😊 ચાલ જીવી લઈએ - 7 😊
ધવલ અને માનસી બંને મુવી જોવા માટે ઘરેથી નીકળી જાય છે. રસ્તામાં ડોમીનોઝ આવે છે. બંને પીઝા ખાવા માટે જાય છે. પીઝા ખાઈને બંને મુવી થિયેટર પર પહોંચી જાય છે.
ધવલ ટિકિટ લેવા માટે ટિકિટ કાઉન્ટર પર જાય છે અને માનસી વેઇટિંગ એરિયામાં વેઈટ કરે છે.
સ્નેક્સ ટેબલ પર જઇ ધવલ પોપકોર્ન અને કોકોકોલા લઇ આવે છે. મુવી શરૂ થવામાં હજી દસ મિનિટની વાર હોય છે ત્યાં સુધી ધવલ અને માનસી મોબાઈલમાં સેલ્ફી લે છે અને ફોટા પાડે છે.
થોડીવાર પછી બધા થિયેટરની અંદર જાય છે. માનસી અને ધવલ પણ થિયેટરની અંદર જાય છે. અંદર જતા જ ધવલ ટિકિટ ચેક કરવાવાળા પાસે જાય છે અને પોતાની ટિકિટ દેખાડે છે. ટિકિટ વાળો ધવલ અને માનસીની સીટ બતાવે છે. બંનેની સીટ કોર્નરમાં હોય છે તો માનસી આગળ ચાલતી હોય છે અને ધવલ એની પાછળ.
ધવલના હાથમાં પોપકોર્ન અને કોકોકોલા ટીન હોય છે. ચાલતા ચાલતા એક છોકરીનો પગ આડો આવતા ધવલ નીચે પડી જાય છે. નીચે પડતા જ છોકરી ધવલને સોરી કહે છે અને માફી માંગે છે. ધવલ ઉભો થાય છે અને જુએ છે તો એ એજ ગર્લ હોય છે જે તેને સવારે ક્લાસમાં જોઈ હતી. થોડીવાર બંનેની નજર એક થઈ જાય છે અને એક બીજામાં ખોવાઈ જાય છે.એટલા માં માનસી આ જુએ છે અને કહે છે કે ભાઈ આપણી સીટ અહીંયા છે. એ સાંભળતા જ ધવલ માનસી પાસે જાય છે અને પોતાની સીટ પર બેસી જાય છે.
માનસી - ભાઈ કેમ ત્યાં ઉભો હતો...
ધવલ - અરે કહી નહીં માનસી એ તો એક ગર્લને મારો પગ અડી ગયો એટલે એમને સોરી કહેવા માટે ત્યાં ઉભો રહી ગયો હતો..
માનસી - ઓકે....
બંને ભાઈ બહેન આનંદથી મુવીનો લ્હાવો લેતા હોય છે. થોડીવાર પછી ઇન્ટરવેલ આવે છે.
માનસી - ભાઈ કોલા તો પુરી થઈ ગઈ છે મારે પાણી પીવુ છે. જાને એક બોટલ પાણીની લઈ આવને...
ધવલ - હા જાવ છુ હો ...
માનસી - જોજે કોઈના પગને હવે ચેપી ના નાખતો હો....
અને હા ખાસ કરીને કોઈ છોકરીના પગ ને....!!!!!
ધવલ - એ બસ હો....
ધવલ એટલુ કહીને બહાર આવે છે ને પાણી ની બોટલ લેવા માટે સ્નેક્સ કાઉન્ટર પર જાય છે. ત્યાં જઈને બોટલ લે છે ને જેવો પાછો ફરીને ચાલવા જાય છે ત્યાં પેલી છોકરી સાથે અથડાય છે ને છોકરી પડતા પડતા રહી જાય છે.
ધવલ - ઓહ આઈ એમ સો સોરી.....
છોકરી - અરે ઇટ્સ okey....
એટલુ બોલતા જ એક બીજા ની નજર મળે છે અને એ એજ છોકરી હોય છે જે કોલેજ માં મળી હોય છે ને થોડીવાર પહેલા પગ પર પગ આવી ગયેલો હોય છે..
છોકરી - તમે અહીં મુવી જોવા માટે આવ્યા ??
ધવલ - ના ના... આ તો ખાલી ગરમી થતી હતી એટલે એસી માં બેસવા આવ્યો.... ( મજાક કરતા )
છોકરી - ઓહ સોરી.. હું પણ કેવા સવાલ કરું છુ...!!!!
ધવલ - નો પ્રોબ્લેમ.....ઇટ્સ okey....
છોકરી - તો તમે કોની સાથે મુવી જોવા માટે આવ્યા....??
ધવલ - મારી બહેન સાથે ... અને તમે...??
છોકરી - મારા ભાઈ સાથે...
ધવલ - ઓહ ... વેરી ગુડ....
છોકરી - સારું ત્યારે હવે અંદર જઈએ.. શો સ્ટાર્ટ થઈ જશે...
ધવલ - હા કેમ નહીં..
બંને જણા ચાલતા ચાલતા અંદર જાય છે. આમ તો બંને સાથે ચાલે છે પણ એક બીજાને કહ્યા વગર ઘણું બધુ બોલતા હોય એવું લાગે છે..
અંદર પહોંચતા જ પોતાની સીટ ની રો પાસે પહોંચે છે.
છોકરી - પહેલા તમે જતા રહો...
ધવલ - ડોન્ટ વરી પહેલા ની જેમ પગ નહીં આવે...
છોકરી - હા હા...
બનેં પોતપોતાની સીટ પર બેસી જાય છે. થોડી વાર માં મુવી પૂરું થઈ જાય છે અને બધા exit થી બહાર આવતા હોય છે. માનસી અને ધવલ પણ નીચે ઉતરતા હોય છે. નીચે પહોંચતા જ ધવલ કહે છે કે તું અહીં ઉભી રહે હું ગાડી લઈને આવુ છુ..
ધવલ ગાડી લેવા માટે પાર્કિગ એરિયામાં જાય છે. હજી પોતાની ગાડી બહાર કાઢતો જ હોય છે ત્યાં જ પેલી છોકરી સામે આવી જાય છે. ધવલ ફટાફટ બ્રેક મારે છે.
છોકરી - અરે સો સોરી..
ધવલ - નો પ્રોબ્લેમ...પહેલા તમે જતા રહો..
છોકરી - હા.....સોરી....
ધવલ અને માનસી બંને જણા ઘરે જવા માટે નીકળે છે.
રસ્તામાં ટ્રાફિક સિગ્નલ આવે છે તો ત્યાં ઉભા રહી જાય છે. એટલામાં જ પહેલી છોકરી અને એમનો ભાઈ પણ સાઈડમાં આવીને ઉભો રહી જાય છે. ધવલ ને ખબર નથી હોતી કે તે બાજુમાં ઉભી છે.
માનસી - ભાઈ આમ જો.... પેલી છોકરી એના ભાઈને લઈને આવી..તે માથે પગ દીધો હતો ને....!!!! હા હા હા...
ધવલ - હે એવુ છે એમને....કઈ વાંધો નહીં આવવા દે એમને.. હું પણ જોઈ લઈશ....
સિગ્નલ ખુલતા જ માનસી અને ધવલ આગળ વધે છે. થોડી વારમાં ધવલ અને માનસી ઘરે પહોંચી જાય છે પણ ધવલ ને સતત એ છોકરીના જ વિચાર આવે છે કે આજે એ છોકરી સાથે ઘણી મુલાકાત થઈ......(આમ અવનવા વિચારો કરવા લાગે છે )
પક્ષીઓના કલબલાટ થી વાતાવરણ જબરજસ્ત લાગતું હતું. પક્ષીઓનો મધુર અવાજ સંભળાતો હતો. સાથે માનસી હોમ થિયેટરમાં ઇન્સ્ટ્રુમેન્ટ સોન્ગ વગાડતી હતી જેથી વાતાવરણ એક શાંત લાગી રહ્યું હતું.
થોડીવાર થઈ તો અચાનક ધવલના પીઠ પર જોરદાર ઓશીકું લાગે છે.
ધવલ - માનસી યાર થોડી વાર સુવા દેને.....હજી વાર છે કોલેજ જવાની..
લખન - માનસી નથી.... લખન છુ... ( ઓશિકા મારતા મારતા ) એલ્યા ડોબા એક તો એકલા એકલા મુવી જોયાવો, પીઝા ખાઈ આવો અને સવારે મોડું ઉઠવાનું એમ..
ધવલ - એ લખન્યા લાગી જશે યાર.....
લખન - હા તો ભલે લાગતું... લાગવું જ જોઈએ... એક તો અમને સાથે ક્યાંય લઇ ન જવા તો માર તો ખાવો પડે ને..
ધવલ - લખન્યા મેં તને કીધુ જ હતુ હો...... તારે આવવુ છે હે..
ત્યારે આપડે ના પાડી હતી... તું ના પાડી એમાં હું શું કરું ભાઈ હે....
લખન - હા.... હો...... ખાલી ભાઈ ભાઈ કરે... જો લઈ જવો હોય ને તો ઘરે લેવા આવે અને સાથે લઈ જાય...
ધવલ - તને પણ ભગવાને બે પગ આપ્યા છે ને ભાઈ...તો આપણે પણ આવી જવાય....
બસ આમ ધવલ અને લખન મસ્તી કરતા હોય છે.
લખન - એ ધવલા.... ફટાફટ તૈયાર થઈ જા... ખોટું મોડું થઈ જશે કોલેજ જવામાં...
ધવલ - હા ભઇ થાવ છુ હવે....
થોડી વાર માં ધવલ તૈયાર થઈ જાય છે. બનેં જણા નીચે જઈને નાસ્તો કરે છે અને કોલેજ જવા માટે નીકળી પડે છે..
થોડી વારમાં કોલેજ પહોંચી જાય છે અને અંદર જાય છે. બે લેક્ચર પુરા કરીને ધવક ને લખન કેન્ટીનમાં જાય છે. અંદર જતા જ પેલી છોકરી ધવલ ને દેખાય છે અને એ છોકરી પણ ધવલને જુએ છે. બંને ની નજર એક થઈ જાય છે અને....