ભૂમિ અને વિહાન બંને છુટા પડે છે ભૂમિ પાસે પ્રતિક જ્યાં રહે છે તે ઘર નું સરનામું આવી ગયું છે ભૂમિ વિચાર કરે છે કે પ્રતિક ને મળવા જવું કે નહીં તેની ખબર પૂછવા જવી કે નહીં તે વિચાર માં ને વિચાર માં તે કોલેજથી ઘરે પહોંચી જાય છે તે તેના રૂમ માં જઈ ફ્રેશ થઇ ને ફરી તે જ વિચાર માં પડે છે અને તે હિમ્મત કરી ને મન ને મનાવીને પ્રતિકને મળવા માટે જવું છે તેવો નિશ્ચર્ય કરી લે છે તેના મમ્મી ઘરે હોય છે ભૂમિ ઘરે આવ્યા પછી ઘર થઈ બહાર બોવ જ ઓછી જય છે તે આજે બ્લેક કલર નું ટી શર્ટ અને બ્લુ જીન્સ પહેરે છે તેને આ હાલત માં જોઈ ને ભૂમિ ના મમ્મી પૂછે છે બેટા તું ક્યાં જાય છે તો ભૂમિ કહે છે મારી ફ્રેન્ડ કિંજલ છે તેને મળવા જાવ છું આજ સુધી ભૂમિ ક્યારેય તેના મમ્મી ને ખોટું બોલીને બહાર નીકળી ના હતી પણ આજે તે ખોટું બોલે છે અને તે પોતાની કાર લાઇ ને વિહાને જે સરનામું આપ્યું છે ત્યાં આગળ વધે છે તે ઘર થઈ નીકળતા જ ફરી વિચાર કરે છે કે હું પ્રતિક ની ખબર કાઢવા જાવ છું તેને ગમશે કે નહીં તે વિચારો માં તે પ્રતિક જે એરિયા માં રહે છે ત્યાં ભૂમિ પોતાની કાર લાઇ પહોંચી જાય છે અને તેને પ્રતિક નું ઘર જોયું નથી એટલે તે એક ત્યાં નાના છોકરા ગલી માં રમતા હોય તેને પૂછે છે સાંજ ના 6 વાગ્યા નો સમય છે બધા છોકરા અને આજુ બાજુ માં રહેતા લોકો અને ઓટા ઉપર બેઠા લોકો ને ભૂમિ જોવે છે તે એરિયો બોવ મોટા લોકો નો તો નથી પણ ત્યાંના લોકો ને જોઈને ભૂમિ ને શાંતિ જેવો અનુભવ થાય છે અને તે જગ્યા પણ તેને ગમે છે તે નાના છોકરા ને પૂછીને આગળ વધે છે અને પ્રતિક જ્યાં રહે છે ત્યાં તેના ઘર સામે આવીને તેની કાર ઉભી રાખે છે .હજી તે બોવ જ ગડમથલ માં હોય છે હું પ્રતીક જોડે શુ વેટ કરીશ સુ કહીશ તે જ વિચારે છે અને તે હવે કાર માંથી ઉતરી પ્રતિક ના ઘર તરફ આગળ ચાલે છે તેના હ્યદય ના ધબકારા વધી જાય છે તેને ખુદ પણ મહેસૂસ કરે છે અને આગળ વધે છે ધીમે ધીમે તે પ્રતિકના ઘર નો મુખ્ય દરવાજો ખોલી ફળિયામાં પ્રવેશ કરે છે ત્યાથી આગળ ચાલીને તે પ્રતિક ના ઘર ની ડોર બેલ વગાડે છે અને પ્રતિક ની સાથે રહેતા તેનો એક છોકરો દરવાજો ખોલવા આવે છે અને દરવાજો ખોલે છે પણ સામે જે વ્યક્તિ હોય છે તે ભૂમિ ને પૂછે છે તમારે કોનું કામ છે? તો ભૂમિ કહે છે અહીં પ્રતિક રહે છે ? સામે થી કહે છે હા અંદર આવો તેની તબિયત નથી સારી એટલે તે રૂમ માં સૂતો છે અને તે ભૂમિ ને લઇ ને પ્રતિક ના રૂમ સુધી મુકવા જાય છે . પ્રતિક ના રૂમ માં પ્રતીક સૂતો હોય છે પણ એમ જ સુતા સુતા બુક વાંચતો હોય છે પ્રતીક નો રૂમમાં સાથે રહેતો જેનું નામ આસિક છે તે પ્રતિક ને કહે છે પ્રતિક જોતો તને મળવા માટે કૌન આવ્યું છે ? પ્રતિક પણ બુક માંથી નજર હટાવી દરવાજા તરફ નજર કરે છે અને સામે ભૂમિ ઉભી હોય છે બંને બસ એકબીજા સામે જોતા જ રહે છે .