clean chit - 2 in Gujarati Fiction Stories by Vijay Raval books and stories PDF | ક્લિનચીટ - 2

Featured Books
  • My Wife is Student ? - 25

    वो दोनो जैसे ही अंडर जाते हैं.. वैसे ही हैरान हो जाते है ......

  • एग्जाम ड्यूटी - 3

    दूसरे दिन की परीक्षा: जिम्मेदारी और लापरवाही का द्वंद्वपरीक्...

  • आई कैन सी यू - 52

    अब तक कहानी में हम ने देखा के लूसी को बड़ी मुश्किल से बचाया...

  • All We Imagine As Light - Film Review

                           फिल्म रिव्यु  All We Imagine As Light...

  • दर्द दिलों के - 12

    तो हमने अभी तक देखा धनंजय और शेर सिंह अपने रुतबे को बचाने के...

Categories
Share

ક્લિનચીટ - 2

પ્રકરણ - બીજું

અદિતી બ્લેક કલરના ઓફ સોલ્ડર, ફ્લેર, ની લેન્થ સ્કર્ટ, અને ટ્રેન્ડી મીડીયમ લેન્થ ઓપન હેર સ્ટાઇલમાં બેહદ ખુબસુરત લાગતી હતી.
ગ્રે કલરના ટ્રાઉઝર ઉપર ડાર્ક બ્લ્યુ કલરના હાલ્ફ સ્લીવ રાઉન્ડ નેક
ટી-શર્ટમાં આલોકનો લૂક તેની તરફ સહજતાથી એકવાર કોઈનું પણ ધ્યાન ખેંચવા માટે કાફી હતો.
‘આલોક, થેન્ક્સ ફોર બૂકે.’
‘અદિતી,’આઈ હોપ યુ લાઈક ઈટ .’
‘ઓહ,યસ ઇટ્સ રીયલી સો બ્યુટીફૂલ.’
આલોક એ પૂછ્યું, ‘મેં તમને વધુ રાહ તો નથી જોવડાવીને ?’
અદિતી બોલી, ‘અરે ના, હું પણ જસ્ટ પાંચ મિનીટ્સ પહેલાં જ આવી છું. આવીને રિસેપ્શન પર તમારા વિષે પૂછ્યું, તમે આવ્યા નહતા એટલે મેં તેમને સૂચના આપી કે આલોક દેસાઈ આવે તો તેમને ગાર્ડન તરફ આવવાનું કહેજો.’
‘આલોક, તમને અહીં ગાર્ડનમાં ફાવશે કે.., ટેરેસ રેસ્ટોરેન્ટ પર જઈશું ?’
આલોક બોલ્યો, ‘આઈ થીંક, થોડીવાર અહી બેસીએ, પછી જઈએ.’
‘આલોક, આર યુ કમ્ફર્ટેબલ ?’
‘ઓહ ,યસ. કેમ એવું પૂછ્યું ?’
‘પણ, મને તો તમે બિલકુલ અનકમ્ફર્ટેબલ લાગો છે.’
‘કેવી રીતે ?’
‘આલોક, મને તો એવું ફીલ થાય છે, તમે લગ્ન માટે કોઈ કન્યા જોવા આવ્યા હોય અથવા હું કોઈ કંપનીની બોસ હોઉં અને તમે ઈન્ટરવ્યુ આપવા આવ્યા હોય.’
બન્ને હસ્યાં.’
‘અચ્છા,તો અદિતી બોલો, ‘હાઉ કેન યુ ફીલ બેટર કમ્ફર્ટેબલ ?’
‘આલોક, હું એવું માનું છું કે.. આપણે બન્ને એ આપણા કન્વરસેશનમાંથી આ ભારેખમ બખ્તર જેવા “આપ”, “તમે”, “તમારાં”, “આપણે” આવા શબ્દોને હમેંશ માટે તિલાંજલિ આપી દઈએ તો ઠીક રહેશે. આઈ થીંક ધેન આફ્ટર વી મે હેવ સ્મૂધ કમ્ફર્ટેબલ કન્વરસેશન.’
‘બોલ, તું શું કહે છે ?’
‘અદિતી, હમ્મ્મ્મ..સાચું કહું તો હું પણ એ જ વિચારતો હતો પણ, બાદમાં એમ વિચાર્યું કે.., થોડો પરિચય થાય પછી સંબોધન કરું, અને સાવ અચાનક તો મને થોડું ઓડ લાગ્યું એટલે....’
સ્હેજ નર્વસ થઈને બોલતો હતો એટલે આલોકનું વાક્ય કાપતાં અદિતી બોલી,
‘ઓયે, આલોક હવે બસ..બસ.. બસ, હવે કેટલું વિચારીશ ? બોલ તું સોફ્ટડ્રીંકમાં શું લઈશ ?’
‘અદિતી, હું રેડ બૂલ, લઈશ, તને ફાવશે ?’
‘ઓહ અફકોર્સ.’
અદિતી એ વેઈટરને બે રેડ બૂલ લાવવાનું કહ્યું.
ડ્રીંક્સ પીતા પીતા આલોક બોલ્યો,
‘હા પણ અદિતી, હવે સૌ પહેલાં તું એ કહે કે તારી આજની શું શરત છે ?’
‘અરે આજની શરત એટલે ? તને શું લાગે છે કે હું રોજ શરતો પર ચાલુ છું એમ ? અને રહી વાત શરતની એ તો જયારે આપણે છુટ્ટા પડીશું ત્યારે હું કહીશ કદાચ, મને કહેવા જેવું લાગશે તો, એ પહેલાં તું કહે, કે તું આ શરતના રવાડે ક્યારથી ચડી ગયો ? ચલ, બોલ કબૂલ શું શરત છે તારી ?’
‘અરે...તારા જેવી કોઈ આકરી શરત નથી. માત્ર એ શરત છે કે કોઈ પણ જાતની શરત વગર તારો પરિચય આપ.’

‘બસ..? આટલી જ શરત. ધેન ઓ.કે. નાઉ લીસન કેરફુલી.’

‘આલોક, મારા સંબંધ શરતોને આધીન નથી હોતા. હું આત્મીય સંબંધમાં કોઈપણ શક્યતાને અવકાશ નથી આપતી. આઇધર ધેર ઈઝ એ રીલેશનશીપ ઓર નોટ. જો સંબંધમાં ગૂઢતાના સમજણની સભાનતાનો અભાવ હશે તો કોઈ પણ સંબંધમાં સંબોધનનું કોઈ મુલ્ય નથી. કોઈપણ સ્ત્રી, પુરુષના સંબંધની વચ્ચે બન્નેની સમજણ મુજબનું પોતાનું એક અલગ પ્રાધાન્ય અને ગરિમા હોય. થોડા સમય પછી જયારે આપણે વિખૂટા પડીશું એ દરમિયાન આપણા બન્ને વચ્ચેના સંવાદમાં એટલી પારદર્શિતા તો હોવી જ જોઈએ કે, એકબીજા પ્રત્યે કોઈપણ સંદેહનું લેશમાત્ર સ્થાન ન રહે. એવું હું માનું છું, હવે તું બોલ,’

‘અદિતી, હું એટલું જરૂર કહીશ કે.. માત્ર ચાર જ વાક્યમાં કોઈ બે સમવયસ્ક અજાણી વિજાતીય વ્યક્તિ વચ્ચેના પ્રથમ મુલાકાતની વાર્તાલાપના સંવાદની એક સ્વચ્છ અને સ્વસ્થ પૃષ્ઠભૂમિકા તે ખુબ જ સચોટ રીતે સમજાવી દીધી. મને તો અત્યારથી કોઈ જ સંદેહ નથી. અને હું કોઈપણ સંદેહના સંદર્ભમાં તને કોઈપણ સવાલ પણ નહી કરું.’

‘આલોક, તું પૂછે છે ને કે હું કોણ છું ? તો હવે સાંભળ.’

મારા પપ્પા રીટાયર્ડ આર્મી મેન અને મમ્મી હોમીયોપેથીક ડોક્ટર છે. ૧૫ વર્ષની પપ્પાની જોબ દરમિયાન પપ્પા જયારે એક થી બે વાર ગંદા રાજકારણની રમતનો ભોગ બન્યા ત્યારે તેમણે સ્વેચ્છા એ જોબ છોડી દીધી, મમ્મી હોમિયોપેથીક ડોક્ટર,પણ કયારેય પ્રેકટીસ નથી કરી. હું અને મારી સિસ્ટર સ્વાતિ બન્નેનો બર્થ પુનામાં. પપ્પાની આર્મીમાં જોબ અને પ્રમાણિકતાની સાથે સાથે શિસ્તના ચુસ્ત આગ્રહી હોવાથી દર વર્ષે કે બે વર્ષે ટ્રાન્સફરના બહાને તેમનું ભારત ભ્રમણ ચાલતું રહેતું. મને અને સ્વાતિના સ્થાયી અને નિયમિત અભ્યાસ માટે શરૂઆત થી જ અમને બન્નેને મારા નાની મા પાસે મુંબઈ શિફ્ટ કર્યા હતાં. ફિફ્થ સ્ટાન્ડરડ થી જ અમે બન્ને એ બધું જ અમે અમારી જાતેજ પોતાની સૂજબુજથી શીખવાનું શરુ કરી દીધેલું. દર મહીને ૮ થી ૧૦ દિવસ મમ્મી અમને ફાળવતાં. મમ્મી, પપ્પા એ પહેલેથી જ અમોને સ્ટ્રોંગ ટ્રેનીંગની સાથે જ શિખામણ આપેલી કે.. લાઈફના ગમે તેવા કાપરા સંજોગોમાં તમે હંમેશા એકલા જ છો એવું સ્વીકારીને જ દરેક સંઘર્ષ માંથી રસ્તો કાઢવાનો.’

‘છેલ્લાં ૫ વર્ષ થી મોમ, ડેડ બન્ને ઓસ્ટ્રેલીયા સેટ થયા છે. મમ્મી,પપ્પા એ કઠોર નિર્ણય કરીને અમને કારકિર્દીની ટોચ પર જોવા માટે બન્નેને બ્લાઇન્ડ ટ્રસ્ટની સાથે જે સ્વતંત્રતા આપેલી તેને આજ દિવસ સુધી અમે બન્ને એ સ્વછંદતાની હવા નથી લાગવા દીધી.’

‘મેં હમણાં જ સાયકોલોજીમાં માસ્ટર્સ કમ્પ્લીટ કર્યું. અને સ્વાતિ એમ.બી.બી.એસ. કમ્પ્લીટ કરીને હવે એમ.ડી.ની પ્રીપેરેશન કરી રહી છે.
આ સઘળી સફળતા સમય, સમંતિ, સાધન, સાધના, સામર્થ્ય અને સંયોગની સાથે સાથે અનેક શુભેચ્છાના સંયોજનની એક મિશ્રિત ફલશ્રુતિથી અમે બંને આ સ્ટેજ પર છીએ એવું હું માનું છું.’

‘હેય.. પણ તું તો આજે ઈન્જીનીયરીંગ ફેકલ્ટીમાં એડમીશન લેવા માટે આવી હતી ને ?’
‘અરે આલોક, પણ મેં એમ ક્યાં કહ્યું કે, મારે એડમીશન લેવું છે, એડમીશન લેવા નહી, એડમીશનની ઇન્ફોર્મેશન માટે આવી હતી.
‘તો એડમીશન કોને લેવાનું છે ?’

‘પિકચર અભી બાકી હે મેરે દોસ્ત... ચલ આપણે ડીનર લઇએ પછી આગળની વાત કહીશ. ઓ આલોક, ખુબ બક બક થઇ ગઈ. હવે મારા પેટમાં તો બિલાડા બોલે છે,ચલ યાર ટેરેસ પર જઈએ.’
બન્ને ટેરેસ રેસ્ટોરેન્ટના કોર્નરના એક ટેબલ પર ગોઠવાઈ ગયા.
ત્યાં જ સ્વાતિનો કોલ આવ્યો.
અદિતી બોલી, ‘હાય..મારી ચીકુડી, બોલ શું કરે છે,? કેમ છે ?’
‘સ્વાતિ ઠપકાના સ્વરમાં બોલી. ‘ઓયે નો એની મસ્કા બટર સમજી. હું તો ઠીક છું બદમાશ પણ તું સવારથી લઈને આજે આખો દિવસ કઈ દુનિયામાં ગુમ છો એ કહે પહેલાં ? સવારથી અત્યાર સુધીમાં તને એક કોલ કરવાનો ટાઈમ નથી ? ક્યાં, છે ક્યાં તું આજે એ કહીશ મને પહેલાં ?’
અદિતી બોલી, ‘ઓયે હોય.. શાંત શાંત શાંત મેરી જાન આજ ઇતને ગુસ્સે મેં કયું હૈ ?’ બ્રેકફાસ્ટ હિટલર સાથે કર્યો હતો કે શું ?
સ્વાતિ એ જવાબ આપતા કહ્યું, ‘અરે તને એમ ન થાય કે આપણે એક કોલ કરી દઈએ. તારી આ આદતમાં હવે સુધાર લાવ તો સારું. કેટલી ચિંતા થાય તને ખબર છે ? આઈ વીલ કીલ યુ.’
અદિતી બોલી, ‘અરે.. અરે.. પ્લીઝ ફૂલ.. ફૂલ... મેરા સ્વીટ બચ્ચા. લીસન હમણાં હું એક દોસ્ત સાથેની પ્રાઇવેટ મીટીંગમાં છું. આપણે નિરાંતે વાત કરીએ ?’
સ્વાતિ એ જવાબ આપ્યો, ‘ઓએ.. ઓએ.. તેલ લેવા ગઈ તું અને તારી મીટીંગ.. સમજી.’
એમ કહીને સ્વાતિ એ ગુસ્સામાં કોલ કટ કરી નાખ્યો.
આલોક એ પૂછ્યું, ‘જાણી શકું કોનો કોલ હતો ?’
અદિતી બોલી, ‘આ મારી ચીકુડી. બાપ રે....આ તો મારી મા થી પણ બે વેંત ચડે એવી છે. અને એ સાચી પણ છે. ભૂલ મારી જ છે સવારથી એક પણ કોલ નથી કર્યો એટલે આજે બરાબરની ભડકી છે.’
‘હું તેને મેસેજ કરી દઉં.’ એમ બોલતા સ્વાતિને શાંત કરવાં ૪ થી ૫ સેન્ટેન્સન્સનો એક મેસેજ સેન્ડ કરી દીધો.
‘આલોક, મારા અને સ્વાતિ વચ્ચેની કેમિસ્ટ્રી વિષે એક જ લીટી પર્યાપ્ત છે, દો જીસ્મ એક જાન.’
‘મોમ, ડેડ કરતાં પણ એ મને વધુ ચાહે છે. સ્વાતિને ઓસ્ટ્રેલીયા જઈને સેટ થવાનું સ્વપ્ન ખરું, પણ એ મને છોડી ને ક્યારેય ન જાય. અત્યારે આ ગુસ્સામાં પણ માત્ર અને માત્ર તેનો પ્રેમ જ છે. મારા માટે સ્વાતિ દુનિયાની કોઈપણ ખુશીનો ત્યાગ કરી દે.તું સ્વાતિને મળે તો મને પણ ભૂલી જાય.’
‘અરે યાર પહેલાં તને તો હજુ સરખી રીતે મળી લઉં.’
અદિતી એ સમય જોઈને બોલી, ‘આલોક ૧૦:૩૫ થઇ ગઈ, કેટલો સમય જતો રહ્યો.
‘અદિતી,તને ઊતાવળ છે ?’
‘હા, આલોક ઇટ્સ ઓ.કે. પણ.’
અદિતીએ વેઈટરને કલોઝિંગ ટાઇમ પૂછ્યો, એટલે વેઈટર એ કહ્યું, “૧૨ વાગ્યે.’
‘આલોક હું સ્ટાટરનો ઓર્ડર આપુ છું, તું મેઈન કોર્ષ સિલેક્ટ કર.’
‘હેય, અદિતી,વીચ વન યુ લાઈક મોસ્ટ. ? પંજાબી, ચાઇનીઝ, મેક્સિકન કે થાઈ ?’
‘આલોક, આજે હું તારી ચોઈસનું ટેસ્ટ કરીશ.’
‘અરે, અદિતી આ મારા માટે મોટી અગ્નિપરીક્ષા. હાઉ કૂડ આઈ નો યોર ટેસ્ટ ?’
‘તો તને ખબર પડે ને કે, કીસ બંદી સે પાલા પડા હૈ.. હા.. હા.. હા..’
૧૧ વાગ્યે બન્ને એ ડીનર શરુ કર્યું. રેસ્ટોરેન્ટની મ્યુઝિક સીસ્ટમ પરથી પિયાનો ઇન્સટ્રુમેન્ટલ ટ્રેક પર મધ્યમ ધ્વનીની માત્રામાં સોંગ વાગી રહ્યું હતું..
”આગે ભી જાને ના તું.. પીછે ભી જાનેના તું.. જો ભી હૈ બસ યહી એક પલ હૈ.”
‘અદિતી આ સોંગ...’
‘હા, આલોક આ સોંગ શું ?’
‘મને આવું લાગે છે અદિતી કે આ સોંગ, આપણા વચ્ચે સંધાઈ રહેલાં સંબંધસેતુની ખૂટતી કડીનું કામ કરી છે અથવા..’
‘અથવા શું આલોક ?’
‘મને એવું લાગે છે કે આ સોંગના સંદર્ભમાં હું જે કહેવા માંગું છું તેની યોગ્ય વાક્ય રચના કદાચ હું નથી ગોઠવી શકતો.’
‘યુ આર રાઈટ આલોક, હું એમ કહીશ કે બધું જ ભૂલીને, ભૂંસીને બસ આ ઘડીમાં જીવી લઈએ.
ડીનર પૂરું કરીને અદિતી એ ઘડિયાળમાં જોયું. ૧૧:૪૦.
‘આલોક, આપણે નીકળીશું ?’

‘આલોક, એવું કરીએ આપણે થોડીવાર રેસ્ટોરેન્ટના આગળના ભાગના ગાર્ડનમાં બેસીએ. જો તને જવાની ઉતાવળ ન હોય તો.’
‘અદિતી, ઉતાવળ તો તને હતી, મારે પાસે તો સમય જ સમય છે.’
‘ચાલ, ત્યાં પેલી બેન્ચ પર બેસીએ.’
બેન્ચ પર બેસતાં અદિતી બોલી, ‘હા ઉતાવળ તો હતી, પણ મેસેજ આવી ગયો એટલે હવે શાંતિ છે.’
‘કોનો મેસેજ ?’
‘કહું થોડીવાર પછી.’
‘આલોક......’ બોલ્યા પછી થોડીવાર રોકાઈને અદિતી બોલી,
‘તું મને એક વાત કહે કે..તને આ રીતે મને મળવાનો વિચાર કેમ આવ્યો, ? તને એવું શું લાગ્યું કે મને મળવું જોઈએ ? અને આપણી આ અનિર્ધારિત મુલાકાતનું તું શું અને કેવી રીતે મૂલ્યાંકન કરે છે ? મીન્સ આઈ વૂડ લાઈક ટુ આસ્ક હાઉ મચ ઈમ્પોરટન્ટ ધીઝ મીટ ફોર યુ ?’ પ્લીઝ મને સંતોષકારક જવાબ જોઈએ હા.’

‘ઓહો... એક સાથે આટલું બધું.. અને એ પણ આટલું અઘરું ટેસ્ટ પછી ટેસ્ટ એમ ?
જો અદિતી, એક વાક્યમાં જવાબ આપું તો, આઈ ફીલ લાઈક સમ ડીફરન્ટ પોઝીટીવ વાઈબ્સ ફ્રોમ યુ.’
‘આલોક, હેય આઈ ડોન્ટ વોન્ટ એની રેડીમેઇડ ડિપ્લોમેટીક અન્સર. ટેલ મી ઇન ડીટેઈલ પ્લીઝ.’
‘અદિતી, આઈ મીન, આઈ વોન્ટ ટુ સે...આઈ થીંક યુ કેન અંડરસ્ટેન્ડ’
અદિતી બોલી, ‘કેમ આલોક શબ્દો શોધી શોધીને, ગોઠવીને બોલવું પડે છે ?’
અરે, અદિતી મેં આવી રીતે કોઈ ફીમેલ ફ્રેન્ડસ સાથે ખુલીને વાત નથી કરી અને મને તારી જેમ બોલતાં નથી આવડતું.’
‘મારી જેમ એટલે કેવું ?’
‘એ પેલું શું કહેવાય... તારી પાસે વાત કરવાની એક આગવી કળા છે. તું વાત કરતી હોય ત્યારે સામેની વ્યક્તિને એવું લાગે કે તેના કાનને કોઈ કેડબરી ખવડાવી રહ્યું છે.’
સ્હેજ સસ્મિત આંખો પહોળી કરતાં અદિતી બોલી.
‘ઓહ હો આલોક...... તો ચલ હવે તું મને પણ આખી નહી પણ એક બાઈટ તો ખવડાવ.હા.. હા.. હા.. અદિતી હંસતા હંસતા આગળ બોલી, ‘જેના ઈમેજીન માત્ર થી કોલેજગર્લ્સના હાર્ટબીટ્સ વધી જાય છે, એ આલોક હજુ આટલો નર્વસ કેમ છે. ?
અરે પણ તારો પ્રોબ્લેમ શું છે ? તું ક્યાં મારી જોડે લગ્ન કરવાનો છે યાર. વ્હાય યુ ડોન્ટ બી નોર્મલ વિથ મી ?’

‘અદિતી, પણ સ્ત્રી મિત્ર છે, કલાસમેટ, ફેમીલી ફ્રેન્ડસ, અથવા તો કોઈક સોશિયલ મીડિયા દ્વારા કોન્ટેક્ટમાં આવ્યું હોય, કોઈ થોડું ક્લોઝ પણ ખરું, પણ સાવ એકદમ ઘનિષ્ટ કહી શકાય એવું નહીં, નોટ એ સિંગલ સિરીયસલી પર્સનલ રીલેશનશીપ વિથ એનીવન.’

‘સોરી આલોક આઇ એમ નોટ સેટીસફાઇડ વિથ યોર આન્સાર. આ મારા સવાલોનો પ્રોપર અને સંતોષકારક જવાબ નથી. અથવા મને એવું લાગે છે આલોક કે તો તું મારો સવાલ જ નથી સમજ્યો શાયદ.’

‘અરે યાર અદિતી તું મને બોલવા દઈશ પ્લીઝ તું મને કન્ફૂયુઝડ કરી નાખે છે, સાચે’
‘હા... હા.. હા...તને કન્ફ્યુઝ્ડ કરવાની મજા આવે છે એટલે.’ સોરી બોલ બોલ.’

‘સાંભળ કોઈ એવું કે જેની સામે આપણી જાત આપોઆપ ઉઘડી જાય. જેની સાથેના સંવાદમાં શબ્દોની સાપ-સીડી ન રમવી પડે. તારા સવાલના જવાબમાં કહું તો, તારી એક વાત મેં ખાસ નોટ કરી કે.. અત્યાર સુધીના આપણા આટલા ટૂંકા કન્વરશેશન દરમિયાન પણ મને એવું ફીલ ન થયું કે આપણે ફર્સ્ટ ટાઈમ મળીએ છીએ. કોઈ જ ઔપચારિકતા નહી. તારા થોટ્સ એકદમ ક્લીઅર છે.તારી વાતોમાં એક ઠહેરાવ છે. આઈ લાઈક યોર મેચ્યોરીટી ઓલ્સો. સાવ સીધી અને સરળ ભાષામાં કહું તો તું, મેઘધનુષ જેવી છો જાનીવાલાપીનારા.’

ખડખડાટ હસતાં હસતાં અદિતી બોલી, ‘ઓયે.. ઓયે..બસ બસ બસ, મેરે લવગુરુ અલ્યા તને તો માતાજી આવે એમ કોઈ મજનું પંડ આવી ગયો કે શું ??
સાચું બોલજે આલોક, ‘આ પહેલાં આવાં રટેલા ડાયલોગ્સનું કેટલી છોકરીઓ પાસે રીહર્સલ કર્યું છે ?’
‘શું અદિતી, તે તો મને સાવ પોપટ બનાવી દીધો. સાવ આવું યાર ?
‘અદિતી, ઇફ યુ ડોન્ટ માઇન્ડ, આઈ વોન્ટ ટૂ નો મોર અબાઉટ યુ.’
‘કેમ અલોક, મારી જોડે લગ્ન કરવાનો વિચાર છે કે શું ? ’ મન મેં લડૂ ફૂટા ?
આલોકના ફેસ એક્શપ્રેશન જોઇને અદિતી માંડ માંડ તેનું હસવું રોકી શકી.
‘અદિતી, કમ ઓન યાર. લોકોને તાકાતથી ચોક્કા છક્કા મારતાં જોયા છે, પણ કોઈને નજાકતથી મારતાં ફર્સ્ટ ટાઇમ જોઈ રહ્યો છું.’
હસતાં હસતાં અદિતી બોલી, ‘અરે, ઓ. કે. બાબા,આઈ એમ જસ્ટ કિડિંગ.’

‘સાંભળ, મને મારી જાતને કોઈપણ પરિસ્થિતિ મુજબ ઢાળતાં આવડે છે. પેલા “શોર” મૂવીના સોંગ જેવું..
“પાની રે પાની તેરા રંગ કૈસા.. “ સમય અને સંજોગો પાસે થી હું ઘણું શીખી છુ. મમ્મી,પપ્પા થી દુર રહીને. વી બોથ બોર્ન વિથ સિલ્વર સ્પૂન. પાંચ વર્ષના બાળકને પૈસાની ગરમી નહી પ્રેમની હુંફ જોઈએ. મમ્મી,પપ્પાએ તેની ફરજમાં કયાંય કમી નથી રાખી. પણ, કયારેક કોઈ સંજોગોવસાત માથા પર મમ્મી કે પપ્પાના હેત ભર્યા હાથનો ખાલીપો ખૂંચતો ત્યારે ખુબ લાગી આવતું. આંસુઓ ને અમે પોઝ કરી દેતા. વાત્સલ્યના શૂન્યાવકાશને જ અમે અમારું હથિયાર બનાવી લીધું.’

‘આલોક, હું હનુમાન ચાલીસા ગાઈ શકું છું, અને રેપ સોન્ગ્સ પણ. હું ફ્લાઈટમાં જાઉં છું, પણ મને ગામડે જઈને બળદ ગાડામાં પણ બેસવું ગમે, સાડી પહેરવી ગમે અને શોર્ટ્સ પણ. મારાથી ભૂખ જરા પણ સહન ન થાય છતાં પણ નવરાત્રીના ૯ દિવસ હું અચૂક ઉપવાસ કરું છું. મને ભગવદ્ ગીતા વાંચવી ગમે અને ચેતન ભગત પણ. મને મહેંદી મુકતા ખુબ સરસ આવડે છે અને હું કરાટેમાં બ્લેક બેલ્ટ પણ છું. મને પુરુષ અને તેમના “પૌરૂષત્વ” ને પણ ઓળખતા આવડે.’

‘આલોક, એક અલાયદા અનેરા પોતીકા સ્પર્શના સ્પંદનનો મેં ક્યારેય પણ અનુભવ નથી કર્યો, છતાં પણ, જાહેરમાં સેક્સ વિષે બિન્દાસ ડીબેટ કરી શકું. અને વન ઈમ્પોર્ટન્ટ થિંગ કે વ્હોટસપ અને ફેસબુકના ભષ્માસુરથી અમે કાયમ દુર રહીએ છીએ હું સ્વાતિ બન્ને.’

‘આ સિવાય હું એક અનાથ, નિરાધાર બાળકો માટેની એક નેશનલ લેવલના એન.જી.ઓ. ની રેગ્યુલર એક્ટીવ અને કી મેમ્બર છું. ક્યારેક કોઈ સમયે વધારે વર્ક લોડ હોય અથવા કોઈ ઈમરજન્સી હોય તો સ્વાતિને પણ એન.જી.ઓ.ની એક્ટીવીટીમાં ઇન્વોલ્વ કરું.’
એટલે જ મેં તને કહ્યું હતું કે મારા પરિચય માટે તારા કોલેજની કેન્ટીન નાની પડશે, એમ આઈ રાઈટ ?’
‘હું આવી છું. થોડી હટકે. અને હું મારી જાતને ખુબ જ પ્રેમ કરું છું, અને એ થી પણ વધારે મને સ્વાતિ પ્રેમ કરે છે, આલોક જો ઈશ્વર મને પૂછે ને કે તારે આવતા ભવમાં શું બનવું છે તો હું એક સેકંડનો પણ વિચાર કર્યા વગર કહું કે સ્વાતિની બહેન.’

‘હવે તું બોલ.’

‘અદિતી, મેં સાંભળ્યું છે કે આ ધરતી પર કઈંક એવી હસ્તી પણ છે કે.. જેણે કુદરતે ફૂરસતે ઘડી છે...અને આજે એ હસ્તીનો સાક્ષાત્કાર પણ થઇ ગયો.’
‘ઓયે... આલોક, હસ્તીની મસ્તી કરે છે એમ ?’
‘પણ હવે તો કહે કે તારું આ એડમીશન શું ચક્કર છે.’

‘એક્ચ્યુલી, હું અહી મારા એન.જી.ઓ ના એક નવા પ્રોજેક્ટ માટે એક દિવસ માટે જ આવી છું. વર્ષોથી મારા એક અંકલ અહી રહે છે. તેની ડોટર એટલે કે મારી કઝીન સિસ્ટરના એડમીશન માટે હું આવી હતી. બે દિવસથી તેની તબિયત ઠીક નથી તો મને એમ થયું કે ચાલો તેના એડમીશનના બહાને કોલેજમાં એક લટાર મારીને મારા કોલેજની ગોલ્ડન મેમરીઝ ને રીફ્રેશ કરી લઉં. પણ, કેમ્પસમાં એન્ટ્રી થતાં જ અચાનક તું ભટકાઈ ગયો.’
‘અદિતી, હવે તારો જ સવાલ તને જ પૂછું તો ? અબાઉટ ધીઝ મીટ ? મને મળવાની પરવાનગી તે કેમ આપી ?’
‘આલોક હું મળવા જેવા માણસને જ મળું છું, અને તું મળવા જેવો છે એ તો મને ખાતરી થઇ જ ગઈ હતી.પણ તને મળ્યાં પછી લાગ્યું કે તું માત્ર મળવા જેવો જ નહીં પણ હળવા અને ભળવા જેવો પણ છે.’
‘આલોક, કયારેય અનાયાસે તને કોઈ પારકી પણ પોતીકી લાગતી સુગંધના સ્પર્શનો અનુભવ થયો છે ? બસ એ સુગંધને સળંગ અકબંધ રાખવા આ મુલાકાત અનિવાર્ય હતી એટલે. આલોક તું ક્યારેક સાવ જ અલ્લડ લાગે છે તો પળમાં આકુળ, ક્યારેક અચાનક જ નિરાશાના ભાવ તારા ચહેરા પર ઉતરી આવે તો ક્યાંય હોપફૂલ, હેપ્પી, રોમાન્સના દરેક પાસાને તું બારીકાઇથી ઉજાગર કરે છે. અને તારું સૌથી સબળું પાસું કહું.... તું અનમેરીડ છે. હા.. હા.. હા...’
‘પણ આવું બધું તે આટલી બારીકાઇથી ક્યારે નોટ કર્યું, મારી જાણ બહાર ? મને કેમ ખ્યાલ ન આવ્યો તારા આ ઓબ્જર્વેશન નો ?
‘એ એટલાં માટે આલોક કે તું....તારા કાનને કેડબરી ખવડાવવામાં મગ્ન હતો..
હા..હા.. હા..સમજ્યો. આલોક, મને માણસ પારખતાં આવડે છે. અને ખાસ કરીને પુરુષને. હું જાણું છું ત્યાં સુધી કોઈપણ અભણ સ્ત્રી પુરુષની આંખો તો વાંચી જ શકે. કુદરતે મોટા ભાગની સ્ત્રીને આ એક સિકસ્થ સેન્સનું વરદાન આપેલું છે.’
‘અદિતી, હા તો મારી આંખોમાં તે શું વાચ્યું,? શું કહે છે મારી આંખો. ?
‘સાચું કહું ? તારી આંખો બ્લેંક અને સાઈલેંટ છે.’
એટલે હું કઈ સમજ્યો નહી, અદીતી.
‘એ જ કે તું કઈ સમજતો નથી, તારી આંખો પણ તારા જેવી શરીફ છે. હા...હા.. હા...’
અદિતી ઘડિયાળમાં ૧૨:૨૫ નો ટાઇમ જોઇને બોલી,
‘અલોક હવે આપણે છુટ્ટા પડીએ,’

‘ઓ.કે,પણ અદિતી તે હમણાં એમ કહ્યું કે.. તું એક દિવસ માટે જ આવી હતી, મતલબ તું આવતી કાલે જતી રહીશ એમ ?’

‘અરે ના, આવતી કાલે નહી, હમણાં જ. અમદાવાદ એરપોર્ટ પરથી મારી અર્લી મોર્નિંગ મુંબઈની ફ્લાઈટ છે.

વધુ આવતીકાલે....

© Vijay Raval

'ક્લિનચીટ’ શિર્ષક હેઠળ આ વાર્તાના તમામ કોપી રાઇટ્સ લેખક પાસે છે.
આ વાર્તાના વિષયવસ્તુ, કથાનક અથવા કોઈ અંશને કોઈપણ ક્ષેત્રમાં
ઉપયોગમાં લેતાં પહેલાં લેખકની લેખિત મંજુરી લેવી અનિવાર્ય છે,