A Living Chattel - 7 in Gujarati Classic Stories by Siddharth Chhaya books and stories PDF | જીવતી સંપત્તિ – એન્તોન ચેખોવ (ભાગ - ૭)

Featured Books
  • अनोखा विवाह - 10

    सुहानी - हम अभी आते हैं,,,,,,,, सुहानी को वाशरुम में आधा घंट...

  • मंजिले - भाग 13

     -------------- एक कहानी " मंज़िले " पुस्तक की सब से श्रेष्ठ...

  • I Hate Love - 6

    फ्लैशबैक अंतअपनी सोच से बाहर आती हुई जानवी,,, अपने चेहरे पर...

  • मोमल : डायरी की गहराई - 47

    पिछले भाग में हम ने देखा कि फीलिक्स को एक औरत बार बार दिखती...

  • इश्क दा मारा - 38

    रानी का सवाल सुन कर राधा गुस्से से रानी की तरफ देखने लगती है...

Categories
Share

જીવતી સંપત્તિ – એન્તોન ચેખોવ (ભાગ - ૭)

જીવતી સંપત્તિ – એન્તોન ચેખોવ

ભાવાનુવાદ – સિદ્ધાર્થ છાયા

ભાગ - ૭

“મહેરબાની કરીને એમ જ કરજો... જો એ તને જોઈ લેશે તો બહુ તકલીફ પડશે. મારા પિતા કઠોર સિદ્ધાંતવાદી છે. તે મને સાત ચર્ચમાં જઈને શ્રાપ આપશે. તું લીઝા, બહાર ન આવતી, બસ એટલુંજ કરવાનું છે. તે અહીં બહુ લાંબો સમય નહીં રહે એટલે ચિંતા ન કરતી.”

ફાધર પ્યોત્રએ તેમને બહુ લાંબી રાહ ન જોવડાવી. એક સુંદર સવારે ઇવાન પેત્રોવીચ દોડતો દોડતો આવ્યો અને વિચિત્ર અવાજમાં ધીમેકથી બોલ્યો:

“એ આવી ગયા છે! અત્યારે એ સુઈ ગયા છે, પણ તમે લોકો જરા ધ્યાન રાખજો.”

અને લીઝા ચાર દીવાલોની વચ્ચે પુરાઈ ગઈ. તે બગીચામાં તો શું વરંડામાં પણ ન ગઈ. તે બારીનો પડદો હટાવીને જ આકાશ જોઈ શકતી હતી. તેના બદનસીબે ઇવાન પેત્રોવીચના પિતા દિવસનો મોટો ભાગ ખુલ્લી હવામાં જ ગાળતા હતા અને વરંડામાં જ સુઈ જતા હતા. આમતો ફાધર પ્યોત્ર એક નાનકડા ગામડાના પાદરી હતા, જે ભૂરા રંગના લાંબા પાદરીના કોટમાં અને ઉંચી ટોપીમાં પોતાના વાંકડીયા વાળ સંતાડીને તમામ વિલાઓની આસપાસ આંટા મારતા હતા અને તેમના માટે આ નવીસવી જગ્યાની જમીનને પોતાના જાડા કાચના ચશ્માથી નિહાળતા રહેતા હતા. ઇવાન પેત્રોવીચ પરંપરાગત રશિયન સૂટ અને તેના પર લાલ રિબન બાંધીને તેમની સાથેજ ફરતો. તે કોઈજ મોંઘા કપડાં નહોતા પહેરતો જે તે સામાન્યતઃ જાણીતા લોકો સમક્ષ પોતાના ગર્વને સંતોષ આપવા માટે કાયમ પહેરતો. પરંતુ તેના સમાજમાં તે માત્ર આ પરંપરાગત રશિયન સૂટ જ પહેરતો.

લીઝા કંટાળાથી મરી રહી હતી. ગ્રોહોલ્સકીને પણ તકલીફ પડી રહી હતી. તેણે પોતાની સાથીદાર વગર જ ચાલવા જવું પડતું હતું. તેને લગભગ આંસુ આવી ગયા... પરંતુ તેણે નસીબ પર બધું છોડી દીધું. અને આ બધું ઓછું હોય એમ બગરોવ દરરોજ સવારે દોડીને ઘેર આવી જતો અને ફાધર પ્યોત્રની તબિયતના તાજા સમાચાર આપી જતો. ગ્રોહોલ્સકીને આ દરરોજના બુલેટીનથી હવે કંટાળો આવી રહ્યો હતો.

“આજે એમને ખૂબ સારી ઊંઘ આવી ગઈ,” તેણે માહિતી આપી. “ગઈકાલે મારે એમને બહાર લઇ જવા પડ્યા કારણકે ઘરમાં મીઠું નાખેલી કાકડી ન હતી... એમણે મિશુત્કાને મીઠાવાળી કાકડી લઇ આપી; એ જ્યાં સુધી ખાતો રહ્યો ત્યાં સુધી તે એના માથા પર હાથ ફેરવતા રહ્યા.”

છેવટે, પંદર દિવસ બાદ, ફાધર પ્યોત્ર છેલ્લી વખત તમામ વિલાઓની આસપાસ ચક્કર લગાવવા નીકળ્યા, અને બાદમાં ગ્રોહોલ્સકીને મોટી રાહત આપતા તેઓ ત્યાંથી જતા રહ્યા. તેઓ જતી વખતે ખૂબ ખુશ હતા અને તેમના મુખ પર સંતોષ હતો. લીઝા અને ગ્રોહોલ્સકી તેમના અગાઉના રોજીંદા જીવનમાં ફરીથી પ્રવૃત્ત થયા. ગ્રોહોલ્સકીએ પોતાના નસીબનો આભાર માન્યો. પરંતુ તેનો આનંદ બહુ લાંબો સમય ટક્યો નહીં. કારણકે થોડા જ સમય બાદ ફાધર પ્યોત્ર કરતાં પણ વધુ મોટી મુશ્કેલી સાથે તેનો સામનો થયો. ઇવાન પેત્રોવીચ તેમને મળવા દરરોજ આવવા લાગ્યો. ઇવાન પેત્રોવીચ, સાચું કહું તો ભલે મૂડીવાદી વ્યક્તિ હતો પરંતુ તે એક ત્રાસદાયક વ્યક્તિ પણ હતો. તે કાયમ રાત્રીભોજના સમયે ત્યાં આવતો, તેમની સાથે ભોજન કરતો અને લાંબો સમય ત્યાંજ બેસી રહેતો. તેનો પણ કશો વાંધો ન હતો. પરંતુ ખાસ તેના માટે, રાત્રીભોજ વખતે ખાસ વોદકા ખરીદવી પડતી જે ગ્રોહોલ્સકીને ખૂબ મોંઘી પડતી હતી. તે પાંચ ગ્લાસ વોદકા પી જતો અને જમતી વખતે સતત વાતો કરતો રહેતો. અને વાતો પણ કેવી? સાવ ઢંગધડા વગરની... પણ તેમ છતાં તે રાત્રે બે વાગ્યા સુધી ત્યાં બેસતો, પેલા બંનેને સુવા ન દેતો અને એનાથી પણ વધુ ખરાબ બાબત તો એ હતી કે એ એવી વાતો કરતો જે વાતો માટે તેનું ચૂપ રહેવું વધારે યોગ્ય હતું. જ્યારે વહેલી સવારના બે વાગવાના હોય અને જ્યારે તેણે ખૂબ બધી વોદકા અને શેમ્પેઇન પી લીધો હોય ત્યારે તે મિશુત્કાના ખભે હાથ મુકતો અને રડવા લાગતો અને ગ્રોહોલ્સકી અને લીઝાની સામે બોલતો:

“મિહાઈલ, મારા દીકરા, તને ખબર છે હું કોણ છું?હું... એક નીચ માણસ છું. મેં તારી માતાને વેંચી નાખી છે. મેં તેને ચાંદીના ત્રીસ સિક્કા માટે વેંચી નાખી, હે ભગવાન મને શિક્ષા કર! મિહાઈલ ઇવાનીચ, @#$%&, તને ખબર છે તારી માતા ક્યાં છે? ખોવાઈ ગઈ છે, જતી રહી છે! ગુલામી કરવા માટે વેંચી દેવામાં આવી છે! હા હું નીચ છું.”

આ આંસુઓથી આ શબ્દોથી ગ્રોહોલ્સકીનો આત્મા ડંખવા લાગતો. તે ડરતાં ડરતાં લીઝાના ઉતરી ગયેલા ચહેરા સામે જોતો અને તેની હથેળીઓને જોરથી દબાવતો.

“હવે ઊંઘી જા, ઇવાન પેત્રોવીચ,” એ ડરતાં ડરતાં કહેતો.

“હા હું જાઉં છું... ચાલ મિશુત્કા આપણે ઘરે જઈએ... ભગવાન જ આપણો નિર્ણય કરશે! મારી પત્ની જ્યારે કોઈની ગુલામ હોય ત્યારે મને ઊંઘ કેવી રીતે આવે... પણ આમાં ગ્રોહોલ્સકીનો વાંક નથી... સમાન મારો હતો, પૈસા એના હતા... બાકી બચ્યું હતું સ્વતંત્રતા અને સ્વર્ગ!

દિવસ દરમ્યાન પણ ઇવાન પેત્રોવીચ ગ્રોહોલ્સકી માટે ઓછો મુશ્કેલીભર્યો ન હતો. ગ્રોહોલ્સકીને ડર લાગે ત્યાં સુધી તે લીઝાની નજીક રહેતો. તેની સાથે માછલી પકડવા જતો, તેને વાર્તાઓ કહેતો, તેની સાથે ચાલવા જતો અને એક વખત તો ગ્રોહોલ્સકીને શરદી થઇ હતી તો તેનો ફાયદો ઉઠાવીને તે તેને પોતાની બગીમાં ક્યાંક લઇ ગયો અને છેક રાત્રે પરત આવ્યો!

“આ તો અત્યાચાર છે, અમાનવીય વર્તન છે,” ગ્રોહોલ્સકીએ પોતાના હોઠ દબાવતા વિચાર્યું.

ગ્રોહોલ્સકીને લીઝાને તે સતત ચુંબનો કરતો રહે એ ખૂબ ગમતું. તેનું જીવન એ મીઠા ચુંબનો વગર અધૂરું હતું, અને ઇવાન પેત્રોવીચની હાજરીમાં તે લીઝાને ચુંબનો કરે એ જરા વિચિત્ર હતું. અરે અત્યંત પીડાદાયક હતું. બિચારાને હવે એકલું અટુલું લાગી રહ્યું હતું પરંતુ નસીબે તેના પર દયા કરી. ઇવાન પેત્રોવીચ અચાનક જ એક અઠવાડિયા માટે ક્યાંક જતો રહ્યો. કેટલાક મુલાકાતીઓ આવ્યા અને તેઓ તેને ક્યાંક લઇ ગયા... અને મિશુત્કાને પણ સાથેજ લઇ જવામાં આવ્યો હતો.

એક સવારે ગ્રોહોલ્સકી આંટો મારીને ઘરે આવ્યો ત્યારે તેને સામેની વિલા માંથી હસવાનો અવાજ આવ્યો.

“એ આવી ગયો,” તેણે લીઝાને પોતાની હથેળીઓ ઘસતાં ઘસતાં કહ્યું, મને ખૂબ આનંદ થયો કે એ પાછો આવ્યો. હા હા હા!”

“એમાં હસવા જેવું શું છે?”

“તેની સાથે કેટલીક સ્ત્રીઓ પણ આવી છે.”

“કેવી સ્ત્રીઓ?”

“એની મને ખબર નથી... પણ સારું છે કે તેની સાથે સ્ત્રીઓ પણ છે... આ બહુ મહત્ત્વનું છે, સાચું કહું તો તે હજી પણ યુવાન છે અને એનામાં હજી પણ જોશ છે. અહીં આવ જો!”

ગ્રોહોલ્સકી લીઝાને વરંડામાં લઇ ગયો અને સામેની વિલા તરફ આંગળી ચીંધી. બનેએ એકબીજાની કમરમાં હાથ નાખ્યા અને જોરથી હસ્યા. હા તે અત્યંત રમૂજ પમાડતું દ્રશ્ય હતું. ઇવાન પેત્રોવીચ સામેની વિલાના વરંડામાં ઉભો હતો અને સ્મિત કરી રહ્યો હતો. બે કાળા રંગના કેશ ધરાવતી સ્ત્રીઓ અને મિશુત્કા વરંડાની નીચે ઉભા હતા. બંને મહિલાઓ જોરજોરથી હસી રહી હતી અને ફ્રેંચમાં બોલી રહી હતી.

“ફ્રેંચ મહિલાઓ,” ગ્રોહોલ્સકીએ નોંધ કરી. “આપણી સહુથી નજીક જે મહિલા ઉભી છે એ કાઈ ખરાબ નથી દેખાતી. એકદમ જીવંત અને અપરણિત લાગે છે, પણ એનો કશો વાંધો નથી. આ પ્રકારની સ્ત્રીઓ મળવી સારી વાત છે, પણ તેઓ કોઇપણ હદ સુધી જઈ શકે છે.”

સહુથી વધુ રમુજ પમાડતી કોઈ વાત હોય તો એ એવી હતી કે ઇવાન પેત્રોવીચ નીચો વળીને પોતાના લાંબા હાથને બે માંથી એક ફ્રેંચ સ્ત્રીના ખભા પર મુકીને તેને ઊંચકી રહ્યો હતો અને તેને કારણે પેલી સ્ત્રીનું ખડખડાટ હાસ્ય આખા વરંડામાં ગુંજી રહ્યું હતું. બંને મહિલાઓને એક પછી એક ઊંચક્યા બાદ તેણે મિશુત્કાને પણ ઊંચક્યો. ત્યારબાદ આ સ્ત્રીઓએ પોતપોતાના સ્થાન બદલ્યા અને ફરીથી એ ઘટનાઓનું પુનરાવર્તન થયું.

“બહુ મજબૂત શરીર છે એનું, કહેવું પડે,” ગ્રોહોલ્સકીએ આ દ્રશ્ય જોતા જોતા બબડાટ કર્યો. પેલું બધું ઓછામાં ઓછું છ વખત થયું, બંને સ્ત્રીઓ એ પ્રવૃત્તિમાં એટલી બધી મસ્ત હતી કે જ્યારે તેમને ઊંચકવામાં આવતી અને જોરદાર પવનને કારણે તેમના સ્કર્ટ ઊંચા થઇ જતા તો પણ તેમને કોઈજ ફર્ક નહોતો પડતો. ગ્રોહોલ્સકીની આંખો ત્યારે શરમથી ઝુકી ગઈ જ્યારે પેલી સ્ત્રીઓએ પોતાના પગ વરંડાની પાળી પર ચડાવ્યા અને બીજી તરફ કુદી પડી. પરંતુ લીઝાએ એ જોયું ત્યારે તે ખૂબ હસી. તેને કોઈજ ચિંતા કે શરમ ન હતી કારણકે આ પુરુષો એકબીજા સાથે ગાળાગાળી નહોતા કરી રહ્યા જે એક સ્ત્રી તરીકે તેને શરમ ઉપજાવે પરંતુ આ તો સ્ત્રીઓને લગતી બાબત હતી.

સાંજે ઇવાન પેત્રોવીચ આવ્યો અને થોડું શરમાઈને તેણે જાહેર કર્યું કે તેનું પણ હવે એક કુટુંબ છે જે તેની સંભાળ લેશે...

“તમને એવું લાગે જ નહીં કે તેઓ સામાન્ય છે,” તેણે કહ્યું, “હા તે સત્ય છે કે તેઓ ફ્રેંચ છે. તેઓ જોરજોરથી વાતો કરે છે અને ખૂબ દારુ પીવે છે... પણ એ તો આપણને ખ્યાલ જ છે કે ફ્રેંચ એવા જ હોય છે! એમાં કશું થઇ ન શકે... સાહેબ,” ઇવાન પેત્રોવીચે ઉમેર્યું, “પ્રિન્સે મને લગભગ વિનામૂલ્યે જ આપી દીધી અને તેમણે કહ્યું કે, એમને લઇ જ, લઇ જા... હું કોઈક દિવસ તમને પ્રિન્સ સાથે ઓળખાણ કરાવીશ. એકદમ સુસંસ્કૃત વ્યક્તિ છે. એ કાયમ લખતો ને લખતો જ હોય છે... અને હા તમને એમના નામ ખબર છે? એક ફેન્ની છે અને બીજી ઈઝાબેલા... આ દુનિયામાં યુરોપ પણ છે... હા હા હા! પશ્ચિમ પણ છે! આવજો!”

ઇવાન પેત્રોવીચની વિદાયે લીઝા અને ગ્રોહોલ્સકીને શાંતિ આપી અને તેણે પોતાની જાતને પોતાની સ્ત્રીઓને સમર્પિત કરી. આખો દિવસ તેની વિલામાંથી વાતો, હાસ્ય અને વાસણો ખખડવાનો અવાજ આવતો રહેતો હતો. છેવટે એક લાંબી પીડા બાદ ગ્રોહોલ્સકી માટે આ આનંદ અને શાંતિનો સમય હતો, તેના માટે તો આ આશિર્વાદરૂપ ઘટના હતી. ઇવાન પેત્રોવીચને જેટલી શાંતિ એક સ્ત્રી સાથે મળતી હતી તેટલી શાંતિ તેને બે સાથે નહોતી મળતી. પરંતુ છેવટે, નસીબ પાસે હ્રદય નથી હોતું. તે ગ્રોહોલ્સકી સાથે પણ રમે છે, લીઝા સાથે પણ ઇવાન સાથે પણ અને મિશુત્કા સાથે પણ રમે છે અને તેમને પોતાના પ્યાદાં બનાવે છે. ગ્રોહોલ્સકીની શાંતિ ફરીથી ભંગ થઇ ગઈ.

==:: અપૂર્ણ ::==