*ટીચર - સ્ટુડન્ટ્સની ખાટી મીઠી કેમિસ્ટ્રી*
જીવન એક રંગમંચ છે, આપણે સૌ આ રંગમંચના કલાકાર. લગભગ બધાજ નાટકોમાં કોઈને કોઈ પાત્રો મુખ્ય ભૂમિકા ભજવવા માટે હોય છે; અને આ જીવનના રંગમંચ પરના ત્રણ મુખ્ય પાત્રો એટલે માતા, પિતા અને શિક્ષક.
માતા અને પિતાના પાત્રોની વિગત આપણે સૌ બરાબર જાણીએ છીએ, પરંતુ શિક્ષક એક એવું પાત્ર છે કે જેને લોકો સાઇડ રોલ તરીકે જુએ છે. પણ શું "શિક્ષક ખરેખર નબળું પાત્ર કહી શકાય....?"
જીવનનાં આ રંગમંચ પર શિક્ષકની ભૂમિકા કેવી હોય છે તે બતાવવા માટે આ નોવેલ લખી રહ્યો છું ત્યારે એક સાચા અને સારા શિક્ષકનું પાત્ર લઈ આપ સૌને કંઇક નવું જ વાંચવા મળશે અને "ટીચર : ધ રિયલ ક્રીએટર ઓફ ફ્યુચર"નો હેતુ સ્પષ્ટ થશે એવી આશા સહ....
નોવેલ સ્લોગન :- "ટીચર : ધ રિયલ ક્રીએટર ઓફ ફ્યુચર"
હેતુ :- શિક્ષકનું પાત્ર જીવનના રંગમંચ પર કેવું હોય તે સમજાવવું.
મુખ્ય પાત્રો :-
અમિત, નયન, ધારા, કિશન, પ્રિયા, વિરેન સર, તન્વી મેમ, મનાલી, અક્ષર, વિકાસ સર, પાર્થ સર, ભૂમી મેમ, કાજલ, દીપ, ઓમ.
(અન્ય પાત્રો ગૌણ પાત્રો છે.)
આજની આ ફેરવેલ પાર્ટીમાં કદાચ આપણે સૌ છેલ્લી વખત સાથે મળ્યા છીએ ત્યારે આપણે અહીંથી જે કંઈ પણ લઈ જશું અથવા લઈ જઈ રહ્યા છીએ તે ઘણું બધું છે, જેનો અંત કદાચ શક્ય નથી; અને તે એટલે બીજું કશું જ નહીં પણ આપણે સૌએ આ 3 વર્ષ સાથે વિતાવેલી યાદો;
હવે પછીના કાર્યક્રમનો દૌર સંભાળવા હું આપણા સ્ટુડન્ટ યુનીયનના લીડર મિસ ધારાને મંચ પર આમંત્રિત કરું છું. (અમિતે પોતાની વાત પૂર્ણ કરતાં કહ્યું.)
થેંક્યું, મિ.અમિત,
મિત્રો, આપણે સૌ છેલ્લાં 3 વર્ષથી સાથે જ છીએ, મસ્તી પણ ખૂબ કરી, ધમાલ પણ ખૂબ મચાવી, હંમેશા કોઈની મદદ કરવા માટે પણ આપણે સૌ તત્પર રહ્યા, તો ક્યારેક કોઈની મશ્કરી ઉડાવવામાં પણ સ્ટુડન્ટ યુનિયન મોખરે રહ્યું છે. આપણા સ્ટુડન્ટ યુનિયનની આ ખાસિયત રહી છે કે, ભલે ઘણાં ઝઘડાઓ થયા, ઘણાં તોફાનો કર્યા છતાં પણ આપણું આ યુનિયન આજે ખુબજ મજબૂત છે, અને જો યુનિયન મજબૂત હોય તો આપણી યાદો કેમ ના હોય..?
આપણી આ યાદોને ફરી એક વખત તાજી કરીએ અને ફરીથી આપણા જૂના દિવસોમાં ખોવાઈ જવાનો લ્હાવો લઈએ.
(પ્રોજેક્ટર દ્વારા અગાઉ વિતાવેલ યાદો તાજી કરે છે, બધા વિદ્યાર્થીઓ યાદોમાં ખોવાઈ જાય છે તેમજ એસ.વી.પી. એકેડમીની ધોરણ 8 થી માંડી બધીજ યાદો વાગોળે છે.)
(અહીં આ યાદો દ્વારા જ આપણી નોવેલનો હેતુ સ્પષ્ટ કરવાનો બનતો પ્રયત્ન કર્યો હોય ત્યારે શરૂઆત થી લઈને છેલ્લી યાદો ધોરણ 10ની પરીક્ષાઓના માહોલની હોય તેથી વચ્ચે ક્યારેય હાલમાં ચાલી રહી ફેરવેલનો ઉલ્લેખ નથી કરી શકાયો.)
ધોરણ 8નો પ્રથમ દિવસ :
તન્વી મેમ : હેલ્લો સ્ટુડન્ટ્સ, આપ સૌનો આજ એસ.વી.પી. એકેડમીમાં આજ પહેલો દિવસ છે. આજ જે પ્રેયર આપ સૌને સંભળાવવામાં આવી છે તે આપણી રોજની પ્રેયર રહેશે.
એસ.વી.પી. એકેડમીનો ઇતિહાસ આપ ધીરે ધીરે જાણી જશો અને આપ સૌને સ્કૂલના રુલ્સ આપના ક્લાસ ટીચર દ્વારા કહેવામાં આવશે. આપણા 30 વર્ષના ઇતિહાસમાં કોઈ પણ બદલાવ આવ્યો નથી જે આપણા માટે એક ગર્વની વાત છે અને આગળ પણ આ જ નિયમો અને પ્રથામાં રહેશો એવી આશા છે.
ઓકે....?
બધા વિદ્યાર્થીઓ : ઓકે મેમ...
(તન્વી મેડમે સ્ટાફનો પરિચય કરાવ્યો અને એસેમ્બ્લી પૂર્ણ કરી)
ઓમ અને દીપ તો પહેલેથી જ તોફાની, ઓમના મનમાં કંઇક નવું જ કૌભાંડ હોકી રમી રહ્યું હતું. દીપ તો એનો ખાસ મિત્ર અને તોફાન પાર્ટનર તો ખરો જ.
તો શું લાગે છે મિત્રો?
ઓમના મનમાં શું ચાલી રહ્યું હશે જેથી સ્કૂલના સ્ટાફની ભયંકર ખરાબ હાલત થવાની છે....
આપના મંતવ્યો કોમેન્ટ માં ચોક્કસ જણાવજો અને નોવેલનો આ ભાગ કેવો લાગ્યો એ પણ કહેજો.
આગળ જાણવા માટે વાંચતા રહો....
*ટીચર - સ્ટુડન્ટ્સની ખાટી મીઠી કેમિસ્ટ્રી*
ig:- @author.dk15
FB:- Davda Kishan
eMail:- kishandavda91868@gmail.com