સ્કાય હેઝ નો લીમીટ
પ્રકરણ-15
ન્યૂયોર્કનાં કોટેજમાં શીફટ થયાં પછી મોહીત રીપોર્ટ કરવા ઓફીસ ગયો અને મલ્લિકાએ ઘરમાં બધો સામાનને બધુ ગોઠવાણું અમુક મોહીતની વસ્તુઓ એનાં આવ્યાં પછી એની અનૂકૂળતા પ્રમાણે એને પૂછી એ કહે એમ મૂકવાનું છે કહીને રહેવા દીધુ હતું.
એણે બધાં કામ પરવારીને એની માં ને ઇન્ડીયા ફોન કર્યો અને કોટેજ ખૂબ જ સરસ બધી જ લકઝરી અને ફેસીલીટીવાળુ છે એવી બધી વાતો કરી, માં ખૂબજ ખુશ થઇ ગઇ પછી માંએ મલ્લિકાને પૂછ્યું કે બાળક અંગે શું નિર્ણય લીધો ? અને પછી વણમાગી સલાહ આપી હજી તો તમે લોકો ઘણાં નાનાં છો અત્યારથી બાળકની શું જરૂર છે ? એબોર્ટ કરાવી લે મોહીતને સમજાવીને હમણાં તો બધાં સુખ સાચવી આનંદ પ્રમોદ કરી લો પછી આખી જીંદગી બાળકોનુંજ ધ્યાન રાખવાનું જ છે પછી તમારા માટે સમય જ નહીં મળે એ જવાબદારીનું વિષચક્ર ચાલુ થશે એ ક્યારેય નહીં અટકે એટલે વિચારો દીકરા...
મલ્લિકાએ કહ્યું "માં મારી બીલકુલ ઇચ્છા નથી અત્યારે બાળક અંગે પણ મોહીતને જ ખૂબ ઉત્સાહ છે એનો જ્યારથી જાણ્યુ છે કે મારે બાળક રહ્યુ છે એ તો આકાશમાં ઉડે છે હું પાપા થવાનો. આપણે એનાં માટે આવું કહીશુ. તેવું કરીશુ એ પછી બેબી કે બોય હોય કોઇ ફરક જ નથી પડતો આપણાં પ્રેમની નિશાની ઉછેરીશું એની કાલી કાલી ભાષામા... ત્યાં માં વચ્ચે બોલી ? મલ્લિકા આ શું છે આટલું બધુ વળગણ ? તું સમજાવ એને... આટલો બધો ક્રેઝ અત્યારથી હજી તમે લોકોએ દુનિયાનાં સુખ માણ્યાં જ ક્યાં છે ? ભણ્યાં ભણીને ત્યાં આગળ ભણ્યાં.. સ્ટ્રગલ કરી.. સેટ થયાં હવે માંડ સુખ આવ્યું ત્યારે જવાબદારી ઉભી કરવી છે ?
મલ્લિકાએ કહ્યું "માં મારી બીલકુલ ઇચ્છા જ નથી હું આ બધું જ સમજુ છું પણ મોહીતને કોણ સમજાવે ? એતો ફૂલ્યો નથી સમાતો. એને ખબર જ નથી પડતી કે અત્યારે આ ઊંમરમાંજ મજા કરવાની છે પછી આ બધુ છે જ ને પણ એતો નારાજ થઇ જાય છે મારી સાથે અબોલા કરી લે છે એતો ત્યાં સુધી કહે છે કે આ બધી સુખ સાહેબી આવનાર બાળકનાં નસીબની છે હું શું કહ્યું માં ?
મલ્લિકાની માં કાલિન્દીબેન બોલ્યા" મલ્લિકા તું ચિંતાના કરીશ હું જ આનો રસ્તો કાઢીશ અને એ પણ તરતજ મને એનો ઉપાય સૂજ્યો છે.. હમણાં મોહીત સાથે તું કોઇ ચર્ચામાં ના પડીશ એની સાથે હાં એ હાં કરજે અને જાત સાચવજો. એનાંથી જ આટલાં સુખ સાહેબી મળ્યાં છે?. ચાલ દીકરા હું ફોન મૂક્યુ પછી મોહીત પણ આવી ગયાં લાગે છે તું બોલી..
મલ્લિકા રહે "હાં માં મોહીત આવ્યાં લાગે છે હું મૂકૂ અને બંન્ને જણાંએ ફોન મૂક્યો.
મોહીત ઘરે સીક્યુરીટીએ સેલ્યુટ મારીને ગેટ ખોલ્યો.. મોહીતે કાર ઘરમાં લીધી અને સીધી ગેરેજમાં પાર્ક કરી .. અને ગેરેજમાંથી ઘરમાં પડતાં દરવાજાથી અંદર ઘરમાં ગયો. મલ્લિકા મીઠું સ્મીત સાથે સામે જ ઉભી હતી.
મોહીતે હસતાં હસતાં કહ્યું "વાહ માલકીન સ્માઇલ સાથે ઉભા જ છે ને કાંઇ ? પછી બધુ રાચરચીલુ સામાન ગોઠવાયેલો જોઇને ખુશ થઇ ગયો. એણે કહ્યું "વાહ બધુ ગોઠવાઇ પણ ગયું ? કેવુ સરસ લાગે છે.
મલ્લિકાએ કહ્યું "હાં મોટુ બધુ જ ગોઠવાઇ ગયુ છે મેં મારી રીતે એરેન્જ કરવાયુ છે તારે કેવું લાગ્યુ ?
મોહીતે કહ્યું "તું કરાવે એમાં મારે જોવાનું હોય ? મસ્ત લાગે છે. મેડમ હવે પહેલાં ગરમા ગરમ કોફી પીવડાવો પછી આગળ વાત કરીએ. તારી કોફી પીવાની તરસ લાગી છે. મલ્લિકાએ કહ્યું મારી કોફીનો હાજર જ છે એમ કહીને મોહીતને સામે હોઠ ધરી દીધાં અને આંખો મીંચી દીધી.
મોહીતે હોઠ પર હોઠ મૂકીને ચૂસી ચૂમી લેતાં કહ્યું મેડમ આ કોફીની સાથે પછી નાસ્તો -લંચ-ડીનર બધુ જ થઇ જશે એનાં કરતાં ગરમા ગરમ કોફી આપો.
મલ્લિકા હસતી હસ્તી કીચનમાં ગઇ અને બોલી નો નો નો... ઓનલી હોટ કોફી બીજું કંઇ નહીં મળે એમ કહીને હસી પડી.
મોહીતે કહ્યું "કાલથી તો બધી જ ફેકલ્ટી આવી જશે તારે કંઈ જ કરવાનું નહીં હોય બસ મને પ્રેમજ કરવાનો કીચન-કૂકીંગ વોશીંગ, કલીનીંગ -એવરીથીંગ માણસો કરશે. ડ્રાઇવર પણ મારો કાલથી આવી જશે.
મલ્લિકાએ કહ્યું "મોહુ આજે હાઉસકીંપીંગવાળી મેઇડનો ફોન આવી ગયેલો કે આજે જરૂર હોય તો હું આવી જઊં મેં ના પાડી કે કાલથી જ આવજો. કૂકીંગ માટે તે સારુ કર્યુ ઇન્ડીયન જ પસંદ કરી. આપણો ટેસ્ટ તો મળે..
મોહીતે કહ્યું "એમાં ઇન્ડીયનમાં પણ પહેલાં કોઇ પંજાબી લેડીની સાથે વાત હતી મેં નમ્રતાથી ના પાડી અને ગુજરાતી લેડીઝ પસંદ કર્યા છે કોઇ વડોદરાનાં મીતાબહેન છે.. કાલથી ગુજરાતી ખાવાનું પણ મળશે હાંશ.. બ્રેડનાં લોચાં અને બર્ગરનાં ડૂચા નહીં ખાવા પડે..
મોહીતે કહ્યું "બાય ધ વે મલ્લુ.. આ બધામાં હું તને પૂછવુ ભૂલી ગયો.. તને કેમ છે ? આપણું બેબીતો મજામાં છે ને હવે તો તારે આરામ જ આરામ... બીજી વાત કે તારે અહીં ઓફીસ જોઇન્ટ કરવાની ક્યાં જરૂર છે ? મારું પેકેજ જ એવું.. મોહીત આગળ બોલે પહેલાં.. મલ્લિકા બોલી મોહું આમાં પૈસાની વાત નથી પણ આખો વખત હું ઘરમાં બેઠી બેઠી કરુ શુ ? પાગલ જ થઇ જઊં અને અહીંયા તુ એવી પોસ્ટ પર છે કે તારાં સમયનું પણ નક્કી જ નહીં હુ સમય કેવી રીતે પસાર કરુ ? એટલે જોઇન્ટ કરવાની છું પણ મને મજા એ હશે કે મારે નોકરીની કોઇ ગરજ જ નહીં હોય તું જ્યારે કહીશ ત્યારે નીકળી જઇ શકીશ.
મોહીતે એની સામે જોઇને કહ્યું "ઇટસ ઓકે ડાર્લીંગ તને જેમ ઠીક લાગે એમ પણ મારાં બેબીનું ખાસ તારે ધ્યાન રાખવાનું એમાં હું કોઇજ કોમ્પ્રોમિસ નહીં જ કરી શકું.. નેવર.. એમ કહીને આવતી મલ્લિકાને જોઇ રહ્યો મલ્લિકાએ મોહીતને કોફી આપી.
મોહીતે કોફી બાજુમાં મૂકીને મલ્લિકાનાં પેટ પર ચહરો રાખી કેડે હાથ વીંટાવીને એનાં ઉદર પર કીસ્સીઓ કરી લીધી. મલ્લિકા મોહીતનાં માથે હાથ ફેરવી રહી અને વિચારમાં પડી ગઇ..
મોહીતે કહ્યું.. ચાલ સ્વીમીંગ પુલ પાસે ડેસ્ક પર બેસીને કોફી પીએ ત્યાંથી ગાર્ડન અને ફાઉન્ટેઇનનો નજારો જોવાની મજા આવશે અને બંન્ને જણાં સ્વીમીંગ પુલ તરફ ગયાં.
મલ્લિકાએ સાંજનું ડીનર બનાવી દીધુ અને બંન્ને જણાં ડાઇંનીંગ ટેબલ પર આવીને જમવાં બેઠાં. બંન્ને વચ્ચે અત્યારે કોઇ વાર્તાલાપ નહોતો. બંન્ને જણાં ટીવીમાં ન્યૂઝ જોતાં જોતાં જમી રહ્યાં હતાં.
મલ્લિકાએ કહ્યુ અહીં આ 60"નાં ટીવી સ્ક્રીન પર જોવાની મજા જ કંઇક ઓર છે અને સરાઉન્ડ સ્પીકર સીસ્ટમ એક એક ઇન્સ્ટુમેન્ટ અને એની થીરક સમજાય છે વાહ મજા આવી ગઇ.
મોહીતે મલ્લિકાથી સામે હસીને કહ્યું "એય જાન એન્જોય અને પછી રીમોટથી ચેનલ ચેન્જ કરી અને હીન્દી બોલીવુડ સોંગસ મૂક્યાં. 60 to 70 નાં સોગ્સ આવી રહેલાં.. મોહીતને મજા આવી ગઇ એ જાણે એ સમયનાં દોરમાં જતો રહ્યો. એનો મૂડ સાવ રોમેન્ટીક થઇ ગયો. એણે જમવાની થાળીમાં થોડુ જમીને જમતી મલ્લિકાને ઉભી કરી અને એની સાથે ગીતનાં તાલ પ્રમાણે ડાન્સ કરવા લાગ્યો.
મલ્લિકાએ કહ્યું "મોહું પ્હેલાં જમી લઇએ પછી શાંતિથી તું કહે એમ એન્જોય કરીશું પ્લીઝ.
મોહીતે કહ્યું "નોપ મારો અત્યારે જ મૂડ છે અને એણે મલ્લિકાને ચૂમવા માંડી અને એનો હાથ મલ્લિકાનાં હોઠ-ઊરોજ અને દરેક અંગે અંગનાં સ્પર્શ કરવા માંડ્યો થોડી આનાકાની કર્યા પછી મલ્લિકાએ પણ સાથ આપવા માંડ્યો. જમવાનું ટેબલ પર રહ્યું અને બંન્ને જણાં નીચે કાર્પેટ પર સૂઇ ગયાં અને પ્રેમાલાપમાં પરોવાઇ ગયાં.. મોહીત વધુને વધુ ઉત્તેજીત થતો રહ્યો. અને છેવટે બંન્ને જણાં સંતૃપ્તિનાં છેડે આવી ગયાં.
મલ્લિકા કહે તું તો સાવ લૂચ્ચો જ છે અત્યારે આનો સમય હતો ? જમવાનું બાકી છે હજી સાવ.. જ..
મોહીતે કહ્યું "એય જાન આની સામે બીજા કામ જાય બાજુમાં.. હવે પેટ ભરીને જમીશ એમ કહીને હસવાં લાગ્યો. બંન્ને જણાં જમીને પરવાર્યા અને મોહીતનાં મોબાઇલમાં ફોન રણક્યો એણે સ્ક્રીનપર જોયું માં નો ફોન છે આશ્ચર્ય થયું પછી...
વધુ આવતાં અંકે -પ્રકરણ-16