"મારી પરી યાદ કરે ને હું ના આવું તેવું કયારે બંને.."
"સોરી, પપ્પા, મારા કારણે તમારે લોકોની ઘણી વાતો સાંભળી પડી હશે."
"પરી, આપ સિર્ફ આપકે પાપાસે હી બાત કરતે રહોગે કે હમેભી ઉસકે બારેમે બતાવોગે..." બાપ બેટીની ચાલતી વાતો વચ્ચે જ રીયા બોલી પડી.
"સોરી, મેમ પપ્પાકે સાથ બહોત દિનો બાદ મુલાકાત હુઈ હૈ...."પરી આગળ બોલવા જાય તે પહેલાં જ તેના પપ્પા તેને રોકે છે.
" હું એક સારો બિઝનેસ મેન તો બની ગયો પણ પોતાની દિકરી માટે સારો પિતા સાબિત ના થઈ શકયો. જે સમયે પરીને મારી સૌથી વધારે જરૂર હતી તે સમયે હું તેનો સાથ ના આપી શકયો. આજે મને ગર્વ છે તેના પર કે તેમને પોતાના દમ પર અહીં સુધીની સફર પુરી કરી. શાયદ જો તે ત્યાં મારી પાસે હોત તો અહી સુધી પહોંચી ના શકત કેમકે કંઈક સમાજનો ડર તો કંઈક પરિવારની લાગણી તેના સપનાને રોકવાની કોશિશ કરત. પરી, તારુ ઘર છોડવું અમને આખા પરિવારને તકલીફ આપી ગયું. પણ, જ્યારે તને આ મંચ પર જોઈ તો અમારા આખા પરિવારનું ગર્વ વધી ગયું. સોરી, તને ના સમજવા માટે."તેમના શબ્દો આંખના આસું બની વહી ગયા ને પરી ધ્યાનથી તેના પપ્પાને સાંભળતી રહી.
"નો, પપ્પા તમે મને જે આપ્યું ને દુનિયાના કોઈ પણ પપ્પા ના આપી શકે. હું ખુશકિસ્મત છું કે મને આટલો પ્રેમ કરવા વાળી ફેમિલી મળી. " બંને બાપ-દિકરીની વાતો આખા મંચને રડાવી રહી હતી. બધા જ શાંત બની તેમને જોઈ રહ્યા હતા.
"સર, અગર આપ લોગોકી ઈજાજત હો તો ક્યા મે અપને પપ્પાકે લીયે એક ગાના ગા શકતી હું." પરીને હા મળતા જ તેને ગીત શરૂ કર્યું.
"વો રાસ્તે, વો ગલીયો
એ સફર જિંદગી કા
મેને ચલના સિખા
આપકી ઉગલી પકડકે પાપા......
હા.. હું મે છોટી સી પરી આપકી
અભી કહા હુઈ મે બડી
હાથના છુટેગા આપસે મેરા
જાને મે કિતની બડી હો જાવુ પાપા....
ચાંદ તારોકી તરહ
મે બનું સિતારા આપકા
દેખે મેને સપને એસે હજારો
પલ પલ મે હો જાયે વો પુરે
જો આપકા સાથ હો પાપા....
ઈન મુશ્કેલ સફરકો કેસે પાર કરુગી
મે આપકી પરી આપકે બિના
સબસે અચ્છે સબસે પ્યારે મેરે પાપા
મે હું અભીભી આપકી પ્યારી પરી......
તેના ગીતમાં તે બાળપણની યાદોની સાથે તેના સપનાની વાત હતી. તે સપનું પૂરું કરવા તેના પપ્પાનો સાથ માગે છે. તે થોડી બદલી છે પણ હજુ પણ તે તેના પપ્પાની પ્યારી પરી જ છે. ખરેખર તેને જે ગીત ગાયું તે એક અલગ જ સંવેદનશીલ લાગણીમાં તરબોળ હતું. આજે આખા મંચની સાથે તેને જોતા બધા જ લોકોની આખમાં આસુ હશે.
"સો, અમેજિગ પરી, આજ તુમને જો ગાયા હૈ, ઉસકે લીયે મે તુમ્હારી કીતનીભી તારીફ કરું વો કમ હોગી , આજ તક હમ સિર્ફ તૂમ્હારે આવાજ કો જાનતે થે આજ હમને તુમ્હારે બારેમે જાના. સચમે અંકલ મે કહેતા હું કે આપ બહોત લકી હો જીસકો પરી જેસી બેટી દી." મૌલિક સર, પરીની તારીફ કરતા થાકતા ના હતા. તેની સાથે જ રીયા, શ્રેયા બધાએ જ પરીની તારીફ કરી સિવાય મહેરે. તે ખાલી પરીને જોઈ રહયો હતો. શાયદ તેની પાસે કોઈ શબ્દો ના હોય પરીને કહેવા માટે. આમેય તે તો પરીને કયારથી જાણે છે તેના માટે આજે કંઈ નવું ના હતું. પણ, આજે પરીને જોઈ તે ખુશ જરુર હતો. તેની આખો ખાલી પરીને જોતી હતી. આટલા દિવસમાં તેને પહેલીવાર પરીને આટલી ખુશ જોઈ હતી.
આજનો રાઉન્ડ પુરો થતા પરી તેમના પપ્પા સાથે બહાર ગઈ. બધાના સમાચાર પુછયા પછી પરીને મહેર વિશે બધુ કહેવું હતું. પણ તેમને સમય જ ના મળ્યો. તે આજે મહેરના ઘરે જવાની જગ્યાએ તેમના પપ્પાની સાથે તેમના પપ્પાના ફેન્ડના ઘરે ગઈ. આખો રસ્તો બંનેની વાતો ચાલ્યા કરી પણ પરી તેમની સફર વિશે ના બતાવી શકી ના તેમના પપ્પાએ પરીને તેમની સફર પુછી. દરેક પળ તેને મહેરની યાદો સતાવતી હતી. પણ તે એકપણ વાર કોઈની પણ સામે તેના નામનું જિકર ના કરી શકી. કોઈ અજાણ્યા ઘરમાં તેના પપ્પા તેને લઇને તો આવ્યા હતા. પણ, તે અહીં કોઈને ઓળખતી ના હતી.
"ખરેખર દિપક તુ હજુ એવો ને એવો જ રહયો. જયારે તું અહીં આવવાનો જ હતો તો મને પહેલા જાણ કરી દેવી જોઈએ ને.. '"
"તો, શું તું મને લેવા સ્ટેશન આવત...."
" હા, તો..."
" સાંભળ્યું, ભાભી તમે. ધર્મેશ મને સ્ટેશન લેવા આવત. જયારે હું દરવખતે તેને ફોન કરીને કહ્યું તો કહે કે હું અત્યારે બહાર છું ને આજે જયારે મે તેને જાણ નહીં કરી તો કહે છે હું લેવા આવત."
"દિપક ભાઈ એ વાત તો તમારી બરાબર છે. પણ હવે તમે વેવાઈ બનવાના છો. એટલે થોડી ખાતેદારી કરવી પડે ને... " આ બધાની ચાલતી વાતો વચ્ચે પરી એકદમ ચુપ બેસી સાંભળી રહી હતી. તેને અહીં શું વાતો ચાલી રહી છે તે કંઈ જ ખબર ના હતી. પણ, વેવાઈ શબ્દ સાંભળી તેના કાન છમકયા.
"પપ્પા, તમે ઈશાનની સંગાઈ કરી દીધી ને મને ખબર પણ ના પડી.....મતલબ, આ આપણા રીશતેદાર છે...??પરી સવાલો આગળ કરે તે પહેલાં જ તેમના પપ્પા દિપકભાઈ બોલ્યાં.
"હું ને ધર્મેશ બાળપણથી જ એકસાથે ભણતા હતા. સમય જતાં અમે બંને અલગ અલગ શહેરોમાં રહેવા નિકળી ગયા પણ અમારી દોસ્તી પહેલા જેવી જ રહી. ધીરે ધીરે બધુ જ બદલાઈ રહયું હતું. પરિવારના અને કામના કારણે અમારી દોસ્તી પણ બદલાઈ રહી હતી. એટલે તારા જન્મ વખતે જ મે અને ધર્મેશે નકકી કર્યુ હતું કે આપણે આ દોસ્તીને રીશ્તેદારીમાં બદલી નાખીયે. ને મે ત્યારે જ તારો સંબધ આ ઘરમાં નકકી કરી દીધો. સમય આવતા મારે તને આ વાત કરવાની જ હતી પણ સંજોગો ના કારણે હું તને પહેલા આ વાત ના કરી શક્યો. " તેનું નસીબ પહેલાંથી કોઈના સાથે જોડાઈ ગયું હતું ને તે કોઈ બીજા સાથે જિદગીના સપના સજાવતી હતી. દિપકભાઈની આ વાત હજુ તેને ગળે ઉતરતી ના હતી.
એકપળ માટે વિચારો પણ થંભી ગયાને પરી તેના પપ્પા સામે જોતી રહી. આજ કહેવા અહીં આવ્યાં હતાં કે પોતાની ખુશીમાં સામેલ થવા આવ્યાં હતા. પરીને કંઈ જ સમજાતું ન હતું ને તે ખાલી વિચારી રહી હતી. તેમનો હસ્તો ચહેરો થોડો ખામોશ બની ગયો. તે કોઈની સામે કંઈ બોલી ના શકી ના આગળ કોઈને કંઈ શકી.
♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥
પરીના પપ્પાનું અહીં આવવું ,તેની ખુશીમાં સામેલ થવું ને અચાનક જ પરીને તેના સંબધની વાત ખબર પડી... શું તેના આ સંબધથી તેનું સપનું ખોરવાઈ જશે...??જો તેનો સંબધ પહેલાથી જ થઈ ગયો છે તો તેના પ્રેમનું શું થશે..??શું આ નવા સંબધથી તેનો અને મહેરનો સાથ તુટી જશે.. શું થશે પરીની આ જિંદગીનું તે જાણવા વાંચતા રહો દિલ પ્રેમનો દરિયો છે.... (ક્રમશ :)