"ગુડ ઇવનિન્ગ" રાજે પણ સામે જવાબ આપ્યો.
"શું હું તમારો કોઈ હેલ્પ કરી શકું છુ હું અહીંયા ગાઈડ તરીકે સેવા આપું છુ ?" એ માણસે કહ્યું.
"થેન્ક યુ પણ હું જાતે જ એક હિસ્ટોરિયન(ઇતિહાસકાર) છુ અને ....." હજુ રાજ ની આ વાત પુરી થાય તે પહેલા જ તે બોલ્યો," ઓહ સુપર્બ આ બિલ્ડીંગ અગરિપ્પા એ ૨૭ b .c . માં બનાવી હતી.
" હા અને ૧૨૬ A .D માં એમ્પરર હેડરિઅન દ્વારા ફરીથી રીબીલ્ડ કરવામાં આવી હતી " રાજે કહ્યું.
"એકદમ સાચી વાત અને એક ધર્મશાસ્ત્રી એ આ બિલ્ડીંગ ને હાઉસ ઓફ ડેવિલ(શેતાન નું ઘર) નામ આપ્યું હતું. " ગાઈડ બોલ્યો.
*****************
આ બાજુ લોરા આગળ ચાલતા ચલતા રાફેલ સેન્ટી ની કબર જ્યાં મૂકી હતી ત્યાં આવી ગઈ . તેમની કબર ની આગળ બેરીયર મુકેલા હતા. લોરા દૂરથી કબર ની ઉપર લખેલું લખાણ વાંચી રહી હતી. તેને એ વાંચી ને ઝાટકો લાગ્યો તેને ફરી ને ફરી એ લખાણ વાંચ્યું અને તેની આંખો પહોળી થવા લાગી જાણે કે તેને કોઈ ભૂત જોઈ લીધું હોય. તે સીધી એ તરફ થી રાજ જ્યાં હતો એ તરફ દોડવા લાગી.
****************************
રાજ હજુ પણ ત્યાં ગાઈડ સાથે વાતો કરી રહ્યો હતો.ત્યાં લોરા દોડતી તેની તરફ આવી.
"રાજ રાજ ઓહ્હ રાજ." અચાનક લોરાના મોં થી પોતાનું નામ સાંભળતા રાજ તેની તરફ ફર્યો.
"લાગે છે કે આ તમારા વાઈફ છે " ગાઈડ એ રાજ ને કહ્યું.
લોરા એ તે ગાઈડ ને ઇગ્નોર કરતા રાજ ની તરફ ફરીને પૂછ્યું," રાજ ગેલેલીયો નો ડાયાગ્રામ ક્યાં છે? મને હમણાં જ જોવો છે."
રાજ હજુ કંઈક જવાબ આપે તે પહેલા ગાઈડ વચ્ચે બોલ્યો,"ઓહ મિસ મને બહુ જ આનંદ થાય છે તમારા જેવા લોકો ને મળી ને જેમને હજુ પણ ઇતિહાસ માં રસ છે પરંતુ ગેલેલિઓ નો ડાયાગ્રામ અહીંયા નથી તે વેટિકન ના સિક્રેટ આરકાઈવ માં છે."
"પ્લીસ એક્ષસ્ક્યુઝ મી ." લોરા રાજ નો હાથ પકડી ને રાજ ને દૂર લઇ ગઈ.
"રાજ મને હમણાં જ ડાયાગ્રામ જોવો છે ક્યાં છે મને હમણાં જ આપો."
"હા અહીંયા જ છે મારી પાસે પણ કહો તો ખરા કે શું થયું."
"તેની ઉપર કોઈ તારીખ લખેલી છે જો હોય તો મને કહો."
"હા એક જ મિનિટ." રાજ ધીરે રહી ને તેના પોકેટ માંથી ગેલેલિઓ નો ડાયાગ્રામ નીકળે છે અને તેની પર ની તારીખ વાંચી ને તેના પોકેટ માં મૂકે છે .
"૧૬૩૯" તે બોલ્યો જો કે તારીખ તો રોમન લેટર્સ માં લખેલી હતી પરંતુ રાજ તેને ટ્રાન્સલેટ કરીને કહે છે.
"કેમ લોરા મને કહો તો ખરા કે શું વાત છે?"
"રાજ આપડે બહુ જ મોટો મુસીબત છે અત્યારે બહુ જ મોટી મુસીબત માં."
"શું થયું અચાનક તમે આવી વાતો કેમ કરો છો કહો મને લોરા."
"રાજ તારીખ મેચ નથી કરતી ."
"કઈ તારીખ?"
"રાફેલ સેન્ટી ની કબર અહીંયા ૧૭૫૯ સુધી આવી ના હતી ડાયાગ્રામ પબ્લીશ થઇ તેની એક સેન્ચુરી સુધી."
"હા પણ રાફેલ નું મ્ર્ત્યુ તો ૧૫૨૦માં થયું હતું ને અને તેના પછી જ ગેલેલિઓ એ ડાયાગ્રામ લખ્યું તો બરાબર છે ને તેમને ઈલ્લ્યુમિનાટી માટે રસ્તો અહીંયા થી જ બનાવ્યો."
"હા બરાબર પણ તેમની કબર પહેલા બીજે ક્યાંક હતી અને પછી અહીં લેવામાં આવી હતી."
"શું વાત કરો છો તમે લોરા?"
"હા જુઓ મેં હમણાં જ રાફેલ સેન્ટી ની કબર પાસે વાંચ્યું કે તેમની કબર ને રિલોકેટ કરવામાં આવી હતી પૅથીઓન માં ૧૭૫૮ માં . મતલબ કે જયારે પોએમ લખાઈ ત્યારે આ કબર અહીંયા હતી જ નહિ.પરંતુ બીજે ક્યાંક હતી."
લોરા એ લગભગ રડમસ અવાજે કહ્યું.
"ઓહ્હ નો....." રાજ ના મોંમાંથી બસ આટલો જ અવાજ નીકળ્યો.
"એનો મતલબ છે કે આપણે ખોટી જગ્યાએ છે."
"ના હોય શકે લોરા આવું ના થઇ શકે આપણી પાસે સમય ખુબ જ ઓછો છે."
લોરા એ રાજ ની વાત સાંભળી નહિ અને ત્યાંથી દોડી ને સીધા પેલા ગાઈડ પાસે જતી રહી અને તેને પૂછ્યું ,"એક્સસ્ક્યુઝમી શું તમે મને જણાવી શકો કે રાફેલ સેન્ટી ની કબર અહીંયા લાવ્યા એ પહેલા ક્યાં હતી?"
"આ એક જ રાફેલ સેન્ટી ની કબર છે જેના વિષે હું જાણું છુ જે અહીંયા જ છે ઘણા વર્ષો થી અહીંયા જ છે."
" જો રાફેલ સેન્ટી ની કબર રોમ માં ૧૬૫૫ સુધી ના હતી તો પછી પોએમ શું કહેવા માંગે છે ? સેન્ટી ની અર્થલી ટૂંબ (કબર) અને ડિમોન્સ હોલ નો મતલબ તો આજ છે . વ્હોટ ઘી હેલ? "રાજ મન માં વિચારવા લાગ્યો.
"શું કોઈ બીજા આર્ટિસ્ટ છે જેમનું નામ રાફેલ સેન્ટી હોય?" લોરા એ ગાઈડ ને પૂછ્યું.
"ના આ એક જ રાફેલ સેન્ટી છે ." ગાઈડ એ જવાબ આપ્યો.
"શું એવા કોઈ કે રાફેલ કે પછી સેન્ટી નામના કોઈ માણસ હોય જે પોએટ , સાયન્ટિસ્ટ કે પછી એસ્ટ્રોનોમર હોય?" લોરા એ ફરી થી ગાઈડ તરફ ફરી ને પૂછ્યું.
"નો મેમ બસ આ જ એક રાફેલ સેન્ટી છે . રાફેલ સેન્ટી ઘી આર્કિટેક્ટ."
"આર્કિટેક્ટ? મને જ્યાં સુધી ખબર છે ત્યાં સુધી એ તો પેઈન્ટર હતા ને?" લોરા એ આષ્ચર્ય થી પૂછ્યું.
"હા એ બંને હતા. જેમ બીજા બધા હતા જેમ કે માઈકલ એન્જેલો, દા વિન્ચી તેમ રાફેલ પણ બંને પેઈન્ટર અને આર્કિટેક્ટ હતા."
"રાફેલ સેન્ટી આર્કિટેક્ટ પણ હતા અને જો હતા તો તેમના માત્ર બે જ કામ હતા એક તો મોટા મોટા ચર્ચ ડિઝાઇન કરવાના અને જયારે કોઈ મહાન માણસ મરી જાય ત્યારે તેમની કબર ને ડિઝાઇન કરવાનું ..... સેન્ટી ની કબર..... અર્થલી કબર...... " રાજ ના દિમાગ માં બધું ચાલવા લાગ્યું.
" દા વિન્ચી ની મોનાલિશા....
મોનેટ ના વોટર લીલીસ
માઈકલ એન્જેલો નો ડેવિડ
સેન્ટી'સ અર્થલી ટુંમ્બ........"
"ઓહ્હ્હહ્ યેસ્સસ્સ્સ " રાજ જોરથી બોલ્યો.
"વ્હોટ રાજ?" લોરા બોલી.
"હા પોએમ એવું નથી કહેતી કે સેન્ટી ને જ્યાં દફનાવ્યાં છે એ કબર નહિ પરંતુ તેમણે જે કબર ડિઝાઇન કર્યું હતું એ. લોરા આપણે ખોટી જગ્યા એ આવી ગયા છે. " રાજ એકદમ ટેન્શન માં આવી ને બોલ્યો.
"હા પણ રાફેલ સેન્ટી એ ૧૦૦ થી પણ વધારે કબર ડિઝાઇન કરી છે." લોરા બોલી.
"અરે યાર જેટલો મામલો હું સુલઝાવાની કોશિશ કરું છુ એટલો મામલો ઉલઝી રહ્યો છે."
"શું તમને ખબર છે કે રાફેલ સેન્ટી એ કોઈ કબર ડિઝાઇન કરી હોય?" લોરા ગાઈડ તરફ ફરતા બોલી.
"ઓફ કોર્સ સેન્ટી એ ૧૦૦ થી પણ વધારે કબર ડિઝાઇન કરી છે. પરંતુ તેમણે ચેપલ સાથે કબર વધારે ડિઝાઇન કરી છે."
"શું એમાંથી કોઈ પણ છે જેને સેન્ટી ની અર્થલી ટુંમ્બ એવું નામ આપવામાં આવ્યું હોય."
"ના એવું તો મારા ધ્યાન માં કોઈ નથી."
"ફ્રોમ સેન્ટિસ અર્થલી ટુંમ્બ વિથ ડેમોન્સ હોલ આનો કોઈ મતલબ છે તમારી નજર માં." લોરા જુસ્સા થી ગાઈડ ને સવાલ પર સવાલ કરી હતી.
" ના મને નથી ખબર એનો શુ મતલબ છે." ગાઈડ બોલ્યો.
"ડિમોન'સ હોલ... યેસ્સ શું સેન્ટી ની ડિઝાઇન કરેલી કોઈ કબર કે ચેપલ માં ઓક્યુલસ છે?"
"................." ગાઈડ વિચારવા લાગ્યો.
૨ મીન જેટલો સમય જતો રહ્યો પણ હજુ ગાઈડ વિચારવા માં જ હતો.
"પ્લીસ સર જલ્દી " લોરા અને રાજ ની ધીરજ ખૂટી રહી હતી.
"હા મારા ધ્યાન માં છે એક ચિગી ચેપલ."
"ક્યાં આવેલું છે એ." લોરા અને રાજ એક સાથે બોલ્યા.
"અહીંયા થી એક માઈલ નોર્થ માં."
"થેન્ક યુ વેરી મચ. " લોરા અને રાજે દરવાજા તરફ ભાગતા ભાગતા કહ્યું.
"હૈય વેઈટ......." ગાઈડ બોલ્યો તો લોરા અને રાજ ભાગતા અટકી ગયા.
"હવે શું થયું ?"
"મને હમણાં જ એક વિચાર આવ્યો." ગાઈડ બોલ્યો.
"ઓહ્હ્હ નો પ્લીસ ડોન્ટ તેલ મી કે તમે કોઈ ભૂલ કરી રહ્યા છો."
" ના નથી કરી પણ ચિગી ચેપલ હંમેશા થી ચિગી ચેપલ ના નામ થી નથી ઓળખાતું.પરંતુ પહેલા તેને capella della terra ના નામથી ઓળખવામાં આવતું હતું જેનો મતલબ છે........"
"ચેપલ ઓફ ઘી લેન્ડ?" લોરા એ પૂછ્યું.
"NO CHAPEL OF THE EARTH "
"થેન્ક યુ " લોરા અને રાજ ડોર તરફ ભાગ્યા.
લોરા એ પોકેટ માંથી મોબાઈલ નીકળ્યો અને કમાન્ડર ને ફોન કર્યો. એક જ રિંગ માં કમાન્ડર એ ફોન ઉઠાવી લીધો.
"હા લોરા બોલો."
"કમાન્ડર આપણે ખોટી જગ્યા એ હત્યારા ને શોધીએ છે."
" વ્હોટ ઘી ....." કમાન્ડર ના મોં માં થી ગાળ નીકળી ગઈ.
" THE first altar OF science is chigi chapel "
"એ ક્યાં ? અને મી. રાજે તો કહ્યું હતું કે પેનથીઓન માં તેમની કબર આવેલી છે." કમાન્ડર એ ગુસ્સામાં પૂછ્યું.
" સાન્તા મારિયા કમાન્ડર આ બહેજ કરવાનો સમય નથી તમારા માણસો ને ચિગી ચેપલ માં હમણાં જ મોકલો આપણી પાસે તો સમય ખુબ જ ઓછો છે." લોરા એ કહ્યું અને ફોન કટ કરી નાખ્યો.
રાજ અને લોરા દોડતા હતા પરંતુ લોરા ની દિમાગ રાજ થી પણ તેજ દોડતું હતું. તેણે રાજ નો હાથ પકડ્યો અને અને નજીક ના ટેક્સી સ્ટેન્ડ તરફ લઇ ગઈ.
"સૌથી પહેલી ટેક્સી નો દરવાજો ખોલતા તે જોરથી બોલી," ચિગી ચેપેલ ફાસ્ટ."
"યસ મેમ." તેણે ટેક્સીને ફટાક કરી ને રોડ પર લઇ લીધી.
**********************
બે મિનિટ ની અંદર ટેક્સી ચિગી ચેપેલ ની સામે આવી ને ઉભી રહી ગઈ.
" ૧ મીન વોક " ડરાઇવર એ કહ્યું. કારણ કે ટેક્સી સીધી ચર્ચ પાસે ઉભી રહી શકે તેમ ના હતી માટે ડરાઇવરે સૌથી નાજી ની જગ્યા એ ટેક્સી ઉભી રાખી હતી. રાજે તેણે અમેરિકન ડોલર માં પાયમનેટ કરતા કહ્યું,"કીપ થઈ ચેન્જ." અને ત્યાંથી બંને ચિગી ચેપલ તરફ ભાગવા લાગ્યા. તેઓ ચર્ચ ના પગથિયાં ઉતારીને નીચેની તરફ જવા લાગ્યા. ત્યાં ઉતરીને જોયું તો એક બોર્ડ મારેલું હતું," costruzione non entrance ( કન્સ્ટ્રક્શન ઝોન નો એન્ટ્રી).
રાજ ને ખબર પડી ગઈ કે ચર્ચ નું રીનોવેશન ચાલે છે માટે હત્યારો એકદમ શાંતિ થી અહીંયા કોઈ નું પણ ખૂન કરી શકે છે.હવે અંદર જવાનો બીજો કોઈ રસ્તો શોધવો પડશે. હજુ એ કઈ વિચારે તે પહેલા લોરા બે ફેન્સ ની વચ્ચે થોડી જગ્યા હતી ત્યાંથી અંદર જતી રહી કહેવાની જરૂર નથી રાજ પણ તેની પાછળ ચાલ્યો.
"લોરા બી કેરફૂલ હત્યારો હજુ પણ અંદર હોઈ શકે છે." પરંતુ રાજ ની આ વાત લોરા એ સાંભળી હોય તેવું તેને લાગ્યું નહિ. તેઓ બંને અંદર ચાલ્યા જતા હતા. તેઓ અંદર ચાલ્યા ગયા પરંતુ તેની અંદર નાના નાના આઠ ચેપલ હતા.તેમાંથી તેમણૅ ચિગી ચેપેલ શોધવાનું હતું. ત્યાં હજુ કામ કાજ ચાલી રહ્યું હતું માટે બધો એરિયા પ્લાસ્ટિક થી કવર કરેલો હતો. હજુ તેઓ આમ થી તેમ ચાલી જ રહ્યા હતા ત્યાં દૂર થી ટાવર માં આઠ વાગ્યા ના ડંકા સંભળાયા. તેઓ હવે એકદમ સતર્ક થઇ ગયા હતા કેમ કે તેઓ હત્યારા ની એકદમ નજીક હતા. વાતાવરણ માં નીરવ શાંતિ હતી કઈ જ અવાજ આવતો ના હતો બધું જ શાંત હતું .ત્યાંજ દૂર થી દરવાજા પાછળ કંઈક ખસવાનો અવાજ આવ્યો.
ક્રમશ:
કેમ છો દોસ્તો આશા રાખુ છુ કે તમને આ સ્ટોરી પસંદ આવી રહી હશે પ્લીસ તમારા અમૂલ્ય મંતવ્યો અને રેટિંગ આપવાનું ભૂલતા નહિ. મારો whats app નમ્બર +61 0421865873 છે તમે મને મેસેજ કરી શકો છો અને ફેસબુક કે ઇન્સ્ટા પર follow કરી શકો છો મારુ નામ છે jenice turner . ફરી થી મળીશું નવા એપિસોડ માં દોસ્તો ત્યાં સુધી વાંચતા રહો રીટર્ન ઓફ શેતાન.