CHECK MATE - 4 in Gujarati Classic Stories by Saumil Kikani books and stories PDF | ચેક મેટ - 4

Featured Books
Categories
Share

ચેક મેટ - 4

પ્રકરણ 4

(સ્ટડી રૂમ માં સુમિત બેઠો છે...ટેબલ પર માથું મુકીને.ત્યાજ બે મગ લઈને રાઠોડ અંદર આવે છે)

રાઠોડ: મી. સુમિત..(સુમિત માથું ઊંચું કરે છે...અને રાઠોડને જોવે છે)....કોફી....હેવ ઈટ....(સુમિત જરાક મુંજાય જાય છે) come on sumit. મને સહકાર આપવા વાળા નો હું ખ્યાલ રાખું છુ.... I may be ruthless.but not heartless…have it….એમ પણ સવાર થી કોઈ refreshment નથી મળ્યું...કોફી તમારા મગજ ને cool and active કરશે...લ્યો...પીવો....

(સુમિત એક ઘૂંટડો ભરે છે...જરાક રિલેક્ષ થાય છે....ત્યાજ રાઠોડ સુમિત ને...) અચ્છા સુમિત એક વાત કહો..ગુલામ વિષે શું જાણો છો? અને કેટલું?

(સુમિત શોક થઇ જાય છે, ગભરાય જાય છે)...

સુમિત: વધારે કઈ નહિ...જેટલું મેં એમના વિષે સાંભળ્યું છે.

રાઠોડ: માત્ર સાંભળ્યું છે? જોયો નથી?

સુમિત: ના...(ડરી ને)...અને જોવો પણ નથી...મને મારી જિંદગી વહાલી છે..સર..

રાઠોડ: કેમ? એટલે...તમે શું કેહવા માંગો છો?

સુમિત: એના વિષે એકજ વાત લોકો જાણે છે. અને એ છે એની હેવાનિયત..

રાઠોડ: (જરા હસીને)...એ smuggler છે અને terrorist activitist છે...પણ...

સુમિત: તમારા જેવા officers માટે એ રમત માત્ર હશે...પણ જેણે એને જોયો છે એ પોતાની દુનિયા જોવા માટે જીવતો નથી રહ્યો..કાલરા જીવે છે એટલે કદાચ...કાલરા એ પણ એને નહિ જોયો હોય...(જરા અટકી ને)...તમને ખબર છે...સર... કેહવાય છે કે અમુક અરબીઓ એ એના ઘર પર કબજો કર્યો...એની પત્ની અને દીકરી ઉપર બળાત્કાર કર્યો...જયારે એને આ વાત ની ખબર પડી ત્યારે એ એના ઘરે ગયો, એક અરબી ને છોડી બધાને મારી નાખ્યા, even એની પત્ની અને દીકરીને પણ....પછી એમને દફન કરી, જે અરબીઓ ને માર્યા હતા એના કુટુંબ ને,મિત્રો ને, સાથીદારો ને,એમના પાડોશી ને, પાડોશી ના મિત્રોને, જ્યાં કામ કરતા હતા એ દુકાન, ઓફીસ ને બધાને ખતમ કરી નાખ્યા...અને આ સર્વનાશ કરી...ફૂરરર...ગાયબ...હવા માં ઓગળી ગયો..

રાઠોડ: ( સુમિત તરફ એકીટશે જોતા) તમે ગુલામ ને જોયો નથી..માત્ર સાંભળ્યું છે...તો પણ એને સત્ય માનો છો...એનાથી ડરો છો..

સુમિત: તમે ક્યારે ભૂત કે શેતાન ને જોયા છે? પણ એના હોવાની વાતો થાય છે ને?...એ વાતો ની થોડી ઘણી અસર પણ થાય છે ને?..ગુલામ આ શેતાન છે...(જરા અટકી ને)... હું ભગવાન મા માનતો નથી, કારણકે મને એનો ડર નથી. પણ જે વખતે હું ભગવાન માં માનીશ ત્યારે માત્ર મને એકજ માણસ નો ડર હશે અને એ છે આ...ગુલામ મુર્તઝા અલી....

રાઠોડ: Strange…પાંચ વર્ષ થી હું એની પાછળ છુ...એના ઘણા કામ મારે કારણે pending છે અને ઘણા postponed પણ થયા છે...પણ સાલો હાથ માં નથી આવતો...મને એની રગેરગ ખબર છે સુમિત...માત્ર એનો ચેહરો...

સુમિત: એજ નહિ જોઈ શકો...સર...એ ખિલાડી છે...આપણ ને મહેસુસ કરાવે કે આસપાસ જ છે પણ....દેખાય નહિ.અને જો કોઈને દેખાય તો...(ચેહરા ઉપર ભય આવી જાય છે)....

રાઠોડ: (અકળાઈ ને) come on mister sumit…give me a break now…

સુમિત: મને હતુજ...તમને મારી વાત પર વિશ્વાસ બેસશે જ નહિ...but hopefully આપણું I.B…American defence agency જેવી ભૂલ નહિ કરે જેવિ એમણે 9/11 regarding કરી હતી.

રાઠોડ: What do u mean?

સુમિત: તમને શું લાગે છે સર...શું American defence અજાણ હતું કે 9/11 નો mission લાદેન બનાવી રહ્યો છે?....હતું...પણ એ લોકો નો approach કેવો હતો?...કોણ લાદેન...oh…પેલો અફઘાનિસ્તાન ની પહાડી પર ગધેડો ચરાવતો અભણ...એ civil engineer “અભણે” અમેરિકાની છાતી પર ઉભા અમેરિકા ના ગર્વ સમાન world trade center ને આંખ ના પલકારા માં ધૂળ ફાક્તી કરી દીધી. અને દુનિયા ની Best defence agencies ની મદદથી પણ બે વર્ષ સુધી એ ખબર ના પાડી શક્ય કે જ્યાં પ્લેન માં એક ટાંકણી પણ લઇ જવાની પરવાનગી નથી હોતી એમાં એલોકો કટર નાઇફ કઈ રીતે લઇ ગયા અને કેવી રીતે જાણી લીધું કે એ flight માં માત્ર એક જર્મન officer જ હતો અને એને પણ સીફ્તાય થી કોઈને ખબર ના પડે એ રીતે મારી નાખ્યા...અને cockpeat (કોકપિટ) માં ઘુસી જઈ plane hijack કરી ઓસ્ટ્રેલીયા જતી ફ્લાઈટ ને divert કરી Newyork તરફ લઇ જઈ ને world trade center માં ઘુસાડી દીધી..(જરાક અટકે છે.. ઊંડો શ્વાસ લેતા એક ઘુંટડો કોફી નો લેતા)….સર એ લોકો ન જાણી શક્યાં કેમકે એમની નજર સામે જે પુરાવા મળ્યા એના ઉપર જ કામ કર્યું...એટલેજ એક જગ્યા એ આવીને અટકી ગયા.આ 400કરોડ ના હીરા ની દાણચોરી, એમાં મી. પ્રદીપ નું involvement, દાણચોરી નું “હજીરા” mission સાથે connection ,પ્રદીપ નું મોત, અને મારા ઉપર હુમલો....આ એક chain ની ઘટતી કડી મેળવા માટે મારા જવાબ જ આધાર નથી સર...તમે કાલરા ને પકડો, પ્રદીપ અચાનક કેવી રીતે આમ મરી ગયો એ ચેક કરો અને મારા પર હુંંમલો કરનાર ને ટ્રેક કરો તો કઈક મળશે...હું તમારા કામ પર શંકા કરી શકું એવું status નથી મારું પણ સર...તમારા સવાલો માં મારા જવાબો જ મળશે...એ જવાબ થી તમે તમારા case માં કેટલા આગળ વધી શકશો એની મને ખબર નથી....(ફરી થોડીક સેકન્ડ અટકે છે)… તેમ છતાં મને જેટલું ખબર છે એટલું બધુજ જણાવીશ...


(રાઠોડ નો ફોન વાગે છે)

રાઠોડ: હાલો.. હા ..Yes….ohk…cross check કર્યું?...What about confirmation?.....ok….ya મને doubt તો હતોજ but now its 100% clear…..good job…..(સુમિત ને જોઇને)...અમે તમારા કહ્યા અનુસાર કાલરા ને track કર્યો (સુમિત react કરે છે) and do you know અમને શું મળ્યું?....કાલરા does not exist….

સુમિત: what?

રાઠોડ: yes Mr Sumit.. કાલરા નામ ની કોઈજ વ્યક્તિ આ સિન્ડિકેટ માં છેજ નહીં.

(રાઠોડ સુમિત તરફ જોવે છે સુમિત shock થઇ ગયો)