Jivan ek jung in Gujarati Moral Stories by Bharat Parmar_bk books and stories PDF | જીવન એક જંગ

Featured Books
Categories
Share

જીવન એક જંગ

શું સાચે હવે દેવિકા નહીં બચી શકે? ઘરમાં એક ઓરડામાં બેઠેલા કિશન ના મનમાં અનેક સવાલો ઉભા થઈ ગયા! કેમ જાણે કોઈ ભૂલ આંખો સામે દોડી ગઇ. કદાચ પોતે પણ આ પરિસ્થિતિ માટે જવાબદાર હતો. પોતાના સંબંધો ને લઈને કદાચ એ ગંભીર ન'તો.

દેવિકા અને કિશન બાળપણના મિત્રો છે, જીવનનાં દરેક સાથે જીવ્યા. સ્કુલ નાં હોમવર્ક થી શરૂ કરી કૉલેજ નાં પ્રોજેક્ટ માટે બં ને એક બીજા માટે ખડેપગ રહ્યા. માતા પિતા પણ બંને ને સાથે જોવા માંગતા હતા.

કૉલેજ પૂરી થઈ ને તરત દેવિકા નાં લગ્ન કિશન સાથે કરી દેવાામાં આવ્યા. બંને ખુશ હતા. કેમ ના હોય જેની સાથે નાનપણથી સાથે રહ્યા હોય એ જીવનસાથી બને એ નસીબ હોય તો થાય. પણ દેવિકા માટે ખુશી વધાર ટકી નહીં.

લગ્નનાં થોડા સમય પછી ખબર પડી કે કિશન કેમ જાણે ક્યારે જુગારી મિત્રોની સંગત માં આવી જુગાર રમવા લાગ્યો હતો અને દારુ ના રવાડે લાગી ગયો. ઘરમાં પૈસાાની કમી જેવું હતું નહીં, કિશન નાં પિતા શહેર જાણીતા ઉદ્યોગપતિ એટલે લહેર હતી.

દેવિકા કિશન ને આવી રીતે જોઈ ના શકી, બાળપણનો એ સીધો માણસ હવે બદલાઈ ગયો હતો કાં'તો પોતે એની બુરાઈ જોઈ ના શકી. દેવિકા ના ઘણીવાર સમજાવવા છતાં હજુ પણ કિશન પોતાના નકામા મિત્રોોની સંગત ના છોડી શક્યો.

દેવિકા ને એક દિવસ ચક્કર આવ્યા ને પડી ગઈ, ડોક્ટર આવ્યા તો ખબર પડી ત્રણ માસ થી ગર્ભ છે, કદાચ કિશન ની ચિંતા માં આ વાત ની ખબર ના રહી, પણ હવે દેવિકા ને કિશન સાથે રહેવું ન' તું. જીવવા માટે કારણ પણ મળી ગયું જાણે બાળકનાં રૂપ માં!

દેવિકા સમજુ હતી, પોતાના બાળક પર ખરાબ અસર ના થાય નહીં એ માટે અલગ થવાનો નિર્ણય કર્યો, ને પોતાના માતા પિતા સાથે રહેવા લાગી. કિશન ને તો જાણે ભાવતું
મળ્યું. હવે કોણ ના પાડે રમવાની, પીવાની, ફરવાની. !

દેવિકા હોસ્પિટલમાં દાખલ થઈ ડિલિવરી માટે ને ખબર પડી કિશન પણ દાખલ થયો છે ખબર નહીં કેમ? બપોરે 1 વાગે બાળક આવ્યું, જાણે નાની દેવિકા હોય! સિસ્ટર થી બોલાઈ ગયું ક્યાં છે આના પપ્પા? ખુશ થઈ જશે!

દેવિકા મનમાં હતી સમાજ નાં સવાલો આમ જીવવા નહીં દે! કેટલું લડશે!

એક દિવસ પછી ખબર પડી કે કિશન ની બંને કિડની નકામી થઈ ગઈ છે, દેવિકા અવાક થઈ ગઈ. કિશન થી અલગ થવું યોગ્ય હતું? અફસોસ થવા લાગ્યો કે એને પ્રેમ થી બદલી શકત. આટલું વિચારી રહી ત્યાં સાસુ સસરા મળવા આવ્યા કીધું કે કિશન ને કિડની ટ્રાન્સપ્લાન્ટ કરવા માટે ડોનર જોઈએ છે, અમારી કિડની લેવાનું ડોક્ટર ના પાડે છે ને રડવા લાગ્યા.

દેવિકા ખાલી બધું સારું થઈ જશે આટલું બોલી બસ.
ને એમના ગયા પછી ડોક્ટર નોં સંપર્ક કર્યો કિડની આપવા માટે! પત્ની હોવાનું ધર્મ નિભાવી લીધો હતો.

કિશન હવે નોર્મલ થવા લાગ્યો કિડની ટ્રાન્સપ્લાન્ટ પછી, પણ ડિલીવરી પછી તરત ઓપરેશન બાદ દેવિકા લથડી. ચાલતા ચાલતા પડી ને માથા ઉપર વાગ્યું. કોમા મા જતી રહી અચોક્કસ સમય માટે!

કિશન ને ખબર તો પડી ગઈ હતી કે કિડની ટ્રાન્સપ્લાન્ટ દેવિકા ને લીધે થયું. ખોટું બધું છોડી દેશે એવો નિર્ણય કર્યો ને દેવિકા પાસે ગયો. હવે મોડું થઈ ગયું હતું નાની દેવિકા રડતી હતી માં ના પ્રેમ માટે હમણાં ઉઠે એમ વિચારી, ને કિશન પણ!