સમય સમય નું કામ કરી જાય...
જોત જોતાંમાં દહાડો આથમી ને કેટલીય કાળી રાતો વિતી ગઈ...
ઉધાર માં આપેલી આ માટી ની ચામડી પણ ખરી પડી...
પણ ક્યારેય મારા પણું માં જંખવાનું મન નથી થયું.
એક સમય હતો કે જ્યારે લોકો ને ખરેખર એમજ હતું કે હું આ ધરતી પર એમજ નથી આવ્યો...
કાં તો મારે એની જરૂર પડી હશે, કાં તો એને મારી જરૂર પડી હશે.
મારે સતત સભાન રહેવાનું છે ને એને મળી ને કાર્ય કરવાનું છે. એ મારાં માં રમણીય છે ને હું એના માં રમણીય છું આજ સત્ય છે.
સમય ની સાથે મારે નિમિત્ત બની અને પાછું મારે ત્યાં જતું રહેવાનું છે. આજે તો હું મુસાફિર છું "ना घर हैं ना ठिकाना" બસ મારે તો ચાલતા જ રહેવાનું છે.
પણ.... આજ ની વ્યક્તિ તો અહીં જ ઘર કરીને રહેવા માંગે છે. એને જવું જ નથી અહીંયા જ ભટકવું છે...
હવે ઉધ્ધાર ક્યારે થશે?
પહેલાં નાં વડીલો નો એક જ ઘ્યેય પોતાનો ઉધ્ધાર કરવો અને પછી બીજી બધી ગૌણ વાતો...
આજ ની પેઢી નો એક જ ધ્યેય કે ખાઈ પી ને મોજ કરો...
પ્રેમ, લાગણી, ભાવ વિભોરતાં, દયા ભાવના , સહાયતા આ બધું હવે અમુક અંશે જ જોવા મળે છે. બાકી બધે અદ્રશ્ય થઈ ગયું છે...
મારા ખ્યાલ થી પહેલાં નાં લોકો માં વીરત્વ હશે...
અમુક લોકો બહાર પડ્યા ને અમુક પડદે જ રહ્યા. હવે તો વીર પુરુષો જોવા માટે તપવું પડશે...
એ મહાપુરુષો એ તો દરેક કાર્ય એને અર્પણ કર્યું હતું ને લોકો પડદે રહેતાં ને આગળ એને કરતાં, પણ આજે લોકો પોતે આગળ થઈ જાય છે ને એને પડદે રાખે છે પછી એમ કહે છે કે "મેં કર્યું." એટલે સરવાળે શૂન્ય થઇ જાય બધું.
જ્યારે વિચારવામાં આવે તો "અંત તો શરૂઆત માં જ જોવા મળે છે અને અંત માં ઉભરાતી આશા શરૂઆત ની."
છેવટે બધું માટી જ છે.... બધું ક્ષણિક જ છે...
મારો મિત્ર આનંદ જ્યારે મને મળવા આવ્યો ટી સ્ટોલ પર એટલે હું એને મળવા દોડયો ત્યારે મારી પાછળ એક ગુલાબી સાડી માં મહિલા પોતાનાં સંબંધી સાથે ફોન પર વાત કરતા હતા અને મારાં કાને આવ્યું કે "પહેલાં લોકો નાં ઘર નાના હતા પણ મન મોટાં હતા પણ આજે લોકો નાં ઘર મોટાં છે ને મન નાના થયી ગયા છે"
આ સાંભળી ને મને તો ધ્રાસ્કો પડ્યો અને થયું કે વાત તો સાચી છે કે લોકો દિવસ જાય એમ જીવવાને બદલે મરતા જાય છે અને સંકોચિત થતાં જાય છે.
બસ... ખાવું પીવું અને મોજ કરવી...
જાણે આ યાત્રા સમયપસાર કરવા માટે નાં હોય તેવું તેમનું વર્તન.
ખરેખર પોતે અહીં કેમ છે?
આ કોઈને સુજતું જ નથી ને માત્ર અવ્યવહારુ થયાં છે.
જ્યાં સુધી નિમિત્ત પણું નહી અનુભવાય...
જ્યાં સુધી દરેક કાર્ય એને અર્પણ નહીં થાય...
જ્યાં સુધી જીવન માં સભાનતા નહીં આવે...
જ્યાં સુધી કુબુદ્ધિ ની જગ્યાએ સદબુદ્ધિ નહીં આવે ત્યાં સુધી જીવવું પડશે ને મરવું પણ પડશે.
પણ જો સભાનતા આવી તો સમજો યાત્રા પૂરી... અને પોતાનાં ઘરે જશો.
ખરેખર તો ઘરે જવા માટે જ મુસાફિર બન્યા છીએ ને.
પણ વિશ્વાસ છે કે એક દિવસ તો મારે મારા ઘરે જવાનું જ છે અને તે મને લેવાં આવશે અને હું હસતો ખેલતો જઈશ...
હું મુસાફિર જ છું...
ક્યાંય કશું જ મારું પ્રતિત હોય એવું લાગતું જ નથી. કારણ કે હું પોતે જ નથી...
મારે તો એને આભાર પાઠવવો જોઈએ કે મને એટલો તો ભાસ કરાવે છે કે મને એણે યાત્રા માં મુક્યો છે...
અવતાર આપ્યો છે...
હું તો ચાર દિવસ નો મહેમાન છું
આટલું સરસ વર્ણન કોઈ નાં કરી શકે તેવું અદભૂત વર્ણન કુદરતે પોતાની પ્રકૃતિ સાથે વગર કલમે કહ્યું છે પણ એમને ઓળખવા તો પડે ને...
ઓળખવું હોય તો તેમના નજીક જવું પડે..
એમજ ક્યાં મળી જાય છે.... તેમના માટે તપવું પડે છે અને ક્યારેક બળવું પણ પડે છે...
અને એટલી તીવ્ર જિજ્ઞાસા હોવી જોઈએ કે મારે જાણવું છે...
મારે એમનાં માં ભળવું છે....
હું એમનો જ અંશ છું...
હું ક્યારેય કોઈના થી અલગ નથી...
તેથી આ મારી અને તમારી અકલ્પનીય યાત્રા સફળ થાય તેવી પ્રાર્થના...
તમારી સાથે વાત કરવાનું એક જ કારણ છે કે
"હું જ તમે છો ને તમે જ હું છું એટલે તમે અને હું એક જ છીએ."