ધાની અને અદિતી બેઠા હતા. ડોરબેલ વાગી એટલે હું દરવાજો ખોલવા ગયો. સામે કાકા કાકી હતા. મેં એમને અંદર બોલાવ્યા. અદિતી કિચનમાં પાણી લેવા ગઈ. કાકાએ ધાનીને ખબર પૂછી ધાનીએ જવાબ આપ્યો પણ કાકી એના સામે હસ્યા ત્યારે ધાની મારો હાથ પકડી મારી પાછળ છુપાઈ ગઈ. હું એને જોઈ જ રહ્યો.
અદિતી કિચનમાં જતી હતી ત્યારે ધાની તેની પાસે જવા ગઈ પણ એ કાકી પાસે હતી એટલે આગળ ના ગઈ અને મને ફીટ પકડી લીધો. વાત શું હતી એ તો નહિ ખબર હતી પણ એ ડરતી હતી. મેં અદિતીને બોલાવી.
અદિતી, ધાનુ ને લઈ જા અને ખવડાવી દે.
અદિતી :- ધાની આવી જા ચલ કિચનમાં.
હું :- તું આ ટિપોઇ પરથી બધુ સાફ કરી જા તો. કેટલુ બધુ ભેગુ કર્યું છે.
અદિતી :- હા આવુ છુ બસ એક જ મિનિટ.
અદિતી બધુ લઈ જતી હતી ત્યારે...
હું :- જા ધાનુ જમી લે.
અદિતી ધાનીને લઈ ગઇ અને કિચનમાં જઈને પૂછ્યું.
અદિતી :- શું થયુ છે? કેમ ડરે છે એમનાથી?
ધાની :- તમે ભાઈને કંઈ નહિ કે'તા. (અદિતીને હગ કરીને)
અદિતી :- ઓકે નહિ કઉં. હવે બોલ ચલ.
ધાની :- મમ્મા, હું હોસ્પિટલમાં હતી ત્યારે એ આવ્યા હતા.
અદિતી :- ક્યારે?? મને કેમ નહિ યાદ આવતુ.
ધાની :- એડમીટ કરી એના ત્રીજા દિવસે રાત્રે... કંઈક બોલતા હતા એ. મને સમજાતું નહિ હતુ કંઈ અને બોલતા બોલતા વેન્ટિલેટરની સ્વીચ ચાલુ બંધ કરતા હતા. બે-ત્રણ વાર એવુ કર્યા પછી એમને સ્વીચ બંધ કરી દીધેલી અને હસતા હસતા કંઈક બોલતા હતા.
અદિતી :- તુ સ્યોર છે એ કાકી જ હતા?
ધાની :- હા, મમ્મા... એ તો નર્સ ટાઇમ પર આવી ગયા અને સ્વીચ ચાલુ કરી દીધી. ત્યારે એ છુપાઈ ગયેલા. ખબર હું ભાઈ પાસે બહાર ગયેલી વાત કરવા.
અદિતી :- હમમ.
ધાની :- ત્યારે એમને કહેવા જ ગયેલી પણ વાત જ ના થઈ.
અદિતી :- ઓહહહ. જો બેટા આવી વાત પાછળથી ખબર પડે તો રિખીલ તારા પર જ ગુસ્સો કરે ને. એ સિચ્યુએશન એવી હતી પણ તે આ વાત મને કરી હોત તો તમારો ઝગડો પણ ના થાત ને.
ધાની :- હમમ. ભાઈને નહિ કે'તા... પ્લીઝ ભાભી.
અદિતી :- હા નહિ બોલુ કંઈ એમને. પણ તુ આમ ડર નહિ. હું છું ને તારા જોડે.
થોડીવાર પછી એ બંને બહાર આવી નાસ્તો લઈને. કાકાએ ધાનીને બોલાવી પણ એ ત્યાં ના ગઈ. કાકાએ કંકોત્રી આપી એમની છોકરીના મેરેજની પછી જતા રહ્યા.
ધાની :- ભાઈ તમે જશો?
હું :- તમે જશો એટલે? આપણે બધાએ જવાનું છે.
ધાની :- હું નહિ આવુ.
અદિતી :- હું લઈ જઈશ. 😉 અને હવે તું થોડીવાર રેસ્ટ કર. સવારથી પગ વાળીને નહિ બેઠી.
ધાની :- તમારા ખોળામાં માથું રાખીને સુવા દો તો.
અદિતી :- આવી જા ચલ. અને આંખ મોં બંને બંધ.
ટીવી ચાલુ હતી ધાની સૂઈ ગઈ. અમે બંને ટીવી જોતા હતા.
અદિતી :- ઉંઘમાં ધાની કેટલી માસુમ લાગે છે નહિ. 😊
હું :- હા, એ તો છે જ માસુમ એટલે બીજા એનો ફાયદો ઉઠાવવાની કોશિશમાં હોય છે.
અદિતી :- શું થયુ?
હું :- કાકા-કાકીને જોઈને ધાની ડરેલી લાગતી હતી. કંઈક છે જે મને ખબર નથી. બસ એ જ વિચારુ છુ.
અદિતી :- હમમ. થયેલુ કંઈક. પણ આ વાત ધાનીને ખબર ના પડવી જોઈએ કે તમને ખબર છે.
હું :- તુ વાત તો કર પેલા. નહિ પડે એને ખબર.
અદિતી :- હોસ્પિટલમાં એ રાતે તમને કહેવા જ આવી હતી પણ તમારી વાત જ ના થઈ.
હું :- કઈ વાત? 🤔
અદિતી :- ધાની મળી એના આગલા દિવસે કાકી એને મળેલા. વેન્ટિલેટરની સ્વીચ ચાલુ બંધ કરતા કરતા કંઈક બોલતા હતા પણ ધાનીને સમજ ના પડી. બે-ત્રણ વાર કર્યા પછી સ્વીચ જ બંધ કરી દીધેલી પણ એ જ ટાઈમ પર નર્સ ત્યાં પહોંચી ગઇ એટલે કાકી છુપાઇને બહાર નીકળી ગયા હતા.
હું :- તને ક્યારે ખબર પડી?
અદિતી :- આજે કિચનમાં ધાનીએ કહ્યું હતું. પછી આ વાતનો કોઇ મતલબ જ નહિ હતો એટલે.....
ધાની ઉંઘમાં કંઈક બોલવા લાગી. પસીનો વળવા લાગ્યો. આંખમાંથી આંસુ નીકળવા લાગ્યા. એ ઉંઘમાં રડતી હતી અને સોરી સોરી એમને નહિ... એવુ કંઈક બોલતી હતી.
હું :- ધાનુ .... ધાનુ....
અદિતી :- ધાની આંખો ખોલ બેટા. કંઈ નહિ થયુ કોઇને. ધાની...
હું :- ધાની શું થયુ? ધાની આંખો ખોલ હું અહિંયા જ છુ.
અદિતીએ મોં પર થોડુ પાણી છાંટયું એટલે ધાનીએ આંખો ખોલી અને સીધી મને હગ કરી લીધુ. હું પૂછતો હતો... શું સપનામાં જોયુ તે? હું તો અહિંયા જ છુ તારી પાસે.
ધાની :- પાણી... પાણી પીવુ છે.
હું પાણી પીવડાવતો હતો અને અદિતી પસીનો લૂછતા લૂછતા બોલી, શું સપનુ હતુ?
ધાની :- ભાઈને ત્રણ - ચાર લોકો ક્યાંક લઈ જતા હતા. અને મને એમની પાસે પણ નહિ જવા દેતા હતા.
હું :- એ તો સપનુ હતુ એમ થોડી કોઈ મને તારાથી દૂર લઈ જઈ શકે. કોઇનામાં એટલી તાકાત જ નથી.
ધાની :- આઈ હોપ સો... 😶
અદિતી :- રિખીલ સાચુ જ તો કહે છે. કોણ તમને બંનેને અલગ કરી શકે. તારા વગર કોઇ અડી તો જોવે. અને હવે એ વિચારવાનુ બંધ.
ધાની :- હમમ.
હું :- ચલો ફટાફટ રેડી થઈ જાઓ આપણે મામાના ઘરે જવાનુ છે.
ધાની :- ના નહિ જવુ.
હું :- કેમ?
ધાની :- ખાલી.
હું :- ખાલી વાળી... મારે જવુ છે. ચલો ચલો ચલો ફટાફટ.
ધાની :- ઓકે.
અને અમે મામાના ઘરે ગયા. અમે ફરવા જવાનું પ્લાનીંગ કરતા હતા.
હું :- એક વીક ગામડે જઈએ આપણે.
ઈશાન :- મીનીબસ જ કરાવી લઈશુ. બધા જોડે જઈશું.
ધાની :- નહિ બસમાં હું નહિ આવુ.
ઈશાન :- કેમ??
ધાની :- મીનીબસ નહિ એટલે નહિ.
મામી :- ગુસ્સો કેમ આવે છે? એ તો તને ખાલી પૂછે છે ને...
ધાની :- સોરી ભાઈ¡.
મામી :- હવે નહિ જવાનુ કારણ બોલ.
ધાની :- (એક સેકન્ડ પછી) મીનીબસ માં જ એક્સિડન્ટ થયેલુ. મમ્મા પાપા નથી આજે. મારે ભાઈ ભાભી સાથે રહેવુ છે એટલે.
મામી :- પાગલ, તું તારા ભાઈ ભાભી સાથે જ રહેવાની છે પણ એક વખતે થયું એવું બીજી વખત ના થાય.
ધાની :- ના. તો હું નહિ આવુ તમે જજો બધા. હું આન્ટી સાથે રહીશ ઘરે.
બે દિવસ સુધી મનાવી પણ હા જ નહિ બોલી એ પછી અમે કારથી જવાનુ નક્કી કર્યું. બધી તૈયારી કરી વહેલી સવારે અમે ઈશાન અને કાવ્યા નુ ફેમિલી ગામ જવા નીકળ્યા. બપોરે માસીના ઘરે પહોંચી ગયા. બેસી બેસીને થાકી ગયેલા એટલે જમીને સૂઈ ગયા.
એ દિવસે લેટ લેટ જાગ્યા અને બસ વાતો જ કરી. બીજા દિવસે બપોરે જમીને બધા સૂવાની તૈયારી કરવા લાગ્યા ત્યારે ધાની માસીના ઘર પાછળ નાનુ ફાર્મ જેવુ છે ત્યાં જતી રહી અને અમને હતુ કે એ ઘરમાં જ છે.
બધા સૂઈ ગયા હતા. ધાની મારી પાસે આવી સુઇ ગઇ. અદિતી બહારની રુમમાં આવી તો એણે મારા શર્ટની સ્લીવ પર ડાઘ જોયો.
અદિતી :- આ શું લગાવ્યું અહિંયા?
હું :- મને નહિ ખબર. અચાનક મને સુઝ્યુ અને ધાનીના માથામાં જોવા લાગ્યો.
ચેક કરતો હતો ત્યારે એક જગ્યા પર ટચ કર્યુ તો ધાનીએ સસસસ્ કરતા તરત જ મારો હાથ હટાવી દીધો. મને ડાઉટ ગયો એટલે અદિતીને કહ્યું તું અહિંયા ચેક કર તો હું ફ્લેશ કરુ.
જોયુ તો ત્યાં થોડુ એવુ લોહી નીકળ્યું હતું.
હું :- ઓયય, આ શું કર્યું છે તે?
ધાની :- કંઈ નહિ. 😉
હું :- કંઈ નહિ વાળી ઉઠ તો ચલ તો જવાબ આપ. શું વગાડ્યુ અહિંયા?
ધાની :- કંઈ નહિ થયુ. મને સુવા દો હવે.
અદિતી :- કહી દે પછી તુ સુઈ જજે. એટલે અમને ખબર તો પડે.
ધાનીને શું લાગ્યુ હતુ અને કેવી રીતે વાગ્યું હતું એ નેક્સ્ટ પાર્ટ માં આવશે.