taras premni - 14 in Gujarati Love Stories by Chaudhari sandhya books and stories PDF | તરસ પ્રેમની - ૧૪

Featured Books
  • अनोखा विवाह - 10

    सुहानी - हम अभी आते हैं,,,,,,,, सुहानी को वाशरुम में आधा घंट...

  • मंजिले - भाग 13

     -------------- एक कहानी " मंज़िले " पुस्तक की सब से श्रेष्ठ...

  • I Hate Love - 6

    फ्लैशबैक अंतअपनी सोच से बाहर आती हुई जानवी,,, अपने चेहरे पर...

  • मोमल : डायरी की गहराई - 47

    पिछले भाग में हम ने देखा कि फीलिक्स को एक औरत बार बार दिखती...

  • इश्क दा मारा - 38

    रानी का सवाल सुन कर राधा गुस्से से रानी की तरफ देखने लगती है...

Categories
Share

તરસ પ્રેમની - ૧૪



મિષા,પ્રિયંકા અને નેહા ત્રણેય ગ્રાઉન્ડ પર બેઠેલાં રૉકી,સુમિત અને પ્રિતેશ પાસે ગયા.

પ્રિયંકા:- "RR ક્યાં છે?"

રૉકી:- "હશે કોઈ છોકરી સાથે."

મેહાએ બેન્ચ પર માથું ઢાળી દીધું હતું. મેહાની આંખમાંથી આંસુ સરી રહ્યા હતા. મેહાને ખ્યાલ આવ્યો કે પોતાની પાસે કોઈ આવીને બેઠું છે. મેહાએ માથું ઉચું કરીને જોયું તો એની સામે RR હતો.

RR:- "મેં તને પહેલા જ કહ્યું હતું કે શ્રેયસ સારો છોકરો નથી."

મેહા કંઈ બોલતી નથી. નીચી નજર કરી ચૂપચાપ આંસુ સારતી બેસી રહી.

તે જ સમયે મેહાને અચાનક પેટમાં દુઃખે છે.

મેહાએ પેટ પર હાથ રાખ્યો.

RR:- "શું થયું મેહા."

મેહા:- "નેહાને ફોન કરીને બોલાવ."

RRએ તરત ફોન કર્યો.

નેહાએ જોયું તો RRનો ફોન હતો. નેહાએ ફોન રિસીવ કર્યો.

RR:- "હેલો નેહા જલ્દી અહીં આવો. મેહા તમને બોલાવે છે. I think એને પેટમાં દુઃખે છે."

નેહા:- "અમે હમણાં જ આવીએ છીએ."

નેહા,મિષા અને પ્રિયંકા સાથે સાથે રૉકી,સુમિત અને પ્રિતેશ પણ આવે છે.

નેહા:- "મિષા મેહાને જલ્દીથી ઘરે લઈ જવું પડશે. મિષા મેહાને મૂકી આવ."

મિષા:- "હું તો આજે વ્હીકલ નથી લાવી. મને સ્કૂલે મારા પપ્પા મૂકી ગયા."

RR:- "હું મૂકી આવીશ મેહાને."

મેહાને લઈને પાર્કિગ એરિયામાં ગયા. RR સાથે મેહાને બાઈક પર બેસાડી.

મેહાએ એક હાથ RR ના ખભા પર મૂક્યો. બીજા હાથથી પોતાના પેટને દાબી રહી."

RRએ બાઈક હંકારી મૂકી.

RRએ અરીસામાંથી જોયું તો મેહાના ચહેરા પર પરસેવો બાઝી ગયો હતો. મેહાના ચહેરા પરથી લાગતું હતું કે દુખાવો એનાથી સહન નહોતો થતો. ઘર આવતાં જ મેહા ઝડપથી ચાલવા લાગી. RR પણ એની સાથે ચાલવા લાગ્યો.

મેહા દરવાજે જ બેસી ગઈ. RRએ દરવાજાની ડોરબેલ વગાડી.

મમતાબહેને દરવાજો ખોલ્યો. મેહાને બેઠેલી જોઈ મમતાબહેન સમજી ગયા. RR અને મમતાબહેન મેહાને ઉઠાડીને સોફા પર બેસાડી.

મમતાબહેને તુલસી અને વરિયાળી નાંખીને પાણી ઉકાળ્યું. મેહાને એ ગરમ પાણી પીવડાવ્યું.

મમતાબહેન:- "મેહાની હાલત જોઈ તને તો પાણી આપવાનું પણ ભૂલી ગઈ."

મમતાબહેન:- "સુનિતા જરા પાણી તો લઈ આવ."

સુનિતા:- "જી."

સુનિતા પાણી લેવા જાય છે. RR પાણી પીએ છે.

મમતાબહેન સુનિતાને રસોડામાં બોલાવે છે.

મમતાબહેન:- "તુલસી અને વરિયાળીનું પાણી ફરી ઉકાળ. હજી એકવાર મેહાને પીવડાવવું પડશે ત્યારે મેહાને રાહત થશે. સુનિતા મને તો આ છોકરીની બહું ચિંતા થાય છે. દર મહિને એને આ જ પ્રોબ્લેમ થાય છે. પેઈન ઓછું થાય તેવી દવા ડોક્ટરે આપી છે પણ મેહાને એ દવાની આડઅસર થાય છે."

મમતાબહેનનુ ધ્યાન RR તરફ જાય છે. મમતાબહેન RR પાસે આવે છે.

RR:- "આંટી મેહાને શું થયું છે?"

મમતાબહેન:- "કંઈ નહીં બેટા. તું બેસ હું ચા લઈને આવું છું."

RR:- "ના આંટી હું બસ નીકળું છું."

મમતાબહેન:- "અરે બસ હમણાં જ બની જશે."

RR:- "ફરી કોઈક વખત આવીશ તો ચોક્કસ તમારા હાથની ચા પીને જ જઈશ."

RR અને મેહાની નજર મળે છે. RR ત્યાંથી નીકળી જાય છે.

મેહા પર નિખિલનો ફોન આવે છે.

મમતાબહેન ફોન રિસીવ કરે છે.

મમતાબહેન:- "હેલો નિખિલ મેહા ઘરે આવી ગઈ છે. મેહાને પેટમાં દુખતું હતું એટલે એનો ક્લાસમેટ ઘરે મૂકવા આવેલો."

નિખીલ:- "સારૂં હવે હું પણ સ્કૂલેથી નીકળું છું."

મમતાબહેને ફરી તુલસી અને વરિયાળીનું ઉકાળેલું પાણી પીવડાવ્યું. નિખિલ ઘરે આવ્યો.

નિખિલ:- "મેહા તારે મને કહેવું જોઈએ ને?"

મેહા:- "ભાઈ મિષા,નેહા અને પ્રિયંકા હતા એટલે વાંધો નહીં."

નિખિલ:- "સારું પણ હવે કંઈ પણ પ્રોબ્લેમ હોય તો મને ફોન કરજે."

મેહા:- "સારું ભાઈ."

આ તરફ RR ઘરે આવે છે. RRએ મમતાબહેન અને સુનિતાની વાત સાંભળી હતી. મેહાને દર મહિને પ્રોબ્લેમ થાય છે. શું થતું હશે મેહાને. આ વિશે RRને આછો આછો ખ્યાલ તો હતો. પછી RRએ સર્ચ કર્યું. RRને સ્ત્રીઓના પીરિયડ્સ (માસિક ધર્મ) વિશે જાણવા મળ્યું. RRને હવે થોડો ખ્યાલ આવ્યો કે ક્રીનાને પણ દર મહિને થોડી વીકનેસ જેવું ફીલ થતું. RR પોતાના ડાન્સ અને મિત્રો સાથે ફરવામાં એટલો વ્યસ્ત રહેતો કે ક્રીના તરફ એણે ધ્યાન નહોતું આપ્યું.

બીજી સવારે મેહા સ્કૂલે પહોંચે છે. મેહા શ્રેયસ વિશે જ વિચારી રહી હતી. મેહા હવે ઉદાસ રહેવા લાગી હતી. બે ત્રણ દિવસ થયા સરખી રીતના જમતી પણ નહોતી.

મમતાબહેન:- "મેહા શું વાત છે? તારું જમવાનું પણ ઓછું થઈ ગયું છે."

મેહા:- "કંઈ નહીં મમ્મી. સ્કૂલમાં જ વધારે નાસ્તો કરી લઈએ છીએ."
એક સવારે રિહર્સલ રૂમમાં ગઈ. મેહાએ મ્યુઝિક ચાલું કર્યું. અને ડાન્સ કરવા લાગી.

तेरी वो बातें वो चाहत की रस्में

झूठे थे वादे क्या झूठी थी कसमें

जान-ए-तमन्ना क्या ये सच है बस इतना कह दे

टूट जाए ना लम्हा ऐतबार का

दे कोई सिला मेरे इन्तज़ार का

चाहा है तुझको चाहूंगी हरदम

मरके भी दिल से ये प्यार ना होगा कम

RR રિહર્સલ રૂમમાં આવ્યો. મેહાને ડાન્સ કરતા જોઈ રહ્યો. RRએ નોટીસ કર્યું કે મેહા ભીતરથી દુઃખી છે. પોતાની વેદનાને મેહા ડાન્સ દ્રારા વ્યક્ત કરી રહી હતી. RRને મેહાના ડાન્સ પરથી ખ્યાલ આવ્યો કે મેહા ભીતરથી તૂટી ગઈ છે.

ડાન્સ કરતા કરતા મેહાની નજર RR તરફ જાય છે.
મેહા કંઈ બોલતી નથી અને રિહર્સલ રૂમમાંથી નીકળીને મેહા ક્લાસમાં જતી રહે છે. ક્લાસમાં તનિષા મળે છે.

તનિષા:- "મેહા શું વાત છે? બહુ ઉદાસ છે ને? ઑહ સૉરી હું તો ભૂલી જ ગયેલી કે શ્રેયસે તને છોડી દીધી."

મેહા કંઈ બોલતી નથી. ચૂપચાપ પોતાની જગ્યા પર બેસી જાય છે. ‍‌મેહા દિવસે દિવસે શાંત રહેવા લાગે છે. સ્કૂલમાં મેહા શ્રેયસ અને જીયાને જોતી તો મેહા ખૂબ દુઃખી થઈ જતી. મેહાને હજુ પણ ઊંડે ઊંડે આશા હતી કે શ્રેયસ એક દિવસ મારી પાસે આવશે અને મારો થશે.

સ્કૂલમાં મેહા એની ફ્રેન્ડ જોડે રહેતી પણ કશે ફરવા જવાનું હોય તો મેહા નહોતી જતી. મમ્મી પપ્પા કે નિખિલ સાથે કોઈ પ્રસંગ કે પાર્ટીમાં જવાનું હોય તો પણ મેહા નહોતી જતી. મિષા, પ્રિયંકા અને નેહા ત્રણેય મેહાને સમજાવતા કે આ રીતના કોઈની પાછળ દુઃખી ન થવાય. પણ મેહા હંમેશા કહેતી રહેતી કે "પ્લીઝ મારે એકલાં રહેવું છે. અને તમે મને આવી રીતના ફોર્સ ન કરો."

રજાનો દિવસ હોય તો મેહા સવારે ઉઠીને પોતાની જાતને કોઈ ને કોઈ પ્રવૃતિમાં વ્યસ્ત રાખતી. રજા હોય ત્યારે સવારે મેહા બે થી ત્રણ કલાક અભ્યાસમાં ધ્યાન આપતી. બાર વાગ્યે જમી લેતી. જમીને એકાદ કલાક સૂઈ જતી. પછી બપોરે એકાદ મુવી જોઈ લેતી. સાંજે ચા પીને એકાદ કલાક ફરી વાંચતી. વાંચીને થોડી વાર બહાર હીંચકા પર બેસીને આકાશ તરફ શૂન્યમન્સક નજરે જોઈ રહેતી.

ઉદાસ કરી દે છે રોજ આ સાંજ મને...
લાગે છે જાણે કોઈ ભૂલી રહ્યું છે મને ધીરે ધીરે...

સવારના પહેલાં વિચારથી લઈને સાંજની ઢળતી પળ સુધી મેહા નું પાગલ દિલ ફક્ત શ્રેયસના જ વિચારોમાં ખોવાયેલું રહેતું.

શિયાળાની કડકડતી ઠંડીના દિવસો હતા. મેહા,મિષા,નેહા અને પ્રિયંકા ગ્રાઉન્ડ પર કૂમળા તડકામાં બેઠા હતા. RRનુ ગ્રુપ પણ ત્યાં આવ્યું.

નેહા:- "Hey guys આવતીકાલે રવિવાર છે. કશે જઈએ."

રૉકી:- "બધી જગ્યાએ ફરી લીધું છે. હું શું કહું છું કે મારા ફાર્મ હાઉસ પર પાર્ટી રાખીએ."

મિષા:- "હા બહુ મજા આવશે. મેહા આવતીકાલે તૈયાર રહેજે."

મેહા:- "મારે કોઈ પાર્ટીમાં નથી આવવું. તમે જઈ આવજો."

નેહા:- "મેહા ચાલને યાર."

મેહા:- "ના મારે નથી આવવું."

પ્રિયંકા:- "મેહા જે થઈ ગયું તે થઈ ગયું. આટલું બધું મનમાં રાખીને ન જીવાય સમજી?"

મેહા:- "પ્લીઝ તમે મને ફોર્સ ન કરો. મારી આવવાની જરા પણ ઈચ્છા નથી."

RR:- "I can't believe this કે છોકરીઓ એટેન્શન મેળવવા કેવા કેવા નખરાં કરે છે. મને જો કોઈ આટલું કહે તો હું એટલિસ્ટ મારા ફ્રેન્ડ નું તો માન રાખું. એમાં આટલાં નખરાં કરવાની શું જરૂર છે?"

"Mr.RR તું છે કોણ અમારી વચ્ચે બોલવાવાળો. આ મારી અને મારા ફ્રેન્ડ વચ્ચેની વાત છે સમજ્યો? તો હવેથી ધ્યાન રાખજે." મેહાથી થોડું ગુસ્સાથી કહેવાઈ ગયું.

મિષા:- "મેહા શું થઈ ગયું છે તને? આજ સુધી તને ગુસ્સામાં જોઈ નથી."

"જો કોઈને મારી વાતથી મન દુઃખ થયું હોય તો Sorry." આટલું કહી મેહા ત્યાંથી જતી રહે છે.

બધા મેહાના વર્તનથી શોક્ડ થઈ ગયા. મેહાએ આજ સુધી કોઈ પર ગુસ્સો નહોતો કર્યો. મેહા તો સ્કૂલમાં ક્યૂટ અને સ્વીટ છોકરી તરીકે ઓળખાતી હતી. મેહાને પણ ખુદને આશ્ચર્ય થયું કે મારાથી કેમ ગુસ્સે થઈ જવાયું.

RR મેહાને જતા જોઈ રહ્યો. આજ સુધી કોઈ છોકરીએ RR સાથે આવી રીતના વાત નહોતી કરી. અને મેહાએ RRને આ રીતે ગુસ્સાથી કહ્યું.
RR થી આ સહન ન થયું. મેહાની કહેવાની રીતથી અને વર્તનથી RR નો ઈગો હર્ટ થયો હતો.

RRએ નક્કી કરી લીધું હતું કે મેહાને મારે કહેવું તો પડશે. એવી રીતના મને કોઈ કેવી રીતના સંભળાવી જાય..!! પણ પછી RRને વિચાર આવ્યો કે મેહાને તો તું લવ કરે છે. RRએ મેહાને કંઈ કહ્યું નહીં.

એક દિવસે મેહા પોતાના ફ્રેન્ડસ સાથે ગ્રાઉન્ડ પર બેઠા બેઠા વાતો કરતી હતી. મેહા નું ધ્યાન શ્રેયસ અને જીયા પર ગયું. શ્રેયસ અને જીયાને જોઈ મેહાના મનને સારું ન લાગ્યું.

મેહા:- "તમે લોકો વાતો કરો. હું બસ લાઈબ્રેરી નું કામ પતાવી અહીં જ પાછી આવીશ."

પ્રિયંકા:- "ઑકે જલ્દી આવજે."

મેહા ફટાફટ લાઈબ્રેરી તરફ ગઈ. લાઈબ્રેરીની પાસે એક ક્લાસરૂમ હતો. ક્લાસમાં કોઈ નહોતું. મેહા ક્લાસમાં જઈને ચૂપચાપ બેસી ગઈ. એની આંખોમાંથી આંસુ સરવા લાગ્યા.

એટલામાં RR ત્યાંથી પસાર થાય છે. RRની નજર મેહા પર ગઈ. RRએ ધ્યાનથી જોયું તો મેહા રડી રહી હતી. RRને મેહા પાસે જઈને એના આંસુ લૂછવા માંગતો હતો. RR મેહા પાસે ગયો.

RR:- "મેહા મેં તને કહ્યું હતું ને કે શ્રેયસ સારો છોકરો નથી. અને તું એની પાછળ આંસુ સારે છે. I think તારે Move on..."

RR ની વાત વચ્ચેથી કાપતાં મેહા બોલી "એક મિનીટ RR તું છે કોણ મને સલાહ આપવાવાળો? આપણે તો ફ્રેન્ડ પણ નથી રાઈટ? મારી મરજી મારે Move on કરવું હશે તો હું કરી લઈશ સમજ્યો?"

RRથી પણ કહ્યા વગર રહેવાયું નહીં.

RR:- "આજ સુધી કોઈ છોકરીએ મારી સાથે આવી રીતના વાત નથી કરી. તે દિવસે પણ મેં તને જવા દીધી. અને મારા પર કેમ આટલી ગુસ્સે થાય છે? જા ને જઈને શ્રેયસ પર ગુસ્સો ઉતાર. મારા પર નહીં સમજી?"

મેહા:- "You know what? આ બધું તારા લીધે જ થયું છે. યાદ છે પ્રિતેશના ઘરે પાર્ટી હતી. તે અને તનિષાએ શું કહ્યું હતું શ્રેયસને મારા વિશે. હું બીજી છોકરી જેટલી સ્માર્ટ નથી. ડફ્ફર છું. કપડાંનું સેન્સ નથી. મને તૈયાર થતા નથી આવડતું. શ્રેયસના મગજમાં આ વાત તે નાંખી કે હું સ્માર્ટ નથી. કપડાંનું સેન્સ નથી. એટલે તારા કહેવાથી શ્રેયસે મને જજ કરી. તો તારા લીધે જ મને શ્રેયસે છોડી."

"તમે બંન્ને એકબીજાને પ્રેમ કરો છો ને? Sorry કરતા હતા. તો તમારો પ્રેમ એટલો કાચો છે કે કોઈ ત્રીજી વ્યક્તિના કહેવાથી તૂટી પણ ગયો. તો મારા પર Blame કરવાની જરૂર નથી સમજી?" આટલું કહી RR ત્યાંથી જતો રહ્યો.

મેહા શ્રેયસને લીધે દુઃખી હતી એટલે મેહાને RRની વાતની કોઈ અસર થઈ નહીં. મેહા અત્યારે આ બધું સમજવાની સ્થિતિમાં નહોતી. શ્રેયસ અને પોતાનું બ્રેકઅપ થયું તેના માટે મેહા RRને જ દોષી ગણવા લાગી.

RRને મેહા પર ગુસ્સો આવતો હતો. RRએ વિચાર્યું કે "એક તો એના ભલા માટે કહ્યું ને ઉપરથી પાછી મને blame કરે છે. મેહા પહેલાં તો આવી નહોતી. પહેલાં ધોરણથી જ એને બરાબર જાણું છુ. મેહામાં કંઈક તો બદલાવ આવ્યો છે. પહેલાં તો મારાથી ગભરાતી હતી. અને અત્યારે કેવી મારી સામે ફટફટ બોલી ગઈ." RRએ નક્કી કરી લીધું હતું કે મેહાથી જેમ બને તેમ દૂર રહેવું જ સારૂં.

મેહા RR વિશે વિચારતી હતી કે "RR શું સમજે છે પોતાની જાતને? એક ચાન્સ પણ નથી છોડતો મને Hurt કરવાનો. એને શું પ્રોબ્લેમ છે મારાથી? એક તો દુઃખી હતી અને પાછો જાણી જોઈને મને હર્ટ કરવા આવ્યો. I hate you RR..." મેહાએ પણ નક્કી કરી લીધું કે જેમ બને તેમ RRથી દૂર રહેવું જ બેટર છે.

તે દિવસથી ન તો RRએ મેહા સાથે વાત કરી ન તો મેહાએ RR સાથે વાત કરી. બંન્ને તે દિવસથી પોતાપોતાની રીતે જીવનમાં વ્યસ્ત થઈ ગયા.

RR મિષા,નેહા અને પ્રિયંકા સાથે વાત કરી લેતો પણ મેહા સાથે એક શબ્દ પણ નહોતો બોલતો. મેહા પણ રૉકી,સુમિત અને પ્રિતેશ સાથે વાત કરતી પણ RR સાથે એક શબ્દ પણ નહોતી બોલતી.

એક દિવસ કેન્ટીનમા નેહાએ કહ્યું "RR તારા અને મેહા વચ્ચે કંઈ થયું છે?"

રૉકી:- "હા મેહા અમે પણ નોટીસ કર્યું છે તમારા બે વચ્ચે કંઈ પ્રોબ્લેમ છે કે શું?"

નેહા અને રૉકીની વાત સાંભળી RR અને મેહાની નજર મળે છે.

RR:- "કંઈ પ્રોબ્લેમ નથી."

મેહા:- "હા અમારા વચ્ચે કંઈ પ્રોબ્લેમ નથી. કેમ તમને લોકોને એવું લાગ્યું?"

રૉકી:- "ઑ પ્લીઝ તમે બંન્ને જણ તો અમારાથી કંઈ છૂપાવતા જ નહીં. કોઈને પણ ખ્યાલ આવી જાય છે કે તમારા બે વચ્ચે કંઈક તો થયું છે."

RR:- "જે પ્રોબ્લેમ છે તે અમારા બે વચ્ચે છે."

મેહા:- "તો પ્લીઝ guys તમે લોકો અમારા બે વચ્ચે ન જ પડો તો સારું."

સુમિત:- "Relax guys આટલું સીરીયસ થવાની જરૂર નથી. અમે તો બસ એમજ પૂછ્યું. તમારા બે વચ્ચે પ્રોબ્લેમ છે તો તમારી રીતે સોલ્વ કરજો. અમે ક્યાં વચ્ચે પડીએ છીએ?"

મેહા અને RRના ફ્રેન્ડ વિચાર કરતા થઈ ગયા કે આ બે વચ્ચે એવું તો શું થયું છે?

મેહા પોતાના ઘરે પહોંચે છે. ચા પીને હોમવર્ક કરવા બેસે છે. મમતાબહેન અને પરેશભાઈ વચ્ચે રાતના ઠંડો ઝઘડો થાય છે. મેહાને બાજુના રૂમમાંથી મમ્મી પપ્પાનો ધીમો અવાજ સંભળાય છે. મમતાબહેન અને પરેશભાઈ બને ત્યાં સુધી દીકરા દીકરી સામે ઝઘડો કરવાનું ટાળતા.

શ્રેયસ સાથેનું બ્રેકઅપથી મેહા દુઃખી તો હતી જ પણ મમ્મી પપ્પાના ઝઘડાને કારણે મેહા વધુ દુઃખી થઈ જતી. મેહા શ્રેયસ સાથે વાત કરવાની કોશિશ કરતી રહેતી પણ શ્રેયસને તો કોઈ પરવાહ જ નહોતી.

कितना अजीब है ना
कोई मरता रहता हैं
बात करने के लिए
और किसी को
परवाह तक नहीं होती।

ક્રમશઃ