વેબ સીરીઝ-હસમુખ
ભાષા-હિન્દી
પ્લેટફોર્મ-netflix
વર્ષ-2020
કાસ્ટ-વીર દાસ,રણવીર સોરેય,સુહાઇલ નાયલ,રવિ કિશન,ઇનામુલહક.
ડિરેક્ટર-નિખિલ ગોંસલવેસ.
IMDB-7/10.
આ વેબ સીરીસ કંઈકને કંઈક તમે જોયેલી હોલીવુડ ફિલ્મ જોકર ની યાદ કરાવશે જો તમને એ ફિલ્મ ગમી હશે તો આ વેબ સિરીઝ અવશ્ય ગમશે.
આ વેબ સીરીસ યુપીમાં રહેતા હસમુખ ની છે.જેને કોમેડિયન બનવાની ઈચ્છા હોય છે. નાનપણથી જ તેને કોમેડિયન બનવું હોય છે પરંતુ નાનપણમાં જ તેના પિતાના મૃત્યુ પછી તેના કાકા-કાકી સાથે રહે છે તેના કાકા ને દારૂ પીવાની આદત હોય છે અને દારૂ પીધા પછી તે કાબૂમાં રહેતાં નથી તેથી દરરોજ તે તેના ભત્રીજા એટલે કે હસમુખ ને પટ્ટા વડે માર મારતા.
હસમુખ એક ગુલાટી કોમેડિયન નામના વ્યક્તિ સાથે કામ કરતો હોય છે જે યુપીમાં કોમેડીના બાદશાહ તરીકે ઓળખાય છે અને ગુલાટી આ હસમુખ ને એવી લાલસા આપે છે કે હું તને કોમેડિયન બનાવીશ પરંતુ આ 10 વર્ષ વીતવા છતાં તેને સપોર્ટ કરતો નથી એક દિવસ શો દરમિયાન હસમુખ અને તેની વચ્ચે બોલાચાલી થાય છે અને ગુલાટી તેને મારવા જાય છે ત્યારે હસમુખ તેના બચાવમાં તેની પર ચાકુથી ઘા કરે છે અને ગુલાટી મૃત્યુ પામે છે. ત્યારે તેની પહેલી વાર સ્ટેજ પર જવાનો મોકો મળે છે
ધીમે ધીમે તેને યુપીમાં સો મળવા લાગે છે તેમા ઇન્સ્પેક્ટર હોય છે અને તે પણ કોમેડીના ખૂબ જ દીવાનો હોય છે
પરંતુ હસમુખ ની નબળી કડી કંઈક એ હોય છે કે તેે કોમેડી કરવા સ્ટેજ પર જાય તે પહેલા તે કોઈ ખોટું કામ કરતા વ્યક્તિનો જીવ લે તો જ તે સ્ટેજ પરફોર્મન્સ સારો કરી શકે.
ત્યાં મુંબઈ ની 1 tv ચેનલ અલંકાર tv ની trp દીવસે ને દિવસે ઘટતી જાય છે.આ માટે તેમને કૉમેડી માટે નવા ચહેરા ની શોધ હતી.
ધીમે ધીમે હસમુખ નો વિડીયો youtube પર વાયરલ થતાં લોકોને તેની કોમેડી ખૂબ જ પસંદ આવે છે આ youtube વિડીયો મુંબઈમાં બેઠેલી alankar tv ની એક એમ્પ્લોય રિયા તે વીડિયો જોઈ હસતી હોય છે ત્યારે જ તેના પર તેની સીનિયર ઓફિસર પ્રોમિલા ની નજર પડે છે અને તેનાથી પ્રશ્ન પૂછે છે કે કઈ બાબત પર આટલા હસો છો ત્યારે તે આ વિડીયો તેને બતાવે છે તે આ વિડિયો જોઈ ખૂબ ખુશ થાય છે કારણ કે તેને ચેનલ માટે એક નવા કલાકાર ની શોધ હતી અને તે પછી up જવામાટ મુંબઇ થી નીકળે છે.
પ્રોમિલા તેને મુંબઈ બોલાવે છે અને તેને કૉમેડી બાદશાહો નામ ના શો માં participate કરવા કહે છે.ત્યાં તેને પૈસા કમાવા નો સારો ચાન્સ મળે છે.
હસમુખ નો કોન્ટ્રાક્ટ બને છે અને તેમાં એમ કીધું હોઈ છે કે તેના જોકસ તેમની ટીમ નો રાઇટર લખશે પણ આ હસમુખ ને માન્ય નથી કારણકે તે પોતે કોમેડી ના જોકેસ બનાવે છે.આ વાત સાંભળી પ્રોમિલા ને તેના પર વિશ્વાસ વધી જાય છે કે આના માં કૈક તો વાત છે.
શું હસમુખ ને સ્ટેજ પર સારું પર્ફોર્મન્સ કરવા માટે આ રીતે જ મર્ડર કરવું પડશે કે શું થશે તે જોવા માટે આગળ આ વેબ સિરીઝ જરૂરથી જોજો
એક્ટિંગની વાત કરીએ તો વીરદાસ અને રણવીર સોરી ની એક્ટિંગમાં તો કંઈ ખામી જ નથી screenplay થોડું ધીમું છે પણ સ્ટોરી એટલી મજબૂત છે કે તમે જોવા પર મજબૂર થઈ જશો ડાયરેક્શન ની વાત કરે તો એકદમ ઉત્કૃષ્ટ છે જોવાની ખૂબ જ મજા આવશે.