Memorable Days of School in Gujarati Short Stories by Shraddha Desai books and stories PDF | સ્કુલ ના યાદગાર દિવસો

Featured Books
Categories
Share

સ્કુલ ના યાદગાર દિવસો



આજે સવારે મને મારો સ્કુલ નો સમય યાદ આવ્યો. અહીં બેઠા બેઠા હું એ સમય માં જઈ આવી હોવ એવું મને લાગ્યું. કેટલી બધી યાદો તાજા થવા લાગી. એ બધી યાદો ને હુ ખૂલ્લી આંખે નિહારી રહી હતી...

મને સવારે વહેલા ઊઠવા નો બઉ કંટાળો આવતો. તો પણ મમ્મી ની બૂમો થી ઊઠવુ પડતુ. સવારે જલ્દી થી તૈયાર થઈ ને સ્કુલ જવા નીકળુ અને મમ્મી ની બૂમ સંભળાય,'નાસ્તા નો ડબ્બો તો ભૂલી ગઈ છે'. તે જ ક્ષણે મમ્મી ડબ્બો ફટાફટ લઈ ને આવી બેગ મા મૂકી દેતી. ડબ્બો ભૂલી જવાની એ મારી રોજ ની ટેવ હતી.

પપ્પા મને રોજ સ્કુલે મુકવા આવતા.સ્કુલ મા પહોંચતા જ મને ભૂખ લાગી જતી. મને નાસ્તા કરવાનો બઉ શોખ હતો. સ્કુલ માં બધા મિત્રો સાથે મસ્તી કરવાની બઉ મજા આવતી હતી. મસ્તી કરતા કરતા ભણવાની મજા જ કંઈક અલગ હતી.

જયારે કોઈક વિષય માં કંટાળો આવે ત્યારે ચોપડા માં લખી ને વાતો કરતા અને ટિચર પકડી લે તો ગમે તે બહાનુ બનાવી દેતા. રિસેસ પડતાં બધા મિત્રો સાથે બેસી ને નાસ્તો કરતા એની મજા જ કંઈક અલગ હતી. જયારે કોઈ એક મિત્ર નાસ્તો ના લાવી હોય તો હું મારા ડબ્બા માંથી નાસ્તો એને આપતી.

જયારે સ્કુલ છૂટવાનો સમય થાય ત્યારે આખા ક્લાસ માં ધમાચકડી મચાવી ને બધા ને હેરાન પરેશાન કરી નાંખતી પણ એની પણ એક મજા હતી.ઘરે જવાની ઉતાવળ માં કેટલીય ધક્કા મૂક્કી કરી નાંખતી.

હું મારી સ્કુલ માંથી પહેલી વખત પ્રવાસ જવાની હતી. હુ સાપુતારા ના પ્રવાસે ગઈ હતી.પપ્પા મને સવારે વહેલા સ્કુલ મૂકવા આવ્યા પછી હુ મારા બધા મિત્રો સાથે પ્રવાસ જવા માટે નીકળી. અમે બધા એ લગઝરી માં બઉ મસ્તી કરી અને ડાન્સ પણ કર્યો.

અમે સાપુતારા પહોંચ્યા. ત્યાં પહોંંચી ને મે તો પહેલા કેમેરો જ ચાલુ કરી દીધો.મને ફોટા પાડવા નો ખૂબ જ શોખ હતો. આ પ્રવાસ યાદગાર રહે એ માટે મે બધા મિત્રો સાથે અને ટીચરો સાથે ફોટા પાડયા અને સેલ્ફી લીધી.
ત્યારબાદ અમે સાપુતારા માં જોવાલાયક સ્થળો પર જઈ આવ્યા. પ્રવાસ દરમ્યાન મે ખૂબ મસ્તી કરી.એ દિવસ રાતે અમે ઘરે આવ્યા અને એટલો બધો થાક લાગ્યો હતો કે હું શું કહુ.

સ્કુલ ના સમય ની તો એટલી બધી વાતો છે કે કરવા બેસુ તો શબ્દો પણ ઓછા પડે.આખો દિવસ સ્કુલ માં કેવી રીતે પસાર થઈ જાય એની ખબર જ ન પડતી. પહેલા સ્કૂલ જવાનો બઉ કંટાળો આવતો પરંતુ આજે એ સમય મારા જીવન નો એક અમૂલ્ય ભાગ બની ગયોછે.

સમય જતા વાર નથી લાગતી. કયારે દિવસો પસાર થઈ ગયા એની ખબર જ ના પડી અને સ્કુલ ની વિદાય નો સમય આવી ગયો. મને આજે પણ એ વિદાય સમાંંરભ નો સમય મારી આંખો સમક્ષ રજૂ થઈ રહ્યો હોય એવુ લાગ્યુ.

વિદાય સમાંંરભ માંં મે મારા સ્કૂલ નો ત્યાં સુધી નો સફર કેટલો સુંદર અને યાદગાર રહ્યો એ જણાવ્યુ.સ્કુલ ના આચાર્ય, ટિચરો અને મારા મિત્રો તરફ નજર કરી તો મને મારા વિચારો એક ક્ષણ માટે ત્યાં જ થંભી ગયા હોય એવુ લાગ્યુ.છેલ્લે મે એક વાક્ય સાથે વિદાય લીધી,
વિધાર્થી એવા ન બનો કે શિક્ષક તમારી ફરિયાદ કરે,
પરંતુ વિધાર્થી એવા બનો કે શિક્ષક તમને 'ફરી' 'યાદ' કરે.

આમ કરતાં કરતાં સ્કુલ ના એ સરસ મજા ના ગુલાબ જેવા અનેક દિવસો વીતી ગયાં અને રહી ગઈ હોય તો એ છે ગુલાબ ની પાંખડી જેવી યાદો....
Shraddha Desai...