sambandhnu aayushy in Gujarati Short Stories by Jay chudasama books and stories PDF | સંબંઘનું આયુષ્ય

Featured Books
Categories
Share

સંબંઘનું આયુષ્ય

સંબંધોનું કઈક આવું જ હોય છે, શરૂઆત જેટલી સારી થઈ હોય છે કદાંચ અંત એટલો જ ખરાબ આવતો હોય છે.
દરેક સંબંધની શરૂઆત એક અપેક્ષાથી થતી હોય છે, જેમ કોઈ સુકાયેલા છોડને જીવન જીવવા પાણીની જરૂર પડે તેમ જ માણસને સમય સાથે ચાલવા કોઈ વ્યક્તિની જરૂર પડે. દરેક સંબંધના જો કચ્ચાચિઠ્ઠા ખોલીએ તો અમુક વાત સરખી મળી જ આવે, જેમાં પહેલાં સંબંધની શરૂઆતમાં લોકો ઘણીબધી વાતો કરશે, એકબીજાને સમજશે, સમય આપશે, નાની-નાની વાતોમાં પણ મહત્વ આપશે અને ખાશ કરીને સામેવાળું વ્યક્તિ કોઈપણ રીતે નારાજ ના થાય કે એને ફરીયાદ કરવાનો કોઈ મોકો ના મળે તેનું ખાશ ધ્યાન રાખશે. પછી થોડાંક આગળ વધતાં બંન્ને જ એકબીજાથી ટેવાઈ જશે, સવારથી લઈને રાત સુધી જાણે એકબીજાની આદત બની જશે, કોઈ એક નારાજ થઈ જાય તો બીજું તરત જ મનાવશે. અવનવાં નુસખા અપનાવીને ગમે તે તોડમરોડ કરીને એ સામેવાળી વ્યક્તિને મનાવાં પુરતા પ્રયત્નો તો કરશે જ. શરૂઆતમાં બન્ને પાસે સમજણ હશે, સમય હશે, વાતો હશે, વિચારો હશે અને ખાશ બન્ને વચ્ચે લાગણી હશે.

મૌન સાંભળી લેવું...
ક્યાં તો...
આંખોમાં વાંચી લેવું..
સઘળા જવાબો મળી જશે...

પછી શરૂઆત થાય સંબંધના બીજા પડાવની
અહીં પણ સંબંધ એટલો ખાશ જ હશે, પણ ઘણાં અંશે સંબંધનો એક નવો જન્મ થતો હોય એવું લાગવાં લાગશે, જયાં પહેલાં જે સમજણ હતી એમાં તિરાડ પડવાની શરૂઆત થશે, જયાં ના તો મૌનને સાંભળતાં આવડશે કે ના તો આંખોની ભાષા વાંચતાં, જો સામેવાળાની નાની એવી ભૂલ પણ એક મહત્વની ઘટનાં બનવા લાગશે અને પછી નારાજગીનું પ્રમાણ બન્ને બાજુંથી વધવા લાગશે, ગઈકાલે કરેલી ભૂલને યાદ કરતાં કરતાં અને એનો ઉકેલ લાવતાં લાવતાં આજનો દિવસ પણ પસાર થતો રહેશે, પણ એ ભૂલનું ના તો કોઈ સમાધાન મળશે કે ના તો કોઈ ચોકક્સ નિર્ણય આવશે, ઉલટાનું દુધ રૂપી સંબંધમાં, છાશનું એક ભુલ રૂપી ટીપું ઉમેરાતાં સંબંધમાં ખાટાશ આવવાની શરુઆત થાશે. હવે સંબંધમાં બે નવી ધારણાંઓનો જન્મ થાશે, જેમ પહેલી એ કે સંબંધ હવે તો તૂટી જશે અને બીજું આ નાની ભૂલોની અવગણનાં કરીને થોડો વધારે મજબૂત થાશે.
અને છેવટે સંબંઘમાં આ બે જ ધારણાં ધારીને જવાબ શોધવાની જરૂર પડશે



મનના કોઈક ખુણે કોઈ વિશે પડેલી કડવાશને ક્વોરન્ટાઈન કરીએ,
શું ખબર, કોઈ સંબંધ વેન્ટિલેટર પર જતા અટકી જાય.!!


હવે શરૂઆત થશે સંબંધના ત્રીજા પડાવની
અહીં સંબંધ હવે પહેલાં જેટલો ખાશ નહીં રહ્યો હોઈ, કેમકે સમજણ પડેલી તિરાડ હવે મોટી થવાં લાગી હોઈ અને ધીમેથી એ ગેરસમજણમાં બદલાવાં લાગશે, જયાં સામેવાળી વ્યક્તિ કદાંચ સાચે જ કોઈ કામમાં વ્યસ્ત હશે તો પણ તેના વ્યસ્ત રહેવાનાં કારણે અનેક શંકાઓ જન્મ લેશે, અને એ શંકા બન્નેનાં મનમાં કડવાશ ઉભી કરશે, સમજણશક્તિ હવે પોતાનો આપો ગુમાવી બેઠી હોય એવું લાગવાં લાગશે, વાતની શરૂઆત હવે પહેલાં કોણ કરશે એ પણ જરૂરી બનવાં લાગશે, અને આ બધાની વચ્ચે હવે સંબંધ વેન્ટિલેટર પર જવાની તૈયારી કરશે, અને સંબંધમાં વેન્ટિલેટરની જરૂરીઆત પૂરી કરશે કોઈ ત્રીજો વ્યક્તિ, જયાં એકબીજાથી નારાજ થયાં બાદ બન્ને કોઈ અલગ-અલગ વ્યક્તિ પાસે આની ચર્ચા કરવા પહોચશે, અને છેવટે થશે એવું કે બન્ને વચ્ચેની ગેરસમજ હવે સંબંધના અંતનું એક મહત્વનું કારણ બનવાં લાગશે


બધાયે સ્વાર્થમાં એક જ હિસાબ લાગે છે,
ન આપે સુખ તો ખુદા પણ ખરાબ લાગે છે !
– બેફામ

શરૂઆત થઈ સંબંધના ચોથા પડાવની એટલે કે સંબંધના અંતની
જયારે સંબંધ વેન્ટિલેટર પર ગયો એટલે મરવાની તૈયારી ઉપર જ હતો, ત્યાંથી તેના જીવવાની ઉમ્મીદ એટલે કે ફરીથી બંન્નેનું પહેલાં જેવું થવું લગભગ નહીવત જ હતી. જયાં સમજણ એ ગેરસમજણમાં ફેરવાઈ ગઈ, મહત્વ હવે ઈગ્નોરન્સમાં, વિશ્ર્વાસ હવે શંકામાં અને જાણીતી વ્યક્તિ અજનબીમાં ફેરવાઈ ગઈ. અને છેલ્લે રહેશે તો માત્ર અફસોસ, થોડીધણી લાગણી, થોડીક યાદો તો થોડીક વાતો. અને છેલ્લે સુખ ના મળતાં એ વ્યક્તિ પણ ખરાબ લાગવાં લાગશે, પણ ખરેખર સંબંધ તૂટવો જ જોઈએ?, જયાં શંકાની નાની તિરાડ પડી ત્યારે એને સાંધવા પ્રયત્ન ના થવો જોઈએ?, જયાં શરૂઆતમાં અપાતો સમય હવે કોઈ કારણોસર નથી આપી શકાતો, તેવાંમાં અન્ય વ્યક્તિમાં એવી સમજણ ના ઉદભવવી જોઈએ?, સંબંધની શરૂઆત બતાવેલાં સપનાને પુરાં કરવા પ્રયત્નો ના થવા જોઈએ? પણ અત્યારે આ બધાં જ સવાલોનો જવાબ છે કદાંચ ના.... કેમકે સોશિયલ મિડીયા થકી લોકોનાં મનમાં એટલી ગંદકી ઠાલવામાં આવે છે કે લોકોને હવે સાચા-ખોટાની પરખ કરવામાં પોતે જ માહેર છે એવું માનવાં લાગ્યા છે. અને ફરીથી એજ સોશિયલ મિડીયાનો ઉપયોગ કરી ફરીથી એક નવા સંબંધની ખોજમાં લાગી જશે. અને એ વ્યક્તિ કે જેનાં એનાં જીવનનો એક અમુલ્ય હિસ્સો હતી એને જાણે એક ભૂતકાળની ઘટનાં સમજીને ભૂલી જશે.

જયાંથી શરૂ કરી હતી સફર
ફરી ત્યાં જ આવીને ઉભાં છીએ
અજનબી જ હતાં
ફરી અજનબી બની ઉભાં છીએ.