Operation Delhi - 21 in Gujarati Fiction Stories by Dhruv vyas books and stories PDF | ઓપેરેશન દિલ્હી - ૨૧

Featured Books
Categories
Share

ઓપેરેશન દિલ્હી - ૨૧

બીજા દિવસે હોટેલના રૂમ માં રાજદીપ,રાજ,પાર્થ,કેયુર તથા અંકિત બેઠા હતા.રાજદીપ આર્મી ની એક રેજીમેન્ટ માં લેફટીનન્ટ કર્નલ ની પોસ્ટ પર હતો. રાજદીપ ની હાઈટ છ ફૂટ કરતા વધારે હતી.આર્મી માં હોવા ના કારણે તેમજ નિયમિત ટ્રેઈનીંગ અને કસરત ના કારણે તેનું શરીર કસાયેલું અને મજબૂત હતું.તે આજ થી દસ વર્ષ પહેલા આર્મી માં જોઇન થયો હતો. તેની ઉમર ૩૧ વર્ષ હતી. પરંતુ તે પચીસ થી છવ્વીસ વર્ષનો લાગતો હતો. જયારે વિપુલે તેને જણાવ્યું કે મારા થોડા મિત્રો ત્યાં દિલ્હી માં છે. અને તેને તારી મદદ ની જરૂર છે તે લોકો એ કોઈક માણસોને જોયા છે. જે દેશ વિરુદ્ધ કોઈ કાવતરું કરી રહ્યા છે. વિપુલની વાત સાંભળી રાજ્દીપે રાજ તથા તેના મિત્રોને મળવાનું નક્કી કર્યું જેના હિસાબે એ બધા અત્યારે આ હોટેલ ના રૂમ માં બેઠા હતા.
“ગૂડ મોર્નિંગ હું રાજદીપ.કાલે મારી પર વિપુલ નો ફોન આવ્યો હતો કે તમારે કઈ મદદ ની જરૂર છે.?” રાજ્દીપે પોતાનો પરિચય આપ્યો અને સીધો મુદ્દા ની વાત પર આવ્યો.
રાજે બધાનો પરિચય કરાવ્યો. ત્યાર બાદ પહેલેથી વાતની શરૂવાત કરી છેલ્લે સુધીની તમામ હકીકત થી વાકેફ કર્યો. રાજની આખી વાત શાંતિ થી સાંભળી રાજ્દીપે પેલા નકશાના ફોટા જોવા માટે માગ્યા કેયુરે તેને બધા ફોટા જોવા આપ્યા.
“આપણે તેઓની માહિતી પોલીસને આપીએ તો?” પાર્થે કહ્યું.
“એ અત્યારે શક્ય નથી કારણ કે આપણે પાસે અત્યારે પૂરતા પુરાવા ઓ નથી કે જેના કારણે આપણે આ બધાને આતંકવાદી સાબિત કરી શકીએ.” રાજદીપ
“આ નકશા તો છે. એના પરથી આપણે સાબિત કરીજ શકીશું કે આ લોકો ની મુખ્ય યોજના કઈ છે.” રાજ
“આપણી પાસે માત્ર ફોટોઝ છે એના પરથી આપણે કશું સાબિત નહી કરી શકીએ. એ માટે આપણે હજી વધારે પુરાવાઓ ની જરૂર પડશે.” રાજ્દીપે પોતાની વાત આગળ વધારી “પુરાવા તો આપણે ભેગા કરીજ લઈશું પણ એ પહેલા તમારી સલામતી ની વ્યવસ્થા કરવી પડશે હવે આ હોટેલ માં તમે સુરક્ષિત નથી.”
“હોટેલ માં અમને શું તકલીફ હોય? અહિયાં તો અમને કોઈ ઓળખતું પણ નથી.” પાર્થ.
“ છતા પણ સાવધાની તો રાખવી જ પડશે. અત્યારે તમે તમારો સમાન પેક કરી લો હું તમારા માટે બીજી હોટેલ માં રહેવાની વ્યસ્થા કરવું છું. આપણે આગળ ની બધી ચર્ચા ત્યાજ કરીશું.”રાજદીપ
“એ...... આપણે પેલા સામેના રૂમ વાળા વ્યક્તિને જ પકડી લઈએ તો” અંકિતે અચાનક કહ્યું.
“કયો વ્યક્તિ ?” બધા એ પૂછ્યું.
“એજ વ્યક્તિ કે જે સામેના રૂમ પર છે જેને અમે બેહોશ કરી તેના રૂમ નિ તલાશી લઇ આ નકશો શોધ્યો હતો.” અંકિત
“એ તો યાદ જ ન આવ્યું ચાલો ઝડપથી જઈએ.” રાજ
ત્યારબાદ રાજદીપ તેમજ રાજ,પાર્થ અને અંકિત સામેના રૂમ બાજુ ગયા. ત્યાં પહોચી જોયું તો એ રૂમ માં હોટેલ સ્ટાફ દ્વારા સાફ સફાઈ થઇ રહી હતી. એ જોઈ રાજે પૂછ્યું “આ રૂમમાં રહેલ પેલા કાકા ક્યાં ગયા?”
“ક્યાં કાકા?” એક હોટેલ સ્ટાફ વાળા એ પૂછ્યું.
“એ જ પેલા દાઢીવાળા જેણે તેના વાળ પર કલર કરેલ હતો જેની ઉંચાઈ ૫ ફૂટ જેટલી હતી.” અંકિત
“ઓહ એ! એ તો હમણાં થોડી વાર પહેલા જ હોટેલ માંથી ચેક આઉટ કરી ગયા.”
“આમ અચાનક? તેની થોડી વસ્તુ મારા પાસે હતી એ આપવાની હતી.” અંકિતે ચાલાકીથી કહ્યું. “એનો કોઈ કોન્ટેક્ટ નંબર મળશે?”
“સોરી પણ તેનો કોઈ કોન્ટેક્ટ નંબર અમારી પાસે નથી”
“કેટલી વાર થઇ એ લોકોને ચેક આઉટ થયાને.” રાજદીપ
ત્યારબાદ બધા ફરીથી પોતાના રૂમ માં પરત ફર્યા.
“હવે શું કરીશું ? એ લોકો તો અહીંથી નીકળી ગયા. તો આવડા મોટા દિલ્હીમાં તેઓને ક્યાં શોધીશું?” કેયુર
થોડી વાર બધા વિચારતા બેસી રહ્યા. ત્યાં અચાનક રાજ બોલ્યો “ મને ખબર છે એ લોકો ક્યાં ગયા હશે.”
“ક્યાં ?” રાજ્દીપે પૂછ્યું.
“એ લોકો મારા ખયાલ મુજબ કાસીમ ના ગોડાઉન પર જ ગયા હશે.” રાજ
“એવું પણ બને કે એ લોકો અહીંથી બીજી કોઈ હોટેલમાં પણ ગયા હોય કે બીજી અન્ય કોઈ જગ્યા એ પણ ગયા હોય.” અંકિતે કહ્યું.
“એ લોકો ભલે ગમે તે જગ્યા કે હોટેલ માં ગયા હોય પરંતુ તેઓને કસીમના ગોડાઉન પર તો ચોક્કસ જવુજ પડશે. ત્યાં ગયા વગર એ લોકોની કોઈ પણ યોજના પૂરી થઇ શકે તેમ નથી.” રાજ
“આ કાસીમ નું ગોડાઉન કઈ જગ્યા એ આવેલું છે?” રાજ્દીપે પૂછ્યું
“ એ દિલ્હી શહેર ની બહાર જંગલ માં આવેલું છે.”પાર્થે જવાબ આપ્યો અને કહ્યું “એ જગ્યા મેં જોઈ છે.”
ત્યારબાદ રાજ્દીપે બધાની રહેવાની વ્યસ્થા શહેર થી દુર એક હોટેલ માં કરી. એ હોટેલ દેખાવમાં સામાન્ય હતી. જુનવાણી ઢબ વાળી બનાવટની આ હોટેલમાં બહુ ખાસ સુવિધાઓ નહતી. રહેવા માટે દસેક રૂમો હતા અને નીચે એક રેસ્ટોરન્ટ હતું.