Hu Taari Yaad ma 2 (Part-1) in Gujarati Love Stories by Anand Gajjar books and stories PDF | હું તારી યાદમાં 2 - 1

Featured Books
Categories
Share

હું તારી યાદમાં 2 - 1

રાત્રે 1 વાગતા મારી આંખ ખુલી ગઈ અને હું બેડ પરથી ઉભો થયો. મેં મારી આજુબાજુ નજર ફેરવી અને જોયું તો આજુબાજુના બેડ પર વિકી અને અવી સુતા હતા. એ બંન્ને ભર ઊંઘમાં ઘસઘસાટ નસકોરા બોલાવતા હતા. મેં રૂમની લાઈટ ઓન કરવાનું ટાળ્યું અને મારા મોબાઈલની ફ્લેશ લાઈટ ઓન કરી જેથી મને થોડો પ્રકાશ મળી રહે અને હું મારું કામ કરી શકું. હું બેડ પરથી ઉભો થઈને મોબાઈલની ફ્લાઇસ્લાઈટ સાથે નીચે ઉતર્યો અને બાજુના ટેબલ પાસે ગયો જ્યાં અમે લોકોએ રાત્રે પીધા પછી અધૂરી રહેલી બ્રાન્ડીની બોટલ મૂકી હતી. મેં ધીમે રહીને કોઈને સંભળાય નહિ એ રીતે ત્યાંથી બોટલ ઉઠાવી. અચાનક મને આભાસ થયો જાણે મારી પાછળ કોઈ ઉભું છે. મેં પાછળ ફરીને જોયું પણ મને કોઈજ દેખાયું નહિ. મેં એ વાતને ઇગ્નોર કરી અને દરવાજા તરફ ચાલવા લાગ્યો. ફરીવાર મને એવોજ આભાસ થયો જાણે મારી પાછળથી કોઈ પડછાયો પસાર થયો હોય અને ફરીવાર મેં પાછળ ફરીને જોયું પણ આ વખતે પણ ત્યાં કોઈજ નહોતું. મને લાગ્યું કદાચ મારો ભ્રમ હશે અથવા ચડેલો નશો હજી સુધી ઉતર્યો નહિ હોય છતાં પણ મને કાંઈક અજીબ લાગી રહ્યું હતું કારણકે હું સવારનો આ રૂમમાં આવ્યો ત્યારથી મને આ રૂમમાં મારા,વિકી અને અવી સિવાય બીજું પણ કોઈક હોવાનો અહેસાસ થતો હતો. છતાં પણ જે હોય તે એવું વિચારીને મેં બ્રાન્ડીની બોટલ ઉઠાવી અને ડ્રોવરમાં રાખેલી કારની ચાવી ઉઠાવી. ફાઇનલી કોઈને ખબર ના પડે એવી રીતે ધીમે-ધીમે હું ડગલાં માંડવા લાગ્યો અને દરવાજા પાસે પહોંચ્યો. મેં ચાવી મારા પોકેટમા નાખી અને એક હાથમાં બ્રાન્ડીની બોટલ પકડીને ધીરે ધીરે દરવાજો ખોલ્યો. દરવાજો ખોલીને હું બહાર નીકળ્યો અને છેલ્લી વાર વિકી અને અવી સામે જોઇને ધીરેથી બોલ્યો,”આઈ એમ સોરી દોસ્તો, આખી જિંદગી સાથ નિભાવવાનું પ્રોમિસ કર્યું હતું મેં તમારી સાથે પણ અડધી જિંદગીમાં સાથ છોડીને જઈ રહ્યો છું. બની શકે તો મને માફ કરજો.”
મેં રૂમનો દરવાજો બંધ કર્યો અને હાથમાં બોટલ સાથે ગ્રાઉન્ડ ફ્લોર પર પહોંચ્યો. અમે બુક કરાવેલી હોટેલમાં ડ્રિન્ક સાથે લઈ જવાની અને લાવવાની પરમિશન હોવાથી કોઈજ પ્રોબ્લેમ નહોતો. હોટેલના કાઉન્ટર પરથી 1 કલાક માટેનું ચેક આઉટ કરાવીને હું સીધો પાર્કિંગમાં ગયો જ્યાં અમારી કાર પડી હતી. કાર પાસે જઈને મેં કારનો દરવાજો ખોલ્યો અને કારમાં બેઠો. કાર સ્ટાર્ટ કરીને મેં હોટેલથી અડધો કિલોમીટર દૂર આવેલા બીચ પર જવા દીધી અને એક સુમસાન જગ્યા પર અને કિનારા પાસે જઈને ઉભી રાખી. રાતના લગભગ ૧:૩૦ વાગ્યાનો સમય થયો હતો. આખો બીચ સુમસામ હતો અને ચંદ્રના કિરણો સમુદ્રના પાણી પર રેલાતા હતા જેના કારણે અંધારું અને અજવાળાનો એક સમન્વય બનતો હતો અને આછાં પ્રકાશ સાથે સમુદ્ર ઝળહળી રહ્યો હતો. ચારેબાજુ એકદમ ચીર શાંતિ હતી. સમુદ્રના મોજાંથી લહેરાતા પાણીનો આવતો અવાજ છણ… છણ..છણ…એક ઘનઘોર અને ડરાવણું વાતાવરણ પેદા કરી રહ્યું હતું. આવા સમય પર આવી જગ્યાએ જવું એ મુર્ખામી ભર્યું કામ કર્યું કહેવાય. હું કારમાંથી બોટલ અને ખાનામાં પડેલી ગન લઈને નીચે ઉતર્યો. જેવો હું કારમાંથી નીચે ઉતર્યો ફરીવાર મને એવો અહેસાસ થયો જાણે મારી પાછળ કોઈક ઉભું હોય. મેં ફરીવાર પાછળ ફરીને જોયું આ વખતે પણ કોઈજ નહોતું. મને લાગી રહ્યું હતું કે સાચે જ મારો મગજ હવે કામ નથી કરી રહ્યો. હું સાવ પાગલ થઈ ગયો હતો. મને સમજાઈ નહોતું રહ્યું કે આ બધું શુ થઈ રહ્યું છે મારા સાથે. સવારનો હું આવ્યો ત્યારથી એવો અહેસાસ થઈ રહ્યો હતો જાણે કોઈ મને ફોલો કરી રહ્યું છે. અંતે બધુજ પડતું મૂકીને હું કારના બોનેટ પર બેસી ગયો. મેં બોટલ ખોલી અને મોઢા પાસે રાખીને ગટગટાવા લાગ્યો. મને ગળામાં ખૂબ બળતરા થઈ રહી હતી છતાં પણ મને આ પેઈન ફિક્કું લાગતું હતું. હું સાવ ગયેલી હાલતનો માણસ થઈ ગયો હતો. હું પોતાની જિંદગીથી કંટાળી ગયો હતો. વારંવાર એનો ચહેરો સામે આવી જતો હતો જે મારા મગજ પરનું નિયંત્રણ હલાવી નાખતો હતો. હું થોડું – થોડું કરીને ડ્રિન્ક કરતો રહ્યો. ધીરે ધીરે બોટલ ખાલી થવા લાગી. હજી પણ મારો મગજ પર કાબુ રહેતો નહોતો. મને પોતાને પણ નહોતી ખબર હું આવું બધું કેમ કરી રહ્યો હતો. કદાચ મને આવી હાલતમાં કોઈ જુએ તો એમજ સમજે કે હું સંપૂર્ણપણે પાગલ છું. અંતે છેલ્લે એ કામ માટે હાથ લંબાવ્યો જેના માટે હું અહીંયા આવ્યો હતો. મેં ગન લીધી અને એની ટ્રિગર ચડાવી. મારા પોતાના હાથ પણ ધ્રુજી રહ્યા હતા આ પગલું ભરતા પહેલા. તમને લોકોને લાગતું હશે કે હું અહીંયા સ્યુસાઇડ કરવા માટે આવ્યો હોઇશ. હા, હું અહીંયા સ્યુસાઇડ કરવા માટે જ આવ્યો હતો. ફાઇનલી મેં ગન મારા કાન પાસે રાખી. હું જેવી ટ્રિગર દબાવવા માટે જતો હતો કે જાણે પાછળથી કોઈએ આવીને મારા ખભા પોતાનો હાથ મુક્યો. હું તરતજ ઝબકી ગયો અને મેં પાછળ ફરીને જોયું તો મારી પાછળ કોઈ જ નહોતું કે મારા ખભા પર પણ કોઈનો હાથ નહોતો. મને સમજાઈ નહોતું રહ્યું મારી સાથે આ શું થઈ રહ્યું હતું. મેં મારું માથાના વાળ પકડીને ખેંચ્યા. હું પગલો જેવી હરકતો કરી રહ્યો હતો. મને પોતાના પર ગુસ્સો આવી રહ્યો હતો અને પોતાની જાતેજ મારી નાખવાનું મન થઇ રહ્યું હતું. કારણકે એને કરેલા ગુનાની સજા હું પોતાની જાતને આપી રહ્યો હતો. મેં ફરીવાર ગન ઉપાડી અને ફરીવાર કાન પાસે રાખી અને હું જેવી ટ્રિગર દબાવું એની પહેલાજ દરિયામાં લહેરનું એક મોટું મોજું ઉભું થયું અને એમાંથી એક પ્રકાશ ઝરહળવા લાગ્યો. હું એકીનજરે ત્યાં તાકી રહ્યો. એક અલગ પ્રકારની સફેદ કલરની રોશની જાણે લાઈટ હોય એમ મારી નજર સામે ઝરહળી રહી હતી. મેં મારા જીવનમાં પહેલી વાર આવું દૃશ્ય જોયું હતું. એ રોશની ધીરે-ધીરે દરિયાની લહેર સાથે મારી સામે આવી રહી હતું. એ જેમ જેમ મારી નજીક આવી રહી હતી એમ એમ મારી હાલત ખરાબ થઈ રહી હતી. મને લાગી રહ્યું હતું કે આ બધું શુ થઈ રહ્યું છે. એવું લાગી રહ્યું હતું જાણે મને નશો ચડી ગયો હોય અને એના લીધે આ બધું દેખાઈ રહ્યુ હોય. હજી મારી નજર ત્યાં સામે જ હતી અને તે મારા તરફ આવી રહી હતી. આગળની 3 કે 4 સેકેન્ડમાં હું કાઈ પણ કરું એની પહેલા એ રોશની મારી એકદમ નજીક આવીને ઉભી રહી ગઈ અને દરિયાનું આખું મોજું મારી ઉપર ફરી વળ્યું અને પાછું જતી વખતે જાણે કોઈ મને ખેંચીને સાથે લઈ જતું હોય એમ હું પણ ગાડી પરથી ધકેલાઈને મોજ સાથે વહેતો ગયો અને પાણીમા તણાવ લાગ્યો. મને તરતા નહોતું આવડતું એથી હું તરફડીયા મારવા લાગ્યો. હું અંદર ડૂબતો જતો હતો. અત્યાર સુધી તો પોતાની જાતને ગોળી મારીને તડપાવ્યા વગર મારવા માંગતો હતો પણ હવે એવું લાગી રહ્યું હતું કે આ પાણી મને તડપાવી તડપાવીને મારશે. હું જોર જોરથી તડફડવા લાગ્યો પણ એની કોઈજ અસર નહોતી થતી હું અંદરજ રેલાતો જતો હતો. થોડીવાર તડફળિયા માર્યા પછી મારી હિંમત તૂટી પડી અને હું એમજ ઢળી પડ્યો.
જ્યારે મારી આંખો ખુલી ત્યારે ચારે-બાજુ થોડું-થોડું અજવાળું હતું અને અને મારી પાસે વિકી અને અવી હતા. મને મારા શરીરમાં થોડી અશક્તિ લાગતી હતી અને મારું માથું થોડું ભારે-ભારે લાગી રહ્યું હતું. મને હોશમાં આવેલો જોઈને એ લોકો ખુશ થઈ ગયા. મારી આજુબાજુ બીજા પણ અનેક લોકો હતા જે અમને લોકોને નીરખીને જોઈ રહ્યા હતા. હું અચાનક ચોકયો અને વિકીને પૂછ્યું કે હું અહીંયા કેવી રીતે આવ્યો અને એ રોશની ક્યાં ગઈ?

વિકી :- તું અહીંયા જ હતો અમે આવ્યા ત્યારે.

હું :- પણ હું તો પાણીમાં ડૂબી ગયો હતો પણ એ રોશની ક્યાં ગઈ ?

અવી:- તું પાણીમાં નહોતો. તું અહીંયા જમીન પર જ પડ્યો હતો. અને તું કઈ રોશનીની વાત કરે છે?

હું :- અરે, હું કાલે ડૂબી ગયો તો. એ રોશની મને મોજાની લહેર સાથે ડુબાડીને લઈ ગઈ હતી.

વિકી :- તું ડૂબી ગયો હતો એમ ?

હું:- હા,

અવી:- તો તારા કપડાં કેમ ભીના નથી થયા? તું તો એક દમ કોરો છે. જરા પણ ભીનો નથી થયો.

હું :- હું સાચું કહું છું યાર.

વિકી :- લાગે છે તારો નશો હજી સુધી ઉતર્યો નથી. એટલો બધો નશો શુ લેવા કરો છો કોઈ બીજાને ભૂલવા માટે કે તમે પોતાની જાતને જ ભૂલી જાવ.

અવી:- પણ તું અહીંયા આવ્યો હતો શુ લેવા ? અને ગન જોડે લઈને શુ કોઈનું મર્ડર કરવા માટે આવ્યો હતો? પહેલાતો એ જણાવકે તારી પાસે ગન આવી ક્યાંથી ?

હું:- (જો આમને કહીશ કે હું સ્યુસાઇડ કરવા આવ્યો હતો તો આ લોકો મને ત્યારેજ અહીંયાંથી લઈ જશે) ખબર નહિ હું અહીંયા ક્યાંથી આવ્યો..

વિકી:- ગનનું લાઇસન્સ નથી મારી પાસે એ તો ખબર છે ને તને તો પણ તું….અને અમારી આંખ ખુલી ત્યારે તું તારા બેડ પર નહોતો. અમે તને શોધવા નીચે ગયા અને ત્યાં કાઉન્ટર પર જઈને તપાસ કરતા ખબર પડી કે તું રાતે 1 વાગ્યે 1 કલાક માટેનું ચેક આઉટ કરીને નીકળ્યો હતો પણ પછીથી હોટેલમાં આવ્યો જ નથી. એ તો સારું તું અમને ક્યાંય મળ્યો નહિ એટલે અમે સીધા બીચ પર આવ્યા શોધતા-શોધતા અને તું અહીંયા જ પડેલી હાલતમાં મળી ગયો અમને. જો કોઈ પહેલા આવ્યું હોત અને આ ગન સાથે જોઈ ગયું હોત તો વાટ લાગી જાત આપડી.

હું :- સોરી, ફ્રેન્ડ્સ.

અવી :- શુ ઘંટો સોરી. તને કાંઈ થઈ ગયું હોત તો? તને ખબર છે ને કે તું પેલીની પાછળ એટલો પાગલ થઈ ગયો છું કે તારું મગજ પણ કામ નથી કરતું સરખું. આટલી રાત્રે ગમે ત્યાં નીકળી પડે છે. આ આપણું ગુજરાત નથી કે અડધી રાત્રે પણ પાછા આવી જશે ગમે ત્યાંથી. અમે તને અહીંયા તારું મૂડ ફ્રેશ કરવા માટે લઈને આવ્યા છીએ કોઈ નવો પ્રોબ્લેમ ક્રિએટ કરવા નથી આવ્યા. હવેથી ધ્યાન રાખજે આવી ભૂલ ના કરતો.

હું:- સોરી યાર, હવે ધ્યાન રાખીશ. હવે અત્યારે મને અશક્તિ જેવું લાગે છે. હવે મને રૂમ પર લઈ જશો કે પછી અહીંયા જ પડ્યો રાખશો આવી જ હાલત માં?

વિકી :- હા, લઈ જઈએ છીએ ચાલ.

અવી-વિકી મને પોતાના ખભાનો સહારો આપીને કાર સુધી લઈ જાય છે અને અમે ત્રણેય પાછા રૂમ પર આવીને બેઠા અને હું ફ્રેશ થવા માટે ગયો.


To be Continued……
★★★★★

( ત્યાં સ્યુસાઇડ કરવા કેમ ગયો હતો?, કોણ હતી એ છોકરી જેના માટે હું પાગલ હતો?, સ્યુસાઇડ કરવા માટેનું કારણ શું હતું?)
વોટ્સએપ – ૭૨૦૧૦૭૧૮૬૧
ઇન્સ્ટાગ્રામ – mr._author