મારી આગળ ની સ્ટોરી પેન, પેન્સિલ અને પુસ્તક જો તમે વાંચી હોય તો તમને યાદ હશે કે મે તેમાં એક "Turning Point" વિશે લખ્યું હતું. તો હવે એ સમય આવી ગયો છે કે હું તમને તેની વિશે વધારે જણાવું.
"વળાંક : A Turn of Life" મારા જીવન નો મહત્વ નો ભાગ, કે જ્યાર પછીથી મારા જીવનના, કે પછી એમ કહું કે મારા કરિયર માં મહત્વ ના ફેરફારો થયા. મારે અહી વળાંક શબ્દ એટલા માટે પ્રયોજવો છે કે જેનો અર્થ હું અહી ચોક્ક્સ પણે સ્પષ્ટ કરી શકું છું. આ વળાંક થી મારા જીવન ની ચાહ અને રાહ બંને બદલાઈ ગઈ. એમ કહી શકું કે મારી દશા અને દિશા બંને બદલાઈ ગઈ. દરેક નાં જીવનમાં પોતાનો જીવવાનો અને ભણવાનો હેતુ અલગ અલગ હોય છે. મારો ભણવાનો હેતુ સારી નોકરી મેળવવાનો, સમાજમાં પ્રતિષ્ઠા બનાવવાનો તથા માન, મર્યાદા અને મોભો મેળવવાનો હતો. એટલા માટે હું કોમ્પ્યુટર સોફ્ટવેર એન્જિનિયર બનવા માંગતો હતો. કારણકે તે સમયે તેઓનું તથા ડોક્ટરોનું માન સમાજમાં વધારે હતું. આજે પણ તેટલુંજ છે પરંતુ તેઓ ત્યારે પૂજાતા હતા એમ કેવું કઈ ખોટું નથી.આથી મે એન્જીનીયર બનવાનો નિર્ણય લીધો. ડોક્ટ બનાવવાનાં મારા પિતા પાસે પૈસા નહોતા. એટલે એ તો મે માંડી જ વાળ્યું. આવા તો પૂરા દેશ માં કેટલાય મારા જેવા છોકરાઓ હતા જેઓ એન્જીનીયરીંગ કરીને પોતાનું કરિયર અને જીવન બનાવવા માંગતા હતા. તેઓનો હેતુ પણ કઈક મારા હેતુ જેવોજ હતો. તેઓ પણ આજ લક્ષ્ય લઈને બેઠા હતા. ધોરણ દસ નાં અભ્યાસ પછી આગળ નાં ભણતર માટે હેતુ મુજબ સાયન્સ એ એન્જીનીયર બનવા માટેનું પહેલું પગથિયું હતું. અને આ પગથિયું જ મારા જીવનમાં ખુબજ મોટો બદલાવ લાવે છે. અને ખરેખર બને છે "વળાંક : A Turn of Life"
મારા દ્વારા મારા વિસ્તાર ની નજીક ની સાયન્સ વિભાગ ધરાવતી ઉચ્ચતર માધ્યમિક શાળા માં પ્રવેશ મેળવી લેવાયો. વેકેશન પૂર્ણ થયા ઉપરાંત તરતજ સાયન્સ નું ભણતર શરૂ થઈ ગયું. અને મારી ખરી કસોટી પણ શરૂ થઈ ગઈ. કેમ કે સાયન્સ મેહનત ની ખુબજ માંગ કરે. અને હું તેના માટે ટેવાયેલો નહોતો. મારી મહેનત ખુબજ ઓછી પડતી. આથી મારે અઠવાડિક પરિક્ષા કે મહિના નાં અંતે લેવાતી પરિક્ષાઓમાં સારું પરિણામ ન આવતું. બે મહિના આમજ વીતી ગયા. એ સમયે આમરી શાળાના સાયન્સ વિભાગ ના આચાર્ય હતા Mr. Joshi. જેના વિશે મે પેન, પેન્સિલ અને પુસ્તક ની સ્ટોરી માં વિગતવાર વર્ણન કરેલ છે. આચાર્ય દ્વારા દરેક વિદ્યાર્થીઓ ની પર્સનલ મીટિંગ કરવામાં આવી. હું પણ આ પધ્ધતિ માંથી પસાર થયો. મારું પરિણામ જોવામાં આવ્યું અને આ ઉપરાંત મારું ઇન્ટરવ્યુ પણ લેવામાં આવ્યું. તે શિક્ષક શ્રી એ મને બધીજ રીતે અવલોકિત કર્યો પછી મને મારા માતા કે પિતા સાથે બીજા દિવસે મીટિંગ માટે બોલાવ્યો. મારા મમ્મી સાથે બીજા દિવસે હું શાળાએ પહોંચ્યો. મારા મનમાં ખુબજ મોટો ડર હતો. સ્વાભાવિક રીતે દરેક છોકરાના મનમાં આવો ડર રહેતો હોય જ છે. ડર એ વાતનો કે ક્યાંક શિક્ષક આપણા માતા પિતાને આપણા શાળા માં થતાં વર્તન કે તોફાન મસ્તી ની ફરિયાદ નાં કરે. જો આમ થાય તો ઘરે જવું મુશ્કેલ થઈ પડે. ઘરે જઈને આપણો તો વારો જ પડી જાય ને. બધી બાજુએ થી આપણા પર ઠપકાઓ નો વરસાદ થાય. સૌથી મોટો ડર પિતાજીનો હતો. તેઓ મગજ નાં થોડા તીખા એટલે હાથ તરતજ ઉપાડી લે. અને એ જ માર નો ડર હોય. તે દિવસ ની આચાર્ય ની મુલાકાત માં તેઓએ મારી માતાને કહેલું કે મારે પોતાનું લક્ષ્ય બદલવું જોઈએ. તેઓએ મારા એન્જીનીયર ના સપનાને મૂકીને એક શિક્ષક બનવા પર ભાર મૂક્યો. તેઓના મત મુજબ મારી વાતચીત કરવાની તથા કોઈપણ વાત ને સરળતાથી સમજાવવાની તથા ધીરજ ખુબજ સારી હતી. જે ગુણો માત્ર કોઈ શિક્ષક માજ હોઈ શકે તેવું તેમનું કહેવું હતું. તેના પર મને મારા કરતાં પણ વધારે ભરોસો હતો.પ આ વાત મે ગાંઠ વાળી લીધી. અને મે મારી રાહ તેમના કહેવા મુજબ બદલી નાખી. આ મારા જીવન નો સાચો વળાંક હતો કે ત્યાર પછી મે પાછું વળીને નથી જોયું.
મારા આત્યાર સુધીના જીવન માં મે ક્યારેય પણ શિક્ષક દિવસ માં ભાગ નહોતો લીધો.મને સ્ટેજ થી ડર લાગતો હતો. હું સ્ટેજ પર ચડીને વક્તવ્ય આપવાથી ડરતો હતો. અને હવે મે જે કરિયર નો રસ્તો અપનાવ્યો હતો તે મને એક શિક્ષક નાં જીવન તરફ દોરી જતો હતો. તેમાં મારે ખુબજ મોટા પડકારોનો સામનો કરવાનો અને તેને જીતવાના હતા. જેમાં મારો નાતી સ્ટેજ સાથે જોડાયેલો રહેવાનો હતો. તદુપરાંત એક સારા શિક્ષક બનવા માટેના ગુણોને મારા જીવનમાં ઉતારવાના અને શીખવાના હતા. જેમકે વાલી અને વિદ્યાર્થીઓ સામે રજૂ થવું, સ્ટેજ નો ડર મનમાંથી કાઢવો, જનરલ નોલેજ માં વધારો કરવો, વિષય વસ્તુ પર ધ્યાન આપવું, અને વધુ સરળતાથી સમજાવી શકાય તેવી વાતો કરતા શીખવું, ધિરજતાથી વર્તન કરવું, કોઈપણ પરિસ્થિતિ માં મન ને શાંત અને કાબૂમાં રાખવું, પોતાના ગુસ્સા પર પૂરેપૂરું નિયંત્રણ રાખવું, સામેવાળા વ્યક્તિ તેની વાત પૂરી કરે તે પહેલા તેની વાતો નો મર્મ સમજતા શીખવું અને તેમને સંતોષકારક જવાબો આપવા વગેરે જેવી બાબતો નું ઘડતર કરવાનું હતું. તે પહેલાં મારે ધોરણ 12 પછીનો અભ્યાસ પુરો કરવાનો હતો.
મે મારું ડિગ્રી મેળવવાનું કાર્ય સફળતા પૂર્વક પૂર્ણ કર્યું હતું. તે સાથે મે કૉલેજ નાં બીજા વર્ષ દરમિયાન જ શિક્ષક બનવાની તૈયારી શરૂ કરી દીધી હતી. તેના માટે મને મારા શહેર ની એક નામાંકિત સંસ્થા કે જે વિદ્યાર્થીઓ ને ભણાવતી હતી તેમણે મને મદદ કરી. તેને મને તેના વર્ગો માં ભણાવવા માટે સ્ટેજ પુરું પાડ્યું હતું. અને હું અહીંથી ઘણું બધું શીખ્યો છું. જીવન કઈ રીતે જીવવું, સમય સાથે કેમ ચાલવું, પરિવર્તનો નો સામનો કઈ રીતે કરવો, દરેક પરિસ્થિતિમાં કેવી રીતે ટકી રહેવું અને બીજાને તે સ્થિતિમાં ઉભા રહેવા કઈ રીતે મદદરૂપ થવું વગેરે જેવી બાબતો ઉપરાંત પણ ઘણું બધું શીખ્યો છું. હું મેનેજમેન્ટ પણ અહિથીજ શીખ્યો છું. અને આજે હું સફળ રીતે મેનેજમેન્ટ કરતો થયો છું.
હું એ સંસ્થા તથા એ આચાર્ય નો ખુબજ આભારી છું. જો આજે પણ ક્યાંક તે શિક્ષક મને મળે તો હું તેમને મારા જીવન માં આવવા બદલ અને મારું જીવન પરિવર્તન કરવા બદલ આભાર વ્યક્ત કરવા માંગુ છું. હું મન ભરીને તેમની સાથે વાતો કરવા માંગુ છું. હું તેમને પગે લાગીને તેમના આશીર્વાદ લેવા માંગુ છું. હું ભગવાન ને પ્રાથના કરું છું કે મારા જીવન માં એકવાર ફરી તેમની મુલાકાત થાય. અને હું તેમનો દિલથી આભાર વ્યક્ત કરી શકું.
આભાર