Coffee Shop - 4 - last part in Gujarati Love Stories by મનીષ વાડદોરીયા કલાકાર books and stories PDF | કોફી શોપ - ૪ - છેલ્લો ભાગ

Featured Books
Categories
Share

કોફી શોપ - ૪ - છેલ્લો ભાગ


સારીકા વિચારી રહી હતી કે આ બધામાંથી સમરને કંઈ રીતે બહાર કાઢીશ, કંઈ રીતે સમજાવીશ એમને, આવા વિચારોમાં જ ક્યારે ઓફિસ આવી ગઈ એ ખ્યાલ જ ના રહ્યો.

હવે સારીકા અને સમરનો સવારની કોફી સાથે પીવાનો નિત્યક્રમ બની ગયો, બંને એકબીજાને મિત્રો બની ગયા, સારીકા ધીમે ધીમે સમરની નાની નાની વાતોને બારીકાઈથી જોવા લાગી કે સમરને શુ પસંદ છે શું નથી ગમતું, એમનો સ્વભાવ, એમના હાવભાવ, બધી જ વસ્તુનું નિરીક્ષણ કરી રહી અને એક દિવસ સાંજના સમયે ઘરે આવીને સારીકાએ સમર કોલ કર્યો.

સારીકા - હેલો સમર.
સમર - હેલો સારીકા.
સારીકા - બસ કંઈ નહીં એમજ વિચાર્યું કે આજે તમને યાદ કરી લવ.
સમર - સારું કર્યું ને અમને યાદ કર્યા તો, બોલો બોલો કંઈ કામ હતું.

સારીકા - ના ખાસ કંઈ નહીં, વિચારતી હતી કે કાલે સન્ડ ડે છે તો કાલે સવારમાં પણ આપણે કોફી શોપમાં સાથે કોફી પીએ તો કેમ રહેશે.?


સમર - અરે સ્યોર, કેમ નહીં, તો કાલે સવારે 9 વાગ્યે મળ્યા કોફી શોપમાં.


સારીકા - ઓકે, ગુડ નાઈટ


સમર - ગુડ નાઈટ.


સમર સાથે વાત પતાવીને સારીકા બેડ પર સુતા સુતા એમના વિચારોમાં ખોવાઈ ગઈ, એમને ખબર હતી કે કાલનો દિવસ એમના માટે ખાસ રહેવાનો છે.


બીજા દિવસે સવારે સારીકા નવ વાગ્યા પહેલા જ કોફી શોપમાં જઈને બેસી ગઈ અને સમરની રાહ જોવા લાગી. થોડીવારમાં સમર સામેથી આવતો દેખાયો, બ્લુ શર્ટ અને બ્લેક પેન્ટમાં એકદમ હીરો લાગતો હતો. સારીકા એમને જોતી જ રહી. સમર એમની જગ્યા પર બેસી ગયો અને કહ્યું - Good morning સારીકા.


સારીકા - good morning સમર. આજે તો એકદમ હીરો લાગે છે તું આ કપડાંમાં.


સમર - હા, આ શર્ટ મારા માટે ખૂબ જ કિંમતી છે મારી પત્નીએ ગિફ્ટ આપ્યો હતો. અને આ શર્ટ મને ખુબ જ ગમે છે.


સારીકા - ઓહ ગુડ


સમર - તો કોફી મંગાવીએ..?


સારીકા - sure.


સમર એ બે કોફીનો ઓર્ડર કર્યો અને થોડીવાર માં કોફી આવી ગઈ. સારીકાએ સમર સાથે આડીઅવળી વાતો કરવાનું ચાલુ કર્યું અને વિચારી રહી હતી કે આજે જ મોકો છે સમરને આ બધા માંથી બહાર લાવવા માટે અને સારીકાએ સમરને વાત વાતમાંજ સમરનો મુકેલો કોફીનો કપ સારીકાએ કોણી વડે સમર પર પાડી દીધો, સમર તરત જ ખુરશી પરથી ઉભા થઈને..


સમર - Ohh shittt..what is this..


સારીકા - sry, sry સમર, m really sry. મારાથી અજાણતા જ કપ ઢોળાઈ ગયો, really sryy


સમર - Ok ok but this is my..


સારીકા - i know but really srryy સમર. હું તમને આવો જ બીજો શર્ટ લાવી આપીશ.


એમ કહીને સારીકાએ તરત જ ફોનમાં એ શર્ટ ના Pic લઇ લીધા, પણ સમર ખૂબ ગુસ્સે થઇ ગયો હતો, ભલે એક મિત્ર હોવાને ખાતર કંઈ બોલી નહોતો રહ્યો પણ ચેહરા પર ના ભાવ સાફ જોઈ શકાતા હતા, એ તરત વોશરૂમમાં જઇ ને પાણી લગાવીને ડાઘ કાઢવાનો પ્રયત્ન કરે છે પણ કોઈ ફરક પડતો નથી, એના ચહેરા પરથી સાફ દેખાઈ આવતું હતું કે એનો મૂડ હમણાં બઉ જ ખરાબ થઇ ગયો હતી અને થોડીક વારમાં બંને છુટા પડે છે, સમર એના ઘર તરફ રવાના થાય છે અને સારીકા બજારમાં, સમર માટે એ જ સેમ શર્ટ લેવા, બજારમાં પહેલી દુકાનથી ફોનમાં રહેલો ફોટો બતાવી ને પૂછવાનું શરૂ કરે છે. બજાર ખૂબ મોટું હોવાથી સારીકાને ખાતરી હતી કે આવો શર્ટ સેમ મળી જશે પણ આ કામ ધારણાં કરતા ખૂબ અઘરું હતું.


sky blue શર્ટ માં એક દમ નાના ત્રિકોણ ની પ્રિટ વાળો શર્ટ શોધવામાં લગભગ બપોર નીકળી ગઈ હતી, સારીકા દુકાનદાર ને ફોનમાં ફોટો બતાવી બતાવી ને ખૂબ જ થાકી ગઈ હતી પણ સારીકાએ એ શર્ટ શોધવાની ઝીદને પડતી ના મૂકી, અને આખરે સેમ કરતા થોડોક different શર્ટ મળ્યો. ફરક એટલો હતો કે આ શર્ટમાં હાલ્ફ બાય કરતી વખતે બહારની તરફ એક design બનાવેલી હતી. જે લાગતી તો સરસ પણ સેમ શર્ટ કરતા અલગ હતી, ફોનવાળા શર્ટમાં આવી કોઇ design નહોતી બનેલી, છતા બીજો કોઈ વિકલ્પ ના હોવાથી સારીકાએં એ શર્ટ લઇ લીધો.


ગઇકાલ ની રજાનો દિવસ માણી આજ ફરી ઓફીસ જવાનું હતું, સમર માટે હજુ ગઈકાલની વાત ભુલાઇ નહોતી, આ તરફ સારીકા ન્યૂ શર્ટ લઈ તો લીધો છે પણ બઉ નર્વસ અનુભવે છે કે એ શર્ટ એને ગમશે કે નહીં, સારીકા એ શર્ટને ગિફ્ટ તરીકે પેક કરાવીને લાવી હતી, અને તેના ઉપર સ્ટીકર પર નાનકડા સ્માઇલી સાથે “Sorry” લખેલું હતું, સમય કરતાં વહેલા જઈ ને તે ગિફ્ટને લાસ્ટ ટેબલ પર ગોઠવી સમર ની રાહ જુએ છે, આજ એને કોફીનો ઓર્ડર પણ ના આપ્યો, એ વિચારી રહી હતી એક વાર આ શર્ટ સમર ને ગમી જાય પછી શાંતિ થી કોફી પીશે. થોડીક વાર માં સમર આવે છે, સારીકાને લાગતું હતું કે એ ગુસ્સા માં હશે પણ એવુ નહોતું, સારીકાને જોઈને તરત ખુશ થયો હતો, કદાચ એ સમજતો હતો કે કોઈની દોસ્તી એ એક શર્ટ ના ડાઘ કરતા વધારે મહત્વની છે.


ટેબલ પર પહોચતાની સાથે જ સારીકા એને ગઈકાલ ની માફી માંગી ને ગિફ્ટ આપે છે, એને હમણાં જ ખોલવાનું કહે છે, સમર સમજાવી રહ્યો હતો કે એ ગુસ્સે નથી, અને જે પણ થયું ભૂલમાંથી થયું હતું. જો સારીકા માફી ના માંગતી કે ગિફ્ટ ના લાવતી તો પણ એ એટલી જ મહત્વની બની રહેતી. સમર ગિફ્ટ ખોલે છે અને ખોલતા ની સાથે જ સમર બઉ જ ખુશ થઇ જાય છે, એ ચોંકી ઉઠે છે, શર્ટ તરત હાથ માં લઇ ને ગળા પાસે લગાવી સારીકાને કેવો લાગે એ બતાવા લાગે છે, એ બિલકુલ સેમ શર્ટ હતો, અને આ વાળો જુના શર્ટ કરતા પણ વધુ ગમી ગયો સમરને. એ જાણે એક નાના છોકરાના હાથ માં એની મનગમતી વસ્તુ આપી દીધી હોય એવું કરવા લાગ્યો હતો. એને હમણાં ને હમણાં જ આ પહેરવાનું મન થાય છે પણ શક્ય નહોતું. નવી શર્ટ માં બાય પર બનેલી design પણ બહુ જ ગમી ગઈ હતી, આ ગિફ્ટ માટે એ સારીકાનો ખૂબ આભાર માને છે. એટલા માં સારીકાએ કહ્યું.


સારીકા - જો તું ગુસ્સે ના થાય તો એક વાત કહું ?
સમર - હા, બોલને
સારીકા - કાલ પેલી કોફીનો કપ મે જાણી જોઈને ઢોળ્યો હતો, pls તું ગુસ્સે નઈ થતો
સમર - what જાણી જોઈને ? તને ખબર છે એ મારો બહુ જ ગમતો શર્ટ હતો યાર, કેમ આવું કર્યું તે ? એ ડાઘ નીકળી જ નથી રહ્યો, આખો ગમતો શર્ટ બગડી ગયો મારો ને તું કહે છે કે જાણી જોઈને કર્યું.

સારીકા - સમજ્યો તું કાંઈક ? exactly આજ પ્રોબ્લેમ છે સમર તારો


સમર - શુ સમજ્યો ?


સારીકા - wait આ શર્ટ તને ગમ્યો ?


સમર - હા, જુના શર્ટ કરતા પણ વધારે ગમ્યો આ શર્ટ.


સારીકા - અને એ કેમ મળ્યો તને આજે ?


સમર - કારણ કે કાલ શર્ટ પર ડાઘ પડી ગયો હતો એટલે તું મારા માટે લાવી


સારીકા - તો એ જ તો હું સમજાવવા માંગતી હતી, કાલ કંઇક ખરાબ થયું, શર્ટ બગડ્યો તો આજ તને એનાથી પણ વધુ સારો શર્ટ મળી ગયો?


સમર એ જ રીતે ઝીંદગીમાં પણ અમુક ડાઘ પડતા હોય છે, પણ એ ડાઘના અફસોસમાં જ ઝીંદગી પુરી નથી કરવાની હોતી, શુ ખબર એક નવી સવાર આનાથી પણ સારી હોય, તું જ્ચાં અટક્યો છે ત્યાં ઉભું નથી રહી જવાનું. હું એમ નથી કહેતી કે એ ભૂતકાળ ને ભૂલી જા, એ શકય નથી, પણ એ ભૂતકાળ માંથી મીઠી યાદને સાચવી લઈ એક નવી ઝીંદગીની શરૂઆત તો કરી શકાય ને ? ઝીંદગી હંમેશા આપણને કંઇક શીખવાડતી હોઈ છે, આપણી પાસેથી ગમતું ક્યારેક લેતી હોય છે તો ક્યારેક આપતી પણ હોય છે, બઉ લાંબો સફર બાકી છે હજુ શ્વાસ લેવાનો, આનંદ માણવાનો, જેવી ઝીંદગી મળી છે એને એવી રીતે જીવવાની. ખુશ થઇએ ત્યારે મનભરી હસી લેવાની, દુઃખ થાય ત્યારે એક ખૂણો શોધી રડી લેવાનું પણ એના માટે ઝીંદગીની સાથે સાથે ચાલવું તો પડશે ને?


આટલુ સાંભળતા જ સમર મનના ગહન વિચારોમાં ડૂબી ગયો, એ સારીકાની વાત બરાબર સમજી રહ્યો હતો, અત્યાર સુધી ના દિવસો માં સમરએ ક્યારેય આ રીતે વિચાર્યું નહોતું, જાણે સારીકા તરીકે એક દોસ્ત એને એક નવી દિશામાં હાથ પકડીને લઈ જવા તૈયાર છે, ઉતાર ચડાવ એ દરેક ની અંગત ઝીંદગીના એક પહેલું છે, જેમાં સમર અત્યાર સુધી નિરાશાની છાયા માં ફક્ત ઉતારના પગથિયે બેસી રહ્યો હોય એમ લાગી રહ્યું હતું અને આજ સારીકા એને હાથ આપી ખુશીઑ ના ચડાવ તરફ લેવા આવી હતી. કોઈના રહેવા ના રહેવાથી કંઈ ઉભું નથી રહી જતું પણ હા જ્યારે જ્યારે કુદરત કોઈ તક્લીફ આપે છે ત્યારે એ ખુશીઑ ખાતર નવો દરવાજો પણ આપે છે. ક્ચારેક સમસ્યા ના ઉકેલ રૂપે, ક્યારેક કોઈ રસ્તો બતાવીને તો ક્યારેક એક દોસ્ત રૂપે. સારીકાના સમજાવેલ દરેક શબ્દો સમરના મન પર અસર કરી રહ્યા હતા,


એની ઝીંદગીના પૂર્ણ વિરામ ને અલ્પવિરામ કરવાનો સમય હવે આવી ગયો હતો અને આજ સમરએ સારીકાને સાચા મનથી સ્વીકારી લીધી. સારીકાની સાચી મિત્રતા આજ ફળી હતી, એક દોસ્ત તરીકે એને સમર ને પુરેપૂરો જાણ્યો, સમજ્યો અને સમજાવ્યું. ઝીંદગી જો પરીક્ષા હોય તો હિંમતની કાપલી આપીને પાસ કરાવે એ દોસ્ત ઝીદગી જૉ કિતાબ હોય તો અને પૂર્ણવિરામ આવે ક્યારેક તો ખભે હાથ દઈ એને અલ્પવિરામ કરી આપે એ દોસ્ત......

સમાપ્ત.

મનીષ વાડદોરીયા 'કલાકાર'