2050 ni duniya in Gujarati Human Science by DEV PATEL books and stories PDF | ૨૦૫૦ની દુનિયા

Featured Books
Categories
Share

૨૦૫૦ની દુનિયા















એડવર્ડ પાસે આંખો આગળ ઢળી પડતાં સફેદ વાળને પણ સરખા કરવાનો સમય ન હતો. ઘડપણના ભાર ઓથે તેની કરચલીવાળી પાંપણો ઢળી પડતી. પરંતું એડવર્ડનું મન તો તેનાં કામમાં જ પરોવાયેલું. મોંઢા પરના પ્રસ્વેદ બિંદુઓને લૂંછવાનો પણ એની પાસે સમય ક્યાં હતો? - અને હોય પણ ક્યાંથી ?

છેલ્લા ચાલીસ વર્ષની મહેનત આજે રંગ લાવવાની હતી. ચાલીસ વર્ષની મહેનત સામે એડવર્ડના મોં પર છવાયેલો ઉલ્લાસ કંઈક વધારે મહત્વનો અને મોંધો હતો. કારણકે આજના દિવસની વાટ એને વર્ષોથી જોઈ હતી.

એડવર્ડ બાળપણમાં એક સ્વપ્ન સેવ્યું હતું -ટાઈમટ્રાવેલ કરવાનું.તેણે બાળપણથી જ ટાઇમ ટ્રાવેલ અને ટાઇમસ્લીપ વિષે જાણવાની અને વાંચવાની ખૂબ જ જિજ્ઞાસા, પરંતુ ઘરનાં ભરણ-પોષણનો બોજ માથા પર આવતાં તેણે ટાઇમ ટાઇમ દ્રાવેલનું ભૂત માથા પરથી ઉતારી દેવું જોઈએ એમ ઠીક સમજ્યું. તે ચાલીસ વર્ષનો થયો ત્યાં સુધી તો તેણે સારી એવી પૂંજી ભેગી કરી લીધી હતી.

જીવનના એકતાલીસમાં વર્ષે તેણે બાળપણની વાત યાદ આવી. એડવર્ડની ટાઈમ ટ્રાવેલ કરવાની ઇચ્છા ફરી જાગી.

પોતાની સારા પગારની એન્જીન્યરીંગ ની ઊંચી પોસ્ટની નોકરી બાળપણની એક ઇચ્છા માટે તેને છોડી. તેણે દરિયાકિનારે પોતાની ભેગી કરેલી પૂંજીમાંથી જમીન ખરીદી. જમીન ખેડૂતોને ભાડે આપી. એ ભાડામાં થી અને તેણે બેંકમાં રોકેલ પૈસાનું સારું એવું વ્યાજ મળતું. જેથી કરીને એડવર્ડનું ગાળું સરળતાથી ગબળી પડતું.
ખેતી માટે ખરીદેલી જમીનનાં એક ખૂણામાં પોતાનાં માટે તેણે ઘર બંધાવ્યું. અને ત્યાંજ રહીને પોતાનાં કામનું શ્રીગણેશ કર્યું.
ટાઈમ ટ્રાવેલ ને લગતી જે પણ થિયરી અત્યાર સુધી લખાઈ ચુકી હતી તે સર્વનો એડવર્ડ અભ્યાસ હાથ ધર્યો,અને પછી તેણે ટાઈમ-ટ્રાવેલ મશીન તૈયાર કરવાનું કામ શરૂ કરી દીધું.એડવર્ડ એક એવી ટાઇમ મશીન બનાવવા માંગતો હતો કે જે માણસને આજથી ત્રીસ વર્ષ પછીની દુનિયામાં સફર કરાવી શકે.

બાળપણમાં સેવેલું બીજ આજે વટવૃક્ષ બનવા જઈ રહ્યું હતું.

એડવર્ડના કપડે ઠીંગડાં મારેલાં. તેના કપડામાંથી ખૂબ જ વાસ આવતી. તેની પાસે કપડાં ધોવાનો સમય જ ક્યાંથી હોય ? અને રહિ વાત કપડાંની તો જમીન અને બેંકના વ્યાજના જે પૈસા એડવર્ડને હાથ આવતાં તે બધા જ પૈસા તેની ટાઈમ દ્રાવેલ મશીન માટેની સાધન-સામગ્રી લાવવામા વહી જતાં.

બાળપણનું સ્વપ્ન,જિજ્ઞાસા, ચાલીસ વર્ષની મહેનત સામે કપડાનું તો શું મહત્વ હોય!

ઓરડામાં પ્રકાશિત ગોળાના આછા ઉજાસમાં પણ એડવર્ડના મોં પર જે જંગ જીત્યાનું સ્મીત હતું તે ઢાંકી શકાય તેમ ન હતું. તેની આખોમાં ચમક આવી. તેણે ઝડપથી ટાઇમ ટ્રાવેલ મશીનનાં દરેક ભાગોને તપાસ્યાં.બધું જ બરોબર ગોઠવાઇ ગયું હતું.

- અને મશીન ભવિષ્યની સફર ખેડવા માટે તૈયાર હતી.
એડવર્ડ પોતાની જાતને મશીન સાથે ઝકળી. હવે સમય હતો ભવિષ્યમાં તે કેટલા દિવસ રહેવા ઈચ્છે છે તે નક્કી કરવાનો. પાછલી રાતોનો થાક તેણે શરીર પર વર્તાતો હતો. માટે એડવર્ડ એક દિવસનો સમય ભવિષ્યમાં રહેવા માટે નક્કી કર્યો. એનું કારણ એકે તે પહેલા એક દિવસ ભવિષ્યમાં જઈને એક વાર ત્રીસ વર્ષ પછીની દુનિયાની ઝાંખીતે મેળવવા માગતો હતો.એડવર્ડ વિચાર્યું આજથી ત્રીસ વર્ષ પછીની દુનિયા જોઈ લીધા બાદ એ દુનિયા પ્રમાણે અહીંથી જ તૈયાર થઈને,મન થશે ત્યારે તે જઈ શકવાનો જ હતો ને!
એડવર્ડ મનમા બાઝેલા તમામ વિચારોને એક ઝાટકે હડસેલી મુક્યા. તેણે એક ઊંડો શ્વાસ લિધો અને પછી 'સ્ટાર્ટના' બટન સામે નજર કરી. હવે વધારે રાહ તેનાથી જોઈ શકાય એમ ન હતી માટે તેને આંખો મીંચીને સ્ટાર્ટનું બટન દબાવી દીધું.
એડવર્ડનાં શરીરે જોરથી આંચકો અનુભવ્યો.પહેલા તો એક ક્ષણ માટે તેને એમ થઇ આવ્યું કે ક્યાંક મશીનમાં કંઈ ખામી તો નથી આવીને. પણ એ વિચાર તો ક્ષણભરનોં જ મહેમાન બની રહ્યો કારણકે બીજી ક્ષણે એડવર્ડની આસપાસ દુનિયા તેની ફરતે ઝડપથી ફરી રહી હોય તેમ અનુભવ્યું.તેની આંખો આગળનું દ્રશ્ય ધૂંધળું બનવા લાગ્યું. થોડી જ વારમાં તે બેભાન થઈ ગયો. બેભાન અવસ્થા છતાં જ્યારે તે જમીન પર પટકાયો ત્યારે તેના મોંઢામાંથી ચીસ નીકળી ગઈ.
સવારે એડવર્ડની આંખ ઉગળી.આંખો તેની પરાણે જોઈ શકતી હતી, કારણ કે તેની આંખો આંજી નાખે તેવો પ્રકાશ તેની આંખો પર પડી રહ્યો હતો. તેણે જોયું કે તેણે એક બેડ પર સુવડાવવામાં આવ્યો હતો. થોડી જ વારમાં બધુ સામાન્ય થઇ ગયું. એક વાર માટે જે પ્રકાશ તેની આંખો માટે અસહ્ય હતો તે અત્યારે સામાન્ય બની ગયો. વધુ પડતા પ્રકાશને કારણે એડવર્ડ ની આંખ સામે જે અંધારા છવાયાં હતા તે હવે દૂર થઈ ગયા.
તેને જે રુમમાં રાખવામાં આવ્યો હતો તે રુમની દિવાલો પરના ચિત્રો હલતા હતાં. જેમ ટીવી પર જોઈએ અને તેમાં જેવી રીતે ચલ ચિત્રનું હલન-ચલન થાય તેવી જ હલન ચલન દિવાલો પર ચિત્રોની થઈ રહી હતી.
તેની આંખો દિવાલ પરનાં એક બોર્ડ પર જઈ ચઢી. એ બોર્ડ આધુનિક સમયે એટલે કે આજથી ત્રીસ વર્ષ પછીનું કેલેન્ડર હતું. કેલેન્ડર પરની તારીખ એડવર્ડ જે દિવસેથી આવ્યો તે ભૂતકાળનાં દિવસથી ત્રીસ વર્ષે પછીની હતી. ટેકનોલોજીએટલી તો આગળ વધી હતી કે એ જોઈને એડવર્ડ છક થઈ ગયો. કેલેન્ડ એટલું આધુનીકતાથી ભરેલું કે તેના પર આજનાં અને આવતી કાલનાં વાતાવરણ વિશેની આગાહિઓ પણ દર્શાવતી હતી.
એડવર્ડ ઓરડાનું નિરીક્ષણ કરી રહ્યો હતો. એવામાં કંઈક અવાજ થયો. એડવર્ડ જે દિશાએથી અવાજ સંભળાયો હતો તે તરફ નજર દોડાવી .ઘડપણમાં તેની આંખો નબળી પડી ગઈ છે કે શું?- તેવું એડવર્ડને લાગ્યું.

બે દિવાલો આપ મેળે ખસી ગઈ અને તેમાંથી એક દરવાજો પ્રગટ થયો. એડવર્ડ જે ત્રીસ વર્ષ પહેલાંની દુનિયામાંથી આવ્યો હતો, સામાન્ય રીતે એ દુનિયાના માણસને આ અજબ દશ્ય જોઈને ધ્રાસ્કો જ પડે!
દિવાલો ખસવા થી જે દરવાજો પ્રગટ થયો હતો તેમાંથી એક માણસ રુમમાં દાખલ થયો. ચાલ તેની ખૂબ ધીમી હતી. ચાલવાની પદ્ધતી પણ એક જેવી - જાણે અંતર માપીને નેં ડગલાં ન ભરતો હોય.

ખરેખર આ માનવ જ છેને?
હાવભાવ વગરનું મોંઢું અને કાચ જેવી સપાટ આંખો. આ માણસ તો ન જ હોય એ વાતની ખાતરી એડવર્ડને થઈ ગઈ. એ રોબોર્ટ પોતાની તરફ શા માટે આવી રહ્યો હશે એમ વિચારીને જ એડવર્ડના તો ધબકારા વધી ગયા.

"આરામ કરી મીસ્ટર . ચીતાને કંઈ જ અવકાશ નથી. આપ અત્યારે શહેરની સરકારી હોસ્પીટલમાં સારવાર મેળવી રહ્યા છો. થોડી જ વારમાં ડો. એલેક્ષ અહીં આવશે." રોબોર્ટ કહ્યું.
તેનો અવાજ સપાટ હતો. તેની વાત કહેવાની રીત જાણે પહેલેથી જ નક્કી ન હોય! રોબોર્ટ એટલું કહીને એડવર્ડનાં બેડની બાજુમાં જે મશીન હતીં તેમાં દવાનાં ડોઝની માત્રા ઓછી કરી.
બહારથી પગલાંનો અવાજ સંભળાયો.
એક વ્યક્તિ બારણામાં આવીને ઉભી રહી. એ ડો.એલેક્ષ હતાં. ડોક્ટરે રોબર્ટને ઈશારાથી બહાર જવા માટે સૂચન કર્યું. ડૉ. એલેક્ષને આંખે ચશ્માં હતાં.તેમના માથાનાં બધા જવાબ સફેદ રૂની પુણી જેવાં ધોળાં હતાં. તેમનાં મોં પર કરચલીઓ પડી ગઈ હતી. એડવર્ડ જેવાં ત્રીસ વર્ષ પહેલાંની દુનિયાનો માણસ જો આ ત્રીસ વર્ષ પછીના માનવને જુએ તો તેની ઉંમર પચાસથી પંચાવન ધારી બેસે.
પરંતુ હક્ક્તિ તો કાંઈ બીજી જ હતી.
ડૉ. એલેક્ષ જ્યારે એડવર્ડનાં બૅડની નજીક આવ્યા ત્યારે એડવડૅ તેમનું આઇડી કાર્ડ વાંચ્યું.ક્યાંક લખાણમાં તો ખામી ન હતી ને? ડોક્ટરની ઉંમર માત્ર સત્તાવીસ વર્ષની હતી. સત્તાવીસ વર્ષનાં જુવાન ની આવી દશા જોઈને એડવર્ડ ચક્તિ થઈ ગયો.
-અને થાય પણ કેમ ના તીસ વર્ષનો સમયગાળો કયાં ર્એડવર્ડ જોયો જ હતો.
"કેમ છે તમને હવે?" ડૉ. એલેક્ષે એડવર્ડના બેડ પાસે ઉભા રહીને પૂછ્યું. તેણે શું બોલવું જોઇએ તેની સુઝન ન પડી. તે બોલવા માટે વાક્યો શોધી રહ્યો હતો.
એડવર્ડની આ દુવિધા એલેક્ષ થી અજુગતી ન રહી શકી. "આરામથી બેસો. કંઈ પણ જરૂર હોય તો આ બેલને દબાવજો." એમ કહીને એલેક્ષે એડવર્ડની પથારીનાં ખુણા પરના એક બટન તરફ ઈશારો કરીને કહ્યું.
" હવે સાંભળો."ડૉ. એલેક્ષે કહ્યું. તેમણે પોતાની કાંળા ઘડીયાળ પર થોડી વાર માટે કંઈ કર્યું.જે એડવર્ડની સમજમાં ના પડ્યું. પોતાની ઘડીયાળમાં સેટિંગ કરી રહ્યા બાદ ડોક્ટરે પોતાની બંને આંગળી હવામાં કંઈક નિશ્ચત ક્રમથી હલાવી.
ડૉ. એલેક્ષ સામે એક સ્ક્રિન આવી ગઈ.એ સ્ક્રીન પર ડો.એલેક્ષે એડવર્ડનું શરીર દેખાડ્યું. કોઈ ઈમારતનું થ્રીડી પ્લાનીંગ ન હોય એવું તો એડવર્ડનું શરીર સ્ક્રીન પર આરપાર દેખાવવા લાગ્યું. ડોકટરે એડવર્ડને તેના શરીર પર થયેલાં ઝખમો દેખાડ્યા અને તે માટે તેમણે કરેલી સારવાર વિશે દસ એક મિનિટ સુધી કહ્યે રાખ્યું - વાત સાવ સામાન્ય હતી કે એડવર્ડને એ બધામાં કંઈ જ ખબર ન પડે.
તે તો બસ બાધાની જેમ ડૉક્ટરનાં શૂન્ય વદન મુખ સામે જોઈ રહ્યો, જે મોઢા પર કંઇ જ લાગણી કે ભાવના ન હતી. હતી તો સાવ સીધી અને સપાટ દાક્તરીની વાતો.
ડૉકટરે તેમની વાતનો અંત આણ્યો. પૂછવા માટે તો એડવર્ડ પાસે એટલું હતું કે તેનું આખુંય મગજ પ્રશ્નાર્થાથી ભરેલું હતું.
" હું અહીં ક્યાંથી... મને અહીં કોણ લઇ આવ્યું ?"તેને કહ્યું
"તમને ગઈ કાલ રાત્રે પોલિસ દ્વારા અહીં સારવાર માટે મોકલવામાં આવ્યાં હતાં. મને પોલિસ એ તો ન કહ્યું તમને તે ક્યાંથી લાવ્યાં. પરંતુ મેં બે પોલિસ મૅન વચ્ચેની વાતો સાંભળી. મેં જે સાંભળ્યું એ પ્રમાણે કહું તો કદાચ તમે ગઈ કાલ રાત્રીએ જંગલના નજીક બેંભાન હાલતમાં હતાં. કદાચ એ દરમિયાન પેટ્રોલિંગ ડ્રોન્સે તમને ખોળી કાઢયા હોય. એમ બની શકે છે."
" હું અત્યારે ક્યાં છું?"
" અત્યારે તમે શહેરનાં સરકારી હોસ્પીટલમાં છો. રુમ ન.736માં અને બિલ્ડી ગનાં 265માં માળે સારવાર મેળવી રહ્યા છો." ખાતાં સમયે ગળામાં કોળિયો અટકી ન પડયો હોય એવી હાલત "265 માળ" શબ્દ સાંભળીને એડવર્ડની થઈ.
એડવર્ડને તેની ત્રીસ વર્ષ પહેલાંની દુનિયા યાદ આવી. સાથો સાથ ચાલીસ વર્ષની મજૂરી પણ. હવે તે આ આધુનિકતાની ચરમ સીમાડે પહોંચેલી દુનિયાને જોવા માટે ખૂબ જ ઉત્સુક હતો.
"ડોકટર મને અહીંથી ક્યારે રજા મળશે" ડૉક્ટરને એડવર્ડ પૂછ્યું .
"તમારે જ્યારે જોઈતી હોય ત્યારે મીસ્ટર ." મુખ પર સ્મીત લાવીને એલેક્ષે કહ્યું,
"આજ કાલ લોકો દવાખાનામાં દાખલ થવાનાં બહાના શોધતાં ફરે છે અને ત‌મને બહાર જવાની તાલાવેલી છે.એ જોઈને મને નવાઈ લાગે છે"
" કેમ આમ કહો છો ડોક્ટર."

" તો બીજું શું કહું. તમે પણ જાણે બીજા ગ્રહથી એકા-એકા આવી ચઢયાં હોય તેવી વાતો કેમ કરો છો. બહાર તો એટલું પ્રદુષણ વધી ગયું છે કે ના પૂછો વાત. હોસ્પીટલમા સરકાર દ્વારા ફ્રીમાં ઓક્સીઝન ઓલ ટાઈમ પ્રોવાઇડ કરવામાં આવે છે. એટલે તો કીડિયારામાં કિડિઓ ઉભરાય એમ લોકો દવાખાને ઉભરાય છે. લોકો હવાફેર માટે બહાર જવાને સ્થાને કંઈ બિમારીનું બહાનું કાઢીને હોસ્પીટલમાં જ હવાફેર કરી લે છે."બિમારીનું બહાનું કાઢીને આવી ચઢે છે એમની માટેનો ભારો ભાર તિરસ્કાર એલેક્ષના મોં પર જોઈ શકતો હતો.
થોડી વાર માટે તો રુમમાં ચુપકીદી છવાઈ રહી.ડોકટરે આ નિરવ શાંતિને ભંગ કરતાં કહ્યું," એક વાત મારા મગજમાં ચાલી રહી છે જે હું તમરાં પાસેથી જાણવા માંગું છું. તમને વાંધો ન હોય તો... "
" હા, કહો ડોક્ટર." એડવડૅ કહ્યું.
"ગઈ કાલ રાત્રે જ્યારે તમને અહીં દાખલ કરવામાં આવ્યા ત્યારે તમને છાતીમાં ઇજા થઇ હતી.તમરો રિપોર્ટ મેં જોયો એ જોઈને તો મારી આંખો જ ફાટી ગઇ. એજ - કેચઅપ મશીનમાં તમારી ઉંમર 80 વર્ષ 7 મહિના અને 18 દિવસ બતાવતી હતી.છતાં તમારાં ફેફસાં અને હદય ખુબ જ સરસ રીતે ચાલી રહ્યાં છે. ખરેખર તમારું શરીર આટલી ઉંમરે ખુબ સરસ જળવાઈ રહ્યું છે."
ડૉક્ટરને કંઈ પણ વળતો જવાબ આપવો એડવર્ડને યોગ્ય ન લાગ્યું. વાત ભૂલથી ઊંધા પાટે ચડી જશે તો તેની દશા ભૂંડી થશે એમ એડવર્ડને ભાસ્યું માટે તેણે જવાબમાં ફક્ત સ્મીત કરીને વાત ટાળવાનો પ્રયત્ન કર્યો.
પરંતુ વાતને છોડવા માટે ડોકટર તૈયાર ન હતાં. તેમણે કહ્યું," આજકાલ જ્યારે પ્રદુષણ અને ગ્લોબલવોર્મિંગની એટલી ગંભીર અસરો પૃથ્વી પર વરતાઈ રહી છે કે ન પૂછો વાત! વીસ વષૅનાં યુવાનોને પણ શ્વાસ લેવામાં તકલીફ થઇ રહી છે.દુનિયાનું થવા શું માંડ્યું છે.પૃથ્વી પરનાં માણસોમાં 27% કરતાં વધુ લોકોએ તો કૃત્રિમ હદય લગાવવું પડ્યું છે. આ મારી જ વાત લઈ લોને મારી ઉંમર માંડ સત્તાવીસ ની છે તોપણ મારે દર મહિને બ્લડ પ્યોરીફાઇ કરાવવું પડે છે અને તમારે !ઊંમર એંશી વર્ષ છે તોય બધા ભાગ સરસ કામ કરે છે."
એડવર્ડ કંઈ કહેવા ઇચ્છતો ન હતો.આ વાત ડૉ. એલેક્ષને જણાઈ આવી માટે તે ચૂપ થઈ ગયા.તેમણે એડવડૅને હોસ્પીટલમાંથી રજા આપી. એક નાનકડી આપમેળે ચાલતી રોબોટિક ગાડી દ્વારા એડવર્ડને લિફ્ટ સુધી લઈ જવામાં આવ્યો.
એ દરમિયાન એડવર્ડને માણસોનું નિરીક્ષણ કરી રહ્યો કે જે તેની આજુ-બાજુમાંથી પસાર થઇ રહ્યાં હતાં. લોકોના કેવા નૂર વગરના ચહેરા.જાણે લાશો જીવતી ન હાલી પડી હોય.
લિફ્ટ પારદર્શક હતી.લિફ્ટમાંથી બહારની બિલ્ડીંગનું દશ્ય સાફ દેખાતું હતું. 268માં માળેથી દુનિયાને જોવાનો અનુભવ અનુઠો જ કહી શકાયને -ત્રીસ વર્ષે ભૂતકાળમાં જીવતા માનવ માટે. આજુ-બાજુના દશ્યોને એડવર્ડ હજુતો મીટ માંડીને સરખા જોયા ન જોયાં ત્યાંતો લિફટે તેણે ગ્રાઉન્ડ ફ્લોર પર પહોંચાડી દિધો.
બિલ્ડીંગની બહારની બાજુનાં મુખ્ય રોડ હતો, રોડની ફૂટપાથ પર આવીને તે ઉભો રહ્યો. મુખ્ય રસ્તા પર ટ્રાફિકતો દુરની વાત એકાદ ગાડી પણ માંડ દેખા દેતી હતી.
એડવર્ડ હમણાં જે સરકારી હોસ્પીટલમાંથી આવ્યો તેણે ૩૦૧ માળ હતા.એક સમયે એડવર્ડને એવું લાગેલું કે કદાચ આજ સૌથી ઊંચી બિલ્ડીંગ હશે પરંતુ જ્યારે તેણે ફૂટપાથ પરથી બીજા સકાયસ્ક્રેપર પર નજર કરી તો તે પૂરેપૂરા દેખાતા પણ ન હતાં!

અડધી બીલ્ડીંગ આકાશનાં વાદળોમાં અદશ્ય ન થઈ ગઈ હોય તેવું દશ્ય લાગતું ! રસ્તા પર ગાડીઓની હોડ ન હતી માટે એમ ન માનવું કે લોકો સ્થાનાંતર કે અવર-જવર કરતા નથી.
એડવર્ડ આકાશ તરફ નજર માંડી. ત્રીસ વર્ષ પહેલાં જેમ ગાડીઓની હરોળ રસ્તાઓ પર જામતી હતી તેવી રીતે હવે પ્લેન, હેલિકોપ્ટ અને એરક્રાફ્ટની હવામાં જામી હતી.જેના લીધે વાદળોમાં પ્રદુષણ એટલું વધી પડ્યું હતું કે વાદળો કાળા ડીબાંગ લાગતા હતાં.
આ બધુ જોઈને એડવર્ડનો શ્વાસ રુંધાવા લાગ્યો. એટલામાં એક સ્પીડ વે, કરીને ગાડી આવી.નવાઈની વાત ન હતી કે તેમાં ડ્રાઈવર ન હોય.' સ્પીડ વે' એ શહેરની સરકારી ગાડી હતી જે રસ્તે ઉભાં માણસોને મફતમાં તેમના નિર્ધોરીત સ્થાને પહોંચાડતી.
'સ્પીડ વે' ગાડી આખીય ખાલી હતી. તેમાં એક પણ મુસાફર ન હતો. હોય પણ ક્યાંથી ! સરકારે જેની સવારી મફત કરાવી હતી તે 'સ્વીડવે 'ગાડી કેવી ધીમી અને જુની પુરાણી હતી.તેની ઝડપ ફક્ત 180 કીમી પ્રતીકલાકની હતી. આધુનીક માનવીને આવી ધીરી ગતિની ગાડી પોસાય પણ કેવી રીતે!
સામે આવીને ઉભી રહી ગયેલી 'સ્પીડવે 'ગાડીમાં અડવડૅ ચડી ગયો.તે પછી તેની સીટની સામેની સ્ક્રીન પર ડેસ્ટીનેશન( નિશ્ચીત સ્થળ) નક્કી કરવાનો સમય આવ્યો. તે ઘડી માટે મુંઝવાયો કે હવે શું? પરંતુ પછી તેને આંખ મીંચીને શહેરના છેડે આવેલી જગ્યા પર ટિકમાર્ક કર્યું. સ્ક્રીન પર લીલી લાઈટ થઈ અને કેટલી ઝડપે તે પોતાનાં નિર્ધોરિત સ્થાને પહોંચવા માંગે છે તે માટે વિકલ્પ આવ્યો.
ગાડીની ઝડપ લઘુત્તન ૩૦થી તે મહત્તમ 180 સુધીની હતી. એડવર્ડ શહેરને જોતાં - જોતાં પસાર થવા ઇચ્છતો હતો. માટે તેણે ૩૦ની ઝડપ પસંદ કરી.' સ્પીડ વે' ગાડી ઉપડી.ગાડી શરૂ થતાં જ એની બેસવાની સીટ ઊંઘવા માટેની સીટમાં રૂપાંતરીત થઈ ગઈ.
એડવર્ડ મનમાં ને મનમાં સ્મીત કરીને ખુરશી પર લંબાવ્યું. ગાડીની છત ઉપર લાઇવ ન્યુઝ ચેનલનું ટીલીકાસ્ટ થઇ રહ્યું હતું.
સ્કીનનું રીઝોલ્યુશન એટલું તો જબરું કે જાણે ટીવી એન્કર આપણી સામે ઊભી રહીને ન્યુઝ ન વાંચતી હોય!
ન્યુઝ ટી.વી. એન્કર મંગલ ગ્રહ પર વધતાં જતાં રોકાણો વિશે માહીતી આપી રહી હતી.સરકાર દ્વારા ઓક્સીઝન,મશીન દ્વારા કાર્બન ડાયોકસાઈડમાંથી શુદ્વ કરીને પૂરો પાડવામાં આવતો. સરકારે અચાનક એ ઓકસીઝનની આપૂર્તિ માટે જનસામાન્ય ની આવક પરનો એર ટેક્સ બમણો કરી દીધો હતો. એ ટેક્ષ વિશેની વાત ટીવી એન્કરે જન સામાન્ય ના પ્રતિભાવ સાથે કહી સંભળાવી. ટીવી એન્કરે શહેરમાં વધી પડેલાં સાઈબર ક્રાઈમ વિશે ચિંતાની લાગણી વ્યક્ત કરી. સરકાર આ વાત પર પોતાનું ધ્યાન દોરે તેવું પણ સૂચન કર્યું.
ટી.વી.માં બ્રેકઆવી, એડ્વટા ઈઝનો મારો શરૂ થયો.પહેલી જ ઍડ એક 'ક્લીઅર એર' કરીને કંપનીની હતી.જે સોંના કરતા પણ મોંઘા ભાવે હિમાલય જેવાં ઊંચા પર્વતો પરની શુદ્વ હવા વહેંચતી હતી.બીજી જાહેર ખબર' સ્પીક ટેબ' કરીને કંપનીની હતી.કંપની દ્વારા એવું સોફ્ટવેર બહાર પાડવામાં આવેલું કે જેનાથી ગ્રાહકના પૂછેલા પ્રશ્નો પર સલાહ આપવામાં આવતી.જેનું મહિનાનું પ્રીમીયમ (ભાડું) મધ્યમ વર્ગની આવક જેટલું તો લગભગ હતું જ !
આવી બીજી ત્રણ ચાર જાહેરખબરો પછી પાછી ન્યુઝ ટીવી એન્કરે સમાચારનું વાંચન શરૂ કર્યું. તે જણાવી રહી હતી કે સૈન્ય દ્વારા એક ઘરમાંથી હાઇડ્રોજન બોમ મળી આવ્યો. આ બોમનાં ભાગો હજુ સુધી જોડવામાં આવ્યા ન હતા!
આ ખબર વાંચતી વખતે એડવર્ડ જોયું કે ટીવી એન્કરે આ વાત એકદમ સપાટ ભાષામાં કહી.
જાણે કે હાઇડ્રોજન બૉમ એ સાવ નાનું અમથું શસ્ત્ર ન હોય! આમ પણ દુનિયાનો કયો છેડો આવા નાનાં મોટાં શસ્ત્રોની તારાજીથી અજુગતો રહી શક્યો હતો. મગજમાં જામેલાં વિચારોને એડવડૅ વખોડી ફેક્યા.
ટી.વી. એન્કરે સખેદ જણાવ્યું કે એક રાષ્ટ્રીય કક્ષાનાં નેતા અને પૂર્વ પાણી પૂરવઠાં મંત્રાલયનાં મંત્રી કેવી રીતે ભૂતકાળમાં પોતાની પદવિનો લાભ લઈને પોતે રોજ સ્વીમીંગ પુલમાં નાહતા હતાં. વળી તે પાણી રોજ-રોજ બદલવામાં પણ આવતું જે કહેતા સમયે ટીવી એન્કરનાં ભવાં ચઢી ગયા. ભૂતકાળમાં જ્યારે આ મંત્રી મહોદયને પાણીની રેલમ છેલ કરતાં પકડવામાં આવ્યા હતા ત્યારે કેન્દ્રમાં સરકાર તેમની હતી માટે તેમને કલીનચીટ મળી ગઈ હતી.
પરંતુ હવે સરકાર બદલાઈ હતી. તત્કાલીન સરકારે આ પૂર્વ મંત્રીની બંધ પડેલી ફાઇલ ફરી ઉઘડાવી.તેમના પર કોર્ટમાં દાવો માંડ્યો અને ન્યાયાધીશે આ નેતાશ્રીને દોષિત ઠેરવ્યા. ન્યાયાધીશે પોતાનાં ચુકાદાના અંતિમ શબ્દોમાં જણાવ્યું હતું કે પોતાનાં પદનો લાભ લેવોએ અપરાધ છે. એનાથી પણ મોટો અપરાધ જનસામાન્ય માટે દુર્લભ પાણીનો આમ આંખો મીંચીને વપરાશ કરવો છે.આ અપરાધ બદલ અદાલતે નેતાને ત્રીસ વર્ષની જેલની સજા ફટકારી.

ગાડી ઊભી રહી ગઈ. માટે ગાડીએથી એડવર્ડને નીચે ઉતરી ગયો. પરંતુ ગાડીએથી એડવર્ડ નીચે પગ રાખે એ પહેલાં તો એક ટોળાએ એડવર્ડને ઘેરી લીધું.એ ટોળું પોલીસનું હતું અને બધાના હાથમાં અત્યાધુનિક હથિયાર હતાં, છતાં પણ એડવર્ડ કોઇ ભયાનક દૈત્ય ન હોય તેમ તે બધાના પગ કાંપી રહ્યા હતાં. એ સર્વેને આ 'સ્પીડવે 'ની ગાડીમાં મુસાફરી કરતાં એક શંકાશીલ વ્યક્તિને પકડવાનો છે એમ કહીને પોલિસ સ્ટેશનેથી 'સ્પીડ વે'ની પાછળ દોડવાવામાં આવ્યા હતા.
એક બખ્તરધારી પાલિસમૅન આગળ આવ્યો અને ઊંચા અવાજે કહ્યું, "તમારા બંને હાથ ઉપર કરી દો. પોલિસને તેમની કાર્યવાહી કરવા દો. અમને જો તમે સહકાર નહી આપો તો તમારું આવી બનશે."
વીસ કરતાં પણ વધુ બંદુકોના નિશાને એડવર્ડ હતો. તેને પોતાનાં બંને હાથ ઉપર કરી દીધાં,જે પ્રમાણે હમણાં પોલિસમેને કહ્યું.એક પોલીસમૅને એડવર્ડની પીઠ પર બંદુકનું નાળચું મૂક્યું. એ બંદૂકના બળે તેણે એડવર્ડ ને હેલિકોપ્ટરમાં બેસાડી દીધો. આ બધુ શું ચાલી રહ્યું છે એ જાણે તે પહેલા હેલિકોપ્ટર હવામાં ઉપડી ચૂક્યું હતું.એકાએક એડવર્ડને ગળાપર કરંટનો ઝટકો લાગ્યો અને તે બેભાન અવસ્થામાં સરી પડ્યો.

એડવર્ડ પોતાની આંખો ખોલવા માટે મથામણ કરી રહ્યો હતો.એડવર્ડને બેંભાન થયાના પાંચ કલાક વિતિ ગયાં હતાં. હેલિકોપ્ટરથી તેણે શહેરનાં આર્મીનાં વોર રુમમાં લાવવામાં આવ્યો હતો. તેની આંખો હજુ તો માંડ ખૂલી ન ખૂલી ત્યાંતો તેની આંખો પર કોઈએ પાણી છાંટ્યું.પાણી એટલું ઠંડું હતું કે એડવર્ડનો શ્વાસ ફુલી ગયો. તે સંપૂર્ણ સભાન અવસ્થામાં આવી પહોંચ્યો.
એડવર્ડ જોયું કે તેના બંને હાથને લોખંડની હથકડી વડે ખુરશીના પાયા સાથે જડી દેવામાં આવ્યાં હતાં.એડવર્ડની સામે પાંચ થી છ બંદુકધારી પોલિસમૅન ઓરડામાં હતાં.
યુદ્વ ફાટી નિકળ્યું હોય તેવા તો તેમના મોંઢાના ભાવ દર્શાવતા હતા!
પાંચમાંથી એક ઉપરી અધિકારી જણાતો પોલિસમૅન એડવર્ડ સામે ખુરશી આગળ આવીને હાથમસળતો ઉભો રહ્યો.
'કોણ છે તું ?'અધિકારીએ એડવર્ડને પૂછ્યું.
'હું અહીં કયાંથી?તમે મને અહીં કેમ ..."
" મે તને પૂછ્યું એ તે સાંભ્યળ્યું કે નહી. કોણ છે તું ?"
આ પ્રશ્નનો શો જવાબ આપવો!
એડવર્ડ કહ્યું, "હું માણ..." 'સ ' નો ઉદગાર તેના મોઢામાંથી નિકળે એ પહેલાં તો પેલા ઉપરી એ એક તમાચો એનાં ગાલે લગાવી દીધો.
" અહીં શું અમે કંઈ જાણતા જ નથી." અધિકારી એ ગુસ્સાથી એક-એક શબ્દ પર ભાર મૂકતા કહ્યું.
"સાહેબ મને છોડી ધ્યો .મેં કાંઈ જ કર્યું નથી." એડવર્ડ કરગરતા અવાજે અધિકારીને કહ્યું.
" એતો બધા એમ જ કહે. બેટા પકડાઈ ગયા એટલે ગરીબ ગાય જેવા થઇ જવાનું.કેમ, નહી?"
- એડવર્ડ આનો શું જવાબ આપતો.માટે તે મુંગો રહ્યો.
"ગઈ કાલ રાત્રીનાં સમયે જ્યારે તું પેટ્રોલિંગ ઓફિસરોને જે હાલતમાં મળી આવ્યો હતો એ જોઈને જ મને તો તારાં પર શંકા ગઈ હતી.પરંતુ કોઇ મારું સાંભળે તો ને એ પછી જ્યારે તને હોસ્પીટલમાં દાખલ કરવામાં આવ્યો ત્યારે અને એ પછી 'સ્પીડવે 'ની મુસાફરી સુધીની તારી દરેક ક્રિયા પર નજર રાખવામાં આવી રહી હતી. દરેક જીવંત કે નીર્જીવ વસ્તુને જોઈને તું નવાઈ પામતો, એ પછી તું વિચારમાં પડી જતો. આ બધુ જોઈ અમારા મગજમાં વાત દઢ થઈ ગઈ કે તું બીજા દેશમાંથી અહીં જાસુસી કરવા આવ્યો છે. મારા ઉપરી એમ કહે છે કે તું બીજી ભોંમનો છે પરંતુ મારું તો માનવું છે કે તું બીજી દુનિયાનો છે."
એડવર્ડના મોં પર પરસેવાના રેલા ઉતરવા માંડ્યાં. શું આખું જીવન ત્યારે તેને અહીંજ રોકાવવું પડશે. આમાંથી હું નહીં નિકળી શકું એમ એડવર્ડને ખાતરીપૂર્વક લાગ્યું. પરંતુ એડવર્ડને તરત જ એક વાત અગત્યની યાદ આવી. તેણે તો ટાઈમ મશીનમાં ફક્ત એક જ દિવસનો સમય નક્કિ કર્યો હતો ને!
તેણે ભગવાનનો મનોમન આભાર માન્યો. આ વિચારોનું વંટોળ જ્યારે તેના મનમાં ચાલી રહ્યું હતું ત્યારે પણ સૈનિક અધિકારીનું તો બોલવાનું શરૂજ હતું.દિવાલ પર ઘડીયાળ ટંગાડેલ હતી.ઘડીયાળ પ્રમાણે બાર વાગવામાં પાંચ મીનીટની વાર હતી.પાંચ મીનીટ પછી પાછો પોતાની ત્રીસ વર્ષ પહેલાંની દુનિયામાં એડવર્ડને પહોંચી જવાનો હતો.

- આવા અનેક વિચારો વચ્ચે એડવર્ડ પાંચ સૈનિક અધિકારીઓ સામેથી ગાયબ થઈ ગયો !
ઘડીયાળના સમયમાં ચાર-પાંચનિનિટ તો આધા-પાછી થઈ શકે ને. સંભાવના તો હતી જ ને!
બધા જ સૈનિક અધિકારીઓની આંખો હમણાં જ બહાર ન આવી જવાની હોય તેવી હાલત થઈ. દુનિયા એટલી પણ આગળ નહોંતી વધી કે એક માણસ આમ અચાનક જ, દસ આંખોની નજર સામેથી અને લોખંડની બેડીને આંચ આણ્યા વગર ગાયબ થઈ જાય !

*********. **********

- 2050 નું એક વિશ્વવિખ્યાત છાપૂં. "

અહેવાલોથી જાણવા મળ્યું છે કે ગઈકાલ રાત્રે પોલિસ અધિકારીઓએ એક વ્યક્તિની ધરપકડ કરી હતી. ત્યાર બાદ એ વ્યક્તિને બેંભાન કરીને આર્મી કેમ્પમાં લઈ જવામાં આવ્યો હતો. આર્મીના અધિકારીના જણાવ્યાં પ્રમાણે એ વ્યક્તિની ગતિવિધી ખૂબ જ શંકાશીલ હતી. રાત્રીના સમયે જ્યારે આર્મીના અધિકારી તેની સાથે પૂછ-પરછ કરી રહ્યા હતા ત્યારે તેમની આંખો સામેથી એ વ્યક્તિ અદશ્ય થઈ હતી.
વાત માનવામાં ન આવે તેવી છે પરંતુ પાંચે અધિકારીઓએ આ વાત સાચી છે એમ સોગંદ ખાઈને કહ્યું."
આ ખબર જ્યારે જન સામાન્યનાં જાણવામાં આવી ત્યારે વાત કોઈનાં માન્યમાં ન આવી. કેટલાકે આર્મીની ઠેંકડી ઉડાવી તો કેટલાંકે આર્મીની જ ગતિવિધિમાં ક્યાંય કાળું ધોળું લાગ્યું. પરંતુ જે દસ આંખોએ નજરો નજર અજાયબી જેવું દશ્ય જોયું હતું, તેમનાં હવે હોશ રહ્યાં ન હતા!
***********. **************

-2020 નું એક સ્થાનીક અખબાર .
" ગઈ કાલ રાતીનાં સમયે એડવર્ડ નામના એક એશી વર્ષના વૃદ્ધનું આકસ્મીત મૃત્યું.
એડવર્ડની ખાસ કોઈની સાથે મિત્રતા ન હતી, પરંતુ તેમના આસ પાસ રહેતાં લોકો દ્વારા જાણવા મળ્યું હતું કે એડવર્ડ ખૂબ જ ઓછાબોલા સ્વભાવની વ્યકિત હતી.છેલ્લા ચાલીસ વર્ષથી તે અહીં રહેવા છતાં કોઈને સાથે તેમને મળવાપણું ન હતું. પડોશીઓના કહેવા પ્રમાણે કેટલીક વાર તો એડવર્ડ મહિને એકાદવાર ઘરની બહાર નીકળ્યાં હોય તેવા પણ પ્રસંગો બન્યા છે.
એડવર્ડનાં ધરે જ્યારે પોલિસ તપાસ થઇ તયારે પાલિસને તેમના ઘરમાંથી એક મશીન જેવી વસ્તુ ભગ્ન અવસ્થામાં પ્રાપ્ત થઇ હતી.એડવર્ડના પુસ્તકોને પણ કોઈકે દિવાસળી ચાંપી દિધી હતી. પોલિસ તપાસથી જાણવા મળે છે કે મશીનને તોડનાર અને પુસ્તકો સળગાવનાર બીજું કોઈ નહીં પણ તે પોતેજ હતા.
- એવું એડવર્ડ શા માટે કર્યું હશે?
એડવર્ડનું શબ ખુરશી પરથી મળી આવ્યું હતું.ડોકટર દ્વારા જણાવવામાં આવ્યું હતું કે તેમનું મૃત્યુ એક ઊંડા આઘાતને લીધે થયું છે."
આ ખબર એક લોકલ છાપામાં છપાયી હતી. લોકોને આમાં કાંઇ જ નવું ન લાગ્યું લોકલ છાપાઓ સનસનાટી ભર્યેાં ન્યુઝથી અવારનવાર લોકોનું ધ્યાન ખેંચવા પ્રયત્ન કરતાં. માટે જેમણે પણ આ ખબર વાંચી તેમણે ફક્ત તેમાં અતિશ્યોક્તિ સિવાય બીજું વધારે કંઈ જ ન લાગ્યું.
- છાપામાં લખ્યું હતું કે એડવર્ડને આધાત લગ્યો હતો.
આધાત ન લાગે તો બીજું થાય પણ શું એડવર્ડ જીવનના ચાલીસ વર્ષે તીસ વર્ષની દુનિયાનો એક ભયાનક દિવસ જોવા માટે થોંડાં જ વેડફ્યા હતાં!