ચૂપ આજે તું ના બોલ મૌન ને બોલવા દે.. કદાચ મૌન એ શબ્દો કરતા પણ વધારે તાકાત વાળું છે... મૌન ઘ્વારા માણસ ની આખી જીવન શૈલી જાણી શકાય છે.. કહેવાય છે ને " ના બોલે એના નવ ગુણ..." કદાચ સાચ્ચે જ કહેવાયું છે કારણકે અમુક જગ્યા એ આપડા શબ્દો વેડફવા એના કરતા મૌન માં રેહવું વધારે સારું પડે..
જો એક મેહફીલ માં તમે ખોટું બોલ્યા તો તમારું નુકશાન સાચ્ચું બોલ્યા તો બધા તમારા દુશ્મન પણ સમજી વિચારી ને થોડું બોલીને મૌન માં રહ્યા તો આ મેહફીલ માં તમારી વાહ્હ વાહ્હ થશે...
અમુક વાર મને એમ થાય છે કે આપડે શાંતિ થી બેસી ને મૌન અવસ્થા માં આજુ બાજુ ની દુનિયા ને જોવી જોઈએ તો સમજાય કે મૌન માં રેહવું અથવા ન બોલવું જ સારું છે... ક્યારેક મૌન શબ્દ કરતા વધારે વસ્તુઓ કહી જાય છે... કદાચ જે વસ્તુઓ હોઠ થી શબ્દો કહી સકતા નથી એ વાત મૌન ઘ્વારા સહેલાઇ થી કઈ શકાય છે...
જો કોઈ વ્યક્તિ તમારા મૌન ના સમજી શકે ને તો શું ખાતરી કે એ તમારા શબ્દો પણ સમજી જ શકશે?? આનો જવાબ ના જ છે જે તમારું મૌન ના સમજી શક્યું ત્યાં તમે શબ્દો ઘ્વારા શું સમજવાના... અગર એ વ્યક્તિ તમારા શબ્દો પણ કદાચ તમારા શબ્દો ને પણ સમજી ગયો ને તો એ તમારું મૌન નાઈ સમજી શકે કારણકે આ તમારો ઘ્વારા બોલાયેલા શબ્દો જ પરાણે સમજી શક્યો છે તો તમારું મૌન તો ક્યારેય સમજી શકે.... મૌન એ વ્યક્તિ ની ખુબ જ સારી તાકાત છે જેનો ઉપયોગ દરેક એ કરવો જોઈએ મારા મતે...
તમે જેટલું શાંત રેશો જેટલા ચૂપ રેહશો એટલું તમને જલ્દી આ દુનિયા માં થતી કે તમારા આજુ બાજુ થતી વસ્તુઓ સમજાવા લાગશે...
કદાચ મૌન માં આટલી તાકાત છે કે તે માણસ ને બોલ્યા વિના ઘણું બધું સમજાવી શકે છે... કઈ પણ બોલતા કે કેહતા તમે મૌન ને સમજો તો કદાચ કોઈ તકલીફ ના પડે ખોટું કે આદુ અવળું બોલવા થી... મને મૌન આજકાલ ખુબ પસંદ આવા લાગ્યું છે... હું આજકાલ કઈ પણ કોઈ બોલે તો એનો જવાબ મૌન થી આપવામાં સમજુ છું અને સમજવા લાગી છું કે મૌન શું કરીશ શકે ને વસ્તુ ને એક સેકન્ડ માં તોડી શકે ને એક સેકન્ડ માં જોડી શકે.... મને એવું લાગે છે કે આગળ જતા મૌન મારી સૌથી મોટી તાકાત બનશે....
someone: આ હું પણ try કરીશ જોઇસ કે મૌન ની તાકાત શું હોઈ છે અનુભવીશ....
meh : મૌન હંમેશા એની તાકાત બતાવે જ છે આજે નઈ તો કાલે ખબર તો પડશે જ તને કે મૌન શું હોઈ અને કેવું હોઈ.....
******
pushti mehta