એક યુવક અને યુવતી ઘણાં સમયથી એકબીજાનાં પ્રેમમાં હતાં. યુવક યુવતીને ખૂબ ચાહતો હતો. બંને જણ જોડે ખૂબ ફર્યા હતા. પરંતુ યુવકને છેલ્લા કેટલાંક વખતથી એવું લાગતું હતું કે યુવતીના મનમાં કાંઇક ઘોળાઈ રહ્યું છે. એ ખુલીને વાત નથી કરતી.
એક વખત એ લોકો લોન્ગ ડ્રાઇવ પર ગયાં હતાં. આખા રસ્તે યુવકને એવું લાગ્યું કે યુવતી હંમેશા કરતા વધારે શાંત બની ગઈ છે. પરંતુ વાત શરૂ કરવાની એવી હિંમત ન ચાલી . થોડેક આગળ ગયાં પછી એણે હાઈવે પર સાઈડમાં કાર પાર્ક કરી. પછી ખિસ્સામાંથી એક ચિઠ્ઠી કાઢીને યુવતીને આપી. યુવતીએ ચિઠ્ઠી લઈને પર્સમાં મૂકી અને કહ્યું, હું ઘરે જઈને નિરાંતે વાંચીશ;
યુવકને એ પણ નવું લાગ્યું. એણે કહ્યું. તું મને કંઈ કહેવા માગે છે? છેલ્લા થોડાક દિવસોથી તારે કંઈક કહેવું હોય અને કહી ન શક્તી હો એવું મને લાગે છે, તારા મનમાં કંઈક ધોળાતું હોય એવું મને લાગે છે. બોલ , શુ કહેવું છે તારે?
યુવતી જરાક થોથવાઈ, પછી બોલી, હું.... હું.. કહેવા માગું છું કે , હું આઈ મીન , આપણે હવે જોડે રહી શકીએ એવું મને નથી લાગતું . મારું મન કહે છે કે હું તને નથી ચાહતી અને એટલે જ હું માનું છું કે હવે આપણે છુટા પડી જવું જોઈએ..!
યુવક સ્તબ્ધ થઈ ગયો. પેલી યુવતીને નીચે ઉતારી સમજાવવા માટે એ કારમાંથી ઉતરવા ગયો , જેવું એણે પોતાની તરફનું બારણું ખોલ્યું અને નીચે પગ મુક્યો, બરાબર એજ વખતે બાજુમાંથી ખૂબ જ ઝડપે પસાર થતા એક વાહને એને તક્કર દીધી. ટક્કર એટલી જોરદાર હતી કે એનું સ્થળ પર જ મૃત્યુ થઈ ગયું.
એના મૃત્યુને થોડા દિવસો વીતી ગયા. એ પછી એ યુવતીને અચાનક યાદ આવ્યું કે પેલા યુવકે એને એક ચિઠ્ઠી આપી હતી. જે એણે એ વખતે પર્સ માં મૂકી દીધી હતી, અકસ્માતની ધમાલમાં એ સાવજ ભુલાઈ ગઈ હતી. એણે પર્સમાંથી ચિઠ્ઠી બહાર કાઢી. મૃત્યુ પામનાર યુવકે એમાં લખ્યું હતું કે, ડિયર' હું તને અત્યંત ચાહું છું મને લાગે છે કે જે દિવસે તું મને પ્રેમ નથી કરતી એવી મને ખબર પડશે એ દિવસે કદાચ મારી જિંદગીનો અંતિમ દિવસ હશે, કારણકે તારા વિના હું જીવતો રહી શકું એવું મને તો નથી લાગતું.. !!
આ વાર્તા અહીં જ પુરી થાય છે.. શબ્દો મારે 500 પુરા કરવા માટે.. પ્રેમના ચાર બ્લોગ હું લખું છે.. તમને ગમશે એવી આશા સાથે...
1) મને નથી લાગતું કે તને કયારેય સમજાયે કે તું મારા માટે કેટલી ખાસ છે... અને મારી સહુથી વધુ અંધારી વાતમાં... , તું જ મારો સૌથી ઝળહળતો તારો હશે.. (સિતારો હશે).. તેની ય તને કદાચ ખબર નથી . અને નથી પડવાની..
2) જીવનમાં એવી વ્યક્તિઓનો ભરોસો ન કરશો જે સમય પ્રમાણે પોતાની લાગણીઓ બદલતી હોઈ.. એવી વ્યક્તિઓ પર વિશ્વાસ મુકજો કે સમય ભલે બદલાય પણ જેની લાગણીઓ ન બદલાય....
3)"ફ્રેન્ડશિપ અને લવશિપ વચ્ચેનો જો તફાવત નહીં સમજાય તો જીંદગીભર એ વાતથી પસ્તાવવાનો વારો આવશે કે જે બેસ્ટ લાઈફ પાર્ટનર બનવાને સક્ષમ હતો એને માત્ર એક સારા મિત્રો ગણીને જીંદગીભર માટે છોડી દીધો "
4) માણસનાં એકલાં હોવું એ પ્રાકૃતિક સચ્ચાઈ છે માણસ કમનસીબે એ સ્વીકારી નથી શકતો એટલે પ્રેમ કરે છે અને પછી પ્રેમ એને એ વાત ની ખાતરી કરવી દે છે કે એ એકલો જ રહેવાનો છે . Thk