prerant love in Gujarati Short Stories by મુકેશ રાઠોડ books and stories PDF | પિતૃ પ્રેમ.

Featured Books
Categories
Share

પિતૃ પ્રેમ.

પિતાજી સ્વભાવે થોડા ગરમ એટલે એમની સાથે ખાસ કંઇ વાતો થાય નહિ.ઘણી વાર મને એમની સાથે ગમ્મત કરવા નું મન થતું, એમના ખોળા માં બેસવા નું મન થતું પગથી હીંચકા ખાવા નું મન થતું. કોક વાર ભેટી પાડવા નું મન થતું સ્વભાવ ને લીધે હિંમત ચાલતી નહિ.
ક્યારેક મને પન થતું કે પિતાજી મને તથા મારા નાના ભાઇઓ ને કેમ તેડતા નહિ હોય કેમ ક્યારેય હીંચકા ખવડાવતા નહિ હોય,કેમ ખભે બેસાડતા નહિ હોય જયારે બીજા બાળકો ના પિતા એવું કરતા હોય ત્યારે મને બહુ ઈર્ષા થતી. પણ તે છતાં તેઓ અમારી પૂરી કાળજી તો લેતા જ બસ બીજા પિતા જેમ વહાલ કરતા નોતું આવડતું કદાચ. પણ એનો મતલબ એ નોતો કે તેઓ અમને પ્રેમ નહોતા કરતા.
તેઓ અમારી બધી જરૂરિયતો નું ખ્યાલ રાખતા જ, કપડાં- લતા , બૂક પેન્સિલ અને સાયકલ પણ લૈદેતા. અમને ચોઈશ નો ઓપ્શન નોતો કારણ કે ભાઈ બહેન જાજા ને મજૂરી ઉપર ઘર ચાલે એટલે અમને ખુદ ને પણ આવું ક્યારેય નો થયું કે પિતાજી એ મને આ ના લઈ દીધું કે પેલું મને ગમે છે તો લાઇઆલો એમ.તેમ છતાં પિતાજી હમેશાં સારું આપવાનુ જ કોશિશ કરી તી.

આજે હું પણ એક પિતા છું હું મારા દીકરા સાથે રોજ ટાઈમ પસાર કરું છું.હું રોજ એની સાથે હસિ મજાક કરું છું. ક્યારેક ક્યારેક તો એ મને એ ડોહાબાપા , નોકરી વાર સાઈબ એવું પણ સંબોધન કરે છે.હું રોજ એને પપ્પી ને હગ કરુંછું. ક્યારેક વાર્તા ને કવિતા પણ સભળાવું છું.
એ તેની પસંદ ના પસંદ સાથે નારાજગી પણ દર્શાવે છે. એ અત્યાર થી જ એની જોયતી અને ગમતી વસ્તુ ખરીદાવે છે. કારણ કે એના પપ્પા નોકરી કરે છે ને મારા પિતાજી મજૂરી કરતા.એટલે એ લાડ કરી શકે છે.ક્યારેક મારા ખાંભા ઉપર પણ ચડી જાય છે . હુ જોબે થી યા બહાર ગામ થી ઘરે આવું તો મને જોતા જ સામે આવીને મને ભેટી પડે છે.
હું એને એ બધોજ પ્રેમ આપવા માંગુ છુ જેનો મને આજે પણ બહુ વસવસો છે.હું જે લાડ મારા પિતા પાસે ના કરી શક્યો એ બધા લાડ હું લડાવું છું. આજે પણ એ મારી સાથે એની કાલી ઘેલી લાડ ની ભાષા માં વાતો કરે છે. પ્રશ્ન પણ કરે છે ને હું યથા યોગ્ય જવાબ પણ આપુ છું. મારી મિમિક્રી પણ કરે છે ને મજાક પણ કરે છે.
અરે મારી પત્ની પણ મને ટોકે છે કે આટલા બધા લાડ લાડવો માં, આટલા લાડ સારા નહિ. કાલ સવારે મોટો થશે પછી તમને ગણકાર છે નહિ. તમારા કહ્યા માં રહસે નહિ. તમે એને મોઢે ચડાવો છો તો પાછળ થી તમને જ વાંધો પડશે ,વગેરે વગેરે.
ખબર નહી હું જે પ્રેમ કે લાડ લડવું છું એ વ્યાજબી છે કે નહિ કે આટલી છૂટ આપુ છું એ યોગ્ય છે કે નહિ, પરંતુ હું એ બધીજ ખુશીયો આપવા માંગુ છું જે મને મળી શકી નથી જેનો મને આજે પણ રંજ છે. કાલ સવારે એ પણ મોટો થાય ત્યારે એને પણ મારી જેમ દુઃખ ના થાય કે મારા પિતાજી એ મને લાડ નો લડાવ્યા.
અથવા એને પણ બીજા છોકરાઓ ના પ્પપા ના વહાલ ને જોઈ ને એમ નો થાય કે 'કાશ મારા પપ્પા પણ મને આટલો પ્રેમ કરતા હોત તો:.
મુકેશ.
૧૯/૪/૨૦૨૦