Vaat jindagi ni in Gujarati Philosophy by Mehul Dusane books and stories PDF | વાત જિંદગી ની

Featured Books
Categories
Share

વાત જિંદગી ની

આમ જિંદગી કંઈ વાંચવાનો વિષય નથી.જિંદગી સવાલ કે જવાબ નથી.જિંદગી કંઈ વર્ષો કે દિવસો ની બનેલી નથી.
તો શું છે જિંદગી? ઘણી વાર વિચાર આવે મારા જીવન માં શું થઇ રહ્યું છે સમજ નથી પડતી.વિચાર્યું હોય એવું થતું જ નથી.
ઘણા આવા વિચારો આવતા રહે છે.
તો જિંદગી શું છે?
જિંદગી એટલે જિંદગી. એ તો ક્ષણો ની બનેલી છે દરેક ક્ષણ ને માણી જાણે, જીવી જાણે ,ઉત્સાહ ,ઉમંગ થી એજ જિંદગી નું મહત્વ સમજી શકે છે.
ઘણી વાર વિચાર આવે જીવન માં મજા નથી.
તો પહેલો વિચાર એ કરવાનો કે મજા આવે એવું હું શું કરું.
જિંદગી તો કહે છે તું મને વધાવ હું તારી સાથે હસવા માંગુ છું.
જીવવા માંગુ છુ. તું ઉદાસ રહેશે તો હું ઉદાસ જ રહીશ.
સમય ની સાથે ઘણું બધું મનુષ્ય ના જીવન માં બદલાતું રહે છે
સંબંધો,પ્રેમ,મિત્રતા,લાગણીઓ,સંવેદના,જિંદગી માં મહત્વ ના ભાગ છે.
જિંદગી જીવવા માટે હોય છે.ઉપરવાળા એ આ જીવન જીવવા આપ્યું છે.આ જીવન ને આપણે બ્લેક એન્ડ વાઈટ નહિ પણ રંગીન બનાવવા ની છે.
જીવન માં સુઃખ ,દુઃખ તો આવતા જ રહેશે. સાથે સાથે જે ખરાબ સમય માં જીવી જાણે એ જ જિંદગી ની મજા માણી શકે છે.જિંદગી તો દરેક રસ્તે સવાલો કરશે આપણે એના જવાબો આપવાના હોય છે.
વિચારો જિંદગી એક સરખી હોત તો શું જીવન જીવવાની મજા હોત ? એક સરખું તો ભોજન પણ માણસ ને ફાવતું નથી તો જિંદગી ક્યાંથી ફાવે.
જિંદગી એટલે પ્રેમ,જિંદગી એટલે દોસ્તી, જિંદગી એટલે સંબંધો,જિંદગી એટલે અનુભવો.
જીવન છે સુઃખ ,દુઃખ ,નારાજગી ,ગમા ,અણગમા ,આશા,નિરાશા ,વહેમ ,વેદના,લાગણી ,સંવેદના આવું તો રહેશે જ.
કદાચ આજ છે જિંદગી. આ બધાં નો સરવાળો એટલે જિંદગી
જિંદગી ને ભરપૂર જીવો હંમેશા દિલ થી જીવો આનંદ માં રહો ખુશ રહો પોતાના લોકો ને પ્રેમ કરો. કાળજી કરો . જિંદગી ને દરેક ક્ષણે પ્રેમ કરો. જિંદગી પણ તમને પ્રેમ કરશે.
જે થયું હોય જીવન માં જે ઘટનાઓ બની હોય સારી કે ખરાબ બની હોય, પણ જીવન નો આનંદ ઓછો ના થવા દો.કોઈ ફરિયાદ ના કરો. કોઈ નારાજગી ના રાખો.
તમારા અંદર ની પીડા ,દર્દ,નારાજગી ને ખંખેરી નાખો ખુશ રહો મસ્ત રહો .
જિંદગી પણ રાહ જોઈ ને સામે બેઠી છે તું હસતો રહે રમતો રહે તું ખુશ તો હું ખુશ.
આખરે કહેવાય ને જીવન છે બોસ ચાલ્યા કરે.
નક્કી કરો હું જિંદગી ને ભરપૂર આનંદ પૂર્વક ઉત્સાહ થી જીવીશ .મુસીબત આવશે તો હું ડરીશ નહિ.આગળ વધીશ અને જિંદગી ને સતત પ્રેમ કરતો રહીશ.
જીવન જીવવા જેવું છે .હું જીવીશ પુરી નિષ્ઠા થી આજે જ અને હમણાં જ.
જીવન તો સાવ સરળ અને સહજ છે.
એક લેખકે ઘણું સરસ કહ્યું છે કે
જીવન ના સંગ્રામમાં આવતી મુસીબતો સામે નીડરતાથી ટક્કર ઝીલતાં શીખવે એ જ સાચું જ્ઞાન છે.
મિત્રો ,જીવન સમય અને સંજોગો નું બનેલું છે.દરેક ક્ષણ મનુષ્ય ના સંજોગો સાથે જોડાયેલો રહે છે.સંજોગો સુખદ કે દુઃખદ હોય છે. આપણે જીવન ના દરેક રંગ ને રંગીન નજર થી જોવું જોઈએ.
એક દિવસ માણસ જિંદગી થી થાકી ને સાધુ પાસે ગયો.
એ કહે જીવન થી દુઃખી છુ.થાકી ગયો છો .મુસીબતો મારો પીછો છોડતી નથી.મારે આ બધી તકલીફો થી મુક્તિ જોઈએ છે. સાધુ એ કહ્યું ચોક્કસ હું માર્ગ બતાવીશ.
સાધુ માણસ ને કહે તું શું કામ કરે છે
માણસ કહે શિલ્પી છુ. સાધુ બોલ્યા તારી સમસ્યા નો ઉપાય તો તારા ઘર માં જ છે.
માણસ મુંજાયો ફરી સાધુ એ કહ્યું જો જયારે પથ્થર પર હથોડા માર્યા હતા નક્શી કામ કર્યું હતું જો પથ્થરો એ ના પાડી હોત તો ?
હથોડા થી કે નક્શી કામ થી સુંદર મૂર્તિ નું સર્જન શક્યું થયું ના હોત.
એટલે જીવન માં મુસીબતો હથોડા નક્શી કામ જેવી છે.
આપણા સારા માટે જ થતું હોય છે .જો સારી મૂર્તિ બનવું હોય તો જીવન માં મુસીબતો ,તકલીફો આવશે.
એને સહન કરવા પડે .