Love Blood - 6 in Gujarati Detective stories by Dakshesh Inamdar books and stories PDF | લવ બ્લડ - 6

Featured Books
Categories
Share

લવ બ્લડ - 6

લવ બ્લડ
પ્રકરણ-6
નૂપૂરનાં ઘરેથી આવીને દેબુ ઘરે પહોંચ્યો. હંમેશની જેમ એનાં માં પાપા વરન્ડામાં બેઠા હતાં. પાપાએ પૂછ્યું. "કેવી રહી રાઇડ ? દેબુએ ખુશ થતાં કહ્યું "ખૂબ મજા આવી ગઇ પાપા. આઇ હેવ એન્જોય લોટ.. મારાં માટે બાઇક સાચેજ લકી છે. માં પાપા ખુશ થતાં દેબુને જોઇ રહ્યાં.
ત્યાં જ સૂરજીતરોયનાં મોબાઇલમાં રીંગ આવી એમણે મોબાઇલનો સ્ક્રીન જોયો. અજાણ્યો નંબર જોઇને આશ્ચર્ય થયુ પછી ફોન લીધો અને ફોનમાં વાત સાંભળી ચહેરો તંગ થઇ ગયો. એ શાંતિથી સાંભળી રહ્યાં પછી એટલું જ કીધુ... અમારી કંપની ચાનું ઉત્પાદન કરે છે પ્રોસેસ કરે છે અને એક્ષપોર્ટ પણ કરે છે.. આખી લીંક સેટ છે.. તમે જે હોય એ પણ અમને આમાંથી કોઇ ઓફર મંજૂર નહીં હોય... અમારાં ઓનર... અને સામેથી ફોન કપાઇ ગયો...
સૂરજીતરોયનાં ચહેરાં સામે જોઇને સૂચિત્રા રોયે કહ્યું સૂર.. કોણ હતું ? તમારો ચહેરો તંગ પછી ચિંતામાં કેમ પડી ગયો શું થયું ? એની થીંગ રોંગ ?
સૂરજીતરોય કહ્યું "અરે કંઇ નહીં કોમ્પીટીશનમાં બધાં એટલી નીચલી કક્ષાએ ઉતરી ગયાં છે કે કોઇનાં ઉપર ભરોસો થાય એમ નથી... ડોન્ટવરી... હું સર સાથે વાત કરી લઊં યુ જસ્ટ રીલેક્ષ. એમ કહીને ઉભા થઇને મોબાઇલમાં નંબર લગાવી વાત કરવાં બગીચા તરફ જતાં રહ્યાં.
દેબુએ ચિંતાગ્રસ્ત માં ને કહ્યું "માં રીલેક્ષ... પ્લીઝ બી કૂલ.. પાપા જોઇ લેશે એમાં આપણે શું કરવાનાં ? પણ કેપેબલ છે બધું કરવા. મારે કોફી પીવી છે કીધુ માં... માંએ કહ્યું "હાં હમણાં જ બનાવી લાવું તું બેસ... અને દેબુએ નેતરનાં પહોળાં મોટાં મૂંડા પર લંબાવ્યુ અને રીલેક્ષ થયો એટલામાં એનાં ગેટ પાસેથી બૂલેટ બાઇક પસાર થઇ ગઇ દેબુ થોડો ઉંભો થઇને જોવા લાગ્યો કે અત્યારે કોણ નીકળ્યુ ? એણે જોયું કે અત્યારે પણ કોઇની પાછળ બેસીને રીપ્તા પાછી આવી રહી હતી અને એનાં ઘરની લેન તરફ ટર્ન લઇ લીધો અને એ દેખાતી બંધ થઇ.
દેબુને આશ્ચર્ય થયુ આ છોકરી ક્યાં ક્યાં રખડે છે ? પણ બ્લેક બેલ્ટ છે પહોચી વળશે...
દેબુ સવારે વહેલો ઉઠીને બગીચામાં આવીને કસરત કરવાં લાગ્યો એણે જોયું કે માં બગીચામાં વહેલી ઉઠી કામ કરી રહી છે.. એણે પૂછ્યુ "માં કેમ સવારમાં બગીચામાં ? માંએ કહ્યું "તારાં પાપા આજે અંધારે જ ખૂબ વહેલી સવારે નીકળી ગયાં છે કાલીંમપોંગ જવાનાં હતાં ખબર નહીં થોડાં ટેન્સ લાગતાં હતાં. મને લાગે કે કાલે પેલો ફોન આવેલો એનાં જ સંદર્ભમાં હશે.
વિશ્વજીત રોય પાપાને સાચવે છે ખૂબ પણ એમનાં માથે જવાબદારી પણ ખૂબ છે. ઠીક છે મને લાંબી સમજ નથી કરશે એ લોકો... હમણાં હમણાંથી મજદૂર યુનીયન બનવા લાગ્યા છે ત્યારથી દશા બેઠી છે... આતો ઉપરથી એલોકોનું સાચું થવાની જગ્યાએ બગડી રહ્યું છે. મજૂરોને સમજ પડતી નથી. મલાઇ એમનાં આગેવાન નેતાઓ ખાઇ જાય છે અને નેતાઓ એમની રોટલી શેકી ખાય છે...
વિશ્વજીતરોય તો બધાંને કેટલું સાચવે છે છતાં કોઇને કદર નથી એમનાં વડવાઓનાં વખતથી ચા નાં બગીચા છે એમણે કેટલી મિલ્કત બગીચાઓ વધાર્યા.. કંપની બનાવી જે પત્તીઓ વેચી દેતાં... હવે પોતેજ પ્રોસેસ કરીને એ આગવી બ્રાન્ડ બનાવીને વેચી રહ્યાં છે. એટલી સરસ કવોલીટી છે કે એક્ષપોર્ટ થાય છે ધંધાની કોઇ ચિંતાજ નથી પણ પાપા એકવાર બોલી ગયાં હતાં મારાં મોઢે કે જેટલી પ્રગતિ થઇ રહી છે એટલાં કોમ્પીટીટર, દુશ્મનો અને ઇર્ષ્યાળુઓ વધી રહ્યાં છે પણ સર બધાને પહોચી વળે એવાં છે. તારાં પાપા આજે સવારે પરોઢે નીકળી ગયાં છે.
દેબુ માં નાં મોઢે બધુ સાંભળી રહ્યો અને વિચારમાં પડી ગયો. આટલાં બધાં ચાનાં બગીચા અહીંથી દાર્જીલીગ આસામ-અરૂણાચલ સુધી ફેલાયેલો ધંધો... પછી વિચાર ખંખેરીને કહ્યું માં હું નાહીધોઇ તૈયાર થઇને નીકળું છું... રાઉન્ડ મારીને આવું છું.
માં એ કહ્યું "કેમ આજે કોલેજ તો હજી આવતા વીકથી શરૂ થવાની છે ને ? કંઇ નહીં બહાર નીકળે છે તો તારી બુક્સ સ્ટેશનરી જે કંઇ લેવાનું હોય એ પણ લેતો આવજે જો કબાટમાં પૈસા મૂકેલાં છે લઇ લેજે.
દેબુએ માં ને વ્હાલ કરીને ગાલે ચૂમી ભરીને કહ્યું "થેંક્યું માં.. લવ યુ માં હું નાહી ધોઇને નીકળું જલ્દી પાછો આવી જઇશ આ બાઇક આવ્યા પછી ક્યારે બાઇક પર બહાર નીકળુ એવું જ મન થયાં કરે છે.
માં એ કહ્યું "બેટાં કાંઇ નહીં પણ સાચવીને ડ્રાઇવ કરજે તું બહાર નીકળીને ઘરે પાછો ના આવે ત્યાં સુધી તારી જ ચિંતા રહે છે. આજે મારે રવિબાબુની બે કવિતા તૈયાર કરવાની છે એમણે દેશ પ્રેમ માટે લખી હતી.. હું એ કવિતા તૈયાર કરીને રેકર્ડ કરાવીશ હવે 15 ઓગસ્ટે આપણાં રેડીયો સ્ટેશનથી રીલે થવાનાં છે માં એ ઉત્સાહ સાથે કહ્યું.
દેબુએ કહ્યું "અરે વાહ માં.. ઘણાં સમયે રેડીયો સ્ટેશનથી તારાં ગીત રીલે થશે વાહ માં કોન્ગ્રેચ્યુલેશન.. તું એટલું સુંદર અને મીઠું ગાય છે કે હું સાંભળતો જ રહું લવ યું માં એમ કહી ફરીથી વ્હાલ કરીને અંદર ન્હાવા જતો રહ્યો.
************
દેબુ બાઇક લઇને નીકળી સીધો જ નૂપુરે બતાવેલ રસ્તા પ્રમાણે એનાં ઘરે પહોંચી ગયો. એણે જોયું કે ધર તો બંધ છે કોઇ ઘરે છે જ નહીં એ બાઇક પાર્ક કરીને ઘર પાસે આવ્યો ઘર બહારથી જ લોક હતું એ ચારે તરફ ફર્યો જોવા જ કોઈ નહોતું થોડીવાર રાહ જોઇને એ બાઇક લઇને નીકળી ગયો. એને થયું કાલે તો વાત થઇ હતી એની માં એ જ કહેવુ કાલે સવારે આવી જજે બેટા... આજે કોઇ નથી એને આશ્ચર્ય થયું.
દેબુ બાઇક લઇને ત્યાંથી નીકળી ગયો અને મેઇન સીટી તરફનો રોડ પકડ્યો. એણે જોયું કે એનાંથી થોડેક આગળ બાઇક પર ત્રણ ચાર કપલ જઇ રહ્યાં છે એને થયુ હું આ લોકોની આગળ નીકળી જઊં એણે બાઇકની સ્પીડ વધારી અને ઓવરટેક કરીને આગળ નીકળી ગયો એણે એની બાઇકનાં મીરરમાં જોયુ તો પાછળ બાઇક પર તો બોઇદો-રીપ્તા અને બીજા ચાર જણાં જે લોકો પણ કપલમાં હતાં ઓળખાયા નહીં. રીપ્તા બોઇદાની બાઇક પાછળ બેઠી હતી પણ એ કંઇક જુદી જ રીતે બેઠી હતી એણે બાઇક ધીમી કરીને મીરરમાં બરાબર જોયું. બીજી બે બાઇક પર બે કપલ બેઠાં હતાં એમાં ચલાવનાર છોકરાઓને બરાબર ચીપકીને છોકરીઓ બેઠી હતી પરંતુ રીપ્તા બોઇદાને સ્પર્શ જ ના થાય એવું ધ્યાન રાખીને બેઠી હોય એમ બેઠી હતી. સીધી નજરે જ આવું ધ્યાન જાય એવી ખબર પડતી હતી. દેબુને આશ્ચર્ય તો થયું પણ ધ્યાન આપ્યા વિના એણે બાઇક મારી મૂકી....
દેબુએ વિચાયું પેલાં સાયકલવાળાને ત્યાં જઇને તપાસ કરુ છુ સાયકલ રીપેર થઇ ગઇ છે કે નહીં ? દેબુ ત્યાં પહોચી ગયો. સાયકલવાળાને પૂછ્યું “ ક્યા હુઆ મેરી વો બાઇસીકલકા જો કલ દીયા થા... આજકા વાદા થા હો ગઇ તૈયાર ?”
સાયકલવાળો થોડીવાર એની સામે જોઇ રહ્યો. દેબુએ હેલમેટ કાઢી એટલે ઓળખીને કહ્યું "અરે દેબુબાબુ વો લડકીતો સુબહ સુબહ આકર લે ગઇ.. આપકો બતાયા નહીં ?”
દેબુને આશ્ચર્ય થયુ "સુબહ આકે લે ગઇ ? પેલો બોલ્યો “ વો ઉસકે પાપા કે સાથ આઇ હુઇથી વો લોગ સુબહ આકે લે ગયે. ઉસકા પાપા પહાડ તરફ નીકલ ગયા ઔર લડકી ઇસ તરફ સીધી નીકલ ગઇ થી લગતા હૈ લડકી અપને બાપસે બહોત ડરતી હૈ. “
દેબુએ કહ્યું "ઓકે ઠીક હૈ ઠીક હૈ લે ગઇ તો ઠીક હી હૈ ના. કોઇ બાત નહીં થેંક્યુ. એમ કહીને એ નીકળી ગયો.
દેબુ બાઇક લઇને થોડો નિરાશ થતો ત્યાંથી નીકળ્યો એણે થયું નુપુરને મળવાનું મન હતું.. મળાયું નહીં. સવારથી કંઇ મજા જ નથી. પાપા ટેન્શન મેં નીકલ ગયે.. નુપુર નહીં મીલી એને થયુ ક્યાંક ઉભો રહુ.. પછી યાદ આવ્યુ સ્ટેશનરી લેવાની છે એ સીટી તરફ નીકળ્યો.
દેબુએ થોડે આગળ જોયું તો રીપ્તા બજારમાં ચાલતી જઇ રહી છે અને એકલી જ હતી.. દેબુની બાઇક એને પેરલલ જઇ રહી હતી રીપ્તાએ બૂમ પાડી "એય દેબાન્શુ..
વધુ આવતા અંકે - પ્રકરણ-7