નમસ્તે મિત્રો કેમ છો બધા? પાછળ ના ભાગ મા જોયુ કે મોહિની ધરા ને કહે છે કે કેવી રીતે અજયે એની હત્યા કરી. એ બધુ સાંભળી ધરા મોહિની ની મદદ કરવા નુ કહે છે હવે જોઈએ આગળ. . . . .
ધરા : હુ કાલે જ જઈ ને ભાઈ પાસે થી એ લોકેટ કઢાવી નાંખીશ પણ પછી શુ કરીશુ?
મોહિની : તારે કોઈ એક એવા પોલિસ અધિકારી ને પકડવો પડશે કે એ પોતાની ડ્યુટી ઈમાનદારી થી નિભાવતો હોય એને બધી હકીકત તારે જણાવી પડશે. પણ તારે બીજો એક સાથ પણ આપવો પડશે.
ધરા : હા બહેન બોલ ને મારે જે પણ કરવુ પડશે એ હુ કરીશ હુ તમારા લોકો, ની વચ્ચે આવી ને આ બધુ થયુ પણ તારો સાથ હુ મરતા સુધી આપીશ.
મોહિની : આજ ના લોકો મા બહુ ઓછા હોય છે જે આત્મા ભૂત પ્રેત મા માને છે કદાચ તુ જે પોલિસ વાળા ને બધી હકિકત કહીશ તો એ માને ના માને. જો ના માને તો એને વિશ્વાસ અપાવવા મારે તારા શરીર મા પ્રવેશવુ પડશે. કેમ કે હુ દરેક ને નય દેખાઈ શકુ.
ધરા : હા બહેન તને જેવુ લાગે એમ કર હુ તારી સાથે જ છુ બહેન કાલ થી જ હુ તારા કામ મા લાગી જવ છુ.
બીજા દિવસે ધરા એનુ બધુ કામ પતાવી ઓફિસે જાય છે. એ ત્યા જઈ વિચારે છે કે એવો કયો ઓફિસર છે જે એકદમ ન્યાયિક રીતે એનુ કામ કરે છે. પછી એને અજય ના એક ખાસ પોલિસ વાળા ની યાદ આવે છે એ એને પુછવાનુ નક્કી કરે છે પણ પછી વિચારે છે કે જો એને હુ પુછીશ તો અજય સુધી આ વાત પહોચી જશે મારે કો઼ઈ બીજા સાથે પુછાવુ પડશે. પણ કોણ છે એવુ જે પુછી શકે. પછી ધરા ને યાદ આવે છે એની સાથે ભણતા તેના એક મિત્ર ની જે હાલ એક પત્રકાર છે. એ એના મિત્ર ને ફોન કરે છે અને એની પાસે મદદ માંગે છે, એ ધરા પાસે સાંજ સુધી નો સમય માંગે છે. પછી ધરા એના કામ મા વ્યસ્ત થઈ જાય છે. સાંજ પડવા આવે છે ને ત્યાં જ ધરા ના મિત્ર નો ફોન આવે છે એ ધરા ને કહે છે કે જે બોવ જ ઈમાનદારી થી કામ કરે છે પોલિસ મા એ વ્યક્તિ નો નંબર મળી ગયો છે અને એનુ નામ રનજીતસિંગ છે. ધરા ને એનો નંબર આપે છે. ધરા એનો આભાર માની ફોન કટ કરે છે અને તરતજ રનજીત સિંગ ને ફોન લગાવે છે. રિંગ વાગે છે રનજીતસિંગ ફોન ઉઠાવે છે.
ધરા : હેલ્લો આપ રનજીતસિંગ બોલો છો?
રનજીતસિંગ : હા , આપ કોણ?
ધરા : હુ ઼ધરા બોલુ છુ અને આપનુ એક કામ છે મારે એક કેસ વિશે તમને માહિતી આપવી છે અને એમા તમારી મદદ પણ જોઈએ છે.
રનજીતસિંગ : હા હુ આપની મદદ કરીશ હુ જનતા ની સેવા માટે જ ઼છુ બોલો આપ કયા કેસ માટે મદદ માંગો છો.
ધરા : હમણા હુ મજબૂર છુ કે આપને ફોન પર વાત નય કરી શકતી જો આપની પાસે સમય હોય તો આપણે મળીએ અને મળીને બધી વાત કરીએ તો ઘણુ સારુ રહેશે.
રનજીતસિંગ : ઓકે તો બોલો ક્યા મળવુ છે?
ધરા રનજીતસિંગ ને એમની જૂની ફેક્ટરી નુ સરનામુ આપે છે (જ્યા અજયે મોહિની અને એના મમ્મી પપ્પા ની હત્યા કરી હતી.) ત્યા મળવાનુ કહે છે. રનજીતસિંગ ધરા ને કલાક મા ત્યા પહોંચે છે એમ કહી ફોન કટ કરે છે. ધરા પણ ફટાફટ ઓફિસે થી નીકળે છે અને ફેક્ટરી પર પહોંચે છે. થોડીવાર મા રનજીતસિંગ પણ ત્યા પહોંચે છે. વિરાન ફેક્ટરી જોઈ રનજીતસિંગ થોડા વિચાર મા પડે છે. પછી અંદર જાય છે ધરા ને જોવે છે , એની પાસે જાય છે.
રનજીતસિંગ : હેલ્લો હુ રનજીતસિંગ આપ જ ધરા છો ને આપે જ મને ફોન કરી અહી બોલાવ્યો છે ને ?
ધરા : હા હુ જ ધરા છુ આવો બેસી ને વાત કરીએ.
રનજીતસિંગ : ઓકે વાંધો નય પણ મને ખાલી એક વાત કહો આટલી બધી જગ્યા છોડી ને આપે આ ખાલી ફેક્ટરી મા કેમ બોલાવ્યો? આ કોની ફેક્ટરી છે?
ધરા : આ અમારી જ ફેક્ટરી છે અને અહી તમને એટલે બોલાવ્યા કે જે વાત હુ તમને કરીશ કદાચ તમને વિશ્વાસ ના આવે તો અહી જ એનો પુરાવો મળશે અને જેણે પણ એ કામ કર્યુ છે એ બીજુ કો઼ઈ નહી પણ મારો ભાઈ અજય છે.
રનજીતસિંગ : ઠીક છે પણ એવી શુ વાત છે એ મને કહેશો?
ધરા : હા કહુ છુ તમે મને એક વાત નો જવાબ આપો કે આપ ભૂત પ્રેત આત્મા મા વિશ્વાસ રાખો છો?
રનજીતસિંગ : હુ એ બધા મા વિશ્વાસ નય રાખતો.
ધરા : પણ તમારે વિશ્વાસ કરવો પડશે. ( પછી ધરા મોહિની અને એના મમ્મી પપ્પા ની હત્યા કેવી રીતે અને કોણે કરી એ બધુ જણાવે છે. )
રનજીતસિંગ : ઓહ્ પણ તમને આ બધી કેવી રીતે ખબર પડી.
ધરા : તમારા માનવા મા તો નય આવે પણ એ સાચુ છે કે મને આ બધી વાત મોહિની ની આત્મા એ કહી.
રનજીતસિંગ : હુ નથી માનતો પહેલા પણ તમને મે કહ્યુ કે હુ આ બધી વાત પર વિશ્વાસ નથી કરતો. અને આપની પાસે એનો કોઈ પુરાવો છે.
ધરા : હા મારી પાસે એનો પુરાવો છે પણ તમને જ્યારે બધા જ પુરાવા મળી જાય તો તમે હમણા કોઈ ને કશુ જ કહેશો નહિ અજય ના મોઢે જ ગુનો કબૂલ કરાવીને એને બધા ની સામે બેનકાબ કરવાનો છે.
રનજીતસિંગ : ઠીક છે જ્યા સુધી અજય એના મોઢે એનો ગુનો કબૂલ નય કરે ત્યા સુધી હુ કોઈને કશુ જણાવીશ નહી બસ તમે મને પુરાવો આપો.
ધરા જોર થી મોહિની ને બૂમ પાડે છે. બૂમ પાડ્યા પછી ચારે બાજુ જોરદાર પવન ફૂંકાય છે, ધૂળ ની ડમરીઓ ઉડવા માંડે છે. ટેબલ ખુરશી બારી બારણા બધુ ધ્રુજવા લાગે છે અને થોડીવાર મા બધુ શાંત થઈ જાય છે. રનજીતસિંગ જોવે છે કે ધરા એક દિવાલ સામે મોઢુ કરી ને બેઠી હોય છે.
રનજીતસિંગ : આ બધુ શુ છે એકદમ પવન કેમ ફૂંકાયો, ધૂળ ની ડમરીઓ કેમ ઉડી? ધરા આપ સાંભળો છો?
ધરા : હુ ધરા નથી હુ મોહિની છુ . ( અને પછી એ પલટે છે રનજીતસિંગ એની આંખો જોઈ ને જ ડરી જાય છે. ) ડરશો નહી હુ તમને કશુ નય કરુ તમને પુરાવો જોઈએ છે ને ચાલો હુ બતાવુ.
એ રનજીતસિંગ ને એ જગ્યા એ લઈ જાય છે જ્યા મોહિની અને એના મમ્મી પપ્પા ના શરીર દાટેલા હોય છે. રનજીતસિંગ ત્યા ની જમીન ખોદે છે , તો એમને ત્રણ વ્યક્તિ ની લાશ મળે છે. રનજીતસિંગ ચોંકી જાય છે. એ ધરા બાજુ જોવે છે તો ધરા બેભાન પડેલી હોય છે. રનજીતસિંગ ધરા ને ઉઠાડે છે પણ ધરા હોશ મા નથી આવતી એ તરત જ દોડી ને એની ગાડીમાથી પાણી ની બોટલ લઈ આવે છે, ધરા પર થોડુ પાણી નાંખી ધરા ને હલાવે છે ધરા ધીરે, ધીરે હોંશ મા આવે છે અને ઊભી થાય છે.
રનજીતસિંગ : આપ સાચુ કહેતા હતા કે મોહિની ની આત્મા એ જ આપને બધુ કહ્યુ છે. હવે આગળ શુ કરવુ છે એ કહો. કેસ દાખલ કરી દઉ.
ધરા : ના હમણા ના કરતા રાત્રે મોહિની મને મળવા આવશે જ એ આગળ શુ કરવાનુ કહેશે અના પછી આપણે બધુ કરીશુ. મારે હજી ભાઈ ના ઘરે જવુ પડશે એના ગળા મા લોકેટ છે એ મારે કઢાવુ પડશે.
રનજીતસિંગ : કેમ લોકેટ કઢાવવુ પડશે?
ધરા : એ લોકેટ અભિમંત્રિત છે એટલે મોહિની અજય ને કંઈ કહી નય શકતી કે એની પાસે જઈ નય શકતી અને અજય ના મોઢે સાચુ બોલાવવા માટે મારે પહેલા એ લોકેટ કઢાવવુ પડશે તો જ મોહિની અજય ની પાસે જઈ શકશે.
રનજીતસિંગ : ઠીક છે આપ જાવ હુ પણ નીકળુ અને પછી જે કાંઈ કરવાનુ હોય એ મને જણાવજો.
ધરા : હા હુ તમને પછી જણાવુ છુ.
રનજીતસિંગ ત્યા થી એમના ઘરે જવા નીકળી જાય છે અને ધરા અજય ના ઘરે જવા નીકળે છે.
ક્રમશ: . . . . . . . . . . . . . . . . . . . . . . . .