઃખી હતી....
" તો આપડા નસીબ માં એક દિવસ અલગ થવાનું છે જ..એમ જ ને.."
"હા" ... આ શબ્દ કહેતા એની આંખ માં આંસુ આવી ગયા...
" તો એક વચન આપ... આપડે જ્યાં સુધી રહીશું આમ ખુશ રહીશું.... ને અલગ થાઇસુ તો પણ હસતા હસતા...."
ને એ મને વળગીને રડી પડી....
" એક ઈચ્છા છે પૂરી કરીસ?"
"હા બોલ પ્રેમ"
"એક દિવસ મારા ઘરે તારા હાથ નું બનાવીને તારા હાથે ખવડાવીશ?"
" હા હુ જરૂર આવિસ "
ને આમ મન માં દુઃખ તો હતું... પણ સમજણ ને એક પવિત્ર પ્રેમ હતો અમારા વચ્ચે... જેમાં કોઈ ને સ્વાર્થ નતો... બસ જેટલું જીવાય સાથે જીવી લેવું હતું...
ચોથા સેમ પેહલા યુનિવર્સિટી માં પદવીદાન સમારંભ હતો.... ને એ પત્યા પછી... હુ એને ઘરે લઈ ગયો....
એક મિનિટ માં એ ઘર માં ભળી ગઈ... ને એ દિવસે એણે જમવાનું બનાવી મને એના હાથે ખવડાવ્યું.....
હુ એને પછી બસ સ્ટેન્ડ મૂકી આયો .. ઘરે આયો તો મારા માતા પિતા એ કીધુ.. કે ધન્ય થઈ ગયો એ જેના ઘર માં આ લક્ષ્મી જસે....
યુનિવર્સિટી ની છેલ્લી પરીક્ષા ના અઠવાડિયા પેહલા અમે મળ્યા.....
એ બે કલાક બઉ રડ્યા બેય....એક બીજા ને મૂકવા નતા માંગતા....
ને કૉલેજ પછી અમારી મુલાકાત પતી ગઈ...
એના ૩ મહિના પછી મેસેજ આયો...
"પ્રેમ મારી સગાઈ નક્કી થઈ ગઈ... ને ૪ મહિના પછી લગ્ન છે..."
મે કીધુ... હંમેશા સુખી રેહ....ને હસતી રે...
૪ મહિના પછી એની કંકોત્રી આવી...
" પ્રેમ મારા લગ્ન માં આવીશ?"
"મારા માં હિંમત નથી ચકલી..હુ તને બીજા સાથે ના જોઈ શકું..."
"તારા મમ્મી પપ્પા ને સાચવજે... મારા સાસુ એકદમ તારા મમ્મી જેવા છે... એમને જોઇને તારા મમ્મી યાદ આવે છે... તું મને ભૂલી નઈ જાય ને?"
"ના ક્યારેય નઈ... તારી જગ્યા કોઈ નઈ લે ચકલી... હવે રોતી નઈ... ને આપડે જે વાયદો કર્યો છે એ નીભાવિસુ.."
પણ મને ખબર હતી.... કે એ બઉ રોઈ હશે....
ને આ વાત ને આજે વરસ થઈ ગયું.....પણ એની સાથે વિતાવેલી એક એક ક્ષણ કદાચ હુ જીવન ભર નઈ ભૂલું..
"ચકલી... આ નાત જાત ના લીધે આપડે રહી ગયા ... એક વાયદો કર... આવતા જનમ માં ઈટલી માં જનમ લઈશું...આઈફિલ ટાવર પર મળીશું.... જ્યાં કોઈ ભેદ ભાવ નથી... ઊંચ નીચ નથી...મળીશું ને?"
" હા પણ આપડે ઓળખીસુ કઈ રીતે?"
"બસ એ તો મળીશું ને એટલે ઓળખી જઈશું... આત્મા ને ક્યાં ઓળખાણ જોઈ એ છે?"
ને એ મારો હાથ પકડી હસી લેતી...
આ નાત જાત ના લીધે તો કેટલા બધા ના દિલ તૂટી ગયા હસે.... ને હજી કેટલા તૂટશે એ ખબર નઈ....
ભેદભાવ તો કુદરત એ ક્યાં રાખ્યો છે... બસ માણસ માં જ છે...
ખેર... જે છે એ... આના મૂળ બઉ ઊંડા છે... કદાચ બીજા ૫૦૦ વરસે જાય તો સારું...
બસ ને આમ પ્રેમ ની ત્રીજી પ્રેમ કથા પણ અધૂરી રહી ગઈ...
દગો.. આઘાત કે પછી આ ભેદભાવ.. બધા અનુભવ થઈ ગયા..
તમને સુ લાગે છે હજી કઈ બાકી છે ખરી?
તો જોઈ એ પ્રેમ ને એનો પ્રેમ મળે છે કે નહિ......
આવજો.....