vahu aetle vahu in Gujarati Moral Stories by Anil Bhatt books and stories PDF | વહુ એટલે વહુ

Featured Books
Categories
Share

વહુ એટલે વહુ


મારો મિત્ર મુકેશ સ્થાનીક બેંકમાં નોકરી કરતો હતો .સ્વભાવે શાંત ,ધીરગંભીર હોવાથી તેના ઘરમાં પણ પ્રિય હતો .તેના કુટુંબમાં પપ્પા ,મમ્મી ,મોટીબેન ભાવના અને નાનો ભાઈ રાકેશ આમ પાંચ સભ્યોનું કુટુંબ શાંતિથી સુખપૂર્વક જીવન વ્યતિત કરી રહ્યું હતું .મુકેશના પિતાજી વયમર્યાદાને કારણે રીટાયર્ડ થઈને પેન્શન પર હતા . મુકેશના પિતાજીએ મોટી દીકરી ભાવનાનાં લગ્ન ધામધુમથી પતાવ્યા પછી મુકેશનો વારો હતો .માતા જશુબેન દીકરી સાસરે ચાલી જતા દિકરાને પરણાવવા આતુર થયા હતા.તે વહુ ઘેલા થયા હતા .તેમને છ મહિના બાદ તેમાં સફળતા મળી .દીકરી ભાવનાની નણંદ મીના સાથે મુકેશ સાથે ગોઠવાયું જશુબેનને સાસુનો દરજ્જો મળ્યો .મુકેશનું લગ્નજીવન સફળતાપૂર્વક ચાલવા લાગ્યું .
એક મહિનામાં મુકેશને થયું કે માતા સાસુનો પાઠ ભજવવા લાગે ત્યારે બદલાઈ જાય છે .તેને એમ હતું કે તેણી પત્નિને માતા પુત્રીની જેમ રાખશે .
મુકેશની પત્નિ મીના મુંબઈની હતી .દરેક કામમાં કુશળતો હતીજ પણ ક્યારેક ભુલ થઇ જાય .નવા કુટુંબમાં નવા વાતાવરણમાં આવતા તેમાં સ્થિર થતા સમય તો લાગેજ પણ આ વાત જશુબેનને કોણ સમજાવે !દરેક કાર્યમાં જશુબેન મીનાની ભુલ કાઢવા લાગ્યા .ટોણા મારતા રહ્યા .ધીરેધીરે મીનાને થયું કે ઘરમાં કોઈને મારી પરવા જ નથી .મુકેશના પપ્પા શાંતિભાઈ ભગવાનના ઘરનું માણસ તે ઘણી વખત જશુબેનને સમજાવતા કે તું આવો વ્યવહાર વહુ સાથે શા માટે રાખે છે !આનું પરિણામ સારું નહિ આવે .પરંતુ જશુબેન પતિના શબ્દોને ગણકાર્યા નહિ મીનાને માનસીક ત્રાસ આપવો ચાલુ જ રાખ્યો .
એક મહીના બાદ આઘાતજનક બનાવ બની ગયો .ભાવના મુંબઈથી ફરી પિયર આવી કશા સમાચાર પાઠવ્યા નહોતા તેના અચાનક આગમનથી બધાને આશ્ચર્ય થયું .ભાવના આવતાની સાથે જ મમ્મીને વળગી રડવા લાગી .મમ્મી પપ્પા અને ભાભીએ ભાવનાને સાંત્વન આપ્યું અને વાત શું બની છે તે પૂછ્યું .પરંતુ ભાવના મોંન જ રહી મુકેશ ઓફિસેથી પાછો ફર્યો ત્યારે તેને પણ નવાઈ લાગી .
બે – ત્રણ દિવસ બાદ મીના શાકભાજી લેવા ગઈ હતી ત્યારે ભાવનાએ મુકેશ તથા મમ્મી –પપ્પાને પોતાની વિતક કથા સભળાવી રહી હતી .મારી સાસુ મને દરેક કામમાં ટોકે છે .મમ્મી તને ખબર છે કે તારી આ દિકરી દરેક કાર્યમાં કેટલી કુશળ છે..! છતાં મારી સાસુ મારા દેરક કાર્યમાં કોઈને કોઈ ખામી કાઢે છે .આખરે હું કંટાળી અને અહિયાં આવી છું .અને તમારા જમાઈ તો તેમની મા ની વાત જ સાચી મને છે અને કશુંજ બોલતા નથી .તેની મમ્મી ને કશું જ કહેતા નથી .
ભાવનાની વાત સાંભળી મુકેશની મમ્મીને બ્રહ્મજ્ઞાન થયું કે પોતે પોતાની વહુ પર કરેલાં અત્યાચારને કારણે કુદરતે મારી દીકરી પર દુઃખના ડુંગરા ખડકી દીધા અને જસુબેનની આંખોમાં પ્રાયશ્ચિત રૂપી આંસુ ઉભરાયા.
ત્યાં જ મીના શાકભાજી લઈને પછી ફરી મીનાને જોતાજ મુકેશના મમ્મી ઉભા થઇ દોડીને રડતા રડતા તેમને વળગી પડ્યા અને કહેવા લાગ્યા દીકરી મને માફ કરી દે મે તારી સાથે ખુબજ અન્યાય કર્યો છે .કઈ નહિ મમ્મી તમે રડો નહિ બધુ સારું થઇ જશે .જશુબેન પાસેથી બધી વાત સાંભળી તેમને આશ્વાસન આપી મીના પાણી લેવા દોડી.મુકેશ તો આ બનાવ પ્રેક્ષકની જેમ જોઈ રહ્યો હતો . તે દિવસ બાદ તેની મમ્મીનું વર્તન સાવ બદલાઈ ગયું હતું ને તેઓ મીના મીના કહેતા થાકતા નહોતા .
આઠ દિવસ બાદ સાંજે મુંબઈથી કુમારનો ફોન આવ્યો ,ફોન પર ભાવના વાત કરી રહી હતી ત્યાં મીના અને મુકેશ પહોંચ્યા અને સાંભળવા લાગ્યા . હલ્લો , કુમાર કેમ છો ? કામ ખુબ જ સારી રીતે પૂર્ણ થઇ ગયું છે! બે – ત્રણ દિવસ બાદ હું મુંબઈ આવી જઈશ માર મમ્મી ને તેમની ભુલ સમજાઈ ગઈ છે .મારા મગર જેવા આંસુએ તેમના પ્રાયશ્ચિતના આંસુ વહાવી દીધા છે . મીના હવે આનંદમાં છે , મમ્મી પપ્પા અને મુકેશ પણ ,લો મુકેશ સાથે વાત કરો .ભાવનાએ વાત પૂરી કરી રીસીવર મુકેશને આપ્યું .
મુકેશે કુમાર સાથે વાત કરી ત્યારે તેમને સમજાયું કે ભાવનાએ એક નાટક કરેલું જશુબેનને સુધારવા માટે .
બધી વાતો પરથી પરદો પડતા પપ્પા-મમ્મી મુકેશ ,મીના અને હું અમે બધા જ હસવા લાગ્યા .પરંતુ મને એક વિચાર આવ્યો કે મુકેશની વિતક કથા પરથી મારે શો બોધ લેવો ? એકાએક હું ગંભીર થઇ ગયો .
અનિલ ભટ્ટ
૯૪૨૮૦૭૪૫૦૮