આગળ ના ભાગ માં આપડે જોયું કે દિવ્યેશ ને મનીષ નો એક કાગળ મળે છે જે વાચ્યા વગર તિજોરી માં મૂકી દે છે અને અલ્પા કહે છે તેને કોઈ ની સાથે પ્રેમ છે હવે સ્ટોરી શું થાય છે તમે જાતેજ જોવો
બધા બીજે દિવસે કોલેજ જાય છે અને આ રીતે પાચ મહિના કેમ નીકળી જાય છે એ ખબર નથી પડતી હવે મનીષ અને દિવ્યેશ વચ્ચે ખૂબ સારી દોસ્તી થઈ ગઈ છે હવે તે શહેર આજણ્યું નથી રહ્યું અને દિવ્યેશ અને અલ્પા ની કેમિસ્ટ્રી પણ બદલાઈ ગઈ છે તે દોસ્તી થી ધીરે ધીરે પ્રેમ તરફ આગળ વધી રહી છે અને તેની સાથે અઠવાડિયા માં બે થી ત્રણ વાર બંને સાથે ફરવા જાય છે સહદેવ ની દોસ્તી પણ જયંત સાથે થાય છે અને તેની સાથે કોલેજ ની બીજી એક છોકરી અવની સાથે સહદેવ ની દોસ્તી થાય છે આ ઉપરાંત તે દિવસે મનીષ અને જયંત સાથે રહેલી તે છોકરી નું નામ કોમલ હોય છે જે મનીષ ની ગર્લફ્રેન્ડ હોય છે.હવે 31st નજીક આવી રહી હોય છે અને તેથી દિવ્યેશ અને સહદેવ તેની તૈયારી માં જયંત અને મનીષ સાથે હોય છે હા એજ 31st જે દિવસે પ્રેમ અને તેની પ્રેમિકા આરતી એ આત્મહત્યા કરી હતી કે કદાચ હત્યા થઈ હતી
"કવિતા,જલ્દી કર મારે મોડું થાય છે કાલે 31st છે અને ઘણી તૈયારી બાકી છે મારો રૂમાલ જલ્દી ગોતી દે"દિવ્યેશ પોતાની બૂટની લેસ બાંધતા બોલ્યો
"અરે! યાર તો એક જગ્યાએ મૂકતો હોય તો ખમ થોડી વાર"કવિતા એ કબાટ માં કપડાં ઉપર નીચે કરતા કહ્યું આટલી વાત કરતા કવિતા ને રૂમાલ મળી જાય છે આથી તે દિવ્યેશ ને આપે છે પછી તે અને સહદેવ નીકળે છે કોલેજ જવા અને તે દિવસે રવિવાર હોવાથી બીજા બધા ઘરેજ હતા
દિવ્યેશ અને સહદેવ કોલેજ પહોંચે છે અને ત્યારે દિવ્યેશ ના ફોન પર અલ્પા નો કોલ આવે છે આથી તે સહદેવ થી થોડો અલગ જઈ ફોન રીસિવ કરે છે
"હા બોલ"દિવ્યેશે કહ્યું
"કાઈ નહિ આજે રવિવાર છે તો ચાલ ને સ્કાઈ મોલ માં જઈએ"
"અરે! હું આજે હું પાર્ટી ની તૈયારી માં છું"દિવ્યેશે કહ્યું
"અરે! યાર તે પણ મૂડ ખરાબ કરી નાખ્યું"અલ્પા એ ઉદાસ સ્વર માં કહ્યુ
"અરે કામ કર કવિતા સાથે જઈ આવ"દિવ્યેશે કહ્યું
"હા ચાલ હું કઈક કરું"અલ્પા એ બિલકુલ નીરસ સ્વરે કહ્યુ અને ફોન કટ કર્યો
પછી બધા થઈ બપોર સુધી પાર્ટી નું ડેકોરેશન પૂરું કરે છે અને ત્યાંથી બધા છૂટા પડતાં હોય છે ત્યાં દિવ્યેશ ને પેલો કોલેજ નો સ્ટોર રૂમ યાદ આવે છે એટલે તે મનીષ અને જયંત ના ગયા બાદ સહદેવ ને ત્યાં જવાનું કહે છે પહેલા સહદેવ આનાકાની કરે છે પણ તેમ છતાં દિવ્યેશ તેને ત્યાં લઈ જાય છે તે ભાગ કોલેજ નો સાવ સુમસાન ભાગ હતો કારણ કે ત્યાં કોઈ ક્લાસ ન હતો ત્યાં ખાલી બધા રૂમો ખાલી હતા અને સામે હતો સ્ટોર રૂમ!! તેની બાજુમાં એક નાનો દરવાજો જે કોલેજ ની પાછળ ખૂલતો હતો સ્ટોર રૂમ બહાર લખ્યું હતું
"Access to this room is restricted" મતલબ કે આ રૂમ માં પ્રવેશ પ્રતિબંધિત છે
"ચાલ અહીંથી મને અહી ઠીક નથી લાગતું"સહદેવે ધીમા સ્વરે કહ્યું તેમ છતાં તેનો પડઘો પડ્યો દિવ્યેશને તે દરવાજો ખોલવો હતો પણ સહદેવે ફોર્સ કર્યો એટલે તે ત્યાંથી જવા તૈયાર થયો
તે બંને પાછળ ફરે છે ત્યાં પાછળ કોઠારી મેમ આવતા હોય છે દિવ્યેશ અને સહદેવ ને થયું આજ તો ગયા કામથી તે બંનેએ ફોર્માલિટી માટે કહ્યું"ગુડ આફ્ટરનૂન મેમ"
પણ એ મેમે તેમને હકાર માં મુખ હલાવી ને ત્યાંથી પાછળ ના દરવાજા થી બહાર નીકળી ગયા એટલે દિવ્યેશ અને સહદેવે રાહતનો શ્વાસ લીધો પછી તે બંને ઘર તરફ જાય છે
રાત્રે બધા રોજ ની આદત મુજબ કવિતા ના રૂમ માં અલ્પા સહિત બધા બેઠા હોય છે ત્યારે કવિતા કહે છે"આજે તમે બંને પેલા રૂમ પાસે ગયા હતા તો શું થયું"
"તને કોને કીધું"દિવ્યેશે આશ્ચર્યના ભાવ થી પૂછ્યું એટલીજ વાર માં તેની નજર સહદેવ તરફ ગઈ એટલે સહદેવે ઈશરાથીજ માફી માગી
"કાઈ નહિ હવે એ દરવાજો તો માટે ખોલવો જ રહ્યો"દિવ્યેશે ગંભીતાપૂર્વક કહ્યું
આટલું સાંભળતા જ બધા દિવ્યેશ પાસે આવીને ઊભા રહી ગયા અને હાર્દિકે કહ્યુ"આ શું કહે છે!"
"નહિ ભઈલા તું આવું કોઈ રિસ્ક નહિ લે"કવિતા એ થોડા ડર મિશ્રિત ભાવે કહ્યું
"હા એની શી જરૂર છે તારે"અલ્પાએ કહ્યું
"અરે તેમાં એક આત્મા કેદ છે જેટલી તેને વધુ કેદ રાખવા માં આવશે એટલી તે વધુ ક્રોધિત બનશે અને એમ પણ એક આત્મા હજી નથી પકડાણી તો બંને નો ખાત્મો કરવોજ રહ્યો અને મુખ્ય કારણ કે છેલ્લા બે વર્ષ મા ૧૪ વિદ્યાર્થી અને ૨ પ્રોફેસર નું કારણ વગર મોત થયું છે તો એ કાઈ સામાન્ય થોડું કહી શકાય એનાથી આપણા જીવ ને પણ ખતરો છે આ વાત મને કોમલે કહી અને આ વાત કોલેજ વાળા બહાર નથી આવવા દેતા કારણ કે તેનાથી તેમની કોલેજ પર અસર પડે તો તે દરવાજો તો ખોલવોજ રહ્યો કોણ કોણ મારી સાથે છે"દિવ્યેશે કોમલ દ્વારા જણાવેલી વાત બધા ને જણવતા કહ્યું
દિવ્યેશ ની વાત સાંભળી તેમ છતાં પણ કોઈનું મન નહોતું માનતું કેમ કે આ બધું એટલું ઝડપી થઈ રહ્યું હતું.
પણ અલ્પા એ કહ્યું"આઇ એમ વિથ યુ"
દિવ્યેશ કહ્યું"એનો આગળ નો નિશાનો કોઈ પણ હોઈ શકે તો આપડે આ તો કરવું જ રહ્યું"
પછી બધાએ પરાણે માથું ધુણાવ્યું
"બોલ તો શું કરવાનું છે"આલ્પાયે દિવ્યેશ તરફ જોઈને કહ્યું
"જો કાલે 31st છે તો રાત્રે હું જઈશ તે દરવાજો ખોલવા"દિવ્યેશે પહેલેથીજ વિચારીને રાખેલું બધા સામે પ્રસ્તુત કર્યું
"હું પણ તારી સાથે આવીશ"સહદેવે કહ્યું
"ના યાર મનીષ અને જયંત આપણને બંને ને એક સાથે નહિ જોવે તો જરૂર ગોતશે"દિવ્યેશે તેને ના પાડતા કહ્યું
"તો હું આવીશ અને હા મને ના નો પડતો" અલ્પાયે કહ્યું
"હા ઓકે બાબા"દિવ્યેશ હસતા હસતા કહ્યું
તે બધા ને આ એક નજીવી વાત લાગી રહી હતી પણ આ એક ભૂલ થી તેમની જિંદગી કઈક અલગજ દિશા માં જવાની હતી
પછી અલ્પા ઉભી થઇ અને કહ્યું"તો ચાલ મને કોફી પીવા માં કંપની દેવા"
હા આ પણ હવે નિત્યક્રમ બની ગયો હતો
એ બંને જાય છે અને સહદેવ અવની સાથે વાત કરવા માં વ્યસ્ત થઈ જાય છે જ્યારે કવિતા ટીવી જોવામાં અને પેલા ત્રણેય સૂઈ જાય છે અને આ બધા ને ક્યાં ખબર હતી કે તેમની જીંદગી હવે એક એવા મોડ પર જવાની છે જ્યાં કોઈ ના તો એમની ચીસ સંભાળવા હશે કે નાતો મદદ કરવા
ક્રમશ: