Quarantine - એક મોજ
convid-19 ......
corona......
Quarantine.....
Lockdown.....
Positive case increases.....
આ બધું જોય સાંભળી ચિંતા થાય છે ને ?
શુ થશે આગળ ?
ચિંતા કરવાની નહિ આ સહકાર ની પળ છે ....
દેશ એક છે એ બતાવવાની પળ છે....
કોરોના થી બચવાનો હાલ તો એક જ ઉપાય છે ....
ઘરે રહો ....
પણ ઘણું અઘરું લાગે ને ઘરે રહેવાનું ?
હા, બધા માટે છે અઘરું છે પણ આ બીમારી સામે લડવા એટલું તો થઇ જ શકે આપણા થી .....
ભગવાન થી શ્રેષ્ઠ કોઈ નથી અને જયારે મનુષ્ય પોતાને બહુ મહાન સમજવા લાગે ત્યારે ભગવાન એ એને વાસ્તવિકતા નું ભાન કરાવવું જરૂરી છે કે તે માત્ર એમની એક કટપુતલી છે .....
કદાચ એ માટે હોય કોરોના
હશે ..... ભગવાન જે પણ કરે સારા માટે જ હોય
આપણા કરતા એ વધારે સારી રીતે જાણે છે કે આપણા માટે શું સારું છે અને શું ખરાબ ...
હવે વાત રહી આ ઘર માં રહેવાની .....
તો જરા વિચારો તો .... કેવી વ્યસ્ત જિંદગી હતી જેમાંથી એક રાહત ની પળ માટે તરસતા હતા તમે
હવે જયારે આ પળ મળી છે તો જરા મોજ થી જીવી લઈએ
પરિવાર સાથે જે સમય વિતાવવા સમય કાઢવો પડતો હતો એ સમય મળ્યો છે હવે તો જીવી લો આને
અરે મને તો યાદ છે ત્યાં સુધી સમય ના અભાવે મેં ઘણું છોડી દીધું હતું કે સમય મળશે ત્યારે કરીશ અથવા તો સમય નથી હવે ચાલશે નહિ કરું તો ... એમ વિચારી ને
કદાચ તમે પણ કર્યું જ હશે ....
તો રાહ કોની જોવો છો ચાલો કરવા માળો એ ....
અરે એ જે શોખ પાછળ તમે દીવાના હતા એ શોખ ક્યાં છૂટી ગયા યાર ..... એને પાંચ શોધી કાઢો .....
ક્યાંક કબાટ માં વાંચવાની બાકી પુસ્તકો મળશે
તો ક્યાંક વાજિંત્રો મળશે
વળી ક્યાંક કલર ને પીંછી મળશે
ને ક્યાંક ડાયરી ને પેન
તો હજી ક્યાંક ઘુંઘરુ હશે
ને ક્યાંક ગઝલ ની સીડી ઓ ......
યાદ આવ્યું તમારા કબાટ માં શું રહી ગયું છે ?
ચાલો તો કાઢો એને રાહ કોની જોવો છો
પોતાના શોખ ને ફરી જીવી લો
ફરી એ જૂની ખુદ ની તલાશ કરી લો
યાદો ...... અરે હા ઘણી યાદો કેદ કરી રાખી છે મેં તો ....
જે ક્યારેય જોવો નો મોકો મળ્યો જ નથી .....
હા યાર સમય જ ક્યાં હોય છે
અરે હા તો હવે ક્યાં નથી સમય ?
ચાલો કાઢો જુના આલ્બમ
મોબાઈલ ની ગેલેરી જરા જોઈ લો
ઓહોહો આટલી બધી યાદો
હું નાની હતી તો આવી હતી
હવે હું કેવી થઇ ગઈ
હા આવી સફર જરા માણી લો
અરે મારી ફિટનેસ ની મને ઘણીય ચિંતા હો
પણ સમય જ નહોતો મળ્યો ક્યારેય એના પર ધ્યાન આપવાનો ....
હા તો તમને પણ એવું થતું હશે ને ?
તો ચાલો ત્યારે હોમ વર્કઆઉટ ચાલુ કરી દઈએ....
અરે વેબ સિરીઝ અને મુવી જોવાના તો ઘણા રહી ગયા છે યાર .....
અત્યારે નહિ તો ક્યારે જોઇશુ સાથીઓ ....
ચાલો તો દિલચસ્પી પ્રમાણે લાગી પડો ત્યાં ....
ઘર માં દાદા દાદી છે ?
જો હોય તો બહુ નસીબદાર છો હો તમે .....
નાના હતા ત્યારે તો બહુ વાર્તા ઓ સાંભળી,
હવે ફરી નથી સાંભળવી ?
અરે એ તો ખુશ ખુશ થઇ જશે
તમે કહી તો જુઓ બા દાદા મારે વાર્તા સાંભળવી છે પેલા ની જેમ .....
અરે મજા આવી જશે ....
ઓઓઓ ....... સ્કૂલ કોલેજ ના યારો મારા .... ખબર નહિ અત્યારે તો ક્યાં છે અને શું કરી રહ્યા છે ... ચાલો ચાલો તો સોસીઅલ મીડિયા નું આટલું સારું પ્લેટફોર્મ મળ્યું છે તો શોધી કાઢો એમને . થોડી જૂની યાદો તાજી કરી લો અને એ જુના મજા ના દિવસો મિત્રો સાથે ફોન પર જીવી લો ....
ખાવાનું બનાવતા શીખવા પણ સારો ચાન્સ છે હો.
પુરુષો આ તમારા માટે નથી એમ ન વિચારતા હો .....
અરે પત્ની ને પણ ક્યારેક રજા આપી દેવી જોઈએ ને
તો તમે પણ શીખી જાઓ
અને છોકરા છોકરી ઓ તમે તો ખાસ ....
મમ્મી ને મદદ પણ થઇ જશે અને કૈક સારું કામ પણ
અરે આ જે ઘર ની બહાર ફૂલ છોડ ઉગાડ્યા છે
એની ક્યારેય માવજત કરી છે ?
નઈ ને ?
તો ચાલો ને એ કરીએ યાર બહુ મજા પડી જશે
જિંદગી માં ઘણું શીખવાની ઈચ્છા રાખી હશે , પણ ઉફ સમય .... નઈ શીખી શક્યા હોઉં ....
તો ઓનલાઇન બધું જ છે
ચાલો શીખવા માળો
યાદ છે પેલા માસી ના છોકરા ના છોકરા ની સાથે એક સમયે સારું ફાવતું હતું પણ હવે જરા સમય નથી રહેતો તો વાત નથી થઇ ઘણા સમય થી .....
ચાલો તો જોડી દો ફોન
અરે સોશ્યિલ ડિસ્ટન્સીન્ગ માં શરીર થી દૂર રહેવાનું છે મન થી નહિ ......
યાર કબાટ ગોઠવવાનો પણ બાકી છે મારે તો ....
ઓ બાપ રે
આનાથી સારો સમય તો ક્યારેય નઈ મળે
પેલો ઘર ની બહાર જે હીંચકો મુકાવ્યો છે એના પાર ઝૂલવાનું પણ ઘણા સમય થી બાકી છે .....
જે પ્રકૃતિ બહુ પ્યારી હતી અને જેને મહેસુસ કરવા એ હીંચકો મુકાવ્યો હતો .
હા ચાલો ચાલો બેસી જાઓ એ હીંચકે અને માણી લો આપણી પ્રિય દોસ્ત પ્રકૃતિ ને ....
ઘર માં ઘણા કામ છે નાના નાના
કોણ કરશે એ
અરે હીંચકા ને ઓઈલિંગ કરવાનું છે
નળ માંથી સરખું પાણી નથી આવતું જરા ક્ષાર લાગે સાફ કરવો પડશે
હા હાલો તો કરી લો ફટાફટ....
આ તો થઇ physical activities ......
દિલ થી મગજ થી મન થી કેટલા થાકી ગયા છો ?
હાંફી ગયા છો જિંદગી થી ?
આ એક બ્રેક છે જરા થોભી આરામ કરી ફરી એ જ ઉત્સાહ થી આગળ વધવાની જિંદગી માં
જે રડવાનું ઘણા સમય થી રહી ગયું છે મમ્મી ના ખોળા માં માથું મૂકી રડી લો આજે
ખુશ મિજાજ થઇ મૉટે થી હસવાનું જે રોકાયેલું છે તે ખડખડાહટ હસી લો આજે
ગુસ્સો જે મન માં ભરી સંબંધ બગડ્યો છે તે કાઢી ફરી મોજ મનાવી લો આજે
દિલ જે હાંફી ગયું છે પંપીંગ કરી ને એને વધારે પંપીંગ કરવા ઉત્સાહ નવો ભરી દો આજે
આ વ્યાકુળ મન ને જરા કાબુ માં લઇ લો આજે
દિમાગ માં જે કચરો ઘણો છે એની સફાઈ કરી લો આજે
આ વાંચ્યા પછી થાય છે ને કે ʟȏċҡԁȏẇṅ તો દિલ થી માણવા જેવું છે .....
હા તો હજી સમય છે ચાલો કરી લો પોતાના મન નું ....
મન મરઝીયા ......
અને એક ખાસ આભાર એ ԁȏċṭȏяṡ
ƿȏʟıċє
અને સફાઈ કર્મચારીઓ
જે પોતાનું જીવન જોખમ માં મૂકી આપણને સેવા આપી રહ્યા છે
પોતાનો પરિવાર છોડી આપણા માટે લડી રહ્યા છે
һȗɢє ṭһѧṅҡṡ ṭȏ ѧʟʟ ȏғ ṭһєṃ
હવે ઘરે રહેવાશે ને ખુશી ખુશી ?
ચાલો તો નીકળીએ ખુદ ની એક નવી શોધ માં lockdown સાથે .....
©️પર્લ મહેતા