Love Blood - 5 in Gujarati Detective stories by Dakshesh Inamdar books and stories PDF | લવ બ્લડ - 5

Featured Books
Categories
Share

લવ બ્લડ - 5

લવ બ્લડ
પ્રકરણ-5
નુપુરની સાયકલ ડેમેજ થઇ હતી એ રીપેરીંગમાં અપાવીને દેબુ નુપુરને મુકવા એનાં ઘરે ગયો. ખૂબજ સરસ જગ્યા હતી એનાં ઘરની એને ખૂબ ગમી. ત્યાં નુપુરની મંમી આવી ગઇ. એમની સાથે વાતો કરી પોતાની ઓળખાણ આપી. આવતી કાલે સાયકલ લેવાં અંગે નુપુરને લેવા આવશે એ પણ સાથે સાથે પાકુ કરી લીધુ. નુપુર તરફ દેબુ આકર્ષાયો હતો પરંતુ એણે જતાવા ના દીધુ. નુપુર એક મિત્ર તરીકે દેબુને જોતી હતી... હજી સંવેદનાને ઘણીવાર હતી.
**************
"હમાર સોનાર બાંગ્લા.. એવાં ઉચ્ચારો સાથે એક રેલી નીકળી રહી હતી... એમાં ટી ગાર્ડનમાં કામ કરતાં અન્ય કામદારો રેલીમાં જોડાયાં હતાં. એમની રોજમદારી વધારવાની માંગ સાથે નીકળ્યાં હતાં. આખી રેલી કલેક્ટર કચેરી તરફ જઇ રહી હતી બધાએ લાલ ઘેરાં કલરનાં ધ્વજ હાથમાં રાખેલાં હતાં અને બંગાળી ભાષામાં બધાં સ્લોગનો લખેલાં હતાં. સૂત્રોચ્ચાર કરતી રેલી આમતો શાંતિથી જઇ રહી હતી.
રેલીની આગેવાની કામદાર સંઘનાં આગેવાન સૌરભ મુખર્જીએ લીધી હતી એ રેલીની સહુથી આગળ હતાં અને એમની આગળ 6 કામદાર મોટું બેનર પકડીને ચાલી રહેલાં.. રેલી થોડી આગળ ગઇ અને એમાં બોઇદા-સલીમ-જોસેફ બધાં જોડાયાં એ લોકો સૌરભ મૂખર્જીની નજીક ચાલી રહ્યાં હતાં તે લોકો એમનાં લીડરની એમની તરફ નજર પડે એવો સ્પષ્ટ પ્રયાસ કરી રહેલાં.
બોઇદા મોટેથી સૂત્રોચ્ચાર કરતો ચાલી રહેલો અને મુખર્જીની એનાં તરફ નજર ગઇ.. બંન્નેની નજર મળી.. મૂખર્જીએ ચાલુ સૂત્રોચ્ચારે સ્માઇલ આપ્યુ અને આંખનાં ઇશારે એની હાજરીની નોંધ લીધી.
રેલી અંતે કલેક્ટર કચેરી પહોંચી ગઇ અને ત્યાં કલેક્ટર ઓફીસમાં પટાંગણમાં જ બધાં શાંતિથી બેસી ગયાં અને ઘરણાં ચાલુ કર્યા. બધાં બેઠાં બેઠાં સૂત્રોચ્ચાર કરી રહેલાં. સૌરભ મુખર્જીએ બોઇદાને પોતાની નજીક બોલાવી પૂછ્યું "તું ક્યારે જોડાયો ? શું કરે છે ? તારું નામ શું છે ? ક્યાં રહે છે ? મુખર્જીને યુવાન જોશીલા અને ઝનૂની કાર્યકરો ની જરૂર હતી. મુખર્જી ખૂબ એમ્બીશીયસ માણસ હતો. એણે મજૂરોનાં વેતન વધારાની માંગનાં ઓઠા હેઠળ પોતાની પોલીટીકલ કેરીયર ચાલુ કરી હતી એને રાજ્યનાં મુખ્યમંત્રી સુધી પહોચવું હતું એ અત્યારે બધાં કાર્યકરો ભેગાં કરવાની તૈયારીમાં પડ્યો હતો આજે મજદુર વેતન વધારવાની રેલી.. પછી કોર્પોરેશનમા કોર્પોરેટર.. પછી મેયર, ધીમેધીમે ધારાસભ્ય અને મુખ્યમંત્રી... એમણે પોતાની પ્રગતિની રેખા દોરીને તૈયાર કરી દીધી હતી.. હવે વફાદાર કાર્યકરો જુટાવવાની તૈયારીમાં હતો. અને બોઇદામાં એને વફાદાર ઝનૂની કાર્યકર દેખાયો અને પૂછતાછ કરી...
બોઇદાએ કહ્યું "હું યુકકાહ વસ્તીમાં રહું છું જંગલ પાસેની અને કોલેજમાં એડમીશન લીધુ છે સીટી કોલેજમાં... મારુ મિત્ર વર્તુળ ખૂબ મોટું છે અને હું મારી મ્હત્વાકાંક્ષા માટે કંઇ પણ કરી શકું છું.
સૌરભ મૂર્ખજીએ કહ્યું "વાહ મને આવા જ કાર્યકરોની શોધ છે મારી પાર્ટીમાં જોડાઇ જા તારાં મિત્રો સાથે... તું મારું કામ કરજે... હું તારું ધ્યાન રાખીશ... જોડાયા પછી જો હું તને ક્યાંથી ક્યાં પહોચાડું છું... પણ એક શરત કામકાજ માટે કોઇ ચોક્કસ સમય નહીં હોય હું બોલાવુ હાજર થઇ જવાનું.
બોઇદાએ કહ્યું "ચોક્કસ સર... હું હાજર થઇ જઇશ બસ તમારે મારું બધી જાતનું ધ્યાન રાખવું પડશે. બાકી તમારુ બધુ કામ જોઇ લઇશ.. મારાં પ્રાણની પરવા નહીં કરુ.. તમને સંપૂર્ણ વફાદાર રહીશ.
મુખર્જીએ એનો ખભો થાબડતાં કહ્યું "બસ તો હવે તું ચિંતા મુક્ત હમણાંતો અહીં કલેક્ટરને આવેદન પત્ર આપવાનું છે મારી સાથે જ આવજે.. અહીં મજૂરોનું કામ થાય અને મારી રાજકારણની રોટલી શેકાય.. બસ બીજુ શું જોઇએ ? કાલની ન્યુઝ પેપરની હેડલાઇન મારી જ હશે એ નક્કી. પછી મૂખર્જી ઉભો થયો અને મજૂરોનો ટોળાં તરફ જોઇને ભાષણ ઠોક્યું..
મારાં મજદૂર સાથીઓ તમારાં વેતન વધારાની માંગણી લઇને હું અને આ કાર્યકર બંન્ને કલકટર સાહેબ પાસે જઇએ છીએ આપણી માંગ જરૂર પૂરી થશે એમ કહીને આવેદન પત્ર તૈયાર કરી લાવેલાં એ ટોળા સામે બતાવ્યું બધાએ એકી સાથે હાથ ઊંચા કરીને હો હો કરીને બધાવ્યું અને મુખર્જીની આંખોમાં લીડરશીપનો રોબ ઉભરાયો.
મુખર્જી અને બોઇદા બંન્ને જણાં કલેકટરની ચેમ્બરમાં ધૂસ્યાં.. પટાવળાએ કહ્યું "રુકો સરકો પૂછકે આને દો બાદમેં જાના.. બોઇદાએ એને ધક્કો મારીને હટાવી દીધો અને ચેમ્બરનો દરવાજો ખોલીને મુખર્જીને કહ્યું "સર ચાલો અંદર અને પાછળ એ ધૂસ્યો. મુખર્જી એની પસંદગી પર ખુશ થયાં મનમાં વિચાર્યુ કે ફોલ્ડર આવો જ જોઇએ. ત્યાં કલેક્ટરે એમની તરફ નજર કહીને કીધુ "તમે લોકો કેમ હલ્લો મચાવો છો ? રજા વિના અંદર કેવી રીતે આવ્યાં ? તમે બહાર જાઓ હું બોલાવું પછી આવો.
મુખર્જીએ રાજકારણી ભાષામાં કહ્યું "સર... આતો જનતાનું રાજ છે અને તમે જનતાનાં સેવક જનતા એની માંગ લઇને આપની સમક્ષ આવી છે તમે પાછાં કેવી રીતે કાઢી શકો ? હું સૌરભ મૂખર્જી કામદાર મંડળનો પ્રમુખ છું તમે મારું અપમાન નહીં કરી શકો. અને તમને આવેદન પત્ર આપવા આવ્યા છીએ અને તમારો જવાબ જોઇએ છે કે તમે આ પૂર્તિ ક્યારે કરશો ?
ટી ગાર્ડનનાં માલિકો ધનીક થતાં જાય ચે એમનો વૈભવ એશ આરામી વધતી જાય છે અને આ બિચારાં લાચાર મજૂરો શોષાય છે સદીઓથી એમનું શોષણ થતું આવ્યું છે હવે નહીં કરી શકે કોઇ તમારે વચ્ચે આવી એ લોકોનું મીનીમમ વેતન ભથ્થુ બધુ નક્કી કરવું પડશે.
અમારી માંગ ખૂબ વ્યાજબી છે અને આ આવેદનપત્રમાં વિગતવાર લખેલી છે આપ એનાં પર ધ્યાન આપીને ઘટતું કરો આમાં બે કોપી છે બીજી કોપીમાં રીસીવની સહી કરી આપો.
કલેક્ટર જમાનાનો ખાધેલો હતો. એણે કરડી નજર કરીને મુખર્જી સામે જોયું... પછી બોલ્યાં... તમે ક્યારે નેતા થઇ ગયાં ? મને ધમકી આપવા આવ્યાં છો ? છ મહિના પહેલાં તો તમે સીલીગુડી બજારમાં ખરીદવેચાણ સંઘની ખરીદ વેચાણ માં ગોરખધંધા કરેલાં 6 માસની જેલની સજા થઇ હતી ને ? હવે મજદૂરોનાં રહેનુમા બનવા નીકળ્યાં છો ? તમારી બધી ઇન આઉટ જાણું છું તમે આવેદન પત્ર મૂકીને જઇ શકો છો એનાં પર ચર્ચા વિચારણાં કરીને હું સરકાર સમક્ષ મૂકીશ તમે જઇ શકો છો.
બોઇદા મુખર્જીની સામે જોઇ રહ્યો. પછી એણે કલેક્ટર સામે જોઇને કહ્યું સર આનાં ઉપર વિચાર જરૂર કરજો. નહીંતર આંદોલન ખૂબ ઉગ્ર બનશે. પછી તમે એને સંભાળી કે સમાવી નહીં શકો. મુખર્જીએ આવેદનપત્ર એમનાં ટેબલ પર મૂકીને બહાર નીકળી ગયાં. બહાર આવીને ટોળાને કહેતાં રહ્યાં કે આવેદનપત્ર આપી દીધું છે અને 3 દિવસનો સમય આપ્યો છે 3 દિવસમાં આપણી માંગ પુરી નહીં થાય તો આપણે આંદોલન ઉગ્ર બનાવીશું...બોલો મંજૂર છે ? બધાએ એકી અવાજે વધાવી લીધુ પછી પાછાં સૂત્રોચ્ચાર ચાલુ કર્યા.. અમારી માંગે પુરી કરો. પુરી કરો...
મુખર્જી બધા ક્રાઉડ સામે જોઇને મંદ મંદ મુસ્કાઇ રહ્યો હતો એણે પછી બોઇદાને કહ્યું "તું જંગલ બાજુ રહે છે એટલે આદીવાસી છે ? તારાં બાપા શું કરે છે ? ફેમીલીમાં કોણ કોણ છે ? બધી વિગત આપજે અને ઓફીસે શાંતિથી આવજે એમ કહીને કાર્ડ આપ્યું અને કહ્યું "તું રૂબરૂ ત્યારે આવીશ પછી બધાં પ્લાન સમજાવીશ. આપણી પાર્ટીમાં બને એટલાં વધુ સભ્યો કરવાનાં છે જેથી આપણે કોઇપમ ચળવળ કે ઘરણાં અસરકારક રીતે કરી શકીએ. આમાં આપણને બંન્નેને ફાયદો છે બંન્નેની કેરીયર અને જીંદગી બની જશે.
મુખર્જીની બાજુમાં એનો અંગત સાથીદાર મીંજ ઉભો હતો એ બધી વાતો સાંભળી રહેલો... બોઇદા તરફ ઇર્ષાથી જોઇ રહેલો પણ કંઇ બોલ્યો નહીં.. મુખર્જીએ મીંજ અને બોઇદાની ઓળખાણ કરાવી સાથે મળી કામ કરવાની શીખ આપી અને બોઇદાને કહ્યુ ફોન કરીને ઓફીસે આવજે ત્યારે બધી વાત કરીશું.
************
નુપુરનાં ઘરેથી દેબાન્શુ ઘરે આવ્યો. કમ્પાઉન્ટમાં બાઇક પાર્ક કરી અને એણે જોયું રોજની જેમ માં પાપા વરન્ડામાં જ બેઠાં છે.. એ જઇને મોમને વ્હાલ કરીને વળગ્યો. પાપાએ પૂછ્યું "કેવી રહી રાઇડ ? નવી બાઇક કેવી છે મજા આવી ?
દેબુએ કહ્યું "મારાં માટે કોફી લાવોને.. એમ કહીને ત્યાંજ બેસી ગયો. પાપા જોરદાર બાઇક છે ખૂબ મજા આવી. આઇ એન્જોયડ લોટ. ત્યાંજ પાપાનાં મોબાઇલમાં રીંગ આવી ફોન ઉચ્કયો અને ચહેરો તંગ થયો –

વધુ આવતા અંકે- પ્રકરણ 6