shangharsh - 2 in Gujarati Fiction Stories by Jaydip books and stories PDF | સંઘર્ષ - 2

The Author
Featured Books
Categories
Share

સંઘર્ષ - 2

હું અજય..અજય દીવાન.આ ઉંધા પડેલા અને લોહી થી ખરડાયેલા મડદા નો એક નો એક માલિક.આ ત્રીસ વર્ષ ના ટૂંકા આયુષ્ય ને જીવ્યા બાદ હવે પાછું આ મળદા માં જવાનું મન નથી થતું.ફરીથી જીવવાની ઈછ નથી,મડદું પોકારે છે,તેને ઊભું થવું છે,ચાલવું છે,દોડવું છે,ખાવું છે ,પીવું છે,હસવું છે ,રડવું છે.તેના વહી જતાં લોહિના એક એક કણ માં હજુ જુનુન છે,તેનામાં ફરીથી જીવવાની તમમાન્ના છે.

પણ નહીં ...હું હવે પાછું જીવવા નથી માંગતો.આ ત્રીસ વર્ષ ની આયુથી મને સંતોષ છે.એ વિતેલા પાત્રીસ વર્ષ માં મે ઘણું બધુ જીવી લીધું છે,ઘણું બધુ..લગભગ બધુજ પામી લીધું છે. નહીં...છે નહીં પામી લીધું હતું.હજી થોડું ઘણું જોવા જીવવાનું બાકી રહી ગયું,તો પણ નહીં ,હવે મારે તે અજય દીવાન ના મડદા માં નથી જવું.

મારા જીવન ની સાચી કહાની તો તેજ દિવસ થી શરૂ થઈ હતી જે દિવસે મે બધુ જ ગુમાવી દીધું હતું. હજુ પણ મને યાદ છે તે દિવસ. તે દિવસ ના હોત તો આજે આ દિવસે આ પરિસ્થિતી ના હોત.કઈક અલગ જ હોત ખબર નહીં કેમ પણ તે દિવસ જિંદગી નો ટરનિંગ પોઈન્ટ હતો.

તે દિવસે કઈક આજની જેવીજ પરિસ્થિતી હતી.કાઇજ નોહતું રહ્યું મારી પાસે.હું એકદમ લુખ્ખો થઈ ગયો હતો.હું એટલે ઇજનેર અજય દીવાન.

ઉનાળા નો ધગધગતો દિવસ અને લગભગ બપોર ના પાંચ વાગ્યા હતા તો પણ ઉકરાટ બપોરના બાર વાગ્યા જેટલોજ લાગતો હતો.મારો ફોર્મલ ઉનિફોર્મ આખો પરસેવાથી ભીંજાય ગયો હતો.મારા બ્લૂ લાઈનીંગ વાળા શર્ટ માં ધૂળ જામવા લાગી હતી, પગમાં છેલ્લા નવ કલાક થી પહેરેલા બુટ હવે જવાબ દેટા હતા. બંને પગ ધીરે ધીરે એક પછી એક ડગ માંડતા હતા અને રસ્તો કપતો જતો હતો.રસ્તા માં ક્યારે ખાડા ને ક્યારે કાંકરા આવતા, ક્યારે ક્યાં ને શું ઠેબે ચડતું કાઇજ ભાન નોહતું બસ ગાંડા ની જેમ છેલ્લા બે કલાક થી ચાલ્યે જતો હતો, પણ ખબર જ નોહતી ક્યાં જવાનું છે બસ એટલુજ મનમાં હતું કે અહિયાથી બહુ દૂર જવાનું છે.

હું મારી રૂમથી કેટલય કિલોમીટર દૂર નીકળી આવ્યો હતો. પણ મને ક્યાં કઈ ભાન હતું. હું જિંદગી ની બાજી હારી ચૂક્યો હતો. બાવીસ વર્ષ નું ખડતલ શરીર ચાલયે જતું હતું. મન ઉદાસ હતું ને વિચારો ની ગતિ એ વેગ પકડ્યો હતો. બધુ યાદ આવતું હતું. પપ્પા, મમ્મી, ઘર, જમીન, ખેતી, ગામડું, ગલ્લો, અમન, સ્કૂલ, કાકા-કાકી, કોલેજ નો પહેલો દિવસ, કેવિન, રવિ , અરવિંદ, અને ખાસ રસ્મી .. રસ્મીઠાકુર. અને પછતાવો થતો હતો છેલ્લા બે માહિનામાં આપેલા વીસ ઇન્ટરવ્યૂ નો.

જિંદગીએ ખરા સમયે ખરો મજાક કરી હતી.આજદી મળી ગઈ હતી કોઈ પણ જાતની બંધીશ નોહતી હવે, પણ ખરાબ લાગતું હતું. કોઈ હાથ જલવા વાળું નોહતું, બસ એકલોજ રહી ગયો હતો આટલી મોટી દુનિયામાં. કેટલા બધા સપનાઓનો કરછર ઘા બોલી ગયો હતો. જાણે જુગાર માં આંધળી બાજી માં બધુજ દાવ ઉપર લગાડી ને હારી ગયો હતો.

ધૂળીયો મારગ મૂકીને શહેર તરફ નો ડામરિયો રસ્તો અપનાવ્યો હતો. ભણતર માટે ડિગ્રી માટે, કઈક બનવા માટે, કામવા માટે. ઈંટ રેતી નું મકાન બનાવવું હતું. બસ એટલુ કમાવું હતું કે સંઘરવું પણ ના પડે અને શોધવું પણ ના પડે. લલાટ ઉપર લાગેલો ગરીબી નો લેબલ હટાવવો હતો. બસ આટલીજ ઈચ્છા હતી અને એટલુ કરવા માટે એક દિવસ ઘરેથી ભણવા કોલેજ કરવા નીકળી પડ્યો હતો. પપ્પા તો હતા નહીં મમ્મી એ મને ભણવા માટે મારા લગ્ન માટે સાચવી રાખેલા રૂપિયા મને આપી દીધા હતા. તે રૂપિયા બે વર્ષ તો માંડ ચાલ્યા હતા. પછી મમ્મી એ અમારી જમીન ગિરવી મૂકીને મને રૂપિયા મોકલાવ્યા હતા. સપનું હતું કે આના દસ ગણા રૂપિયા કરીને મમ્મી ને આપીશ.

બે વર્ષ પહેલા વ્યાજે લીધેલા રૂપિયા વ્યાજ ને મેળવીને ચાર લાખ જેટલા થઈ ગયા હતા. જો તે દિવસે ચાર લાખ રૂપિયા આપું તોજ મને મારી જમીન પછી મળે તેમ હતી. મમ્મી તો છ મહિના પહેલા જ અવસાન પામ્યા હતા. જેના માટે કમાવા ઘર છોડીને નીકળ્યો હતો તેજ છોડીને ચાલ્યા ગયાં હતા. મારા ગયા પછી તે એકલા પડી ગયા હતા, ને એજ એકલતા તેને ખાઈ ગઈ હતી. ધીરે ધીરે તેનું પ્રાણ પંખીડુ ક્યારે ઊડી ગયું કોઈને સહેજ જાણ પણ ના થઈ.

હું સાતમા સેમ ની પરીક્ષા અડધી મૂકીને ગામડે ગયો હતો. મમ્મી ને જીવતા જીવ તો કઈ આપી ના શક્યો પણ મમ્મી ના મરેલા મો ને જીભાન આપી હતી કે આપડી ગિરવી મૂકેલી જમીન છોડાવીનેજ રહેશે અને અડધા રહેલા મકાન ને આખું બનાવીનેજ રહેશે. પરીક્ષા તો ફરીથી આપીને પાસ થઈ ગયો હતો પણ છેલ્લે છેલ્લે એક ફેઇલ નો ધબ્બો લાગી ગયો હતો. એટલે જ છેલ્લા બે મહિનાથી કોઈ જોબ માટે ભાગમભાગ કરતો હતો.

જ્યાં જ્યાં જોબ માટે જતો હતો ત્યાં ત્યાં મારી જેવા ઢગલો બંધ પોહચી જતાં હતા. દર બે દિવસે ઇન્ટરવ્યૂ આપતો હતો લાંબી લાઇન સવારથી ચેક બપોર સુધી ઊભો રહેતો હતો. ઘણી વાર તો એવું પણ થયું કે જેવો વારો આવનો હોય એટ્લે કહી આપતા કે કાલે આવજો અથવા નહીં આવતા. કોઈ દેખાવ ખાતર રિસ્યૂમ જોતું હતું કોઈ અમસ્થા સવાલો પૂછતાં હતા અને છેલ્લે “વી વિલ કોલ યુ લેટર “ બસ આજ શબ્દો સાંભળવા મળતા.

દર વખત ની જેમ સવારે ફોર્મલ પહેરીને ભગવાન સામે હાથ જોડી ને ચાંદલો કરીને નીકળ્યો હતો. પહેલા એક્જામ પછી શોર્ટ લિસ્ટ અને છેલ્લે ફાઇનલી હું ઇન્ટરવ્યુવર ની સામે બેઠો હતો.

“Congratulation, u r selected” સામે બેસેલા બે ટાલિયા માથી એકે ખુશખબર આપી.

પછી તેની બીજીજ મિનિટે એક બીજી ખુશખબર આપી. હકીકત માં તે કોઈ ખુશખબર નોહતી. તે દૂધ ના નામે ચુનનું પાણી પીવા જેવી વાત હતી.

"Eight thousand...your salary”

ગણતરીની સેકંડમાંજ મગજ માં ગણિતનો સરવાળો થઈ ગયો હતો.મહિનાના ૮000...અરે મહિનાનો જમવાનો ખર્ચોજ ૪000 હતો અને તે પણ કરકસર કરીને. છેલ્લે બધુ વધારી ઘટાડીને હાથ માં ૩000 આવે. જ્યારે મારે તો હમણાંજ થોડા દિવસોમાં ચાર લાખ આપવાના હતા.

મન થતું હતું કે ફાઇલ છુટ્ટી તેના મો ઉપર મારીને બે ચાર ગાળો દઈને ચાલતો થાઉં, પણ...પણ હવે તો તે હિમ્મત પણ નોહતી રહી. હું બસ ઊભો થઈને ચાલતો થયો.

ખરેખર બહુ મોટી ભૂલ થઈ ગઈ હતી મારાથી. ભણવાની ભૂલ. નાનપણ થી કેટલી બધી ફી ભરી હતી. જમીન નો સોદો કરી નાખ્યો હતો. આજે કહેવા માટે મારી પાસે એક તણખલું પણ નોહતું બચ્યું. જિંદગીમાં કેવા સપના સેવયા હયા. બધુ ખત્મ થઈ ગયું હતું.

ગામડામાથી ભણવા માટે શહેર માં આવ્યો હતો. મમ્મી માટે કઈક કરવું હતું. પપ્પા અધૂરું મૂકી ગયેલું મકાન પૂરું કરવું હતું. સૂટ-બુટ પહેરીને કામ પર જવું હતું. દુનિયાના બધા કલરોને માણવા હતા. પણ જિંદગીમાં સારો એવો બેવકૂફ બન્યો હતો. પહેલા પપ્પા છોડીને ચાલ્યા ગયા અને પછી મમ્મી. હવે પોતાનું કહેવા વાળું આ દુનિયામાં કોઈજ નોહતું. થાકી ગયો હતો આ ભાગમભાગ થી , કોઈના પ્રેમ ની સ્નેહ ની હુફ ની જરૂર હતી.

હવે તો ગળે વળગીને પ્રેમ ની બે વાતો કરી શકાય તેવી માશૂકા પણ નોહતી. તે પણ છોડીને ચાલી ગઈ હતી. એક વર્ષ પહેલા તેને પણ સારો એવો દગો દીધો હતો. રડવું હતું મન મૂકીને, ગળા સુધી રુદન આવી ગયું હતું પણ બહાર નોહતું નીકળતું. કોઈના સાથની જરૂર હતી. અરે કોઈક તો કહેવા વાળું હોય કે ચિંતા ના કર બધુ ઠીક થઈ જશે. ખોટું તો ખોટું કોઈ દિલાસો આપવા વાળું હોય. બસ આજે એકલપન બહુ હાવી થઈ ગયું હતું. મુસીબત એ નોહતી કે હવે જમીન નું શું?...અરે તે તો જિંદગીમાં ક્યારેક મેળવી લેવાશે પણ આજે તે જિંદગી જીવવા માટે કોઈ કારણ તો હોવું જોઈએ. બધુ ખત્મ થઈ ગયું હતું. બસ એટલેજ રૂમ પર બેગ મૂકીને એમજ નીકળી પડ્યો હતો.

ખબર નહીં ક્યારનોય આવી રીતે અથડાડતો ભટકતો ચાલ્યે જતો હતો ને ક્યાં પાહૂચી ગયો હતો. વિચારોના વંટોળ સાથે પગ ચાલયે જતાં હતા. રોગ લાગી ગયો હતો એકલપણા નો, હવે તો આ રોગ રોજ રોજ કોરી ખાશે, અંદર ને અંદર જીવ ને ધીરે ધીરે કરીને મારી નાખશે. આજે માં ની બહુ યાદ આવતી હતી. તે હોતે તો તેમના ખોળા માં માથું નાખીને સૂઈ જાત અને તે મારા માથામાં વ્હાલ થી ધીરે ધીરે હાથ ફેરવતે અને બધા વિચારોને અવરોધ લાગી જાત.

ગામડું યાદ આવતું હતું, કેવી શાંતિ હતી ત્યાં. વિચાર થતો હતો કે શું કામ માણસ જાતે રહીને દુખી થવા કામવાના બહાને શહેર માં આવતો હશે. તે નથી જાણતો કે અહિયાં બધા લૂટવા બેઠા છે. એક દિવસ તેને પણ એજ ધંધો અપનાવો પડશે, બીજાને લૂટીને જ પોતાનું પેટ સરખું ભરશે.

શહેરમાં સ્કૂલની ફી જ પચાસ હજાર જેટલી હતી અને પછી દસમની ટ્યુશન ફી બારમાં ધોરણની ટ્યુશન ફી અને પછી કોલેજ તેના માટે ઘરથી કેટલે દૂર જવું પડે અને જમવાનો ખર્ચોજ કેટલો બધો લાગે. કેટ કેટલી ફી ભરવા માટે કેટ કેટલુંય ગુમાવવું પડે કેટલુંય વેચી નાખવું પડે. મારી ખુદની પણ જમીન વેચાઈજ ગઈ હતી ને. કદાચ હવે આનો અંત આવી ગયો હતો. પણ મે હવે બધુજ ગુમાવી દીધું હતું, બધુ એટલે બધુજ લુટાઇ ગયું હતું. આટલા બધા રૂપિયા ક્યાથી કાઢીશ હવે. જમીન કેમ અને ક્યારે છોડવીશ. મારૂ પોતાનું ઘર ક્યારે બનાવીશ.

આ બધુ કરવામાં ઓછા માં ઓછા દસ-બાર વર્ષ તો નિકળીજ જશે. અને મારૂ પોતાનું શું??? હું જીવીશ ક્યારે???? કોણ કરશે મારી સાથે લગ્ન?..નવ-દસ હજાર માં સંસાર ના ચાલે. જિંદગી નો ધ એંડ આવી ગયો હતો.

આટલું બધુ વિચારીને મગજ પણ હવે થકી ગયું હતું. પગ હવે જવાબ આપવા લાગ્યા હતા, ચાલવામાં હવે બળ પડતું હતું, ત્યારે થોડી ભાન આવી. અંધારું થવા લાગ્યું હતું. સામેથી આવતા વાહનો ની લાઇટો હવે આખ માં ખુચતી હતી.

છેલ્લા ચાર કલાક થી રૂમ પર થી નીકળી ગયો હતો ને ગાંડા ની જેમ ચાલ્યે જતો હતો. હું શહેર ના છેવાડે પહોંચી ગયો હતો. તે શહેરનો સૌથી ગંદો અને રંગીન વિસ્તાર હતો. એટલે એમ કે ત્યાં શરૂઆત માં જુપડપટ્ટી અને પછી નાની મોટી હોટેલ અને થોડી દુકાનો હતી. રંગીન એટલે કે તે હોટેલોની પાછળ એક રેડ એરિયા હતો. જ્યાં દારૂ ડ્રગ્સ થી લઈને છોકરી બધુજ મળતું હતું.

તે બધામાં સૌથી વધારે ફેમસ હતી મુનનીબાઈ ની કોઠી. મારા પગ તે બાજુ ડગ ભરવા લાગ્યા. ખરેખર આજે કોઈની હુફ ની જરૂર હતી. દારૂ પીવો હતો એટલો દારૂ કે પોતાની જાતનેજ ભૂલી જાવ. પણ તે પહેલા અંદર ના અગ્નિ ને ટાઢો પાડવો હતો.

હું મુન્નિબાઈની કોઠીમાં એંટર થયો. સૌથી પહેલા તો એક મોટો હૉલ હતો, જેમાં પછાડ ના અંદરની બાજુ માં થોડા ટેબલો હતા અને દરવાજાથી એંટર થતાં સામેજ એક કાઉન્ટર હતું. ફિલ્મ માં દેખાડે તેવુજ પણ લો-ક્લાસ હતું. હાં ત્યાં કોઈ ફિલ્મ જેવી રંગીન લાઇટો અને ડાંસ ગર્લ નોહતી પણ જે પણ હતું તે એક શરાબી માટે જન્નત જેવુ હતું. અંદરની લાઇટ થોડી ડિમ હતી એટલી કે સામે ખૂણામાં બેઠેલા માણસના મો પણ ના દેખાય. સામેના એક ટેબલ ઉપર બેઠેલા ચાર-પાંચ જણા ના લાવરા સાંભળતા હતા. અને કોઈ જૂનું પણ રોમાંટિક ગીત વાગતું હતું.

શહેર ના બધીજ લેવલ ના માણસો અહી લૉ-ક્લાસ પીપલ બનીને આવતા હતા. આ જગ્યા કોઈ સ્લમ એરીયા માં હતી પણ તેની ખ્યાતી આખા શહેર માં હતી. જ્યાં બધીજ જાતની શરાબ મળતી હતી. કોઈ દેશી દારૂ ઘટક્તૂ તો કોઈ બ્રાંડેડ વાઇન, કોઈ ગ્લાસ થી તો કોઈ સીધી બોટલજ મોમાં માંડતું હતું. કોઈ આગ બુજાવવા છોકરી સાથે લાવતું તો કોઈ અહિયાનીજ બારગર્લ સાથે જ રાત રંગીન બનાવતો.

અહિયાં બધીજ જાતની સુવિધા ઉપલબ્ધ હતી. નીચેના ફ્લોર પર દારૂની મહફિલ જામતી તો ઉપર ના ફ્લોર પર હવસ ની આગ બુજાવાતી.

હું પહેલી વાર તે જગ્યાએ આવ્યો હતો.અત્યાર સૂધી આ જગ્યા વિષે અત્યાર સુધી સાંભળ્યું જ હતું પણ આજે તે ખુલ્લી આખે જોવામાં અજીબજ લાગતું હતું.

“હેલ્લો..... ક્યાં ચાહીએ આપકો?”

હું ડઘાઈ ગયો.બાજુમાં કોઈ માણસ બે બોટલો પકડીને ઊભો હતો, તે કદાચ વેઇટર હતો. હું થોડો અસ્વસ્થ થઈ ગયો કેમકે હું પહેલી વાર આ જગ્યા ઉપર આવ્યો હતો. મે શરાબ પીધી હતી ઘણી વાર પણ કદાચ આ જગ્યા માટે હું થોડો નાનો પડતો હતો, અને તેમાંય આજે સવારે હું ક્લીન શેવ કરીને નીકળ્યો હતો.

“હુફ....”મારા મો માઠી નીકળી ગયું.

“હુફ.....” વેઇટર પ્રશ્નાર્થ ચિન્હ સાથે મારી સમું જોતો રહ્યો.

“સમજ ગયા સાહેબ, મેરે પીછે પીછે આઇએ”વેઇટરે કઈક અજીબ સ્માઇલ આપી.

તે આગળ ચાલવા લાગ્યો, હું તેની પાછળ પાછળ ચાલતો થયો. અમે સીડી ચઢીને ઉપર પહોંચ્યા, જ્યાં લાંબી ગેલેરી હતી. અને બંને બાજુ રૂમો હતી. લોબી માં એટલુ અંધારું હતું કે તેનો છેલ્લો છેડો દેખાતો નોહતો. બધી રૂમો ના દરવાજા લગભગ બંધ હતા. અમે સીડી ને અડકીને લાગેલા દરવાજાની અંદર દાખલ થયા.

આખી રૂમ પીળી રોશનીથી ચકચકતી હતી. કઈક અલગજ સજાવટ કરેલી હતી રૂમ ની. ઉપરની છત માં મસ્ત એક ફૂલની ડીજાઈન હતી, પણ તેની અંદર ના રંગો એકબીજાને મેચ નોહતા થતાં. ચારે બાજુના ખૂણે પુરાણા પણ કાચ-બાવળ ના જુમ્મર લટકતા હતા. રૂમ ની ડાબી બાજુની દીવાલ ઉપર ભરત-પરોણા ના પડદા અને બાજુમાં કઈક અજીબ અજીબ સસ્તા ચિત્રો હતા. સામેની દીવાલ ઉપર ઢાળ ને તલવાર મઢાવેલા હતા. રૂમ ની શોભા કોઈ જૂના દરબાર જેવી હતી.

“કિતના લાયા હે? લડકા” સામેથી કોઈ લેડીસ નો ઘોઘરો અવાજ કાને અથડાયો.

અત્યાર સુધી તો આખો ઉપર જ ફરી રહી હતી.મે નીચે તો જોયુજ નોહતું. સામે એક મોટો ડબલ બેડ હતો ને તેની ઉપર કોઈ 40-50 વર્ષ ની યુવતી તકીયા ના સહારે આડી પડી હતી ને પાન ચબાવતી હતી. જેના કારણે હોઠ આખા લાલ થઈ ગયા હતા. બેંગોળી સાડી ને ખાસ્સો એવો મેકઅપ લગાડેલો હતો કદાચ તે પરાણે 20 વર્ષ ની દેખાવની કોશિશ કરતી હતી. તેનો ચાહરો બાળપણ ના ખીજાડ સ્કૂલ ટીચર ની યાદ અપાવતો હતો.

તેની એક બાજુ તેના જેવીજ પણ ઉમર માં થોડી નાની યુવતી ઊભી હતી ને તેની બારોબાર બાજુ માં કોઈ કાળો, કદરૂપો, ઊચો ને ખડતલ બોકડા જેવો માણસ ઊભો હતો.

“એ છોરા રોકડા,રોકડા કિતના હે?” તેને તેના ઘોઘરા ને કડક અવાજ માં પૂછ્યું.

મને નોહતી ખબર કે કેટલા જોઈયે એટલે મે મારા પર્સ ની ચેઇન ખોલી ને જેટલી હતી તેટલી નોટ લંબાવી દીધી. મારૂ ધ્યાન પણ નોહતું કે મે કેટલા રૂપિયા આપ્યા, મારે બસ અત્યારે મારા અંદર ની આગ ને શાંત કરવી હતી.

“વાહ છોરા બડે પૈસે વાળા લગતા હે.” તેને રૂપિયા ની નોટો લઈને બ્લાઉસમાં ખોસી દીધી.

પછી તેને બાજુ માં ઊભેલી છોકરી સાથે કઈક ખૂસપુસ કરી અને પછી ડબબી માથી એક પાન લઈને મોમાં ખોસી દીધું.

“ઑ હીરો ચલ મેરે સાથે..” તે છોકરી મારી પાસે આવી ને મારો હાથ પકડીને ચાલવા લાગી. હું પણ તેની પાછળ પાછળ ચાલતો થયો.

“એ છોરા તેરે લિયે ફ્રેશ ફ્રેશ હે, વો ક્યાં કહતે હે સ્પેશિયલ. તું ભી ક્યાં ચુનની બાઈ કો યાદ કરેગા બસ જ્યાદા જબરદસ્તી મત કરના.” પાછળથી ફરી પેલો ઘોઘરો અવાજ આવ્યો. મે પાછળ ફરી ને જોયું ને પાછા ચાલતા થયા.

“ચીકને હીરો તેરે સાથ તો મે બીના પૈસે કે ભી સો જાઉં.” તેને ચાલતા ચાલતા ફરી મારો હાથ પકડી લીધો.

“મેરા નામ રુબી હે, તેરેકો પહલે યહાં કભી નહીં દેખા.” અમે ચાલતા ચાલતા ગલિયારા ની સૌથી છેલ્લી રૂમ પાસે આવી ગયા.

“તું થોડી ડેર યહાં રુક,મે અભિ આતી હું તેરે લિયે ઉસે તૈયાર તો કરના પડેગાના ” તે અંદર ચાલી ગઈ. મે કઈ જવાબ ના આપ્યો મને કઈ સમજાતું ના હતું. હું બસ ઊભો રહ્યો.

થોડી વાર પછી રુબી ફટાફટ બહાર આવી ને મારા ઉપર ધ્યાન દીધા વગર જ ચાલતી બની. બીજીજ સેકેંડે તે ચૂન્નિબાઈ ને સાથે લઈને આવી ને રૂમ ની અંદર ઘૂસી ગયા. હવે હું કાંટાળી ગયો હતો મારી તડપ વધતી જતી હતી. સેકેંડે સેકેંડે અંદરની અગ્નિ માં ઘી હોમાઈ રહ્યું હતું. હું પણ તેની પાછળ ચાલવા લાગ્યો.

“છોકરા તું થોડી દેર ઇધર હી રુક.” ચુન્નીબાઈએ મને બહાર જ રોકી દીધો. તે અંદર ચાલી ગઈ ને દરવાજો પણ બંધ કરી દીધો. પાચ મિનિટ સુધી કંઇક અવાજો આવતા રહ્યા. પહેલતો દરવાજો ઠપ ઠપાવવાના અને પછી ટાળી પાડવાના આવાજ સંભડાયા વચ્ચે વચ્ચે ચુન્નીબાઈ ની ગાળો સંભળાતી હતી. પાચ મિનિટ પછી તે બન્ને બહાર નીકળ્યા.

“અબ અંદર જા છોરા બિન્દાસ, જો કરના હે કરલે.” ચૂન્નિબાઈ ગુસ્સામાં બડબડી ને પછી રૂબી સાથે ચાલતી થઈ.

મને આ બધુ કઈ સમજાતું નોહતું, મારૂ મગજ બેડ મારી ગયું હતું. મારી અંદર ના દુખ દર્દે રુદન, પછી રૂદને હુફ અને આખરે હુફે હવસ નું રૂપ ધારણ કરી લીધું હતું.

હું રૂમ ની અંદર દાખલ થયો, રૂમમાં લાલ અને બ્લૂ લાઇટ જબુક જબુક થતી હતી. આ રૂમ ચૂન્નિબાઈ ના રૂમ કરતાં અડધો હતો. અંદર ની સજાવટ કઈ મેળ તેળ વગરની હતી. દીવાલો ઉપર બેકાર ચિત્રો લગાડેલા હતા. બસ અહિયાં ની ડિમ લાઇટ સરસ હતી. દરવાજાની જમણી બાજુ બેડ હતો અને તેની ઉપર કોઈ પગમાં માથું નાખીને હીબકાં ભરીને રડતું હતું.

હું એક મિનિટ સુધી ત્યાને ત્યાજ ઊભો રહ્યો. તે યુવતીના હીબકાં મોટા ને મોટા થતાં જતાં હતા. મારી ભાગનું કોઈ બીજું રડી રહ્યું હતું. હું બેડ પાસે જઈને હળવેકથી તેના બીજા ખૂણે બેસી ગયો. તે બેડના બીજા ખૂણે બેસી હતી, અમારી વચ્ચે ખાસ્સું એવું અંતર હતું. તેને માથું ઉચું કરીને જોયું પણ નહીં, ઊલટાનું તેને પોતાના વળેલા પગ ને વધારે અંદર વાળી દીધા. તેને રડવાનું તો ચાલુજ રાખ્યું.

ખબર નહીં કેમ પણ તેનું રડવું મને ગમતું નોહતું. એવું લાગતું હતું જાણે મારી અંદર નું રુદન બહાર નીકળતું હોય. થોડી વાર સુધી હું એમજ બેસી રહ્યો.મારી હવસ ની આગ પર પાણી ફરી વળ્યું હતું. તેના એક એક ડૂસકે મારી આગ ઓલવાતી જતી હતી.

મે હળવેક થી તેના ખભા પર હાથ મૂક્યો.હું મારી મરી ગયેલી માંની કાસમ ખાઈને કહું છું કે મારા એ સ્પર્શ માં એક ટકા પણ વાસણા નોહતી. કોઈ મારી જેટલુજ દુખી હતું, રડી રહ્યું હતું, તે એક પ્રકાર ની સાવંતના હતી.

તે ખભો ઉલાળીને થોડી દૂર ખસકી ગઈ. તે ઊંડેથી હીબકાં ભરતી હતી. તેને પોતાના વળેલા પગની ફરતેની હાથ ની પકડ મજબૂત બનાવી. આ વખતે તેને માથું ઊચું કરીને મરી તરફ જોયુને પછી પાછું માથું પગમાં ખોસીને રડવા લાગી. કઈ સુજતું નોહતું કે શું કરું? અહિજ બેસી રહું કે પછી ચાલ્યો જાઉં, કે પછી ચૂન્નિબાઈએ કીધું તેમ કરું?...