Diversion 2.6 in Gujarati Fiction Stories by Suresh Kumar Patel books and stories PDF | Diversion 2.6

Featured Books
Categories
Share

Diversion 2.6

ડાયવર્ઝન ૨.૬
(સ્ટોરી-૨ / પાર્ટ-૬)

સુરજ આજુબાજુ નજર નાખીને જુવે છે પણ કઈંજ ખબર પડતી નથી કે એ ક્યાં છે અને આ કઈ જગ્યા છે. બધુજ અલૌકિક અને અજુગતું થઇ રહ્યું હતું. રોશની એ તો પોતાની આંખો ક્યારનીયે બંધ કરી નાખી હતી.
‘રોશની...ઓ રોશની..!’ સુરજે રોશની ને જગાડી.
‘હા, સુરજ. મને સંભળાય છે. મને...મને બચાવ સુરજ મને બહુજ ડર લાગી રહ્યો છે’ બંધ આંખોએ રડતા રડતા બોલી.
(હવે આગળ...)
===== ====== =======

‘રોશની શાંત થા. કીપ કામ.’ સુરજ ધીમા આવજે બોલ્યો.
‘હું શાંત જ છું બસ જરા..!’ રોશની ચહેરાને સાફ કરી પોતાની જાતે ચુપ થઇ ગઈ.
‘સાંભળ રોશની હું તને એક વાત કહું છું. પણ પહેલા તું સ્વસ્થ થઇ જા.’ સુરજે ફરી ધીરે થી કહ્યું.
સુરજ જાણે પોતાની જાત સાથે કંઇક સમજવાની કોશિશ કરી રહ્યો છે.
સુરજે પોતાના ડર, આજુબાજુ ના અચંભિત માહોલ અને એના વિચારો પર કંટ્રોલ કરવા નો પ્રયાસ કર્યો.
ધીરે ધીરે એની આજુબાજુ સુરજ ને કંઇક ફરક પડવા લાગ્યો. એટલે સુરજે પોતાના વિચારો અને પરિસ્થિતિ ને એકબીજા સાથે સરખાવી જોઈ. એના વિચારો અને આજુબાજુ ની પરિસ્થિતિ ને જાણે કંઇક કનેક્શન હોય તેમ લાગ્યું. એના મિત્ર ની વાતો ફરી જરા મગજ પર દબાણ આપીને યાદ કરી અને છેલ્લે મિત્રે જણાવેલા અમુક પોઈન્ટ ને બરાબર સમજ્યો. ડાયવર્ઝન ની આ આશ્ચર્યભરી ઘટના ને સમજવા પ્રયત્ન કર્યો.
જેમ જેમ એને પોતાના ડર ને કાબુ કરીને પોતાના વિચારો ને શાંત કર્યા તેમ તેમ આજુબાજુ નો માહોલ પણ એને અનુકુળ થવા લાગ્યો. ડર ને પોતાના દિમાગ માંથી ધીમે ધીમે દુર કર્યો તેમ તેમ પોતાની આજુબાજુ વીંટળાયેલી પેલી વડવાઈઓ ધીરે ધીરે ઢીલી થવા લાગી. અને આજુબાજુ ના વૃક્ષો જે પુર ઝડપે વધી રહ્યા હતા એ પણ જાણે ધીમા પડ્યા. વડવાઈઓ પોતાની પકડ જાણે ઢીલી કરતી હોય એમ લાગ્યું. પોતાનું શરીર હવે જાણે એકદમ મુક્ત થઇ ગયું હોય તેમ લાગ્યું. સુરજ હવે જાણે બસ એકલો જ આ ગાડીની સીટ પર આરામ થી બેઠો હોય એવું લાગી રહ્યું હતું.
‘સુરજ, સુરજ..!’ રોશની ક્યારની સુરજને બોલાવી રહી હતી.
‘હા, રોશની ધીરે બોલ ધીરે’ સુરજ તરત જાણે પોતાના વિચારો માંથી બહાર નીકળ્યો.
‘ધીરે..? કેમ ધીરે બોલવાનું.?’ રોશની જરા મુંજાઈ.
‘હું સમજાવું છું બસ તું થોડી સ્વસ્થ થઇ જા. ડરવાની કોઈ જરૂર નથી.’
‘હું બરાબર જ છું પણ, આ સીટ બેલ્ટ બહુજ ફીટ થઇ ગયો છે અને આ આજુબાજુ મને કોઈ દોરડાઓ થી ખેંચી ખેંચીને બાંધી રહ્યું છે. મને ગભરામણ થઇ રહી છે. સુરજ હું પડીશ તો સીધી નીચે...!’ રોશની ફટાફટ બોલી.
‘રીલેક્સ. રોશની રીલેક્સ. બધું બરાબર થઇ જશે.’
સુરજને હવે જાણે બધું સમજાઈ ગયું હોય તેમ લાગ્યું. એને જે વડવાઈઓ એ જકડી રાખ્યો હતો એજ માહોલ કે એવીજ પરિસ્થિતિ રોશની ની પણ છે. કેમ કે આ ડાયવર્ઝન એક સાથે બધા માટે એક સરખો જ માહોલ બનાવે છે જેથી બધાને એક સાથે એવાજ વિચારો આવે જેવી પરિસ્થિતિ ઉભી કરી હોય. સુરજ બસ આજ વસ્તુ કે આજ વાત રોશની ને સમજાવવા માંગતો હતો પણ, રોશની હજુ પોતાના એજ વિચારોમાં હતી એટલે એની આજુબાજુ ની પરિસ્થિતિ બદલાતી ન હતી. અથવા એના કંટ્રોલમાં આવતી ન હતી. સુરજ તો હવે જાણે એની આજુબાજુના માહોલ ને એન્જોય કરી રહ્યો હોય તેમ રોમાંચિત છે.
‘રોશની. રોશની ડાર્લિંગ તને કેવી રીતે સમજાવું.’
‘સુરજ હું અહિયાં ગભરાઈ રહી છું અને તમે રોમાન્સ ના મુડ માં છો.’ રોશની જરા અચરજતા થી બોલી.
‘હા...હા....હા. રોમાન્સ નહિ રોશની રોમાંચ. હું ખુબ રોમાંચિત છું મારી આજુબાજુ ના માહોલ ને માણી ને.’
‘સુરજ તને શું થયું છે. ખરેખર તું બીક માં ને બીક માં પાગલ નથી થઇ ગયોને..?’
‘પાગલ..!? હા..રોશની લાગે છે હવે હું પાગલ જ થઇ રહ્યો છું. આવું અદ્ભુત અને અલૌકિક ડાયવર્ઝન મેં જીંદગી માં ક્યારેય નથી જોયું. હવે તો હું રોજ આ ડાયવર્ઝન વાળા રસ્તે થીજ જઈશ.’
‘રોજ..? સુરજ સાચેજ મને લાગે છે કે તું પાગલ થઇ ગયો છે અહિયાં આપણી જીંદગી અને મોત ના સવાલ વચ્ચે તને આવા રોમેન્ટિક સપનાઓ આવે છે..?’ રોશની ગુસ્સે થઇ.
‘યેસ..ડાર્લિંગ યેસ..! હું પાગલ થઇ ગયો છું પાગલ. અને તું પણ થઇ જઈશ થોડીવાર માં’
‘થોડીવાર માં એટલે તું કહેવા શું માંગે છે સુરજ..?’ રોશની ઉત્સુકતા થી બોલી.
‘તું જરા શાંત થા તો પછી તને બધી વાત કરુને!’
‘હા. બોલ હું શાંત જ છું. બોલ જલ્દી’ જાણે કોઈ બહેનપણી ની સિક્રેટ વાત જાણવાની હોય અને દુનિયાની કોઈ પણ વસ્તુ છોડીને એ સિક્રેટ જાણવા તૈયાર થઇ જાય એમ સ્ત્રી સ્વભાવે રોશની પણ તૈયાર થઇ.
‘જો રોશની હું તને સમજાવું આ ડાયવર્ઝન કે આ અલૌકિક જગ્યા એના પર આવેલા લોકોના વિચારો અને મન ની સ્થિતિ પર આજુબાજુ નું વાતાવરણ ક્રિયેટ કરે છે. સમજી?’
‘હેં..? શું કહ્યું..? મન ની સ્તુતિ? ફિયેટ? અરે આપણી ક્યાં ફિયેટ છે? આપણી તો..’
‘બસ...બસ હા..હું સમજી ગયો.’ પોતાની ઉપર ના લેવલની વાતો રોશની ને નથી સમજાઈ એ સુરજને સમજાઈ ગયું.
‘જો રોશની હું તને સિમ્પલ રીતે સમજાવું. આપણી આજુબાજુ જે થઇ રહ્યું છે એ બધું આપણા વિચારો ના કારણે થઇ રહ્યું છે. તું જેવું વિચારીશ એવો માહોલ રચાશે તારી આજુબાજુ.’ સુરજે એકદમ સરળ ભાષામાં પણ ખુબ ઝડપ થી સમજાવ્યું.
‘ઓહ..એવું છે!? એટલે તું મને આ બધા પોઈન્ટ્સ ની વાત કરતો હતો એમને..? તું તો ધ્યાન પણ નહોતો આપતો ને એ વાતો માં..! તો તમારા મિત્ર ની એ બધી વાતો સાચી પડીને!’ રોશની થોડી રીલેક્સ થતાં બોલી.
‘હા..હા...હવે મને મારી ભૂલ સમજાઈ પણ તને મારી વાત સમજાઈ કે નહિ એ કહે?’ સુરજે ફરી પુછ્યું.
‘હા, હવે મને ધીરે ધીરે સમજાઈ રહ્યું છે. પણ તું મને બધું સમજાવ શું છે આ ડાયવર્ઝન નું રહસ્ય? કેવી રીતે આપણે નીકળી શું અહિયાં થી? હવે શું કરવાનું છે?’ રોશની એ જાણે પ્રશ્નો ની વણજાર કરી.
‘અરે, હા, હા, સમજાવું છું. ધીરે ધીરે બધું સમજાવું છું થોડી ધીરજ રાખ તું.’
સુરજે બધી વાત ધીરે ધીરે કરીને સમજાવવાની શરુ કરી પણ, જેવી બધી વાતો આજુબાજુ ના વાતાવરણ માં ગુંજવા લાગી કે તરત વળી પાછું બધું ઉથલ પાથલ થવા લાગ્યું. પણ, હવે આ વખતે સુરજ તો એક્દમ ટેવાઈ ગયો હતો એટલે જેવો માહોલ બને એને અનુરૂપ એ પણ વિચારવા લાગ્યો અને બધું એન્જોય કરવા લાગ્યો જાણે ખરેખર કોઈ સ્વપ્ન માં હોય. પણ આ બાજુ રોશની હજુ બધું સમજી શકી ન હતી એટલે વધારે ડરવા લાગી. જોકે સુરજ આ ડાયવર્ઝન ના બધા રહસ્ય જાણી ગયો હતો એટલે એને કોઈ ડર હતો નહિ.
પણ આ વખતે થયું એવું કે એક સમય માટે તો સુરજ પણ ખુબ ડરી ગયો.
બંને જણા હવામાં જે પોતપોતાની સીટ પર સીટબેલ્ટ અને પેલી વડવાઈઓ સાથે ફસાઈને લટકી રહ્યા હતા એકદમ થી એમની સીટો જાણે પેલી વડવાઈઓ માંથી છૂટી ગઈ અને નીચે પડી રહી હોય તેમ પુરપાટ નીચે સરકી રહી છે. સુરજ અને રોશની સાચેજ જાણે કોઈ ઊંડા અંધારા કુવામાં ઘરકાવ કરી રહ્યા છે. પોતાની ગાડી તો ઠીક પણ અત્યારે એ કઈ દુનિયા માંથી પસાર થઇ રહ્યા છે એ પણ ખબર નથી. આંખો સામે ફક્ત અંધકાર જ અંધકાર છે. આજુબાજુ માંથી બસ પેલા મોટા મહાકાય વૃક્ષો પસાર થઇ રહ્યા છે એ દેખાઈ રહ્યા છે બાકી કંઇજ ખબર પડતી નથી. રોશની ને પોતાનું આખું શરીર જાણે કોઈ મોટા ઝાડ પર થી સરકતું સરકતું પુરપાટ નીચે પડી રહ્યું હોય તેવું ફિલ થઈ રહ્યું છે અને જાણે એ ઝાડ ની ડાળીઓ એના શરીર પર ઘસાઈ રહી હોય તેમ સટાક સટાક કરીને વાગી રહી છે અને એના દર્દને કારણે રોશની હવે જોર જોર થી બુમો પાડી રહી છે.
‘સુરજ બચાવ..બચાવ પ્લીઝ. મને બચાવ.’ રોશની રીતસર ની બુમો પાડી રહી છે.
‘રોશની કંટ્રોલ કર તારી જાત ને. એવું કંઇજ નથી જેવું તું જોઈ રહી છે કે વિચારી રહી છે. આંખો ખોલ જો આજુબાજુ કેટલી મજા આવે છે જબદસ્ત નજરો છે..!’ સુરજ પડતાની સાથે થોડો ગભરાઈ ગયો હતો પણ પોતાના વિચારોને કાબુમાં કરીને પોતાના ડર ને વશ કરી આ માહોલ ને પણ હવે એ કંટ્રોલ કરી રહ્યો છે અને જાણે બધું એન્જોય કરતા કરતા બોલ્યો.
(વધુ આવતા અંકે...)
===== ====== ======