The Author Navdip Follow Current Read બદલો - 4 By Navdip Gujarati Fiction Stories Share Facebook Twitter Whatsapp Featured Books પ્રેમ થાય કે કરાય? ભાગ - 21 સગાઈ"મમ્મી હું મારા મિત્રો સાથે મોલમાં જાવ છું. તારે કંઈ લાવ... ખજાનો - 85 પોતાના ભાણેજ ઇબતિહાજના ખભે હાથ મૂકી તેને પ્રકૃતિ અને માનવ વચ... ભાગવત રહસ્ય - 118 ભાગવત રહસ્ય-૧૧૮ શિવજી સમાધિમાંથી જાગ્યા-પૂછે છે-દેવી,આજે બ... ગામડા નો શિયાળો કેમ છો મિત્રો મજા માં ને , હું લય ને આવી છું નવી વાર્તા કે ગ... પ્રેમતૃષ્ણા - ભાગ 9 અહી અરવિંદ ભાઈ અને પ્રિન્સિપાલ સર પોતાની વાતો કરી રહ્યા .અવન... Categories Short Stories Spiritual Stories Fiction Stories Motivational Stories Classic Stories Children Stories Comedy stories Magazine Poems Travel stories Women Focused Drama Love Stories Detective stories Moral Stories Adventure Stories Human Science Philosophy Health Biography Cooking Recipe Letter Horror Stories Film Reviews Mythological Stories Book Reviews Thriller Science-Fiction Business Sports Animals Astrology Science Anything Crime Stories Novel by Navdip in Gujarati Fiction Stories Total Episodes : 6 Share બદલો - 4 (25) 1.2k 3k 3 વિનય હવે આગળ નું પ્લાનિંગ કરવા માં લાગી ગયો હતો તેણે તેની દુકાન માંથી મળેલ અભય નો પત્ર સળગાવી તેની રાખ કાળા પ્લાસ્ટિક ના ઝબલા માં નાખી શેરી ના નાકા પર ની જાહેર કચરા પેટી માં નાખી દીધી તેના ભૂતકાળ ની કોઈ ને પણ જાણ ના થાય તેવું તે આયોજન કરતો હતો તે પોતાની અને રાજવી ની ટીકીટ લઇ ને ટ્રેન માં બેઠો અને ભૂતકાળ માં ખોવાઈ ગયો ઍ કોઈ ગુનેગાર ના હતો પણ એક પ્રેમી હતો પોતાના અને પોતાના ભાવિ પરિવાર ના સુખ ની લાલચ માં એક ગંભીર ગુનો કે ભૂલ જે ગણો તે કરી બેઠો હતો પોતે પણ આ દેશ ના કરોડો શિક્ષીત યુવાનો ની જેમ સરકારી નોકરી ની આશા રાખતો હતો જો કે તે પુરી ના થતા તે એક ફર્નિચર ના મોટા શો રૂમ માં નોકરી ઍ લાગ્યો હતો અને પોતાની હોશિયારી થી મેનેજર પણ બની શક્યો હતો પણ એક વાર તેને એક ભાવનગર નો વેપારી મળ્યો હતો ભાવનગર જિલ્લા માં અલંગ નામનું એશિયા નું સૌથી મોટુ શિપ બ્રેકીંગ યાર્ડ છે ઘોઘા ગામ નજીક. આ બધા શિપ માં લાકડા નું કિંમતી ફર્નિચર અને બીજો ઘણો કિંમતી સમાન હોય અમુક વર્ષ વપરાય પછી જયારે તે સમુદ્ર માં જવા યોગ્ય ના રહે ત્યારે તેને અલંગ ખાતે લાવી ને તોડવા માં આવે દેશ વિદેશ થી અનેક નાના મોટા શિપ અહીં લાવવા માં આવે અને પછી તેને તોડવા માં આવે આવા શિપ માં ઘર જેવી જ સગવડ હોય તેથી લાકડા નો સમાન ઇલેક્ટ્રોનિક આઈટમ કાચ નો સમાન વગેરે પણ હોય ઇલેક્ટ્રોનિક વસ્તુ વાપરવા માટે નો પાવર ડીઝલ થી ચાલતા જનરેટર માંથી મેળવવા માં આવે છે ઘણી વાર સોનુ હીરા જેવી કિંમતી વસ્તુઓ જે અન્ય દેશ માં સસ્તી હોય પણ ટેક્સ ચૂકવવા ના કારણે ભારત માં મોંઘી હોય તેવી તમામ વસ્તુઓ શિપ મારફત ભારત ના મુંબઈ જેવા મહાનગરો માં છુપી રીતે મોકલાતી હતી જો કે ક્યારેક પકડાય પણ ખરી છતાં આ કાળો કારોબાર વર્ષો સુધી ચાલ્યો હવે એક્સાઇઝ કસ્ટમ જેવા ખાતા ની જાગૃતિ ને કારણે આવો વેપાર ઘટ્યો છે વિદેશ વેપાર માટે વપરાતા આવા શિપ જયારે અલંગ માં તોડવા માં આવે ત્યારે તેમાં થી ઘણું બધું સ્ટીલ લાકડું તેમજ ઉપર મુજબ નો કિંમતી સમાન નીકળે એનો વેપાર કરવા માટે વેપાર અલંગ ખાતે સરકારી મંજૂરી થી ત્યાં પ્લોટ લઇ ને સમાન ખરીદી વેપાર કરે ખુબ સસ્તા ભાવે સમાન લઇ ઉંચી કિંમતે વેચે આવા એક વેપારી સાથે અકસ્માત થી જ પોતે જૂનાગઢ ના જે ફર્નિચર ના શો રૂમ નો મેનેજર હતો તેના કામ થી જ વેપારી લલિત સાથે મુલાકાત થઇ હવે તો વિનય જ્યાં કામ કરતો તે ફર્સ્ટ ક્લાસ ફર્નિચર ના માલિક નો તે ખુબ વિશ્વાસુ બની ગયો હતો એટલે જૂનાગઢ માં બસ સ્ટેન્ડ સામે ના જ એક મોટા ગેસ્ટ હાઉસ માં તે શો રૂમ નું બાકી પાંચ લાખ નું પેમેન્ટ કરવા રોકડા રૂપિયા લઇ ને આવ્યો હતો કાપડ ની એક સાદી થેલી માં આટલા રૂપિયા હશે એવુ કોઈ વિચારી પણ ના શકે બારણું બંધ કરી ને બીજા માળ ના એક એ. સી. રૂમ માં આ કામ પત્યું ત્યાર બાદ વિનય ના વ્યક્તિત્વ થી પ્રભાવિત થયેલ વેપારી લલિત બોલ્યો કે શુ વાત છે સાહેબ? મોટી મૂછો ઉંચી હાઈટ જિમ માં બનાવેલ બોડી બ્રાન્ડેડ શૂઝ તમે તો કોઈ મોટા પોલીસ અધિકારી કે મોટા શેઠ જેવા લાગો હો બાકી હવે નોકરી મૂકી તમે જ ફર્નિચર નો શો રૂમ કરો સુરત કે મુંબઈ બાજુ ભાડા ની દુકાન માં કરો તોય પાંચ વરસ માં તો કરોડપતિ થઇ જશો તમારે સુરત યોગ્ય રેશે ચાર પાંચ લાખ માં કામ શરુ એક લાખ ની દુકાન અને ત્રણેક લાખ નો માલ એટલે એમ કે માલ તો ચાર કે પાંચ લાખ નો પણ બાકી ના બે લાખ નો છ મહિના પછી નો ચેક પણ હાલશે કમાઈ ને બેન્ક માં પૈસા નાખી મને ફોન કરશો પછી જ હું પૈસા ઉપાડીશ જો કે લલિત ને ય ક્યાં ખબર હતી તેની આ ઑફર થી વિનય લલચાઈ ને એક ગુનો કરશે.... ક્રમશ ‹ Previous Chapterબદલો - 3 › Next Chapter બદલો - 5 Download Our App