કીટલીથી કેફે સુધી
આનંદ
(24)
કાયમ મને શોધ્યા કરુ ને પાણી જ પાણી પામ્યા કરુ.
એ હઠીલી જાત તને કેમ રે વીસરાય...તને કેમ રે વીસરાય...
રીવર ફ્રન્ટે ઉભો રહુ તોય સામે ન્યારી આવી જાય.
અમદાવાદની પોળમા મને રૈયાનાકા દેખાય.
નવુ નવુ ખાવાનુ જોઇને મન કાયમ હરખાય.
કાયમ મને શોધ્યા કરુ ને પાણી જ પાણી પામ્યા કરુ.
એ હઠીલી જાત તને કેમ રે વીસરાય...તને કેમ રે વીસરાય...
જે સમયે મે હેરીટેજ વોલ્કમા જવાની હા પાડી ત્યારથી જ ‘રાજ...’ માથી ‘આનંદ...’ બનવાની સફરની શરુઆત થઇ ગઇ હતી. મને ખબર નહોતી એ વાત અલગ છે.
‘જે થયુ તે સારા માટે જ થયુ...’ આ વાત મે બરોબર જાણી લીધી છે.
મે બધી જગ્યા પર નામ બદલીને ‘આનંદ’ લખવાની શરુઆત કરી દીધી છે. મજાની વાત એ છે કે હુ માણસોને મળતો થઇ ગયો. પહેલા જે કામ કરવાની ના પાડતો એજ કામ સામે હાલીને કરુ છુ. હવે કોઇ જ લીમીટ એવી નથી જે મને અટકાવી શકે. મારો મોટામા મોટો ભય વાત કરવાનો એ પણ નીકળી ગયો છે.
મારી જાત સાથે વાત કરતો હોય તો કહેવાય કે “ખરાબ યાદોને મુવ ઓન કરીને મારા ફ્યુચર વીશે વીચારવા લાગ્યો.” મને હવે કોઇ પર કારણ વગરનો ગુસ્સો નથી આવતો. જયારે એવુ કાઇ થાય તો મારી જાતને ‘આનંદ...’ નામથી રોકી રાખુ છુ.
કહેવાય કે “રોબર્ટ ડાઉની જુનીયર બનવા નીકળો ને દેવાનંદ થઇ ગયો.”
“અંગારાને આંખમા લઇને ફરતો માણસ રોમેન્ટીક થઇ ગયો.” ઘણીવાર એકલો-એકલો વાતો કરતો હોઉ છુ.
અમદાવાદના પછીના દીવસો દરીયામા મોજુ આવીને નીકળી જાય એમ વહેતા ગયા. હુ જયાં હતો ખુશ હતો. મારી જીવનથી ખુશ હતો.
એ દીવસોમા યોગીભાઇ પણ બેંગલોર સીફ્ટ થઇ ગયા. સાથે રખડવા વાળો સાથીદાર ખુટયો. હુ ઘણા ટાઇમથી નવલકથા લખવાનુ વીચારતો હતો. કેવી રીતે શરુઆત કરવી એ મને ખબર નહોતી. ઇન્ટર્નશીપ પહેલા મે માતરુભારતી વીશે જાણ્યુ હતુ. એક નવા ‘હીરેન કવાડ’ વીશે મે ત્યાંથી જાણ્યુ. એમનુ ઇન્સ્ટાગ્રામનુ આઇડી મને મળી ગયુ. મોકો જોઇને મે લખવાની શરુઆત કરી.
છેલ્લા બે મહીનામા સીંધુભવન માર્ગના બધા જ ‘કેફે...’ મા જઇ આવ્યો. ગમે તે ‘કેફે...’ મા જતો પણ એકલો જ બેઠો રહેતો. કલાકોના કલાકો બેસતો એ જ રાહમા કે ક્યારેક તો કોઇ સામે બેસવાવાળુ મળશે.
હવેના દીવસોમા મે રુમ પર ખાવા-પીવાનુ બંધ કરી નાખ્યુ. મારે બસ મારા બાકી વધેલા દીવસો જીવવા તા...ખરેખર જીવવા તા જે સમજતા થોડો મોડો પડયો. સવારના સારો નાસ્તો કરીને બપોરે સારુ ખાવાનુ...જરુર ન હોય ત્યારે ચા નહી પીવાની એ ટેવ મારે ન છુટકે અપનાવવી પડી. સવારે ટાઇમ મળે તો ‘કેફે...’ મા જવાનુ નહી મુકવાનુ.
હુ રોજ નવા કેફે શોધ્યા કરતો. ઘણા કેફે વાળા અને કીટલીવાળા સાથે ભાઇબંધી થઇ ગઇ હતી. હુ માણસાઇથી નજીક આવવા લાગ્યો હતો. મારા મનમાથી ખરાબ હમેશા માટે રસ્તો છોડી દીધો હતો.
મને કાયમ લાગતુ કે “મે જ દુનીયાને આઘી કયરી અને હવે ગમે તે થાય તોય દુનીયા મારાથી આઘી નથી જવાની...” માણસ બદલી ગયો. વીચાર બદલી ગયા. ‘રાજ’ બદલી ગયો.
ઓફીસથી નીકળીને રોજ સાંજે ‘ટી-પોસ્ટ’ પર જવાનુ. ત્યા કામ કરનાર માણસ મારો ભાઇબંધ હતો. મે એક નીયમ બનાવ્યો હતો.
ગમે તેવો દીવસ હોય તોય દરરોજ દીવસની અડધી કલાક એવી હોવી જોઇએ જ્યા મારા સ્વાર્થનુ કોઇ કામ થતુ હોય. અડધી કલાક મારી એટલે મારી જ... એમા મને મન ગમે એ કરવાનુ. ગીતો સાંભળવા...ગેઇમ રમવી...લખવુ...જે મન પડે એ કરવાનુ. કોઇ છોકરી સાથે ‘ફ્લર્ટ’ કરવુ હોય તો પણ એ ટાઇમ છે. એ ટાઇમ એટલે મારો ટાઇમ.
દરરોજ સાંજે અડધી કલાક ટી-પોસ્ટ પર કાઢતો. ત્યાંથી નીકળીને સીધા રસ્તે એસ.જી. હાઇવે પર જવાતુ તોય અંદરની મારી મનગમતી શેરીમા થઇને બે કીલોમીટર વધારે ફરીને ઘરે જતો. રાતે મન થાય તો સીંધુભવનની ટી-પોસ્ટ કે પછી મારા ખાસ મીત્ર ‘શૈલેષ ભાઇ’ ની કીટલીએ જઇને મોડે સુધી બેસવાનુ.
હીમાંશુ ગયો એને ત્રણેક મહીના થઇ ગયા. હમણા એનો ફોન આવ્યો તો કે આવતા અઠવાડીયે ફરી જજની પરીક્ષા આપવા આવવાનો છે.
એનો એક ભાઇબંધ છે યાદવ એને અમે ભેગા થઇને એટલો હેરાન કર્યો હતો કે પોતાનો ફોન સ્વીચઓન કરવામા એને બીક લાગતી હતી. મે એના ફોનમા છસો સ્પામ મેસેજ નાખી દીધા. એને એમ હતુ કે કોઇએ એનો ફોન હેક કરી લીધો.
ફોન આવ્યો અને પછીના રવીવારે તે અમદાવાદ.
એના આગલા દીવસે રાતે અજાણ્યા નંબરમાથી ફોન આવ્યો.
“કોન હે બે. બોલ કોન રહા હે ભુતની કે.” ફોનમાથી ભારે અવાજ આવ્યો. મને એનો અવાજ પહેલા જ ઓળખાઇ ગયો.
“ભાઇ પહેલે ગુજરાતી કી એક્ઝામ ક્લીઅર કર લે...” મે સીધો જવાબ આપ્યો.
“અબે ચુપ. કલ આ રહા હુ મે અમદાવાદ. રાત કો ફલાઇટ હે મેરી.”
“ઠીક હે મીલતે હે કલ...” કહીને મે ફોન રાખ્યો.
બીજે દીવસે બપોરે હુ એને મળ્યો. આ વખતે એ કોઇ નવા ભાઇબંધ સાથે આવ્યો હતો.
એકદમ ફ્લેસની વેબસીરીઝના રાલ્ફ ડીબ્નીનો કોપીકેટ લાગતો હતો. “યે હે દીપ ઔર ઇસકો પહેચાનતે હો ક્યા. ઇસકા નામ નહી બતાઉંગા વરના તુ ઇસકા ફોન ભી હેક કર દેગા.” મારી સામુ જોઇને પોતે હસવા લાગ્યો.
“ચલ પાઉડર વાલી ચાય પીતે હે.” મારી સામુ જોઇને હીમાંશુ બોલ્યો. મે ના પાડી તોય મને ગાડીમા આગળ બેસવા માટે કહ્યુ. એ ફરી પાછો એજ પહેલા વાળી સેન્ટ્રો ભાડે લઇ આવ્યો છે. એ બે ગાડી લઇને આવ્યા છે. એટલે બીજી ગાડી ફ્લેટની નીચે મુકી દીધી.
“કાઠીયાવાડી ચાય જેસા મઝા પાઉડર વાલી મે.” મારાથી કહેવાઇ ગયુ. ગાડીમા પાછળ દીપ અને હીમાંશુની ગર્લફ્રેન્ડ બેઠા છે.
પછી મે અમદાવાદી કેફેની ચા અને કાઠીયાવાડી ઇસ્કોનની ચા બધાને ટેસ્ટ કરાવી. દીપ અને સ્રુષ્ટીને તો કાઠીયાવાડી ચા મા મજા આવી. હીમાંશુને સાંજની ફ્લાઇટ છે.
“ભાઇ ગૌરવ પહેલીબાર ગુજરાત આયા હે. ઉસકો અહેમદાબાદ ઘુમના હે. ઘુમા લાયેગા કયા. ઓર દો દીન તક રહેને કા ભી ઇન્તઝામ કરના હે.” એને એટલા વીશ્વાસથી મને પુછયુ. એને કદાચ ખબર જ હતી કે હુ ના નથી કહેવાનો.
“હો જાયેગાના ઉસમે ક્યા.” મારાથી બોલાઇ ગયુ. મને ખબર નહી મે કેમ હા પાડી દીધી.
“ઔર હા ઇસકો કાર એકસ્ચેન્જ કરકે બાઇક લેના હે. તો જરા દેખ લેના લોકેશન. અભી હમ તુમ દોનો કો રુમ પે છોડ કે ગેડીરુટ સે નીકલતે હે.” હીમાંશુ બોલ્યો. મને મનોમન એમ લાગતુ હતુ કે હુ કેટલો સાદો માણસ છુ અને આ કેટલો વી.આઇ.પી.. એને હા પાડીને મે કોઇ ભુલ નથી કરીને. મને મારી જાત પર શંકા થઇ.
ગેડીરુટ એટલે સીંધુભવનથી એક રસ્તો છે. જ્યા અમદાવાદના સૌથી ધનવાન પરીવારના છોકરા અને છોકરીઓ આવતા જતા હોય છે. અમે રોજ ચા પીવા જતા ત્યારે એ રસ્તેથી ચાલતા.
મારી માન્યતા ખોટી પડી. અમે બે દીવસ સુધી સાથે રખડયા. એનામા એવો કોઇ આદત નહોતી જેવી હુ વીચારતો હતો.
જેન્ટલમેન પર્સનાલીટી કોને કહેવાય એ હુ આ માણસ પાસેથી શીખ્યો.
એ પહેલા મે એને અમદાવાદથી લઇને કાઠીયાવાડની અઢળક ચા પીવડાવી દીધી. ચા ના બંધાણીમાથી હુ ચા નો જાણકાર જ બની ગયો છુ.
છેલ્લે મે પુછયુ “અગર કીસી કો અમદાવાદ ઘુમાને લાયે તો સબસે પહેલે ક્યા દીખાઓગે.”
“ચાય...” શૈલેષભાઇની કીટલી એ બેઠા-બેઠા એને હસીને કહ્યુ.
છેલ્લા બે દીવસમા મે અમદાવાદના જુના સીટીથી નવા સીટી...હેરીટેજ વોલ્કથી માણેક ચોક...કાંકરીયાથી રીવરફ્રન્ટ અને શૈલેષભાઇની કીટલીથી ટી-પોસ્ટ સુધીની ચા પીવડાવી દીધી.
હુ ખાસ કરીને એને કેફે સ્ક્રાઇફ જોવા લઇ ગયો હતો. તેને એ માહોલ એકદમ ગમી ગયો. મે મારા ઓપન માઇકના વીડીઓ બતાવ્યા.
અમે ઘણુ રખડયા. એને પરાણે મને એનુ બાઇક ચલાવવા કહ્યુ. એ રાતે મોડે સુધી રખડયા. તોય એના ‘હીમાલયા બાઇક’ નુ પેટ્રોલ તોય નો પુરુ થયુ.
છેલ્લી રાતે અમે ટી-પોસ્ટ પર બેઠા રહ્યા. મે એને મારી હેરીટેજ વોલ્કની લવસ્ટોરી સંભળાવી. એને પોતાની સંભળાવી. એને મને છોકરી વીશે ઘણી એવી ટીપ્સ આપી.
“તુ બડા બ્રો હે મેરા...” એણે મને કહ્યુ.
“કેસે યાર...” મે કહ્યુ.
“બડાવાલા ગુજ્જુ બ્રો...” મારી સાથે હાથ મીલાવીને કહ્યુ. મને અંદરથી આનંદ થયો.
“અગલી બાર દીલ્લીમે મે તેરા ગાઇડ હુ...”
“ઓર સૌરાષ્ટ્રમે મે ફીર સે...”
પછી થોડીવાર શાંતીથી ત્યા જ બેસી રહ્યા. એને કદાચ જાવાનુ મન નહોતુ થતુ. મને અંદરથી કોઇ દુઃખ થયુ કે કોઇ જઇ રહ્યુ છે. જો હુ એને રોકી શકતો હોત તો જરુર રોકી લેત. પણ એની ટીકીટ બુક થયેલી છે.
અમે બે થોડીવાર કાઇ જ બોલી ન શક્યા. લાગણી પછીનો અંત કેટલો કરુણ હોય છે એ મે આજે જાણ્યુ.
છેલ્લે એક વધારાની ચા શૈલેષભાઇને ત્યા પીને અમે નીકળ્યા.
(ક્રમશ:)