online love in Gujarati Motivational Stories by Purohit Arvind books and stories PDF | ઓનલાઈન પ્રેમ

Featured Books
Categories
Share

ઓનલાઈન પ્રેમ

પ્રસ્તાવના..
આ સ્ટોરી સાચી ઘટના પર આધારિત છે, ખાલી પાત્રો ના નામ બદલવામાં આવ્યા છે. આ સ્ટોરી એ લોકો માટે છે જે વગર વિચારે ઓનલાઇન પ્રેમમાં પડી જાય છે. આ સ્ટોરી તમને કઈક નવું શીખવે એ આશા સાથે તમારી સમક્ષ રજુ કરું છુ..

"Hearts will never be practical until they can be made unbreakable."

કોલેજ થી છૂટી રાહુલ , વિગ્નેશ, પાંડે, જય અને હુ(અરવિંદ પુરોહિત) ,મસ્તી કરતા કરતા કોલેજના ગેટ ની બહાર આવ્યા.. આવીને બહાર બેઠક યોજી..અને વાતો નો દોર ચાલુ થયો..
મેં," કેવું રહ્યુ આજનું ભણવાનુ, ભાઈઓ"
પાંડે,"એક દમં બકવાશ "
જય," કેમ શું થયુ."
"આજ નો એક એક લેક્ચર માથુ દુઃખાવે તેવો હતો , આ તો સારું કે અમે છેલ્લી બેન્ચ પર બેસીએ એટલે નાસ્તો કરીને કાઢીયા"પાંડે એ કહ્યુ
રાહુલ,' ચાલો, નવસારી ની બસ આવી,તમારી વાતો તો ક્યારેય પુરી ની થાય.'
એટલે બધા ઉભા થયા બસમાં જવા માટે...
પણ બસ વાળાએ બસ ફુલ હોવાથી ઉભી ન રાખી..
પાંડે,' માદર..જા..આજે પણ ઉભી ન રાખી..'
'ચાલો બધા નાસ્તો કરવા જઈએ , એમ પણ બસ હવે ૬ વાગે આવશે'.. મેં કહ્યું..
બધા નાસ્તો કરવા વૈજનાથ જે કૉલજ થી થોડુક દૂર હતું ત્યાં જવા નીકળી ગયા..જે અમારો રોજ નો અડો હતો..બસ છૂટે એટલે વૈજનાથ નાસ્તો કરવા જવું એ અમારું રોજનો નીતિય ક્રમ બની ગયો હતો..
માસી ચા અને પકોડા બનાવો ગરમ ગરમ અમારા બધા માટે..ચા નાસ્તો આવે એ પહેલા અમે લુડો રમવા લાગ્યા પણ રાહુલ ને કોઈક નો ફોન આવ્યો એટલે તે વાત કરવા અમારાથી થોડેક દૂર ગયો.. સાયાદ એની girlfriend નો ફોન હતો..બસ કૉલેજ થી છૂટે એટલે phone પર લાગી રહેવાનુ..
લુંડો રમતા હતા ત્યારે પાંડે ની નજર રાહુલ પર ગઇ..પાંડે તરત બેઠો થયો અને એની નજીક ગયો.. આમ પાંડે તરત ગેમ છોડી જતા અમે પણ ઉભા થયા અને એની પાછળ ગયા..
પાંડે,' રાહુલ શુ થયુ?'
રાહુલ રડતા રડતા પાંડે ના ગળે વળગી ગયો..
પાંડે,' શું થયું ભાઈ કેમ રડે છે..'
.
.
.
શું રાહુલનું Break up થયુ હશે કે પછી કોઈ બીજુ જ કારણ હશે...

૩ મહિના પહેલા...
રાહુલ ફેસબૂક વાપરતો હતો ત્યારે તેણે એક ફ્રેન્ડ request આવી..એ ફ્રેન્ડ request કોઈ છોકરી ની હતી..
રાહુલ એ તેની પ્રોફાઈલ ચેક કરવા માટે એના પ્રોફાઇલ પિક્ચર પર ક્લિક કર્યું..
હેતવી પટેલ , નવસારી...
નવસારી ની છે અને દેખાય પણ સારી છે અને આપણે પાછા સિંગલ, શું કેય રાહુલ request accept કરી લઉ કે ચાલશે..મનમાં વિચારવા લાગ્યો..
Finally રાહુલ એ request accept કરી લીધી..
રાહુલ કે એના ફેસબુકનાં ના બધા ફોટો પર like and Comment કરી ..પછી ફેસબૂક બંધ કરી..રમવા બહાર ગયો..
સાંજે ૬ વાગે રમીને આવ્યા પછી હાથ પગ મોડું ધોઈ થોડોક નાસ્તો કરી પાછો લાગી ગયો મોબાઇલ ની દુનિયામાં...
આ જ્યારથી મોબાઇલ અને એમાં પણ આ ટચ સ્ક્રીન વાળા મોબાઇલ આવ્યા છે માણસ પોતાની આજુબાજુ ની દુનિયા જ ભૂલી ગયા છે. ઘરના સદસ્યો સાથે હોવા છતાં સાથે નથી.. આ એક નાનકડું મોબાઇલ આપણને કાબૂ માં રાખે છે..

રાહુલે મોબાઇલ ફોનમાં જેવું નેટ ઓપન કર્યું તેવીજ ફેસબૂક ના મેસેજ ની notification આવી ... મેસેજ ફ્રોમ હેતવી પટેલ..
રાહુલે તરતજ મેસેજ વાચવા notification પર ક્લિક કર્યું..
' You Don't know me ,Why you are like my all photos ' હેતવી પટેલ...
રાહુલ,"ઓળખાણ તો ત્યારેજ થઈ ગઈ જ્યારે તમે ફ્રેન્ડ request મોકલેલી"
" એમ હું કોઈ ને ફ્રેન્ડ request મોકલતી નથી પણ તમારી પ્રોફાઈલ પિક્ચર જોઇને મને કઈક અલગ જ ફિલીંગ આવી.." હેતવી પટેલ..
'કોઈના ફોટો જોવાથી ફિલીંગ આવી જાય એવું કેવું'..રાહુલ
'કેમ આલિયા ભટ્ટ કે પછી કેટરિના કૈફના ફોટો જોવાથી એવી ફિલીંગ આવે કે નહિ કે મારી પણ GF આના જેવી હોય', હેતવી
'હા એ તો છે', રાહુલ..
બસ ધીરે ધીરે વાતોનો દોર વધતો રહ્યો..હવે તો રાહુલ ની સવાર હેતવીના ગુડ મોર્નિંગ ના મેસેજ થી અને હેતવી ની રાત રાહુલના ગુડ નાઈટ ના મેસેજ થી થતી, બસ આમજ રોજ કલાકો સુધી વાતો થતી ફેસબૂક પર..

"નાના નાના ઝરણાઓ ક્યારે નદી બની જાય છે એને પણ નથી ખબર હોતી અને એ નદીઓ ભેગી થઈ ક્યારે દરિયો બની જાય છે એને પણ ખબર નથી હોતી.ક્યાંક એવી રીતે કરેલી વાતો માંથી ક્યારે પ્રેમ થઈ જાય એની ખબર નથી રહેતી."

રાહુલ અને હેતવી પણ પડી ગયા પ્રેમમાં.ધીરે ધીરે પોત પોતાની પસંદ, ના પસંદ અને અંગત લાઈફ એક બીજાને શેર થવા લાગી. આ વાતચીત નો દોર 1 મહીના સુધી ચાલ્યો.

સવારે હું અને પાંડે કૉલેજ જવા ગાડી પર નીકળ્યા..
મેં કહ્યુ ,'શું કે બ્રો રાહુલ નું કશું સેટિંગ થયું કે નહીં',
'તને બો પડી છે સેટિંગ ની', પાંડે
'અલા એક તો આપણે એન્જિનિયરિંગ કરતા છે અને એમાપણ મેકેનીલ એન્જિનિયરિંગ ,તને ખબર તો છે આપણી હાલત.ગયા સાત જન્મમાં ઘોર પાપ કર્યાં હશે એટલે આ જન્મમાં મેકેનીલ એન્જિનિયરિંગ માં એડમીશન મળ્યું ,અલા એક પણ ગર્લ્સ ની મળે આપણા ડિપાર્ટમેન્ટ માં , આપણે બહાર થી સેટિંગ કરવું પડે..' મે કહ્યુ..
'તને હું વાંધો છે તારું તો ઓલ્લ રેડી સેટ જ છે ને', પાંડે
'મને તમારી ચિંતા છે',મે હસતાં હસતાં કહ્યું..
'ચિંતા ની કર આપણી કૉલેજમાં આપના ડિપાર્ટમેન્ટ સિવાય બીજા પણ ડિપાર્ટમેન્ટ છે તા મેળ પડશે તો ઠીક નહિ તો જય બજરંગ દળ', પાંડે
'હા એતો ઠીક છે પણ આ ઓનલાઇન પ્રેમ માં તને અજુક્તું નથી લાગતું , જાનયા અજાણ્યા વગર કોઈ ના પ્રેમ મા પડી જવું',મે કહ્યુ.
'ઓનલાઇન પ્રેમ તો ખાલી ટાઇમપાસ માટે છે કોઈની લાગણી સાથે રમવાનો', પાંડે
' મને રાહુલ ની ચિંતા થાય છે એના સાથે પણ આવું કંઈ ન થાય', મે કહ્યુ
' બધી છોકરી એક જેવી હોય એ જરૂરી થોડું છે, રાહુલને ગોડ ગિફ્ટ મળી તો શું ખબર?',પાંડે
' ગોડ ગિફ્ટ મળી શકે નસીબ હોય તો ',મે કહ્યુ..
ચાલ તું પાર્કિંગ કરીને આવ હું ડેપો માં જાવ..મારે પાસ કઢાવાનો છે..
ઓકે..
'Hi.. રાહુલ ,આવ્યો હું પાસ કઢાવીને ..પાંડે આવતો જ છે..', મે કહ્યુ..
પાસ કઢાવીને હું, રાહુલ અને પાંડે પાસે ગયો ..
'બો ખુશ ને ભાઈ શું થયું',મે કહ્યુ
'નંબર મીલ ગયા ઉસકો , 1મહિના બાદ ',પાંડે
'કિસકા ભાભી કા.. ઓહહ...પાર્ટી તો બનતી હૈ..',મે કહ્યુ
'મંદિર ખોલ્યું નહિ અને ભિખારી હાજર', રાહુલ કે કહ્યુ
'માલ આવી એટલે અમે ભિખારી', મેં કહ્યુ
એવામાં રાહુલનો ફોન વાગ્યો.. ડિસ્પ્લે પર નામ હતું હેતવી પટેલ..
ચાલ કટ કર પછી બસમાં વાત કરજે..હમણાં અમારા સાથે વાત કર..જો બીજા નમૂના પણ આવ્યા જય અને વિગ્નેશ..
ભાઈ પહેલો ફોન છે ઉચકવો તો પડે એમ કહી ઊઠીને ચાલતો થયો બીજી બાજુ રાહુલ તો..
'જય હિન્દ ભાઈઓ', જય એ કહ્યું..
"આ રાહુલ શા માટે એલી બાજુ ગયો', વિગ્નેશ..
'ભાઈ નું સેટિંગ થઈ ગયું' ,મે ...
કઈ એલી ફેસબૂક વળી સાથે ને..
હા..
ચાલ એક નો મેળ પડ્યો..
અને વિગ્નેશ આપણી ગાડી ક્યા સુધી પોહચી.. મેં કહ્યું..
'અલા તને કેટલી વાર કીધું કે એ ખાલી મારી બાળપણ ની ફ્રેન્ડ છે', વિગ્નેશ..
' ઓહ, શાંત ભાઈ શાંત.',મે કહ્યુ
ચાલો બસ આવી..રાહુલ ને કહી દે ની તો અહીજ રહી જશે..

આ અપડાઉન કરવાની મજાજ અલગ છે ,બસ આવે એટલે જગ્યા રોકવા બેગ નાખવા.. બારી પાસે બેસવા બોલાચાલી..દોસ્તો સાથે ગીત ગાવા તો કોઈની મજાક મસ્તી કરવી..તો કોઈ આખા રસ્તે મુવીઓ જોય..તો કોઈ કાનમાં ડટા નાખી ગીત સાંભળે..તો કોઈ લવર જોડે વાતો કરે..તો કોઈ પુસ્તપ્રેમીઓ પુસ્તક વાંચે..બસ આ રીતે ટાઇમપાસ થાય બધાનો..

ચાલ રાહુલ ફોન મુક અને ભાભીને યાદ આપજે.. ચાલો આપણી જેલ(કૉલેજ) આવાની...
'હા હવે', રાહુલ.
'ચાલ બાય માય બેબી',રાહુલ
'બાય જાન', હેતવી
બસ માંથી ઉતરી બધા કૉલેજ તરફ ચાલ્યા..
' રાહુલ કેટલા વાગે છૂટી આજે', મે કહ્યુ..
' હજી કૉલેજ નથી આવ્યા અને છૂટવાની વાત..લો.. ', જય
' બો ભણી લેવાનો હોય એમ..chuti..', મેં કહ્યુ..
' ચાલો મળીયે બ્રેક માં.', મે કહ્યુ..
રાહુલ, વીગ્નેશ, પાંડે એ બીજા class મા અને હું અને જય સાથે એક ક્લાસમાં..
ક્લાસમાં જતા હું કુણાલ ની બાજુ માં બેઠો..
'સાંભળીયુ છે કે રાહુલ નું સેટિંગ થઈ ગયું',.. કુણાલ
'હા ભાઈ પડ્યો છે કોઈ ના પ્રેમ મા..એ પણ ફેસબૂક પર', મેં કહ્યુ..
'પ્રેમ તો થઈ જાય પણ આ ઓનલાઇન પ્રેમ લાંબો ચાલે નહી.. આજ કાલ કેટલા breakup થાય છે આ ઓનલાઇન પ્રેમ માં..એક પ્રકાર નું વ્યસન બનું ગયું છે આ ઇન્ટરનેટ', કુણાલ
' હા અને આપણા દેશમાં દર વર્ષે લગભગ બે લાખ જેટલા લોકો સુસાએડ કરે એનું એક માત્ર કારણ આ સોશીયલ મિડીયા છે, એક્ઝામ પલ તરીકે આ ફેસબૂક, ઈન્સ્ટાગ્રામ, વોટ્સએપ', મે કહ્યુ..
'હા...breakup થતા છોકરી હોય કે છોકરો ડિપ્રેશન મા આવી જાય અને ન કરવાનું કરી બેસે છે,આજ કાલ તો લોકો સુસાએડ કરવાની પદ્ધતિઓ Google પર શોધે છે', કુણાલ
'ખબર નહીં લોકો ને એમની જીંદગી વાહલી કેમ કરી', મે કહ્યુ..

'breakup થાય એટલે ઘરે ગુસ્સો કાઢે બધા પર, ખાવાનું બંધ કરી મૂકે, ડિપ્રેશન મા આવી જાય,એક અજાણ્યા માણસ માટે પોતાના ને પારકા બનાવી લે', કુણાલ
' chuti..o..વાતો બંધ કરો અને ભણો', જિનીત..

સાંજે ૫ વાગે છૂટ્યા બધા..

'અબ તુમ હિ હો.. જિંદગી તુમ હિ હો'..રાહુલ નો ફોન વાગ્યો..
'લે ભાઈ ને ફોન પણ આવી ગયો.. આ ખો દિવસ નવરી હોય કે શું' પાંડે
'સ્કૂલ થી છૂટી ને ફોન કરે',રાહુલ
'હા ઉચક હવે તું ફોન..ની તો કેમ આટલી વાર થઈ,કોઈ બીજી મળી ગઈ કે શું..આવા સવાલો ના છુટા ગોળા આવે હમણાં', મેં કહ્યુ..
'હેલ્લો,આવી ગઈ સ્કૂલ થી', રાહુલ
'હા હમણાજ', હેતવી..
'નાસ્તો કર્યો કે બાકી',રાહુલ..
'હા મમ્મી એ પૌઆ કરીને રાખેલા..હમણાજ ખાધા', હેતવી
'તું એ કઈ નાસ્તો કર્યો',
'અમારે નાસ્તા જેવું કંઈ આવે ની..હવે ઘરે જઈને ડાયરેક જમવાનું', રાહુલ
'યાર ફેસબૂક અને ફોન પર બો વાત થઈ.. .હવે મળીયે કોઈ દિવસ', હેતવી
'હું ફ્રિ હોઉં ત્યારે કહું તને', રાહુલ
'મારા માટે થોડોક સમય તો કાઢી જ શકે ને', હેતવી
'હા પણ ઘરે પણ કંઈ બહાનું કાઢવું પડે ને.. આ રવિવારે ટાઈમ મળે તો તને મેસેજ કરીશ વોટ્સએપ પર', રાહુલ
'પણ આ રવિવારે ચોક્કસ', હેતવી
' ઓકે'..
રવિવારે સવારે રાહુલએ હેતવીને વોટ્સએપ મેસેજ કર્યો..આજે સાંજે સ્વામિનારાયણના મંદિરે મળ્યે..

રાહુલ મસ્ત મજાના ફોર્મલ કપડાં પહેરી સાંજના છ વાગ્યા પહેલાં જ પોહ્ચી ગયો મંદિરે ,આજે જો એની પહેલી મુલાકાત હતી હેતવી સાથે..હમણાં લગી એને ફોટો અને વિડિયો કોલમાં જ જોઈ હતી પણ આજે રૂબરૂ મુલાકાત હતી હેતવી સાથે એટલે રાહુલ નું હૃદય ખૂબ તેજીથી ચાલતું હતું એના હાથ પગ પણ ધ્રૂજી રહ્યા હતા.. આમથી તેમ આટા મારતો હતો ગેટ પાસે..

એવામાં સામેથી એક છોકરી રસ્તો ક્રોસ કરી રાહુલ બાજુ આવી.. આછો વાદળી રંગનો ડ્રેસ ,છુટા વાળ,કપાળ ના વચ્ચે કાળા રંગની બિંદી..એક હાથ માં વૉચ અને બીજા હાથ માં બેરેસ્લેટ..પગમા મોજડી..એની પાણીદાર આંખો..એના લાલ રંગની લિપસ્ટિક થી શોભતાહોઠ..એનો સુંદર ચહેરો..
રાહુલ તો જોતા જ આંભો રહી ગયો..
હેતવી ની નજર જેવી રાહુલ ની આંખો પર પડી એ થોડી શરમાઈ ગઈ..એની ધડકનો પણ તેજ થઈ ગઈ..હાથ થોડાક ધ્રુજવા લાગ્યા..
એ રાહુલ ની નજીક જઈ ચપટી વગાડી ..
ક્યા ખોવાઈ ગયો..
"તમને જોઇને હું મારા હોશ ખોઈ બેઠો છું,
જાણે પાગલ જ જોઇલ્યો.
તમારી બાજુમાં આવતાજ મોઢું ખુલતું નથી,
જાણે પથ્થર જ જોઈલ્યો."

બંને મંદિર ની અંદર ગયા દર્શન કર્યા અને પછી મંદિરમા આવેલ ગાર્ડનમાં ફરવા ગયા..
'તને એક વાત કહેવી છે', રાહુલ
'હા બોલ તો..મે તને ક્યાં ના પાડી છે', હેતવી
'તું આંખો બંધ કર,હું કહું ત્યારે ખોલજે',રાહુલ
'ઓકે બાબા', હેતવી
રાહુલ એના એક ગુઠણ પર બેસી એની સામે ગુલાબ નું ફૂલ રાખી એને આંખ ખોલવાનું કહ્યું..
" શું તું મારી લાઈફ પાર્ટનર બનીશ, આઇ લવ યુ હેતવી"
લાઈફ પાર્ટનર નું હજી વિચાર્યું નથી પણ તારી ગર્લ ફ્રેન્ડ જરૂર બનીશ, આઇ લવ યુ ટુ રાહુ...
અને બંને ભેટી પડ્યા..
પછી થોડા ઘણી પ્રેમની વાતો કરી બંને જનાં ઘરે જવા મંદિરની બહાર નીકળ્યા..
છૂટી પડતી વખતે હેતવી રાહુલ ની નજીક જઈ આજુબાજુ નજર કરી અને પોતાનો ચહેરો રાહુલ ની નજીક લઈ જઈ એના ગાલ પર એક પ્રેમ ભરીયું કિસ્સ કર્યું અને શરમાઈ ને એના ઘર તરફ ચાલતી થઈ..
રાહુલ તો એનો હાથ એના ગાલ પર જે જગ્યાએ હેતવીએ કિસ્સ કરી એના પર રાખીને હેતવીને ઘર તરફ જતી જોઇજ રહ્યો..
રાહુલની આ પહેલી મુલાકતમાં ન હતી કોઈ વાસનાની ભૂખ કે ન હતી કોઈ અપેક્ષા,હતી તો બસ આ પહેલા મિલનની અનહદ ખુશી.

કૉલેજ બસમાં હું અને રાહુલ સાથે બેઠા...
ક્યાં ખોવાઈ ગયો રાહુલ...
'હા..બસ એની યાદ માં..હવે તો સવાર એના ગુડ મોર્નિંગ ના મેસેજ થી થાય છે અને રાત એના ગુડ નાઈટ ના મેસેજ થી',રાહુલ
'આટલો બધો પ્રેમ એ પણ એના વિશે બધુ જાણ્યા વગર. પછતાવું ની પડે પાછળથી જોજે', મેં કહ્યુ
'પ્રેમ તો એવી વસ્તુ છે કે અજાણ્યા જ થઈ જાય ,ન જુવે રંગ કે ન જુવે જ્ઞાત બસ થઈ જાય યાર', રાહુલ
'બધા સાચો પ્રેમ કરે એતો જરૂરી નથી ને આજ કાલ લોકો ખાલી ટાઇમપાસ માટે આપણી સાથે વાતો કરે મતલબ પતે એટલે તું કોણ અને હું કોણ..હકીકત છે આ દુનિયાની', મેં કહ્યુ
'દુનિયા નું તો નથી ખબર પણ મારું હૃદય તો ખાલી હેતવી માટે ધડકે છે', રાહુલ
'ન મળી તો એ', મેં..
'Chu..ti.,lo..,bho.. તને જ કેમ નેગેટિવ વિચારો આવે છે..હું ચાલ્યો અહીંથી', રાહુલ
'અરે મજાક પણ ન થાય અમારાથી..sorry ભાઈ..બેસ હવે', મે કહ્યુ
એ દિવસે સાંજે..
'હલ્લો માય રાહુ.. શું કરે', હેતવી
'કંઈ ની હમણાજ ક્રિકેટ રમી ને આવ્યો',રાહુલ
'હવે ક્યારે મળ્યે..બો યાદ આવે તારી', હેતવી
'જો હમણાં તો મારી એક્ઝામ આવવાની છે તો હમણાં મેળ ની પડે', રાહુલ
'દર વખતે તારા બહાના જ હોય..તારા થી ની અવાય તો ના પાડ.. આમ ખોટું ની બોલ', હેતવી
'અરે સાચું આવતા વિક થી એક્ઝામ છે..અને તું મળવા બાબતે જગડા ની કર..તને ખબર તો છે મારા પપ્પા કેટલા સ્ટ્રિક છે', રાહુલ
'એ હું ની જાણું ,તું આ શનિવારે મળવા આવ', હેતવી
"તું પરિસ્થિતિ તો જો.. અવાતું હોય તો હું ક્યાં ના પાડું છું શનિવારે અવાય તો હું જરૂર તને કહીશ', રાહુલ
'ઓકે bye', હેતવી
'શાંભળ તો ખરી',રાહુલ
કોલ કટ..
પછી શું એની જીદ આગળ આપણું શું ચાલે.. શનિવારે મળ્યા પારસી ગાર્ડન માં..
'Thanks,આવા માટે', હેતવી
'એમાં શું thanks, તારા માટે આટલું તો કરીજ શકું..એનો હાથ પકડી એને મારી નજીક લઈ આવ્યો..અને એક ટાઈર્ટ હગ આપ્યું અને એક kiss એના ગરદન પર કરી..
લવ યુ માય બેબી', રાહુલ
'છોડ કોઈ જોઈ જશે', હેતવી...
બસ આમજ થોડી ઘણી વાતો કરી અમે છુટા પડ્યા..
આ મુલાકામાં એક વસ્તુ તો ઉમેરાઈ ગઈ અને એ હતી જીદ..નાની એવી જીદ ક્યારે મોટું રૂપ લઈ લે ખબર જ નથી રહેતી..કોઈ ની જીદ ને પુરી કરો એટલે એ બીજી વખત જીદ કરશે જ..

મળવા ની બાબત માં અક્સર રાહુલ અને હેતવી વચ્ચે જગડા થતા.. આ નાના નાના જગડા દિલ માં એકબીજા પ્રત્યે નફરત પેદા કરી મુકે છે..અને નફરત માંથી ક્રોધ ..જે કોઈ નો સગો થતો નથી..

હવે એક બીજી જીદ સામે આવી હેતવી ની..એને હવે કોઈ દૂર ના સ્થળ પર જવું હતુ ફરવા..રાહુલને એને વાત કરી આ વિશે..
'જો હમણાં તો આપણે ને મળ્યા ને ૩ એક મહિના થયા છે..થોડોક સમય જવા દે પછી તને તું જ્યાં કહે ત્યાં લઈ જઈશ', રાહુલ
'પણ હું ક્યાં ગોવા કે દમણ જવા કહું છું..દાંડી કે પછી વલસાડ બાજુ ફરતા આવ્યે', હેતવી
'આજ કાલનો સમય તો જો..કેટલી ઘટના બને છે..રેપ,ચોરી, મડર..અને પાછુ આપણે બને ઘરના લોકો ની પરમિશન વગર જવાનું,કઈ થાય તો ઘરે શું જવાબ આપવો', રાહુલ
'ખોટો શું કામ ડરતો છે તુ', હેતવી
'મને તારી ચિંતા છે યાર', રાહુલ
'બસ ચિંતા છે, મારી ખુશી નું શું' હેતવી
'હમણાં સુધી તારી બધી જીદ પુરી કરી છે,આ વખતે મારી વાત માનવી પડશે તારે',રાહુલ

ઓકે બાય..અને કોલ કટ..

આ ગર્લ્સ ને થોડોક ગુસ્સો શુ આવે ફોન જ કટ કરી મૂકી યાર..ફોન કટ કરવાથી કંઈ સમસ્યા નો ઉકેલ ન મળી જાય.. ગુસ્સો તો રાહુલને પણ હતો કારણકે મળવા બાબતે આજ સુધી હેતવી ને એક પણ વાર ના ની પાડેલી પણ આ વખતે તો યાર હેતવી એ માનવું જોઈએ...

પણ હેતવીની ખુશીમા જ રાહુલ પોતાનું સુખ જોતો..એટલે રાહુલ એ જવાની હા પાડી દીધી...

નસીબ પણ ગજ્બનું હોય છે,જે વ્યક્તિ નું આપણા જીવન માં મહત્વ નથી હોતું ને એ વ્યક્તિ ને જીવન માંથી આ નસીબ કાઢી જ મૂકે છે..ભલે આપણે એને આપણા કરતા વધારે પ્રેમ કરતા હોય..રાહુલ સાથે પણ ક્યાંક આવુજ થયું...

એ લોકો નો પ્લાન રાહુલ ની શનિવારે રજા હોય ત્યારે ગોઠવાયો..રાહુલ દોસ્તાર ને ત્યાં સ્ટડી કરવા જાય એમ બહાનું કાઢવાનો હતો..અને હેતવી પણ કોઈ ફ્રેન્ડ ના ઘરે પાર્ટી છે એમ ઘરે કહેવાની હતી..

પણ નસીબ જ્યારે પોતાનો ખેલ ખેલે એટલે કોઈ નું એની સામે ચાલેની..જ્યારે આ તો એક લવ સ્ટોરી હતી..

શુક્રવારે સાંજે રાહુલ ને કોલેજ માંથી મેસેજ આવ્યો..
All the students are informed to come compulsorily to college on Saturday ......
ઓહ.. શીટ..
રાહુલ હેતવીને કાલ નો પ્રોગ્રામ કેન્સલ કરવા ફોન કરે છે..
હેલ્લો,હેતવી સોરી યાર કાલ નો પ્રોગ્રામ કેન્સલ કરવો પડશે...અમારી કૉલેજ માંથી હાલ જ મેસેજ આવ્યો કે કાલે કૉલેજ ચાલુ છે..
'તો શું થયું એક દિવસ કૉલેજ ની જાય તો', હેતવી
'પણ પપ્પા પર પણ મેસેજ જતો રહ્યો છે..અને કૉલેજમાં હાજર ની રહ્યા તો અબ્સેન્ટ તો મેસેજ આવી જાય પપ્પા પર..આવા સમયે ઘરે થી ગાડી પણ ની મળે..સો સોરી યાર..', રાહુલ
'તારા થી મારી એક ખુશી પુરી થતી નથી અને તું આખી જિંદગી સાથ અપવાની વાત કરે છે', હેતવી
'હમણાં લગી તારી ખુશી માટે જ તો બધું કર્યું છે,તે કોઈ દિવસ મારી ખુશી વિશે વિચાર્યું..મને શુ પસંદ છે,બસ દર વખતે પોતાનો સ્વાર્થ જ જોય છે તું..બસ મને ખુશી મળવી જોઈએ બીજા જાય તેલ લેવા..', આ બોલતા રાહુલ ની આંખોમાં આસુ આવી ગયા..
'તારા સાથે તો વાત જ કરવી જ બેકાર છે', હેતવી ...અને કોલ કટ..

કઈ ની..એનો ગુસ્સો શાંત થશે તો ફોન કરશે..

હેતવીએ ન તો શનિવારે સવારે ગુડ મોર્નિંગ કહ્યું કે ન તો ફોન આવ્યો..રાહુલે કર્યો પણ એને ઉચક્યો નહિ..રાહુલને થયું હજી થોડીક ગુસ્સે હસે, ગુસ્સો ઉતરશે એટલે ફોન કરશે..

કોલેજ થી છૂટી રાહુલ, વિગ્નેશ, પાંડે, જય અને હુ ,મસ્તી કરતા કરતા કોલેજ ના ગેટ ની બહાર આવ્યા..
રાહુલ,' પાંડે, નવસારી ની બસ આવી'.
એટલે બધા ઉભા થયા બસમાં જવા માટે...
પણ બસ વાળાએ બસ ફુલ હોવાથી ઉભી ન રાખી..
પાંડે,' માદર..આજે પણ ઉભી ન રાખી..
ચાલો બધા નાસ્તો કરવા જઈ એમ પણ બસ હવે ૬ વાગે આવશે.. મેં કહ્યું..
બધા નાસ્તો કરવા વૈજનાથ જે કૉલજ થી થોડુક દૂર હતું ત્યાં જવા નીકળી ગયા..જે અમારો રોજ નો અડો હતો..બસ છૂટે એટલે વૈજનાથ નાસ્તો કરવા જવું એ અમારું રોજનો નીતિય ક્રમ બની ગયો હતો..
માસી ચા અને પકોડા બનાવો ગરમ ગરમ અમારા બધા માટે..ચા નાસ્તો આવે એ પહેલા અમે લુડો રમવા લાગ્યા પણ રાહુલ ને કોઈક નો ફોન આવ્યો એટલે તે વાત કરવા અમારાથી થોડેક દૂર ગયો.. સાયાદ એની girlfriend નો ફોન હતો..બસ કૉલેજ થી છૂટે એટલે phone પર લાગી રહેવાનુ..

'હલ્લો, હેતવી સોરી યાર આજ નો પ્રોગ્રામ મારે કારણે કેન્સલ થયો..કઈ ની બીજી કોઈક વાર જઈશુ',રાહુલ
' તારા કારણે કેટલું શાંભળવું પડયું આજે મારે, મારા ફ્રેન્ડસ પાસેથી.. તારો બોયફ્રેન્ડ કેવો કંજૂસ છે થોડાક રૂપિયા નથી વાપરી શકતો તારા માટે, આવા બોયફ્રેન્ડ બનાવાય જ નહી અને આવું તો બો બધુ શાંભળવું પડ્યું..', રડમસ અવાજે હેતવી બોલી..
' અને તું કઈ ન બોલી..', રાહુલ
' સાચું તો કહેતા છે, મારી ખુશી તારાથી જોવાતી જ નથી....', રડતા અવાજે હેતવી બોલી..
આ શાંભળી રાહુલ ની આંખોમાં પણ આસુ આવી ગયા...ખુદથી વધારે પ્રેમ કર્યો એજ મારા વિશે આવું વિચારે છે.. કોઈક થોડું એના વિશે બોલતું તો હું જગડી પડતો એના સાથે અને એણે એક શબ્દ ના બોલ્યો મારા વિશે આટલુ શાંભળી..

'તારી ખુશી માટે કેટલી વાર જૂઠું બોલવું પડ્યું ઘરમાં, મારા જીવથી વધારે વાહલા દોસ્તારો સાથે જગડા કર્યા.. કોણા માટે..ખાલી તારા માટે..અને તું એક મળવાની બાબતે આટલો જગડો કરે છે..', રાહુલ રડતા રડતા બોલ્યો..
' બસ આપણો સાથ અહી સુધી જ હતો', હેતવી
' મતલબ..તું કેહવા શુ માંગે', રાહુલ ધીરેથી બોલ્યો..
' આજ થી તુ તારા રસ્તે અને હુ મારા રસ્તે, હવેથી મને ના મેસેજ કરતો કે ના ફોન...', હેતવી..
' હું તને ભૂલી જાઉં એ આ જન્મમાં તો શક્ય નથી..', રાહુલ રડતા અવાજે બોલ્યો..
' હું ભૂલાવી શકું તો તુ કેમ નહિ..', હેતવી તો ગુસ્સે માં હોય એ રીતે બોલતી હતી..
' ભૂલી તો એને જવાય જે દિમાગમાં હોય ,પણ તુ તો મારા દિલમાં છે કઈ રીતે ભૂલું ..', રાહુલ..એની આંખોમાં તો સતત આસુઓ વહી રહ્યા હતા..

હેતવી તો જાણે પ્રેમને રમકડું સમજતી હોય એ રીતે વાતો કરી રહી હતી..એને રાહુલનો પ્રેમ નહિ પણ પોતાની જીદ પુરી ન થઈ એ બાબત જોવાતી હતી.. અને breakup પણ આ જ કારણે કરવા માંગતી હતી..
' આજ થી તારા અને મારા વચ્ચે breakup , નો મેસેજ નો કોલ.. ઓકે.', હેતવી..
'પણ સાંભળ તો ખરી...અને કોલ કટ...tin..tin..

લૂડો રમતા હતા ત્યારે પાંડે ની નજર રાહુલ પર ગઇ..પાંડે તરત બેઠો થયો અને એની નજીક ગયો.. આમ પાંડે તરત ગેમ છોડી જતા અમે પણ ઉભા થયા અને એની પાછળ ગયા..
પાંડે, રાહુલ શુ થયુ?
રાહુલ રડતા રડતા પાંડે ના ગળે વળગી ગયો..
પાંડે,' શું થયું ભાઈ કેમ રડે છે..'

"બેવજ્હ કોઈ નહીં રોતા,
ઈશ્ક મેં દોસ્ત.
જિસે ખુદ સે બઢકર ચાહો,
વો રુલાતા જરૂર હૈ." મેં કીધુ..

' અરવિંદ તું એ સાચું જ કીધું હતું આ ઓનલાઇન પ્રેમમાં ના પડાય.બસ અહીં તો કોઈની લાગણીઓ સાથે ટાઇમપાસ થાય છે, બસ ખાલી ટાઇમપાસ થાય છે....',રાહુલે રડતા રડતા કહ્યુ..
' બસ ભાઈ હવે રડવાનું બંધ કર તું. બો થયું એક છોકરી માટે રડવાનું..', મે કહ્યુ..

બધાએ રાહુલ ને શાંત કર્યો અને અમે બધા ફ્રેન્ડ ભેટી પડ્યા..

આ સ્ટોરી પરથી એક વાત તો શિખી...

"બાલકનીમાં સુકવેલા કપડા અને ફેસબુક પર બનાવેલી ગર્લફ્રેન્ડ ગમે ત્યારે ઉડી જાય.. એનું કંઈ નક્કી નઈ..!!!😂😂"


આશા રાખું છુ કે તમને આ સ્ટોરી ગમી હસે.તમે કોમેન્ટ માં તમારો અભિપ્રાય આપી શકો છો..તો જલદી મળીશું એક નવી સ્ટોરી સાથે.. બાય બાય 🖐️🖐️...