Ek Vadaank Jindagino - 2 in Gujarati Motivational Stories by Dr Riddhi Mehta books and stories PDF | એક વળાંક જિંદગીનો - ૨

Featured Books
Categories
Share

એક વળાંક જિંદગીનો - ૨

આપણે આગળ જોયું કે મંથનની વાત સાંભળીને પુજાના પગ નીચેથી જાણે ઘરતી ખસી જાય છે....કારણ કે આવી વાત સાંભળવી એ તેના માટે આસાન નહોતી.એક પતિ પોતાની પત્ની વિશે બીજા કોઈને આવુ કહે તે માની પણ શકતી નહોતી.‌‌..કારણ ને લગ્ન બાદ તેને એવુ લાગ્યુ હતુ કે તેના નસીબ આડેથી એ જ બદકિસ્મતીનુ પાદડુ ખસી ગયું છે...હવે તેની જિંદગીમા હંમેશાં ખુશાલી રહેશે.‌..પણ એ માનવુ એ તેની બહુ મોટી ભુલ હતી...

તેને મંથન ને મન મુકીને ચાહ્યો છે.‌.તેના પર તેને પોતાના કરતાં પણ લાખગણો વિશ્વાસ હતો... કદાચ આ વાત તેણે કહી હોત તો તે છાતી ઠોકીને કહેત કે મારો મંથન ક્યારેય આવુ કરે નહીં....તેના માટે તો એ બધુ જ કરી છુટવા તૈયાર છે....

મંથન તેને બધે જ સાથે લઈ જતી ત્યારે એ સમજતી કે એ હુ સામાન્ય ઘરની હોવા છતાં મંથન મને આટલું સાચવે છે...મને માન આપે છે...મારી આટલી કેર કરે છે....તેના પર તેને અપાર માન હતું....પણ હવે તેને સમજાયું કે તે બહાર બતાવવા જ મને લઈ જતો હતો કે મારી કેટલી સુંદર પત્ની છે...બસ બધાની વચ્ચે તેનો વટ પાડવા...

એ પુજાને તેના મમ્મી-પપ્પા ના ત્યાં પણ બહુ રહેવા દેતો નહી કહેતો કે મને તારા વિના નથી ગમતું હવે... જલ્દી પાછી આવી જજે...

પુજા માનતી કે મંથન મને આટલો બધો પ્રેમ કરે છે કે તેને મારી આદત પડી ગઈ છે...મારા વિના ચાલતું નથી એટલે એ આ વાતથી મનોમન ખુશ થઈને જલ્દીથી પાછી આવી જતી...પણ હવે તેને સમજાતુ હતુ...મંથનને તેનો પ્રેમ નહી બસ તેનુ શરીર સુખ મેળવવાની લાલસા તેને પાછી બોલાવી લેતી....‌

મિનિટોમાં તો પુજા સામે તેની આખી જીવનની કેસેટ ફરી ગઈ....તેને થયું કે હુ હમણાં જ મંથન ને છોડીને કાયમ માટે જતી રહુ....ત્યા જ તેના પડવાનો ધબાક અવાજ થતાં જ મંથન ફોન મુકીને ભાગ્યો કે શું થયું ??

ત્યાં જઈને જોયું તો પુજા નીચે જમીન પર પડેલી છે...તેના પર તેણે પાણી છાંટ્યું...પણ એટલી કળ ન વળતાં તેણે ફટાફટ તેમના ફેમિલી ડોક્ટર ને બોલાવ્યા, ડોક્ટરે તેની તપાસ કરી અને પછી થોડી વાર પછી મંથન અને તેના મમ્મી ને બોલાવીને કહ્યું કે સારા સમાચાર છે.‌... મંથન તુ પિતા અને પુજાબેન મમ્મી બનવાના છે...

બહાર વાત કરી રહેલા ડોક્ટરની વાત પુજા અંદર સુતા સુતા સાભળી જાય છે...તેની મુજારો થઈ જાય છે..‌હુ તો મંથનથી દુર થવાની વાત કરતી હતી અને આ શું ?? હુ મા બનવાની છું....શુ કરીશ હુ હવે ??

તે વિચારે છે હુ અબોર્શન કરાવી દઉ...પણ એક નાનકડા તેના કૂખમાં રહેલા બાળકને તેનાથી દુર કરવાની તેની હિંમત ના થઈ....

હવે તો પરિવાર વાળા તેને હાથમાં ને હાથમાં રાખતા...આખરે તે પરિવાર ને વારસ આપવાની છે....દિવસો અને મહિનાઓ વીતતાં ગયા....

મંથન ને ખબર નહોતી પડી કે પુજાએ આ બધુ સાભળી લીધુ હતુ...તેને એમ થયું કે પુજાનુ તેની તરફ વર્તન બદલાઈ ગયુ છે....તેની સાથેનો તેનો બધો વ્યવહાર શુષ્ક બની ગયો છે....તેની મંથન પ્રત્યેની લાગણીઓ સુકાઈ ગઈ છે...તેને એક બે વાર પુજાને પુછવાનો પ્રયત્ન પણ કરી જોયો પણ પુજા તેની પ્રેગ્નન્સી ના લીધે આમ તેમ છે એમ કહીને વાત ટાળી દે છે....

સમય જતાં ક્યાં વાર લાગે એમ પુરા મહિના થતાં પુજાએ એક સ્વસ્થ સુંદર દીકરાને જન્મ આપ્યો....એ નાનકડા દીકરાને જોઈ તે ખુશ થઈ ગઈ...નાનકડો એ ક્યુટ પરમને જોઈ એ બધુ ભુલી જતી....

પણ બસ કુતરાની પુંછડી વાંકી એ વાંકી !! એમ ફરી મંથન પુજાના શરીરની લાલસામાં પાગલ થયો.‌...એક ડિલીવરી પછી પણ પુજાના શરીરમાં બહુ ફેરફાર ન થયો...તે પહેલાં જેવી જ અત્યારે પણ દેખાય છે....

નાના છોકરાને કારણે ઘણી વાર ઉજાગરા થાય...તે થાકી પણ જાય પણ મંથનને તેની કંઈ પણ પરવા વિના જ તેની પાસે આવી જાય.....તેની ઈચ્છા ઓ પુર્ણ કરવા...

પુજાને હવે આ મંથન અને તેના ફક્ત શારીરિક સંબંધો ની ભુખથી તેને એના પ્રત્યે નફરત થઈ ગઈ છે....પણ તે પોતાના પિયર પણ પાછી જઈ શકે તેમ નહોતી અને એક બાજુ દીકરાનુ ભવિષ્ય..‌..‌...

પુજા બહુ વિચારી વિચારીને સમસમી જતી...પણ છેલ્લે ઠરી જતી....આમ ને આમ ત્રણ વર્ષ નીકળી ગયા...પરમ પણ ત્રણ વર્ષનો ક્યુટ દીકરો બની ગયો...એની કાલીઘેલી બોલીથી આખમા એક અનેરી રોનક રહેતી..

પણ એક દિવસ તો હદ થઈ ગઈ... ઘરમાં કોઈ હતુ નહી બધા બહાર ગયેલા હતા... ફક્ત પુજા ઘરે હતી...પરમ પણ તેના દાદી સાથે ગયો હતો.‌.અને મંથન ઓફિસ....‌

ત્યાં મંથન નો એક ફ્રેન્ડ તેના ઘરે આવ્યો...પુજાએ તેને સહજતાથી આવકાર્યો...અને તે ચા બનાવવા અંદર ગઈ કે તેનો ફ્રેન્ડ રજત ત્યાં અંદર સુધી પહોંચી ગયો...પુજા તો ચા બનાવવામાં વ્યસ્ત હતી... એકદમ જ રજત પાછળથી આવીને પુજાને પકડી લીધી...

પુજા એકદમ ગભરાઈને બોલી, રજતભાઈ આ શું કરો છો ?? હુ તો તમને મારા ભાઈ જેવા માનતી હતી અને તમે ??

રજત (બેશરમ થઈને ) ભાભી એકાદ વાર ચાલે હવે...મંથન તો રોજ તમારી સાથે મજા કરે છે... એકાદ દિવસ તો અમને પણ મોકો આપો.....

પુજાનો ગુસ્સો એકદમ સાતમા આસમાને ચઢી ગયો... મંથન ગમે તે રીતે એની સાથે બધુ કરતો પણ તે છેવટે તેનો પતિ હતો એટલે બધુ સહન કરી લેતી...પણ તેનો ફ્રેન્ડ આવુ કરે તો ??

તેને એક જોરથી લાફો તેને મારીને તે પોતાની જાતને છોડાવીને બહાર ભાગી અને ફોન હાથમાં લઈને ફટાફટ મંથનને ફોન કરે છે....સામે મંથન ફોન ઉપાડે છે...

પુજા તેને એકીશ્વાસે બધી વાત કરી દે છે...અને તેને એમ કે મંથન ગુસ્સે થશે...મને સપોર્ટ કરશે...પણ મંથને ઠંડા કલેજે કહ્યું...અરે જાન.... એમાં શું છે આજે એ પહેલી વાર આવ્યો છે તારી પાસે શું કામ ના પડે છે...રોજ રોજ થોડો આવવાનો છે...એને નારાજ ના કર...‌‌..

આ સાંભળીને તેના હાથમાંથી મોબાઇલ નીચે પડી ગયો..તેની રહી સહી આશા પણ જતી રહી...હવે તેને જાતે જ કંઈ કરીને પોતાની જાતને રજતના સકંજામાંથી છોડાવવાની છે...એ નક્કી થઈ જાય છે...પાછળ ફરીને જુએ છે તો રજત હતો....તે બહાર ભાગી જાય છે ગમે તે રીતે....

હવે ઘરના બહાર આવ્યા પછી રજત કંઈ કરી શકે તેમ નહોતો એટલે એ ત્યાંથી જતો રહે છે......અને પુજા કંઈ પણ વિચાર્યા વિના જ ભાગતી ભાગતી એક નહેર પાસે આવી પહોચે છે...અને તેનુ જીવન ટુંકાવવાનો પાકો નિર્ણય કરી લે છે.....‌

પુજા તેનુ જીવન ટુકાવી દેશે ?? તેમાં તેને સફળતા મળશે ?? કે પછી થશે કંઈ નવો ચમત્કાર કે આવશે એક નવો જ વળાંક ??

વાચો એક નવીન મોડ સાથે નો ભાગ, એક વળાંક જિંદગીનો -૩........

બહુ જલ્દીથી..........