વાંચકમિત્રો આપણે સાતમા ભાગમાં જોયું હતું કે ઇન્સ્પેકટર દસ વર્ષ પહેલાંની ક્રિમિનલ રેકોર્ડની ફાઇલ પાછી કઢાવી હતી અને તેમાં જે ગુનેગારને ફાંસી આપવામાં આવી હતી તેનું નામ પેલા લેટરમાં હતું અને ત્યારબાદ જયદેવ અને વરુણ તે ક્રિમિનલના ભાઈને મળવા ગયા પણ તે ત્યાં નથી હોતો હવે આગળ શું થશે એ જાણવા વાંચો આગળ!
ગુમરાહ - ભાગ 8 શરૂ
"ઓકે સર હું હાલમાં તો ઘરે નથી પણ તમે રોયલ ચોકની પાછળ આવેલા જંગલ વિસ્તાર પાસે આવી જાવ ને હું ત્યાં જ કામ કરું છું."
"ઓકે." આટલું કહીને ઇન્સ્પેકટર જયદેવ અને વરુણ ગાડી લઈને રોયલ ચોક જાય છે.પણ ત્યાં પ્રવીણ હાજર નહોતો.એટલે ઇન્સ્પેકટર જયદેવે તેને ફોન કર્યો ત્યાં તો પ્રવીણ તરત આવી ગયો.
"સોરી સર આવવામાં થોડુંક લેટ થઈ ગયું" પ્રવીણ બોલ્યો.
"અરે નો પ્રોબ્લેમ પણ પ્રવીણ આ લેટર મને મળ્યું હમણાં બે દિવસ પહેલા તો શું આ લેટર લખ્યું છે કોણે?કારણ કે આમાં તારા ભાઈનો ફોન નંબર છે" ઇન્સ્પેકટર જયદેવે પ્રવીણ ને કહ્યું.
"સર આ લેટર મારા ભાઈએ લખ્યો છે કે નહીં તે તો મને નથી ખબર પણ હું તમને મારા ભાઈ પાસે મોકલી દવ તો કેમ રહે ત્યાં તમે તેણે રૂબરૂમાં પૂછી લેજો"
"પ્રવીણ તારો કહેવાનો મતલબ શું છે?" જયદેવ આશ્ચર્યચકિત થઈને પૂછ્યું.
"મતલબ એ જ કે આ તમારી જિંદગીનો છેલ્લો દિવસ છે અને આજે મને અને મારા ભાઈને ઇન્સાફ મળશે" આટલું બોલીને તરત જ પ્રવીણ ગુસ્સેથી ઇન્સ્પેકટર જયદેવની છાતી પર એક ધારદાર ચપ્પુથી ઘા માર્યા.અને આ બધું વરુણ પોતાની આંખોથી જોઈ રહ્યો હતો અને આ દ્રશ્ય જોઈને તરત જ વરુણે બંદૂક કાઢી અને ત્રણથી પણ વધારે ગોળી પ્રવીણ ની છાતી ઉપર મારી દે છે અને ત્યાં જ પ્રવીણ નું મૃત્યુ થાય છે.અને ત્યારબાદ વરુણે એમ્બ્યુલન્સ બોલાવી અને ઇન્સ્પેકટર જયદેવને હોસ્પિટલ લઈ ગયો.ત્યાં પણ તે બેઠો બેઠો એ જ વિચારતો રહ્યો કે પ્રવીણે જયદેવ ને આટલા બધા ચપ્પુના ઘા શું કામ માર્યા હશે.!અને એટલામાં જ ત્યાં ડોકટર આવે છે.
"ડોન્ટ વરી વરુણ ઇન્સ્પેકટર જયદેવ ઇઝ નાવ સેફ અને તે થોડાક દિવસોમાં જ ઠીક થઈ જશે" ડોક્ટરે વરુણને કહ્યું.
"ઓકે સર થેન્ક યુ ફોર સેવ જયદેવ અને હા પ્રવીણ નું શું થયું?"
"સોરી હી ઇઝ નો મોર! તેના હદય પર ખૂબ જ અંદર સુધી ગોળી લાગવાને કારણે તેનું ઇન્ટરનલ બ્લીડીંગ સ્ટાર્ટ થઈ ગયું હતું અને તે કારણે તે બચી ના શક્યો." ડોકટર ઉદાસ થઈને બોલ્યા.
"ઓકે થેન્ક યુ સો મચ ડોકટર" વરુણે ડોકટરનો આભાર માનતા કહ્યું.અને પછી તરત જ વરુણ જયદેવ ની તબિયત જોવા ગયો.પણ ત્યાં તે એકદમ અજીબ દ્રશ્ય જોવે છે કોઈ વ્યક્તિ જયદેવ નું ગળું દબાવી રહ્યું હોય છે.વરુણ બારણું ખોલવાની કોશિશ કરે છે પણ બારણું અંદરથી જ કોઈએ લોક કરેલું અને આ બારણું કાચનું હતું એટલે વરુણ પોતાની બંદૂકથી તે કાચ તોડી નાખે છે પણ ત્યાં સુધીમાં તો પેલો વ્યક્તિ નીકળી ગયો હતી જે જયદેવનું ગળું દબાવતો હતો.થોડીકવારમાં ગોળીનો અવાજ સાંભળીને ત્યાં ડોક્ટરો આવ્યા અને તેમણે બધી ઘટનાની જાણ વરુણે કરી ત્યારબાદ ડૉક્ટરોએ જયદેવ ની તપાસ કરી પણ જયદેવ દુનિયાને અલવિદા કરી ચુક્યા હતા.આ જોઈને વરુણ એકદમ ડરી જાય છે.
"ડોકટર હું તમને શું કહું છું મને અત્યારે જ આ રૂમ ના સીસીટીવી ફૂટેજ બતાવો"
"ઓકે સર ચાલો મારી સાથે હમણાં જ બતાવી દવ"
વરુણ અને ડોકટર બન્ને હવે તે રૂમ નું સીસીટીવી ફૂટેજ જોવા ગયા પણ તે સીસીટીવી ફૂટેજ માં કોઈ દેખાતું નથી અને છેવટે વરુણ આ બધી વાત તેમના કમિશનરને કરે છે અને કમિશનર આ નેહા ના કેસ માટે એક યુવાન,ચતુર અને ઈમાનદાર પોલીસ ઓફિસર સૂર્યા ને એપોઇન્ટ કરે છે.સૂર્ય એક બહાદૂર ઇન્સ્પેકટર હોય છે.તેણે અત્યારસુધીમાં વિસ કરતા પણ વધુ એન્કાઉન્ટરો કર્યા હતા.થોડાક દિવસમાં જ ઇન્સ્પેકટર સૂર્યા પોલીસ સ્ટેશનમાં આવી ગયા અને વરુણ ત્યારે પોલીસ સ્ટેશનમાં ઉદાસ થઈને બેઠો હતો.
"જય હિન્દ સર." વરુણ બોલ્યો.
"જય હિન્દ અને અહીંયા કોન્સ્ટેબલ વરુણ કોણ છે?" ઇન્સ્પેકટર સૂર્યાએ કહ્યું.
"સર હું જ છું વરુણ"
"હમ્મ તો તમે તમે લોકો જ આ નેહા સુસાઇડ કેસ નું ઇન્વેસ્ટિગેશન કરતા હતા?" ઇન્સ્પેકટર સૂર્યા બોલ્યો.
"હા સર"
"હા તો હજુ સુધી કેટલું ઇન્વેસ્ટિગેશન તમે લોકોએ પૂર્ણ કર્યું.?" સૂર્યાએ પૂછ્યું.
વરુણે હવે ઇન્વેસ્ટિગેશન ની શરૂઆતથી અત્યાર સુધીની ઇન્સ્પેકટર સૂર્યાને જણાવી.
"ઓકે...ઓકે... મતલબ તારું એમ કહેવું છે કે આ ઇન્સ્પેકટર જયદેવને કોઈ ભૂતે માર્યા?" સૂર્યા ગુસ્સે થઈને બોલ્યા.
"હા સર"
"અરે અક્કલના ઓથમીર સીસીટીવી માં કોઈ આવ્યું નથી અને ઉપરથી હવે તો ડોક્ટરોએ પણ એમ કહ્યું કે ઇન્સ્પેકટર જયદેવનું મોત હાર્ટ એટેક આવવાથી થયું."
"ના સર હું તમારી આ વાતને નથી માનતો"
"વરુણ તારા માનવા ના માનવાથી કોઈ ફરક નથી પડતો અને હા પેલી નિકિતા અને માનસી રેપ કેસ ની ફાઇલ મને આપ ભાવેશ ટંડેલ વાળી." ઇન્સ્પેકટર સૂર્યા બોલ્યા.
"હા સર થોડીક વાર લાગશે પણ હું હમણાં જ એ ફાઇલ તમને ગોતીને આપું છું"
"સાંભળ વરુણ મને અડધી કલાકમાં મારા ટેબલ ઉપર ફાઇલ જોઈએ અને ત્યાં સુધી હું એ જોઈ લવ કે તમારા ઇન્સ્પેકટર જયદેવે એવું તો કેવું ઇન્વેસ્ટિગેશન કર્યું કે તેમણે પોતાની જિંદગીથી જ હાથ ધોવા પડ્યા." ઇન્સ્પેકટર સૂર્યા બોલ્યા.
"સર ફાઇલ મળી ગઈ" વરુણ ખુશ થઈને બોલ્યો.
"હા તો હવે હું એ ફાઇલ લેવા આવું કે તું ફાઇલ આપવા આવે છે?" ઇન્સ્પેકટર સૂર્યાએ વરુણને કહ્યું.
"હા સર હું આવું છું" આટલું કહીને વરુણ તે દસ વર્ષ જૂની કેસની ફાઇલ ઇન્સ્પેકટર સૂર્યાના ટેબલ ઉપર મૂકી.
સૂર્યા એકદમ ચાલાક ઇન્સ્પેકટર હતો અને તે બધા લોકો કરતા સાવ અલગ જ વિચારતો.હવે દસ વર્ષ પહેલાંની નિકિતા એન્ડ માનસી રેપ કેસ ની ફાઇલ તેણે ઓપન કરી અને તેની અંદર જે ગુનેગારો હતા તેના નામ જોયા અને જેની ઉપર ત્યારે પોલીસ ને શક ગયેલો તે લોકોના પણ નામ જોયા.તે નિકિતા/માનસી રેપ કેસનો ગુનેગાર ભાવેશ ટંડેલ હોય છે અને જેની સાથે રેપ થયો હતો તે છોકરીઓના નામ નિકિતા ટંડેલ અને માનસી ટંડેલ હતા.અને જેનાથી એ સ્પષ્ટ થતું હતું કે એક સગા ભાઈ ભાવેશ ટંડેલે પોતાની બહેન સાથે એક નીચ હરકત કરી હતી અને જેની સજારૂપે ભાવેશ ટંડેલને ફાંસી થઈ.આ કેસ જ્યારે સોલ્વ થયો ત્યારે તેના ઇન્વેસ્ટિગેશન માં વરુણ પણ સામેલ હતો.
ગુમરાહ - ભાગ 8 પૂર્ણ
પ્રવિણે શું કામ ઇન્સ્પેકટર જયદેવને ચપ્પુના ઘા માર્યા હશે?શું ઇન્સ્પેકટર જયદેવ પણ આ કેસમાં સામેલ હશે?શું હવે આવેલા નવા ઇન્સ્પેકટર સૂર્યા આ કેસને સોલ્વ કરી શકશે?શું દસ વર્ષ પહેલાના એક કેસને ઓપન કરીને નેહાના મોતનું રહસ્ય જાણી શકાશે?
આ બધા સવાલોના જવાબ જાણવા માટે વાંચતા રહો રહસ્ય અને રોમાંચથી ભરપૂર નવલકથા "ગુમરાહ"!
તમને જો આ નવલકથાનો આઠમો ભાગ પસંદ આવ્યો હોય તો જરૂરથી મને તમારો પ્રતિભાવ આપજો જો કોઈ ખામી જણાય તો પણ જરૂરથી સૂચન આપજો.