અધુરો પ્રેમ
એક વાર્તા
દૂર દૂર સુધી વિસ્તરેલી સુંદર ટેકરીઓની પાસે, પવિત્ર અને સુંદર અમરાવતી નદીના કિનારે આવેલું નાનુ એવું ગામ રામપુર. આ નાનકડા ગામમાં છાયા નામની એક સુંદર કન્યા રહેતી હતી. છાયાના રૂપના વખાણ એટલે સુધી હતા કે લોકો કહેતા કે આ કન્યા કોઈ રાજકુમારીથી આછી નથી. એનું રૂપ ચંદ્રમાના રૂપને પાછું પાડે તેવું હતું ચંદ્ર જેવું મુખ, કામણગારી માછલી જેવી આંખો, ગુલાબનાં ફુલ જેવા કોમળ હોઠ, લચકદાર કમર છતાં તેના રૂપના વખાણ ઓછા પડે...
આટલું સુંદર રૂપ હોવા છતાં નાં હોવા બરાબર જ હતું. કારણ કે, તેની આંખોમાં રોશની નહતી, બચપણથી જ અંધ હતી. આ ગામની નજીકના ગામમાં એક બદસુરત, શ્યામ પરંતુ મહેનતુ અને સ્વભાવે દયાળુ છોકરો રહેતો હતો. તેનું નામ સુરજ હતું. તે અનાથ હતો અને ગામમાં ખેતરોમાં મજૂરી કરી તેનું જીવન ચલાવતો હતો, પરંતુ ઈમાનદારીની એ મિસાલ હતો...
એક વખતની વાત છે, છાયા ચાલીને નજીકનાં ગામમાં જતી હતી. એ જ સમયે સામેથી વાહન આવતું હતું. પરંતુ છાયા અંધ હોવાથી રસ્તા પર ચાલી રહી હતી. આ બધું સામેથી આવતો સુરજ જોઈ રહ્યો હતો. જેવું વાહન છાયા પાસે પહોંચ્યું કે સુરજ દોડીને છાયાને બચાવી લીધી. પછી ઓળખાણ થઇ બંને તરફથી પ્રેમના ફણગા ફૂટ્યા.
ધીરે ધીરે બંને એક-બીજા મળવા લાગ્યા બંને પ્રેમ કરવા લાગ્યા. સુરજ છાયાના રૂપનાં બહુ જ વખાણ કરતો. તેની ખામીની ક્યારેય ઉપેક્ષા કરતો નહીં. વાતમાં ને વાતમાં એક વાર છાયાએ સુરજને કહ્યું કે " જો મારી પાસે આંખો હોત તો હું સૌથી પહેલાં તને જોવાનું પસંદ કરીશ. પરતું મારી કમનસીબી કે હું જોઈ શકાતી નથી.". આ શબ્દ સુરજ પોતાના હૈયામાં કેદ કરી દીધા.
થોડા સમય પછી સુરજ છાયાને પોતાનો ફોટો આપીને બહાર જવાનું હોવાનું બહાનું કરી ને પોતાને ગામ જતો રહ્યો. ત્યાર બાદ છાયાને દવાખાનાંમાંથી ફોન આવ્યો કે, તેમના માટે કોઈએ આંખનું દાન કર્યું છે. છાયા ખુશ થઇને દવાખાનાંમાં ભરતી થઇ અને ઓપરેશન કરાવ્યું. હવે તે બધુ જ જોઈ શકતી હતી.
દવાખાનમાંથી આવ્યા પછી છાયાને સુરજની યાદ આવી તેણે દોડીને છુપાવેલ સુરજનો ફોટો જોયો. એ જોતા જ છાયાનું દિલ તૂટી ગયું તે વિચારવા લાગી કે, હું જે છોકરાને પ્રેમ કરું છું તે આટલો બદસુરત છે. તેને સુરજને સંદેશો મોકલ્યો કે, " સુરજ હું માફી માંગું છું પરંતુ મારી અને તારી જોડી બરાબર નથી. હું સુંદર, સુશીલ અને દેખાવડી છું ત્યારે તું બહુ જ બદસુરત અને શ્યામ છે. માટે મને ભૂલી જજે".
થોડા દિવસ પછી જાય અને સંદેશાથી સુરજ નો જવાબ મળ્યો કે, " મારી પ્રિય છાયા હું તારાથી બહુ જ દૂર જઈ રહ્યો છું. તને તારો મનોવાંચ્છિત જીવનસાથી મળે તેવી ભગવાને પ્રાર્થના છે. પરંતુ છાયા તને મળેલી મારી આંખો તું સાચવજે."
આ વાંચવાની સાથે જ છાયા ઉપર જાણે આભ તૂટી પડયું. તેની આંખો પહોળી થઇ ગઈ અને પગ નીચેની જમીન ધસી ગઈ અને તેણે સુરજના ઘર તરફ ગળગળતી મૂકી...
સુરત સૂતો હતો તેની પાસે બેસીને બોલી "એ સુરજ મારી ભૂલ થઈ ગઈ હું તારા પ્રેમને પારખી ન શકી મને માફ કરી દે મે પથ્થર શોધવામાં મારા કોહીનુરને છોડી દીધો એ સૂરજ... સૂરજ..." પરંતુ સુરજ કંઈજ બોલ્યો નહીં.
ત્યાં જ છાયાની નજર તેના હાથમાં રહેલી દવાની ઝેરી બાટલી પર પડી તેને બહુ જ આઘાત લાગ્યો. તેના મોંમાંથી હૈયુ ફાટી જાય તેવી ચીસ નીકળી, સુરજજજ................
અને એ પણ સુરજ ઉપર ઢળી ગઈ....