Kash in Gujarati Poems by Rudrarajsinh books and stories PDF | કાશ..

Featured Books
Categories
Share

કાશ..

નમસ્કાર મિત્રો,

મારું પ્રથમ પુસ્તક " દિગ્વિજયી કવિતાઓ" લખાઈ ગયું છે પરંતુ માતૃ ભારતી દ્વારા પ્રકાશિત થવાનું બાકી છે ત્યારે હું બીજી કવિતાઓ સાથે મારું આ બીજું પુસ્તક "કાશ..." લઈને આપની સમક્ષ ઉપસ્થિત થયો છું...

છતાં ઘણી ક્ષતીઓ અને ત્રુટીઓ રહી ગઈ હોય એવી પૂરેપૂરી શક્યતા છે કેમકે માણસ માત્ર ભૂલને પાત્ર.... આવી ભૂલો હોય તો મને જણાવવા વિનંતી છે.આવી ભૂલોમાં સુધારો કરી આપને ઉત્કૃષ્ઠ રચનાઓ આપવા હું પ્રયત્ન કરીશ.

નવી રચનાના માટે આપના દ્વારા આપવામાં આવેલા તમામ પ્રતિભાવો અમે સૂચનો મને આગળની રચના માટે ઘણા મદદરૂપ નીવડશે.જેથી મારી આ રચના વાંચી તમારા કીમતી પ્રતિભાવો આપવા માટે આપને મારી નમ્ર વિનંતી છે..


✍️ રુદ્ર રાજ સિંહ



::::::::::::::::::::::::::::::::::: કાશ... ::::::::::::::::::::::::::::::::::


કાશ... બાળપણ ના હોત,
કાશ... એ દિવસો ના હોત,
કાશ... એ રમવાનું ના હોત,
કાશ... એ આનંદ ના હોત,
કાશ... એ ફરવાનું ના હોત,

કાશ... કાશ... કાશ...કાશ,

કાશ... આ યુવાની ના હોત,
કાશ... આ નોકરી ના હોત,
કાશ... આ ચિંતા ના હોત,
કાશ... આ કમાઈ ના હોત,
કાશ... આ જવાબદારી ના હોત,

કાશ... કાશ... કાશ...કાશ,

કાશ... ઘડપણ ના આવે હવે,
કાશ... બેચેની ના આવે હવે,
કાશ... એકલતા ના આવે હવે.
કાશ... શિથિલતા ના આવે હવે,
કાશ... વીતેલી યાદો ના આવે હવે,

લી. રુદ્ર રાજ સિંહ

::::::::::::::::::::મારી યાદમાં પાગલ ના થા::::::::::::::::::::::


મારી યાદમાં પાગલ ના થા
દિલ છે તારું ઘાયલ ના કર

આંખોથી પીશો જો મુજને
નશો રહેશે સદા પછી તુજને

ખોવાઈ જઈશ જો મારામાં
જડીસ નહિ કદી ખુદ તુજને

આવીશ જો હું જલ્દી ત્યાં
તડપ પછી રહેશે નહિ તુજને

ઘોડા પર આવું કે હાથી પર
પણ લઈ જઈશ હું તુજને..

લી.રુદ્ર રાજ સિંહ


::::::::::::::::::::::::::::::: સાર શું છે? :::::::::::::::::::::::::::::::


પ્રેમ કરવો હોય જો ઉપરછલ્લો,
તો આવા વહેમમાં પડીને સાર શું છે?

દુનિયા અહીં મતલબી છે મિત્રો,
સારા રેહવાનો અહીં સાર શું છે?

દોસ્તી નિભાવવી હોય મતલબથી,
તો આ દોસ્તી નો સાર શું છે?

દુશ્મનમાં જો તાકાત ના હોય કોઈ,
તો આવા દુશ્મનનો સાર શું છે?

ઘા કરવો હોય તો સામી છાતીએ કરવો,
પીઠ પાછળ ઘા કરવાનો સાર શું છે?

જીવનથી તમારાં કોઈને ફર્ક ના પડે કદી,
તો પૃથ્વી પર જીવવાનો તમારો સાર શું છે?

લી.રુદ્ર રાજ સિંહ


::::::::::::::::::::::::::::::: જન્મ :::::::::::::::::::::::::::::::::::::


જન્મ મારો થયો છે અહીં,
વિશ્વને કંઇક આપવા કંઇક.

ઋણી છું હું જન્મદાત્રી નો,
કર્જ એનો સદા મુજ પર.

અવતર્યો હું આ પૃથ્વી પર,
કંઇક અવનવું કરવા અહીં.

સદા સાથ માબાપ મિત્રોનો,
સદા રહીશ ઋણી એમનો.

જન્મજન્માંતર અવતરિશ,
કંઇક માં ભોમ માટે કરીશ.
લી.રુદ્ર રાજ સિંહ


:::::::::::::::::::::::::::: બચપન થા :::::::::::::::::::::::::::::::::::::


બચપન થા,
જહાં વો નાદાન થા,
જહાં આપ ભી નાદાન થે.

વાદા કચ્ચા થા,
બડા હોકે વો તૂટ ગયા,
પ્યાર ભી વો થોડા કચ્ચાં થા.

યાદે બચપન કી,
લમ્હે થે વો બચપન કે,
બડે હો ગયે બદલ ગયે આજ.

લી. રુદ્ર રાજ સિંહ


::::::::::::::::::::::::::::::: કિંમત :::::::::::::::::::::::::::::::::::::::


આંખોમાં મારી પાણી લાવીને,
પૂછો છો મને આંસુની કિંમત?

હસતો ચહેરો ઉદાસ બનાવી,
પૂછો છો મને હાસ્યની કિંમત?

દિલ મારું કાચની જેમ તોડીને,
પૂછો છો મને કાચની કિંમત?

જીવનને મારા જુગાર બનાવીને,
પૂછો છો મને જુગારની કિંમત?

માનવીમાંથી જોકર બનાવીને,
પૂછો છો મને જોકરની કિંમત?

લી. રુદ્ર રાજ સિંહ


:::::::::::::::::::::::::::::: હું જિજ્ઞાસુ છું :::::::::::::::::::::::::::

હું જિજ્ઞાસુ છું,
તને સમુગળી જાણવા માટે.

હું જિજ્ઞાસુ છું,
તારી નયનનો નશો બનવા માટે.

હું જિજ્ઞાસુ છું,
તારા પલકોનું કાજળ બનવા મટે.

હું જિજ્ઞાસુ છું,
તારા કાન નું કુંડળ બનવા માટે.

હું જિજ્ઞાસુ છું,
તારા નાકની નથ બનવા માટે.

હું જિજ્ઞાસુ છું,
તારા હોઠની લાલી બનવા માટે.

હું જિજ્ઞાસુ છું,
તારા ગળાનો હાર બનવા માટે.

હું જિજ્ઞાસુ છું,
તારા કરના કંગન બનવા માટે.

હું જિજ્ઞાસુ છું,
તારા કેડનો કંદોરો બનવા માટે.

હું જિજ્ઞાસુ છું,
તારા પગના ઝાંઝર બનવા માટે.

હું જિજ્ઞાસુ છું,
તારા હાથમાં હાથ રાખવા માટે.

હું જિજ્ઞાસુ છું,
તારા દિલમાં સ્થાન બનાવવા માટે.

હું જિજ્ઞાસુ છું,
તારી સાથે જિંદગી વિતાવવા માટે.

લી.રુદ્ર રાજ સિંહ


:::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::

આપનો મૂલ્યવાન સમય આપવા માટે તથા કવિતાઓના વાંચન કરવા માટે આપનો દિલથી આભાર વ્યક્ત કરું છું.

આપના દ્વારા સલાહ-સૂચન, માર્ગદર્શન કે પ્રતિભાવ આપવાનું ચૂકશો નહિ એવા સહકાર ની અપેક્ષા સહ.....

THANK U SO MUCH......

...... RUDRARAJSINH