Triveni - 1 in Gujarati Horror Stories by Urmi Chetan Nakrani books and stories PDF | ત્રિવેણી ભાગ-૧

Featured Books
Categories
Share

ત્રિવેણી ભાગ-૧

ત્રિવેણી...‌ ત્રણે ગુણોનો સંગમ જાણે એનામાં જ ભરેલો, કામિની,મીઠડી અને ચપળ. કોઈને પણ પહેલી નજરે ગમી જાય એવી નવયૌવના.સત્તર પૂરા કરીને અઢારમા વર્ષે બેસેલી, કોલેજ કરવાના સપના જોતી હિચકે ઝુલતી હતી. કાળાશ પડતા ભૂરાં વાળ હીચકાની સાથે ઝૂલા લેતા હતા. લાલ રંગે રંગાયેલા હોઠ અને કાજલ ભરેલી આંખો ત્રિવેણીના રૂપને ચાર ચાંદ લગાવી રહ્યા હતા. આછો ગુલાબી ડ્રેસ અને ગળામાં પહેરેલો ઝીણી ભાત વાળો દોરો એ ગોરા ગળાને અને ગોરા શરીરને સોહામણું લગાડતા હતા. કપાળે ચોડેલી સોનાવર્ણી ટીલડી એના રંગે રંગાઇ ગઇ હતી. એક હાથમાં ચાંદીનું બ્રેસલેટ અને બીજા હાથમાં સ્માર્ટ વોચ. ગામડીયન છોકરી શહેરની છોકરીને પણ લજવે એવી ભારોભાર પોતાના રૂપને જોખતી કામદેવને ત્રાજવે બેઠી હતી. પોતાના રીઝલ્ટ સામે જોતી અને થોડીવારમાં કાંડે બાંધેલી ઘડિયાળમાં જોતી એ છોકરીને કશાક કામની ઉતાવળ હોય એવી બેચેન દેખાતી હતી. જોયેલા સપનાઓ, કોલેજની સાંભળેલી વાતો, બિન્દાસ મસ્તીઓ એ બધું હવે સાકાર કરવાનો સમય નજીક આવતો હતો. આજે બી.એસ.સી.ના કન્ફર્મ થયેલા એડમિશન બાદ જિંદગીનો પહેલો કોલેજ નો ક્લાસ ભરવાનો હતો. ગમે તેમ તોય એ એક સ્ત્રી હતી. સ્ત્રી સહજ સ્વભાવે એને તૈયાર થવું બહુ ગમતું પરંતુ આ વખતે તે તેના સ્ત્રી સહજ સ્વભાવે તૈયાર નહોતી થઈ. એને તો કોલેજના પ્રથમ દિવસે જ પોતાની બેખુબી જાહેર કરવી હતી. પ્રેમના તરંગો એનાય દિલમાં ઉછળતા હતા. કોલેજના બોયફ્રેન્ડ-ગર્લફ્રેન્ડની વાતો એણે સાંભળી હતી પરંતુ એ જિંદગી માણવાની બાકી હતી.
ઘડિયાળમાં હજુ સવા દસ થયા હતા. ખભે બેગ નાખી મમ્મી પપ્પા ની રજા લઈને પોતે એક્ટીવા લઈને કોલેજ તરફ રસ્તો માપવાનું ચાલુ કર્યું. પંદર કિલોમીટર લાંબો રસ્તો સડસડાતી કરતી એકટીવાએ વીસ મીનીટમાં પૂરો કર્યો. ગેટ પાસે આવી સિક્યુરિટીને ટેમ્પરરી આપવામાં આવેલ આઈ કાર્ડ બતાવી બી.એસ.સી. ફર્સ્ટ ઈયરના સ્ટુડન્ટના ક્લાસ રૂમનો રસ્તો પૂછ્યો. એટલામાં જ બીજી એક છોકરીએ આવી એ જ રસ્તો પૂછ્યો. લાંબી વાતચીત ના થઈ પરંતુ બંનેના હોઠો અને આંખોએ એકમેકને પ્રતિભાવ આપ્યો. વિદ્યાર્થીઓની ભીડભાડ ધીમે ધીમે વધતી હતી. સૌ કોઈ આડાઅવળા ગોઠવાયા હતા. કોઈ ઝાડ નીચેના બાંકડાઓ પર તો કોઈ પોતાની ગાડીઓને ડબલ સ્ટેન્ડ લગાવીને આછો પાતળો એકબીજાનો પરિચય કરવામાં
વ્યસ્ત હતા.
" હાય! આઈ એમ સ્નેહા, સ્નેહા વર્મા એન્ડ યુ??? "પેલી ગેટ પાસે મળેલી છોકરીએ પોતાનો પરિચય આપતા ત્રિવેણીને પૂછ્યું.
"ત્રિવેણી."ત્રિવેણીએ ટૂંકમાં જવાબ આપ્યો.
સ્નેહા બાજુમાં બેઠી અને વાતચીતો ચાલુ કરી. નામઠામ પૂછાયા પછી બંને ક્લાસમેટ છે એટલો એકબીજીને પરિચય થયો.
એટલામાં કોલેજમાંથી એનાઉન્સમેન્ટ થયું-"હાઈ!ગાઈઝ. આજે આપણા સૌનો કોલેજનો પ્રથમ દિવસ હોવાથી એકબીજાના પરિચય માટે નવા આવેલા વિદ્યાર્થીઓને કોલેજના ઓડિટોરિયમમાં મીટ ટુગેધર રાખેલ હોવાથી આવવા માટે જણાવવા અનાઉન્સમેન્ટ કરવામાં આવેલ છે.સો વિ રિક્વેસ્ટ ઓલ ઓફ યુ... પ્લીઝ કમ ટુ ઓડિટોરિયમ."અનાઉન્સમેન્ટ પૂરું થયું. સ્નેહા અને ત્રિવેણી બંને સાથે ચાલ્યા. બંને બાજુ બાજુ માં બેઠી.બધાએ ઓડિટોરિયમમાં જઈને પોતાની સીટ લીધી.
એન્કરે અનાઉન્સ કર્યું:"વેલકમ ઓલ ઓફ યુ.વિ આર પ્રાઉડ ઓફ યુ બિકોઝ યુ ઓલ ચુઝ ધી બેસ્ટ કોલેજ ફોર યોર બ્રાઈટ ફ્યુચર....!નાઉ આઈ એમ કોલિન્ગ મિસ્ટર સોજિત્રા ટુ સે સમ વર્ડઝ ટુ અવર બ્રાઈટિગ સ્ટાર્સ.પ્લીઝ કમ.
મિ.સોજીત્રાએ માઈક હાથમાં લીધું.સૌ પ્રથમ પોતાનો પરિચય પ્રોફેસર તરીકે આપીને તેમણે ભાષણ આગળ વધાર્યું.કોલેજમા આપવામાં આવતી ગર્લ્સ સિક્યોરિટી સિસ્ટમથી નવા વિદ્યાર્થીઓને માહિતગાર કર્યા.કોલેજના લેડી ગાર્ડ તરીકે એક પોતે અને બીજા મિસિસ સિંહાની ઓળખ આપી.કોઈપણ‌ તકલીફ પડે તો છોકરીઓએ મિસિસનો સંપર્ક કરવો તેવી સૂચના આપવામાં આવી.
બધા વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીનીઓએ પોતાના પરિચય આપ્યા.ત્રિવેણી અને સ્નેહાએ પણ‌ પોત પોતાના પરિચય આપ્યા.સૌ લાઈટ રિફ્રેશમેન્ટ લઇને છુટા પડ્યા.સૌ પોતપોતાના નિયત કરેલા ક્લાસરૂમમાં પહોંચ્યા.પ્રથમ દિવસ હોવાથી ખાસ લેક્ચર લેવાતા નહોતા.લંચ ટાઇમ થયો.સ્નેહા અને ત્રિવેણી બન્ને કોલેજ કેમ્પસમાં આવેલી કેન્ટીનમા જમવાનું પતાવ્યા બાદ લાઈબ્રેરીમાં ગઈ.
લંચ પતાવ્યા પછી લાઈબ્રેરીમાં જવાનો બન્નેનો નિત્યક્રમ થઈ ગયો.........(વધુ આવતા અંકે)