Hetvino prem in Gujarati Love Stories by Het Bhatt Mahek books and stories PDF | હેત્વીનો પ્રેમ

Featured Books
Categories
Share

હેત્વીનો પ્રેમ

ક્યારેય કોઈની લાગણી ઓછી હોતી નથી, ફક્ત આપની અપેક્ષા ઓ જ વધારે હોય છે... એ વાત સાચી છે. આપણે આપની જ ઈચ્છાઓ પુરી થાય એમ જ ઈચ્છી પણ બીજાની ઈચ્છાઓ ને ક્યારેય સમજવાનો પ્રયત્ન કરતા નથી. અને જયારે સમજાય છે ત્યારે ખુબ જ મોડું થઈ જાય છે......

કોલેજ ના સમય ની એક નાનકડી વાત છે... યુવાનીના દિવસો મા વ્યક્તિને પોતાની જીદ, અભિમાન અને ઘમંડ જ હોય છે... વ્યક્તિ એમ જ સમજે આઈ એમ સમથિંગ... પણ બીજાના દિલ સુધી પહોંચવાનો કે એનો પ્રેમ સમજવાનો પ્રયાસ કરાતો નથી...
હરિશ્રી એ પોતાની સાથે જ અભ્યાસ કરતા હેત સાથે ખુબ સારી મિત્રતા હતી.... હેત ખુબ સમજુ અને શાંત ગરીબ મા બાપ નો એક જ છોકરો હતો.. પણ હરિશ્રી ખુબ ચંચળ અને એકદમ અકડ સ્વાભાવની, પોતાનું ધાર્યું કરનારી... માબાપની એક જ લાડકી દિકરી હોવાથી ખુબ દરેક વાતની છૂટ આપેલી હતી...
હેત હંમેશા હરિશ્રી ને સમજાવતો કે દરેક બાબતમાં આપણું ધાર્યું ના ચાલે, તારો સ્વાભાવ શાંત રાખ અને બીજા પર થોડો ભરોશો રાખ.. પણ શેઠ ની શિખામણ ઝાપા સુધી.
હેત અને હરિશ્રી ની એટલી ગહન દોસ્તી હતી કે દરેક વાત એક બીજા સાથે શેર કરવાની.. બન્ને એક બીજા ના ઘરે પણ જતા... બંન્ને પરિવાર ના સભ્યો એકબીજા ને ખુબ સારી રીતે ઓળખતા હતાં.
બંન્ને એક જ વર્ગ મા એક જ બેન્ચ પર બેસતા હતાં. તેના વર્ગમાં એક નવી છોકરી આવી... એક દમ ચહેરો ગભરુ, માબાપ વગરની, મામા મામી સાથે રહીને મોટી થયેલી હેત્વી ખુબ સુંદર, દેખાવડી, અને સંસ્કારી હતી...
હેત હેત્વીને જોતો જ રહી ગયો.. એ તો એનો દેખાવ જોઈને એના પ્રેમ મા પડે છે... હેત્વી સાથે વાતો કરવાની ઈચ્છા થાય પણ કહી શકતો ન હતો...
એક દિવસ હેતે હરિશ્રી ને હેત્વી વિશે વાત કરી.. કે હેત્વી મને ખુબ ગમે છે. હું મનો મન એને દિલથી ખુબ પ્રેમ કરવા લાગ્યો છું. મારે એની સાથે વાત કરવી છે.. તું મારી બેસ્ટ ફ્રેડ છો પ્લીઝ મને મદદ કરને. આ સાંભળીને હરિશ્રી ની આંખો ગુસ્સા ને કારણે લાલ પીળી થઈ ગઈ અને ત્યાંથી કઈ બોલ્યા વગર ચાલી ગઈ...
થોડાં દિવસ પછી હેત્વી એ હેતને સામેથી સ્માઈલ આપી.. અને બન્ને જણા કોફી પીવા ગયાં.. એક બીજાનો પરિચય કર્યો અને બંન્ને મિત્રો બન્યા...
આ વાત હરિશ્રી ને જરાય ગમતી ન હતી.. કારણ કે તે હેતને ખુબ પ્રેમ કરી હતી પણ એટલી ગાઢ મિત્રતાને કારણે તે બોલી શકતી ન હતી. પણ મનોમન મુંઝાતી હતી...
હેતે હેત્વી સમક્ષ એના પ્રેમ ની રજૂઆત કરી.. હેત્વી એ પણ હેતના પ્રેમ નો સ્વીકાર કર્યો...
અકડ મિજાજ ની હરિશ્રી હેત્વી ને દરેક રીતે ખુબ હેરાન કરતી હતી.. હેત્વી કઈ જ ના બોલતી.. પણ એક દિવસ પોતે જ પોતાનો અભ્યાસ છોડીને બીજા શહેરમાં અભ્યાસ અર્થે જતી રહી... અને હેતને ચિઠ્ઠી લખી...
ડિયર હેત..
હું કીધા વગરની તને છોડીને જાવ છું એ માટે દિલથી માફી માંગુ છું.. તું ખુબ સમજુ છો એટલે મને માફ કરી દઈશ, પણ હેત મને એવુ લાગતું હતું કે હું તારી અને હરિશ્રી ની ઊંડી મિત્રતા વચ્ચે આવી હોવ અને તમારી આ દોસ્તી તૂટે એ મને પસંદ ન હતું.. તારા તરફની હરિશ્રી ની લાગણી ને હું ન સમજી શકી... એ તને ખુબ પ્રેમ કરે છે એની લાગણી ને સમજીને એની સાથે લગ્ન કરીને એને દુનિયા ની ખુશી આપજે...
તારી દોસ્ત હેત્વી...
✍️હેત✍️💐