તથાગત 10 માં ધોરણ પછી વેકેશનનો આનંદ માણી રહ્યો હતો. અને આગળના અભ્યાસ મા શું કરવું તે ખબર ન પડી, પણ બધા જ મિત્રોના સાથે તે સાયન્સ માં ચાલ્યો ગયો. પણ થયું એવું કે ફર્સ્ટ લેક્ચર ફીઝીક્સ નો હતો. અને એમાં કાંઈ ટપ્પો જ ન પડે. પણ ભણતો ગયો અને દિવસ તો પસાર થયા.
11 મા ધોરણની એકઝામ આવી અને પરિણામ 60% આવ્યું. તે થોડો ખુશ થયો હવે તેમને વેકેશન પણ મળવાનું નહોતું. બારમાનું ભણાવવા લાગ્યા. ભણતા ભણતા આમ જ દિવસો પસાર થતા હતા, પણ દર વર્ષની જેમ તેની સ્કુલમાં અનેક સ્પર્ધાનું આયોજન તથાગત પણ બીજાની જેમ તેમાં ભાગ લેવા માંગતો હતો. અને તેમણે વક્તૃત્વ સ્પર્ધામાં ભાગ લીધો. ત્યાં જ સ્પર્ધાના માર્ગદર્શક શિક્ષક બધા ની સ્પીચ સાંભળી રહ્યા હતા. તથાગત નો વારો આવશે એટલે તે ધ્રૂજતો ધ્રૂજતો બોલ્યો"નમસ્કાર, અત્રે ઉપસ્થિત સર્વને પ્રણામ...". આવી સ્પીચ સાંભળી શિક્ષક ગુસ્સે થયા મને કીધું બસ, બેસી જા તું. એકા એક સ્પીચ શિક્ષકે સાંભળી અને તથાગત ને કીધું કે મને તારા પર વિશ્વાસ નથી તું નંબર લાવી શકે.
તે પોતાની હોસ્ટેલ માં ગયોઅને દરરોજની જેમ બધી ક્રિયાઓ પૂરી કરી. અને હવે તે ટેરેસ ઉપર ગયો અને પોતાની વક્તૃત્વ ની તૈયારી કરવા લાગ્યો. થોડો જુસ્સો આવ્યો અને હવે રાત્રિના અંધારામાં પોતાના શબ્દો વાવલતો રહ્યો.
સ્પર્ધાનું આયોજન થયું બધા વિદ્યાર્થી સ્ટેજ ઉપર જઈ પોતાની સ્પીચ આપી રહ્યા હતા પણ તથાગત તો મનોમન મુંઝાઈ રહ્યો હતો. અને પાણી પીધું.
અને વચ્ચે નામ પડ્યું કે તથાગત પંડ્યા તે ધ્રૂજતો ધ્રૂજતો સ્ટેજ પર ગયો. પોતાનો અવાજ તેને સંભળાવવા લાગ્યો, તે એકદમ પોતાને ખોલીને શબ્દો બોલવા લાગ્યો, હાથ ઉપર નીચે કરવા લાગ્યો અને પોતાનું ભાષણ પૂરું કર્યું.
બધાએ તાળીઓના ગડગડાટથી તેને વધાવી લીધો. અને વળી તેમનો ૧ નંબર આવ્યો. તે અંદર ને અંદર ખૂબ ખુશ થયો ખુશીના આંસુ તે રોકી ન શક્યો તે હોસ્ટેલમાં ગયો બધા જ તેને અભિનંદન પાઠવતા હતા.
પણ આ તો થોડાક સમયની ખુશી હતી બીજા દિવસે તે પાછો ભણવા લાગ્યો આમ દિવસો પસાર થયા અને 12મું ધોરણ પૂરું થયું અને તેણે પરીક્ષા આપી રિઝલ્ટમાં 50% હતા અને બાયોલોજીમાં kt સાથે પાસ થયો. તેમણે લાંબુ વેકેશન માણ્યું.
કોલેજમાં (Bsc) ભણવા ગયો ત્યાં પણ અમુક વિષય સાથે જોડાયો પોતાની મહેનત અને પ્રોફેસર દ્વારા તેમના વખાણ થી ખૂબ હોશિયાર થઈ ગયો.
અને કોલેજમાં એ ગ્રેડ સાથે પાસ થયો અને પાછું વેકેશન પડ્યું પણ હવે તેમણે નક્કી કર્યું કે
હવે તે Bsc નહીં પણ B.A કરશે. ઘરના બધા જ તેને ખીજાવા લાગ્યા. પણ તે ના માન્યો અને તે ખૂબ જ પુસ્તકો વાંચતો બી.એ.માં તે કોલેજ ફર્સ્ટ આવ્યો બીજા બધા પુસ્તક પણ તે વાંચતો રહેતો. તથાગત હવે ખૂબ સમજદાર, હોશિયાર, અને ઉત્સાહિત થઈ ગયો હતો. તેને યાદ આવ્યું કે તે એક વખત વક્તૃત્વ સ્પર્ધામાં ફર્સ્ટ આવ્યો હતો.
પછી શું! પ્રસંગોપાત્ત તે ભાષણ આપતા થયો અને હવે તેને બીજા લોકો પણ તેના ભાષણથી વખાણ કરતા અને બીજા પ્રોગ્રામ કે સ્કૂલમાં પણ ભાષણ આપવા જતો.પોતે પાછો તો એટલું જ વાસ્તો બુક પણ લખતો થઈ ગયો અને સારો એવો વક્તા બની ગયો. લેખક બની ગયો. કોલેજ પૂરી કરી તે M.A કરી રહ્યો હતો. બીજી ભાષાઓ પણ શીખવા લાગ્યો અને હવે તે સાયન્સ કરતા આર્ટસ માં આવવાની ખુશી થી વાકેફ ન હતો. પણ વાત્સવ માં તો તેની સ્વ સાથેની મુલાકાત હતી. તથાગત એકલો બેસીને વિચારતો હતો કે હું આટલું બધું શીખી ગયો છું સાયન્સ માં હોત તો આટલું ન કરી શક્યો હોત. શું આ મારી કલા છે મારી ઓળખાણ છે થેંક્યુ ગોડ.. એમ બોલ્યો.
(મિત્રો તમે પણ ધ્યાન રાખો ક્યાંક તમે પણ તથાગત ની જેમ જ તમને અણગમતા વિષય સાથે કે અણગમતા કામ સાથે નથી જોડાયા ને
તો તમે પણ સ્વ સાથેની એક મુલાકાત કરો અને ખુદને જાણો)
🙏થેન્ક્યુ ફોર રીડિંગ 🙏