men get in Gujarati Horror Stories by Sahilbhai Abbasbhai Sipai books and stories PDF | મેન ગેટ

Featured Books
Categories
Share

મેન ગેટ

રાતનાં પોણા એક વાગે અમે 6 જણા વચ્ચે ચાલતી લુડો ગેમ રમી રહ્યા હતાં . ત્યારે અમે હોસ્ટેલ ના રૂમ નંબર 2 માં બધાં બેઠા હતાં... બીજા દિવસથી દિવાળી ની રજાઓ પડવાની હતી. એટલે રાતનાં મેહફીલ થોડી વધારે લાંબી ચાલી...લગભગ અઢી વાગ્યાં હશે..મને જોરની બાથરૂમ લાગી ત્યાંથી હું ઉભો થઇ ને બહાર આવ્યો... જોયું તો રૂમ ની સામે ક્રિકેટનું મેદાન છે. ત્યાં ક્રિકેટની પીચ ઉપર અડધા પગ સુધી વરસાદનું પાણી ભરેલું છે.. થોડો ચાલ્યો અને હોસ્ટેલનો મેન ગેટ કોઈ ખોલતું હોય એવો અચાનક અવાજ થયો.. તરત જ મારી નજર ગેટ ઉપર પડી. ત્યાં કોઈ એ ગેટ ખોલીને કોઈ મારી સામે આવતું હોય એવું લાગ્યું પણ કોઈ દેખાયુ નહીં .. હું થોડો વિચારમાં પડી ગયો કે ગેટ ઉપરની લાઈટ ચાલુ છે . તો પણ કોઈ દેખાતું કેમ નથી થોડી વાર ગેટ ની સામે જોઈને ઉભો રહ્યો મનમાં ભયાનક વિચારોનું વાવાજોડું ચાલતું જ હતું.. તરત જ મારી બાજુ માંથી એક કૂતરું જોર જોર થી ભસતું ભસતું મેન ગેટ તરફ દોડયુ.... આ દ્રશ્ય જોઈને હું તરત જ ત્યાંથી નીકળી ને ટોયલેટ તરફ જવા નીકળી પડ્યો.. મેં ત્યાંથી પગ ઉપાડયા પણ અચાનક મારાં પગે લકવો પડી ગયો હોય એવું લાગ્યું અને મારો પગ ઉપડ્યો જ નહીં.. ..
હું થોડી હિંમત ભેગી કરી ને ટોયલેટ માં ગયો... થોડી વારમાં બહાર આવ્યો .. અને ટોયલેટની બાજુમાં કપડાં ધોવા માટેની જગ્યા હતી એમાં ચાર પાંચ જેવા નળ આવેલા હતાં.. હું ત્યાં બહાર ઉભો હતો અચાનક કોઈ નળ ચાલુ હોય એવો અવાજ મેં સાંભર્યો... હું ત્યાં હાથ ધોવા માટે ગયો તો જોયું કે બાજુ વારો નળ થોડો ચાલુ છે...
પણ નળ ચાલુ છે પણ કોઈ દેખાતું કેમ નથી... એ વિચાર મારાં મનમાં આવવા લાગ્યો તરત જ હું એ નળ બંધ કરીને ત્યાંથી ઝડપથી નીકળીને દોડ્યો . પણ અચાનક મને પાછળ થી કોઈએ જોરથી ધક્કો માર્યો અને મારો એક પગ ગટરનું ઢાંકણુ ખુલ્લું હોવાથી તેમાં જઈને પડ્યો... હું બઉ ગભરાઈ ગયો મારાં આખા શરીરમાં પરસેવો છૂટી ગયો અને કપાળમાં લાગેલો પરસેવો એ ધીરે ધીરે ચહેરા પર થી નીચે ઉતર્યો.
હું તે ખાડામાં પગ નીકાળતો હતો પણ કાદવ વધારે હોવાથી પગ નીચે બઉ જતો રહ્યો હતો... પગ જલ્દી નીકળ તો ન હતો.. એટલે બાજુમાં આવેલા આસોપાલવના ઝાડને પકડીને પગ બહાર નીકાળવાની કોશિશ કરતો હતો. અને ત્યાં પાર્કિંગના પતરા ખખડવા નો અવાજ આવવા લાગ્યો... તરત જ મારી નજર ત્યાં પડી પણ પતરા ઉપ્પર ગેટની લાઈટ નો પ્રકાશ ત્યાં થોડો પડતો હતો. પણ કોઈ દેખાતું ન હતું અને નીચે કુતરાનો ભસવાનો અવાજ આવતો હતો ...આ બધું દ્રશ્ય જોઈને મારું હૃદય ધ્રુજવા લાગ્યું... જોયું કે બધાં કુતરા એ પતળા સામે જોઈને ભસે છે.. એટલી જ વારમાં જોરથી પગ બહાર નીકાળીને પાછો એ નળ જોડે હું પગ ધોવા ગયો..
ત્યાંથી પગ ધોઈને હું ઝડપથી ચાલવા લાગ્યો.... પણ પગ જ ઉપડતા ન હતાં. એવું લાગ્યું કે કોઈ કમર માંથી પકડી લીધું હોય એવું લાગ્યું... એ વખતે મારાં મગજમાં કોઈ નો ખ્યાલ ન આવ્યો... બસ કઈ રીતે અહિયાંથી છૂટીને રૂમ નંબર 2 માં જતો રહુ.... પણ એક મિનિટ નો રસ્તો એ દસ મિનિટ જેવો લાગ્યો .... ત્યાંથી ગમે તેમ કરીને હું રૂમ નંબર 2 ની સીડી ચડ્યો..
રૂમ માં બધાં ઉંગી ગયાં હતાં .. ડીમ લાઈટ ચાલુ હતી જેવો હું રૂમમાં પોહચીને દરવાજો બંધ કરવા ગયોને . ત્યાંથી અચાનક મારાં રૂમ આગળથી કોઈ દોડીને ગયું હોય એવું લાગ્યું .. હું અચાનક ભડકી ગયો.... અને હૃદય ના ધબકારા ની ગતિ બઉ વધી ગયી... રૂમનો દરવાજો બંધ કરું એ પેહલા ક્રિકેટના મેદાનમાં કંઈક અવાજ થયો.
હું બઉ ગભરાઈ ગયો હોવાથી મેં ગભરાતા ગભરાતા મેં મેદાન સામે નજર કરી.. જોઉં તો મેદાનમાં ભરેલા વરસાદના પાણીમાં કોઈ ચાલતું હોય એવો અવાજ થતો હતો.... એ જોઈને મેં તરત જ રૂમનો દરવાજો બંધ કરી દીધો.....
આ બધાં દ્રશ્યો મનમાં ચાલતાં જ હતાં... તેમ તેમ મારાં હૃદય ના ધબકારા બઉ જોળથી ચાલવા લાગ્યાં.... અને તે ધબકારાનો અવાજ મારાં કાનો સુધી આવવા લાગ્યો.... અને ત્યાંથી તે અવાજ ની સાથે સાથે મારા શ્વાસની આપ લે બઉ જોરથી વધી ગયી હતી .... રૂમમાં પંખો ચાર ઉપર ચાલતો હતો.. અને મારાં આખા શરીરમાં ગભરાહટ ના લીધે પરસેવો છૂટી ગયો... ત્યાં જ ઉભો થઈને મેં પંખાની ગતિ વધારી અને બારીમાં પડેલી પાણીની બોટલ ઉઠાવીને મેં પાણી પીધું .... પછી પાંચ એક મિનિટ પછી પથારીમાં ઉંગવા ગયો.. પણ ઉંગ આવતી ન હતી.... ત્યાં જ મેં ખ઼ુદાને યાદ કરવાનું ચાલુ કયુઁ .. અને ધીરે ધીરે ઊંઘી ગયો...
લિ...
સાહિલ સિપાઈ " ડૉક્ટર "