માલવિકા અને માનવ બંને એકબીજા ને કોલેજ કાળ થી જાણતા હતા...બની એકબીજા ને પસંદ કરતા હતા,બંને ની દોસ્તી પ્રેમ માં ક્યારે બદલી ગઈ એ ખબર ના પડી...
બંને એક બીજાનું ખૂબ જ ધ્યાન રાખતા હતા,એક બીજાની નાની નાની વાતો ને પણ ખૂબ મહત્વ આપતા....એકબીજાને મળ્યાં હતાં એ દિવસ,પેલી વાર વાત કરી એ દિવસ,પ્રપોઝ કર્યું એ દિવસ...વગેરે યાદ રાખીને ખૂબ સરસ રીતે ઉજવતા હતા....એક બીજાને જાત ભાત ની ભેટ સોગાદો આપતા.ખુબજ પ્રેમ હતો એમની વચ્ચે..સદનસીબે એમના બંને માં વડીલો ની સંમતિ મળી જતા,એમના ધામ ધુમ થી લગ્ન પણ થાય ગયા..
હવે સુંદર સબંધ ને લગ્ન નામનું બંધન મલી ગયું હતું..સુખ ને સરનામું મલી ગયું હતું,બને ખુબજ ખુશ હતા,દિવસો સ્વર્ગ ના સુખ માં પસાર થતાં હતાં..હવે થોડો થોડો સમય બદલાયો હતો,પહેલા ફક્ત કલાકો મળવાનું થતું હવે તો માનવ ને ઓફિસ અને માલવિકા ને ઘર પણ સંભાળવાનું હતું.પેલા ફક્ત એકબીજાનું ધ્યાન રાખવાનું હતું,હવે તો એકબીજાંના ઘર પરિવાર,પ્રસંગો,જવાબદારીઓ નું ધ્યાન રાખવાનું હતું... પરિસ્થિતિ બદલાઈ હતી અને સાથે સાથે સબંધો પણ.પ્રેમી પ્રેમિકા માં થી હવે એ લોકો પતિ પત્ની બન્યા હતા.
ધીરે ધીરે માલવિકા ને લાગવા માંડ્યું કે હવે માનવ એનું પેલા જેટલું ધ્યાન નથી રાખતો,પેલા ની જેમ રોજ કલાકો સુધી ફોન પર વાતો નથી કરતો,પેલા ની જેમ ભેટ સોગાદો નથી આપતો,પેલા ની જેમ બધી તારીખો યાદ નથી રાખતો,પેલા ની જેમ વારે વારે " હું તને પ્રેમ કરું છું " એમ નથી કહેતો,પેલા ની જેમ શાયરીઓ અને કવિતાઓ લખી ને નથી મોકલ્યો,પેલા ની જેમ સારા ફોટાઓ,ગીતો નથી મોકલતો,પેલા ની જેમ કોફી પીવા, રોમેન્ટિક ડિનર માટે નથી લઇ જતો,પેલા ની જેમ એને ધારી ને જોતો નથી,એની પાછળ જે પાગલ હતો જે એના વિના એક પળ પણ રહી શકતો ન હતો એ હવે ઓફિસ માં હોય ત્યારે કલાકો સુધી ફોન ના કરતો હતો..
માનવ ને પણ એવું લાગતું હતું કે માલવિકા હવે પેલા જેવી નથી રહી, એ કેટલું ધ્યાન રાખતી હતી,પોતે પણ હંમેશા મળતી ત્યારે સુંદર તૈયાર થઈને આવતી હતી,હવે એ રસોડા માં ટિફિન બનાવતી,ઘર સાફ કરતી,કામ કરતી,દોડતી જોવા મળે છે,એના માટે એને સમય જ નથી..પેલા એને ગમે એવા વસ્ત્રો પહેરતી,એને પૂછીને તૈયાર થતી,એને ૩૦ મિનિટ મળવા મટે ૩ કલાક તૈયાર થવા લગાડી દેતી,સુંદર ગીતો ગાતી,એની માટે તત્પર રહેતી હતી...
એવું નહોતું કે બંને એકબીજાને પ્રેમ નહોતા કરતા પણ પરિસ્થિતિ બદલી હતી....
મિત્રો,જ્યારે તમે કોઈ ને પ્રેમ કરો છો ત્યારે તમને એ વ્યક્તિ દુનિયા સર્વશ્રેષ્ઠ લાગે છે,એની વાત ચીત,કપડાં,દેખાવ,સ્વભાવ બધું જ ખુબજ ગમતું હોય છે...એની સાથે જીવનભર રહેવા માત્ર ની કલ્પના થી જ મન આનંદ માં ઝૂમી ઉઠે છે...પણ લગ્ન કરીને એજ ગમતી વ્યક્તિ સાથે રહેવાનો મોકો મળતાં જ લોકો બદલાઈ કેમ જાય છે ????
અહી થોડું સમજવાનું છે ... કે લોકો બદલાતા નથી,પણ સબંધો બદલે છે...
હવે કદાચ પતિ આખો દિવસ ફોન ના કરે પણ તમારી તબિયત ખરાબ હોય તો પૂછવાનું,ડોક્ટર પાસે આવવાનું, રજા લેવાનું ચૂકતો નથી,ગિફ્ટ આપવાનું ભૂલી જાય તો પણ જરૂરી વસ્તુઓ લાવવાનું ભૂલતી નથી,તારીખો ભૂલી જાય પણ તમારું ધ્યાન રાખવાનું ભૂલતો નથી તો એ પ્રેમ નથી ???
પત્ની જો પેલા જેવી નથી દેખાતી તો એ કોના માટે કરે છે બધું? તમારું ઘર પરિવાર સાચવવા માં જ એ લાગેલી હોય છે ને ? તો એ પ્રેમ નથી ???બાળકો,ઘર બધી જવાબદારીઓ સહિયારી જ છે ને...અડધી રાત્રે ઉંઘ ના આવે તો પૂછતી પત્ની એ પ્રેમ જ છે ને...
૧. લગ્ન પેલા કોઈ ની સાથે ૧-૨ કલાક મળવું અને દિવસ રાત સાથે રહેવું એમાં બહુ જ ફરક છે મિત્રો,૧-૨ કલાક નો સમય માણસ પોતાને સારા માં સારો બતાવી શકે,એને ના ગમતું વર્તન પણ ચલાવી લેશે,પણ જ્યારે રોજ સાથે રહેશો તો એ ક્યારેક કંટાળી પણ જશે...તમે પણ લગ્ન પહેલા એને ખુબજ પસંદ કરતા હોવ પણ અમુક આદતો સાથે રહેવા થી જ ખ્યાલ આવે, તો એકબીજાને સ્વીકારવાના છે..
૨. લગ્ન પેલા ફોન પર આખો દિવસ વાતો કરી શકાય કારણ કે ત્યારે એક એક મધ્યમ છે સંપર્ક માં રહેવાનું,પણ લગ્ન પછી જ્યારે દિવસરાત સાથે રહેવાનું હોય ત્યારે એક સુરક્ષા ની ભાવના આવી જશે છે, કે હવે એ મારી પાસે છે,મારી સાથે છે,મને મૂકીને ક્યાંય નહિ જાય,એટલે માણસ હળવો થઈ જાય છે,એનો અર્થ એ નથી કે પ્રેમ નથી.
3. સાથે રહેવાથી એક બીજાની સારી નરસી આદતો,પસંદ નાપસંદ,વિચારો વગેરે સમજશે,એમાં બધું તમને ગમે એવું ના પણ હોય પણ આપના જીવન ના ભાગીદાર નો આપના જીવનસાથી નો સંપૂર્ણપણે સ્વીકાર કરવાથી ઘણું બધું સહેલું થઈ જશે સાથે જીવવું...
૪. લગ્ન પહેલા અને પછીનું જીવન ઘણું બધું બદલાઈ જાય છે,એટલે એ બંને ની સરખામણી કરવા કરતાં,હવે પછી વધુ સારી રીતે કઈ રીતે રહી શકાય એના વિશે વિચારવું,મુક્ત મને વિચારો વ્યકત કરવા, શું ગમે છે, શું નથી ગમતું એ એકબીજાને જણાવવું...પેલા જેવું ના થાય તો કઈ નઈ પણ જે થઈ શકે એ ચોક્કસ કરવું...
માનવ અને માલવિકા ને એમના દોસ્તો એ આ વાત સમજવી,અને ફરી એમનું જીવન પ્રેમમય બની રહ્યું....સમજણ ખુબજ જરૂરી છે પ્રેમ સાથે જીવવા માટે..
મિત્રો, કોઈ ની સાથે એક રૂમ માં રહેવું હોય તો પણ ઓને કેટલું અનુકૂળ થઈ જઈએ છીએ,તો જેની સાથે આખું જીવન સારો ખરાબ સમય,બાળકો,વ્યવહારો અને બીજી કેટલીય બાબતો જીવવાની છે, એ એમ જ સતત પ્રયત્ન વિના કેમ થાશે ????
મિત્રો,તમારા પ્રતિભાવો જરૂર થી જણાવજો....આભાર