" નારી "
એવો એક શબ્દ જેનો અર્થ અનંત કહી શકાય...જે શબ્દ ને સમજવો એ આજની દુનિયાની કાબિલિયત બહાર ની વાત છે...એ શબ્દ એટલે સ્ત્રી...નારી....સ્ત્રી એ માતા સ્વરૂપે , દીકરી સ્વરૂપે , અર્ધાગિની સ્વરૂપે પોતાના કર્તવ્યોને હંમેશા નિભાવતી રહે છે...પરંતુ આજે આપણે નારી વિશે થોડો અલગ પર્યાય સમજીએ....જો આ પર્યાય દરેક વ્યક્તિને સમજાય તો આજના યુગની જે અમુક વિડામણાઓ છે એ દુર થાય....
આજના યુગની વાત કરીએ ...ખરેખર તો થઇ શકે તેમ નથી એક કટાક્ષ કહી શકાય...જે રીતે દરેક જગ્યાએ સ્ત્રીનો ઉપહાસ થાય છે....એનું અપમાન થાય છે ખરેખર એ વાત કરતા જ શરીરમાં એક ધ્રુજારી કંપી ઉઠે..વિચાર આવે કે ....’’શું આજ છે ભગવાને બનાવેલી દુનિયાનો માણસ..’’ .આજના યુગના અસુર કહી શકાય જે એક સ્ત્રીનું અપમાન કરે.. એક નાનકડી વાત કહું....વાત સામાન્ય છે...આશા છે વાત સમજવાનો પ્રયત્ન કરશો..
‘’ભાવનગરની એક પ્રસિદ્ધ શાળા જેમાં દરેક વિધાર્થીઓ મન લગાવી અભ્યાસની પ્રવૃત્તિ સાથે જોડયેલા...વિધાર્થીઓના આ ઉત્સાહ જોઈ દરેક શિક્ષક પણ બધાને હમેશા જરૂર પડે મદદ કરતા..’’ હવે ધોરણ ૧૦ અને ૧૨ ના વિધાર્થીઓનું એક વર્ષ પૂર્ણ થવાનાં ૨ મહિના બાકી રહ્યા હતા એટલે શાળાના સંચાલક શ્રી એ વિધાર્થીને આજીવન યાદ રહે એવો એક સરસ મજાનો ભવ્ય કાર્યક્રમ એટલે ભવ્ય વિદાય સમારંભ શાળા તરફથી ગોઠવવામાં આવ્યો...અને એમાં ખાસ સાહિત્ય બાબતનો એક સ્પેશીયલ કાર્યકમ રાખવામાં આવ્યો..બીજા પણ વિવિધ કાર્યક્રમ જેમાં ભાઈઓ અને બહેનો ભાગ લીધો..શિક્ષકોએ હવે આ ભવ્ય કાર્યક્રમનું આયોજન કરવામાં લાગી ગયા...વિધાર્થીઓ પણ સાથે મદદ કરતા ....હું શિક્ષક તરીકે ત્યાં ફરજ બજાવતો..આમ તો મેં સંચાલક શ્રી ને કહી દીધું કે હું નહિ બોલું કારણકે ઘણા વર્ષો થઇ ગયા પણ આખરે કોણ જાણે માઈક હાથમાં પકડું એટલે મુખમાંથી બહાર નીકળતા શબ્દો પણ મારી સાથે સંતાકૂકડી રમવા લાગે...પરંતુ જયારે દેશભકિત અને નારી સન્માનની વાત આવે ખબર નહી...બધો જ ડર જતો રહે...એટલે આ સંચાલક શ્રી ને ખબર હતી તો એમણે મને નારી વિશે બોલવા કહ્યું...
હું ખુશ થતો સંચાલક શ્રી ની ઓફીસ માંથી બહાર નીકળ્યો...પછી વિચાર આવ્યો કે..નારી વિષય પર હું મારી તૈયારી તો બધી કરીશ...પરંતુ છેલ્લે જયારે પ્રશ્નોતરી થશે ત્યારે વિધાર્થીઓ કેવા પ્રકારના પ્રશ્નો પૂછી શકે એ વાતથી હું અજાણ હોવાના લીધે થોડી ચિંતા પણ થતી હતી...
આખરે વિધાર્થીઓના વિદાય સમાંરભનો ભવ્ય કાર્યકમનો સમય આવી ગયો...કાર્યક્રમ સાંજે ૪ વાગે શરુ થવાનો હોવાથી અમે સૌ શિક્ષકગણ અને મદદનીશ વિધાર્થીગણ સવારે ૮ વાગે સ્કુલ પર આવીને બધી પરિસ્થિતિનું અનુકરણ કર્યું...કઈ ખામી ન રહી જાય એનું ખાસ ધ્યાન રાખ્યું...આમ કરતા કરતા આખરે ૪ વાગ્યા ..અને આ વખતે કાર્યક્રમમાં એક નવાઈ હતી કે વાલી સાથે વિધાર્થી ને બોલાવ્યા હતા...તો ધીરે ધીરે બધા આવવા લાગ્યાં...શાળાની એક બાજુ સાંસ્કૃતિક નૃત્યના સ્ટેજ પર બહેનોએ નૃત્ય કરી મહેમાનો નું સ્વાગત કર્યું....
હવે બધા આવી ગયા એટલે કાર્યક્રમની રૂપરેખા અનુસાર કાર્યક્રમ ચાલ્યો...બધા જ વિધાર્થીઓના પર્ફોર્મન્સ ખુબજ પ્રશંસનીય હતા....શિક્ષક ગણે પણ એમનાં આપેલા ટોપિક પર વિધાર્થીઓના ભાવી લક્ષી વાતો કરી...મારું મન થોડું ગભરાતું હતું...ઊંડો શ્વાસ લઇ સ્ટેજ પર બેઠો ત્યાં થોડી ક્ષણમાં મારું નામ માઈકમાં સાંભળ્યું એટલે હું ઉભો થયો મારી સામે વિધાર્થી અને વાલીઓનો મેળાવડો જામ્યો હતો...પગમાં તો ધ્રુજારી થઇ...એ એક અલગ જ અનુભવ છે સ્ટેજ પર જયારે જઈએ બધા આપને જ જોતાં હોય એમ થાય જાણે હમણાં ફાઈરિંગ થવાનું હોય....
હવે મારું વક્તવ્ય શરુ કરતા પહેલા મેં ઉપસ્થિત મહાનુભવો અને વાલીગણ વિધાર્થીગણનું શાબ્દિક સ્વાગત કર્યું...મેં પણ મને આપેલા ટોપિક નારી વિશે વાત કરી .....નારીનું સન્માન કરવું , આદર આપવો, નારીની આત્મશકિત કેળવવા જેવી બાબતો પર વાત આગળ વધારી એમાં થોડી રમુજી અને સમજવા જેવી બાબત આવી...બહેનો જયારે નાના હોય ત્યારે જે વ્રતો કરે છે એ બાબતે.....ત્યાં જ મારી વાત ને કાપતા એક ધોરણ ૧૨ની વિધાર્થીની ઉભી થઇ.....અને મને કહ્યું ‘’સર ! હું એક પ્રશ્ન પૂછી શકું?’’ ....મેં કહ્યું હા બોલ...! ...અમારે જયારે વ્રતોના દિવસો ચાલતા હોય ત્યારે મારી બા હંમેશા મને એમ જ કહે છે કે ‘’તારે વ્રત કરવાના કારણકે તો તને સારો વર મળે’’...મેં બા ને કહ્યું,, ‘’ મારો ભાઈ તો મારા કરતા ૨ જ વર્ષ મોટો છે’’ ..તો કેમ એણે વ્રત નહિ કરવાના? એને શું સારી છોકરી નથી જોઈતી.. ? ..તો બા કહે .., ‘’’ ના એણે નહિ કરવાના તારે જ કરવાના...એટલે સાહેબ આ બાબતે તમે શું કહો છો ? એવો એણે મને પ્રશ્ન પૂછ્યો...
આ સવાલ પૂછતા વાતાવરણમાં થોડું હાસ્ય ફેલાણું......મેં કહ્યું , ‘’ જો બહેન તારે વ્રત કરવાના ....હું એમ માનું છું કે તારે વ્રત કરવાના ...ત્યાં તો એ છોકરી જરા ગુસ્સે થઇ ગઈ.....અને મને કહ્યું ‘’સાહેબ ! તમે પણ જુનવાણી માણસો જેવી વિચારધારા ધરાવો છો...એક શિક્ષક છો તો પણ આવી વાત કરો છો અમારે જ શું કામ વ્રત કરવાના.. ? મારા ભાઈએ શું કામ નહી કરવાના?
મને હવે મનમાં થયું કે આ દીકરીનો જવાબ હું અહી ઉપસ્થિત દરેક વ્યક્તિઓને ધ્યાનમાં લઇને આપું..મેં જવાબ આપતા કહ્યું , ‘’ જો બહેન ! એમાં વાત એવી છે કે તારા ભાઈએ એટલે વ્રત નહિ કરવાના કેમકે , છોકરીઓ તો બધી સારી જ હોય....જે મળશે એ સારી જ હશે..એટલે તારા ભાઈએ વ્રતો નહી કરવાના..અને આ વાત બહેનોને સારું લગાવવા નહી...પરંતુ આ હકીકત છે..ત્યાં મેં જોયું તો ભાઈઓ બાજુ એથી થોડી નારજગી જોવા મળી..પરંતુ મેં કહ્યું ..હવે એક ખુલાસા સાથે અને થોડી ગંભીર વાત કરું...પરંતુ અગત્યની વાત છે... કે શું કામ ...એકંદરે છોકરીઓ બધી સારી જ હોય ? ..તારા ભાઈને તો સારી વહુ મળશે..પણ પેલો છોકરો...સુવર એટલે સારો વર પણ હોય અને સુવર પણ હોય..ગમે તે બે માંથી કોઈ પણ હોઈ શકે...ત્યાં બધા ઉપસ્થિત થોડું મંદ હાસ્ય કરવા લાગ્યાં..પરંતુ તમારી જાણકારી માટે અને બહેનો ને થોડો આત્મવિશ્વાસ વધે આટલા માટે એક વાત કહું...કે અત્યારની જનરેશનમાં ભગવદ ગીતા વાંચી હોય એવા બહુ ઓછા છે..
અને પહેલી વાત તો એ છે કે ભગવદ ગીતા એ કોઈ હિન્દુ ધર્મ કે એનો ગ્રંથ નથી એ મનુષ્યનો ગ્રંથ છે ...એ દુનિયાના કોઇપણ માણસ માટે છે...ભગવદ ગીતા ને ધર્મ સાથે કશું કે ભલે કહેનાર હિન્દુ છે સાંભળનાર હિન્દુ છે...એનાં લેખક હિન્દુ છે...એ બધું બરાબર છે...પરંતુ કોઇપણ ધર્મના વ્યક્તિ આનું આચરણ કરી શકે છે...ભગવદ ગીતા એક લાઈફ મેનેજમેન્ટ શીખવાડે છે...ભારતની મોટી કોલેજ માની એક iim માં પણ ભગવદ ગીતામાંથી લાઈફ મેનેજમેન્ટ વિશે માટે શીખડાવવામાં આવે છે..
ભગવદ ગીતાના અધ્યાય ૧૦ના ૩૪માં શ્લોકમાં એવું કહ્યું છે કે ....શું કામ બહેનો જ સારી એ વાત હું આના પરથી કહું..., ‘’ ૩૪માં શ્લોકના બીજા ચરણમાં મનુષ્ય જીવનના જે મૂળભૂત ગુણો અને મૂળભૂત શકિતોઓ ...ધૃતિ એટલે ધીરજ ...શી..એટલે લક્ષ્મી અથવા શોભા , બુદ્ધિ , વાણી , કીર્તિ આ બધા જે મનુષ્યના જીવનના ૫ કે ૭ પાયાના ગુણો છે...તો શ્રી કૃષ્ણ એ એમ કહ્યું છે કે ...’’ આ ગુણો રૂપે હું સ્ત્રીમાં વસું છું...’’ એટલે કે આ ગુણો સ્ત્રીઓને સીધા જ આપ્યા છે...ડાઈરેક્ટ ...અને પુરુષને સ્ત્રી દ્વારા આપ્યા છે..એટલે કે ‘’ માં દ્વારાં , બહેન દ્વારા , અને જો પુરુષપણાનું અભિમાન ના નડતું હોય તો પત્ની દ્વારાં પણ આવી શકે છે...’’.પરંતુ એ મોટે ભાગે એમાં પુરુષપણાનું અભિમાન નડતું હોય છે એટલે પત્નીમાંથી નથી ગ્રહણ કરતો.....એટલે કૃષ્ણએ કીધું કે આ ગુણો રૂપે હું સ્ત્રીમાં વસું છું.....વાત આગળ વધારતા મેં કહ્યું...કે ધારો કે કોઈ એક પુસ્તક છે કોઈ બીજી ભાષાનું અને તેનાં ગુજરાતીમાં અનુવાદ પુસ્તકો ઘણા છે...તો જે સ્ત્રી છે એ મૂળ પુસ્તક છે ..કારણકે ભગવાનના ગુણો એમાં સીધા એમને આપેલા છે....એટલે કુદરતના ગુણો ..મનુષ્યપણાના ગુણો...અને પુરુષ છે તે પહેલું અનુવાદિત પુસ્તક છે..પુરુષનું ભાષાંતર થયેલુ છે એને સ્ત્રીના ગુણમાંથી આમાં ઢાંળવામાં આવ્યો છે...
માતા એક સ્ત્રી જે તેમાં રહેલા ગુણો એનાં બાળકને આપે , બહેન જે એક ભાઈ ને સારા ગુણો નું જ્ઞાન કરાવે..અને એક પત્ની જે તેનાં પતિને ખોટા માર્ગ પર ન જવા માટે ગુણો દ્વારાં સૂચન કરે..એટલે સ્ત્રી એ મૂળ પુસ્તક છે જયારે પુરુષ એ સ્ત્રીનું અનુવાદિત પુસ્તક છે...જીવનના દરેક ક્ષણે જયારે પુરુષ સમસ્યામાં હોય ને ત્યારે એ સ્ત્રી એટલે એની માતા ને યાદ કરે છે...જયારે કોઈ ઘરની કે પર્સનલ કોઈ તકલીફ હોય બહારની તો બહેનની મદદ માંગે છે...અને જયારે પુરુષ જીવનની આ બધી વીડમણા ઓથી કંટાળી ગયો હોય ત્યારે એમની પત્નીના પ્રેમથી એની સમસ્યા દુર કરે છે....એટલે કહેવાનો તાત્પર્ય એટલો જ છે કે સ્ત્રી વગર આ જગત નું કોઈ જ અસ્તિત્વ નથી..એ છે તો બધું છે.....માટે કહું છું કે સ્ત્રી તો બધી સારી જ હોય છે....
આજના યુગમાં સ્ત્રીઓ પણ પોતાના આ ગુણો ને જાળવી તેનું પ્રસરણ કરીને જગતને સભાન બનાવવું જોઈએ....એક કટાક્ષ છે પણ સાચી હકીકત છે કે હા આજનો પુરુષ થોડો બદલાયેલો છે કારણકે અમુક સ્ત્રીઓમાં પોતાનું અભિમાન , સ્વયં પણાનો અહમ જેવા દુર્ગણોથી એ પોતનો જ ઉપહાસ એટલે કે અપમાન કરે છે...જો આવી સ્ત્રીઓને તેનાં ગુણ વિશે તે શું છે તે શું કરી શકે છે એ સમજાવવામાં આવે ને તો એક સારા સંસાર નું નિર્માણ કરી શકાય છે....એક નવા યુગનો પ્રારંભ કરી શકાય છે....જે યુગ સ્ત્રીનું સન્માન કરતો હોય...આદર કરતો હોય...અને એ જ સાચો યુગ છે....
તો આપણે સૌ એક સંકલ્પ લઈએ પહેલા સ્ત્રીઓ , ‘’’ અમારી પાસે જે કઈ ગુણો રહેલા છે એનાંથી એક સારા યુગનું નિર્માણ કરીશું.....ભાઈ , પિતા અને પતિને સમજાવીશું..એમાં સત્તત્વનું પ્રસરણ કરાવીશું ? ‘’ અને પુરુષો સંકલ્પ કરે કે , ‘’ અમે પુરુષપણાનું અભિમાન છોડી ને માત્ર એક સારા યુગ નિર્માણમાં સ્ત્રીઓનો સાથ આપીશું...સન્માન કરીશું .....આદર કરીશું...’’
આ કહેતા ઘણા ઉપસ્થિત મહેમાનો એ તાળીઓ પાડી પરંતુ મને લાગ્યું હજુ કહેવું ઘણું હતું ...પરંતુ સમયની કટોકટી વેળા આટલું કહ્યું...અને મારું ભાષણ સમાપ્ત કર્યું...એટલે મેં પેલી બહેનને પૂછ્યું કે સંતોષ છે તને જવાબ થી એટલે એ ખુશ થતા બોલી ....હા સર ! આભાર કે તમે આજે મને એક સ્ત્રી હોવાનું અભિમાન આપવ્યું....