Kathpuli - 36 - last part in Gujarati Detective stories by SABIRKHAN books and stories PDF | કઠપૂતલી - 36 - લાસ્ટ પાર્ટ

Featured Books
  • आखेट महल - 19

    उन्नीस   यह सूचना मिलते ही सारे शहर में हर्ष की लहर दौड़...

  • अपराध ही अपराध - भाग 22

    अध्याय 22   “क्या बोल रहे हैं?” “जिसक...

  • अनोखा विवाह - 10

    सुहानी - हम अभी आते हैं,,,,,,,, सुहानी को वाशरुम में आधा घंट...

  • मंजिले - भाग 13

     -------------- एक कहानी " मंज़िले " पुस्तक की सब से श्रेष्ठ...

  • I Hate Love - 6

    फ्लैशबैक अंतअपनी सोच से बाहर आती हुई जानवी,,, अपने चेहरे पर...

Categories
Share

કઠપૂતલી - 36 - લાસ્ટ પાર્ટ

મને મારી જાત પર ભરોસો હતો. કોઈ મારા સુધી પહોંચી શકવા સમર્થ નહોતું. મેં મારા ચહેરા માટે એવું માસ્ક તૈયાર કરાવ્યું જે આબેહૂબ તમારા ચહેરાને મળતું આવતું હતું. એવું માસ્ક એક મેકઅપમેને મને બનાવી આપેલું. જે મારા ચહેરાની ચામડી સાથે ભળી જાતુ હતું. બસ ત્યાર પછી તો દુનિયા સાથે હું મારા દુશ્મનોને પણ છળતો રહ્યો.. લવલીનનો સાથ મળ્યા પછી હું કરણદાસને મોતને ઘાટ ઉતારવામાં સફળ થયો. પોલીસ ખૂનીને શોધતી રહી. સાવ નજર સામે હોવા છતાં કોઈ મારી સામે આંગળી ચીંધી શકે એમ નહતું. મારે મારા દુશ્મનોના મગજમાં ડર બેસાડી દેવો હતો એટલે મેં આ લોકોની હત્યા કરાવી એમના જ ખૂનથી દીવાર પર કઠપુતલી લખવાનું ભૂલવું નહીં એવી તાકીદ કરેલી.. અને થયું પણ એવું જ બધા એકબીજા સાથે સંપર્કમાં આવવા લાગ્યા. હું લગભગ પોલીસની આસપાસ હોવાથી તેમની દરેક હિલચાલ પર નજર રાખતો રહ્યો. અને એક પછી એક મર્ડરને લવલીનને કઠપૂતલી બનાવી ખૂનને અંજામ અાપતો રહ્યો. ઠમઠોર.. પુરૂષોત્તમ.. તરૂણ અને છેલ્લે લીલાધર..
તરૂણ વખતે પોલિસ વધુ ચોકન્ની રહેવાની એ વાત હું સારી રીતે જાણતો હતો એટલે મારા દરેક ટાર્ગેટના વિક પોઇન્ટ મેં શોધી લીધા હતા. મીરાં દાસ અને તરૂણના ચક્કરનો ફાયદો ઉઠાવી મેં મીરાને તરુણનું ખૂંન કરવા માટે ઉશ્કેરી મારો ટાર્ગેટ પૂરો કરેલો.. ગભરાઇ ગયેલી મીરાંને મેં જેટલું કહ્યું એટલું જ એણે કર્યું..
લવલીન પકડાઈ ગઈ પછી મારી અત્યાર સુધીની મહેનત પર પાણી ફરી ના વળે એની તકેદારી રાખી મેં પોટેશિયમ સાઈનાઈડથી એવી સીરીઝ તૈયાર કરી જેને એક સ્પેશ્યલ ગનની મદદથી હું મારા ટાર્ગેટને વિંધી શકું.. ઇસ્પેક્ટર સોનિયા લવલીને કસ્ટડીમાં ટોર્ચર કરવા લઈ ગઈ. એ પણ મારા પ્રેમનો જ એક ભાગ હતો. લવલીન સંકેતના નકાબમાં રહેલા મને ઈસ્પે. ખટપટિયા જ સમજતી રહી.. હું સંપૂર્ણ સફળ હતો મારી ખુશીની કોઈ સીમા નહોતી સાહેબ.. તમારા હાથમાંથી કેસ અભય સરને સોંપવામાં આવ્યો એટલે હું અડધી બાજી જીતી ગયો હોઉ એમ મને લાગેલું..
મેં તમને મારી બુદ્ધિ પ્રમાણે માપ્યા એ જ તો મારી સૌથી મોટી ભૂલ હતી.. ઇસ્પેક્ટર અભય મને પકડવા તનતોડ મહેનત કરી રહ્યો હતો.. હું છેલ્લે સુધી એ જ સમજતો રહ્યો કે તમે નિષ્ફળ રહ્યા છો તમારી નિષ્ફળતાના કારણે જ તમને આ કેસમાંથી હટાવી દેવામાં આવ્યા છે.. મેં કેવી મૂર્ખામી કરી એ વાત મને આજ સમજાય છે.. ખેર રાંડ્યા પછીનું ડહાપણ શા ખપનું..?
એક પણ સબૂત મેળવવામાં નિષ્ફળ રહેલી પોલીસ છેલ્લે છેલ્લે લીલાધર વખતે મને પકડવા સિકંજો કસી રહી હતી. પણ લીલાધરની પાર્ટીને ભીસમાં લઇ બહાર નીકળવા મજબૂર કર્યો.. લીલાધર સમજી ગયો હતો કે પોલીસ એને પકડી સુરક્ષા માટે પૂરી શકે છે. એટલે એને પોતાના નોકરને સમજાવી બંગલો છોડી દીધો..
ઘરેથી નીકળેલા લીલાધરને રસ્તામાંથી ઉઠાવી લઈ એના મિત્રના બીજા જ ફાર્મ હાઉસ પર મોતને ઘાટ ઉતારી નાખ્યો... આ સાથે મારો બદલો તો પૂરો થઇ ગયો પણ લવલીની હત્યા કરવા જતાં તમે મને પકડી લીધો.. મને સપને પણ આ વાતનો ખ્યાલ નહોતો પોપટ કે ઇન્સ્પેક્ટર અભયને કેસ સાંપ્યા પછી પણ તમે મારી પાછળ લાગેલા છો..
છેલ્લે છેલ્લે ભાગતી વખતે તમે મને ઝડપી પાડયો.. હજુ પણ તમારો પોલીસ સ્ટાફ તમને જ ગુનેગાર સમજતો હશે.. જો અહીં હું આત્હમત્યા કરી નાખું તો પણ તમે ફસાઇ જવાના.. તમારા અને મારા સિવાય કોઈ નથી જાણતું કે તમે મને બંધક બનાવી તમારા ઘરે લઈ આવ્યા છો..!"
મિસ્ટર ડિટેક્ટીવ તુમ અપને આપકો બહોત સૂરમાં સમજતે હો.. પર ઇન્સ્પેક્ટર ખટપટીયા ને આજતક કભી હાર નહિ માની ના માનેગા.. સબ્રસે કામલો.. યે સારી બાતે તુમ્હારે ફોન સે ઈસ્પે. અભય ઓર ઉસકા સ્ટાફ સૂન રહા થા.. આતે હી હોંગે તુમ્હારા સ્વાગત કરને...!
બહોત બડા ખેલ ખેલા તુમને.. ઔર તુમ્હારે ખેલ પર એક ખેલ મૈને ખેલા..કમિશ્નર સર સે બાત કરકે કઠપૂતલી મર્ડર કેસસે હટ જાને કા.. તભી તો તૂમ્હે બંદૂક કી નૉંક પર રખ પાયા મિસ્ટર ડિટેક્ટિવ સમિર..

એટલો બોલી ઇસ્પેક્ટર ખટપટીયા ખખડીને હસતો રહ્યો. દૂર-દૂર ગલીમાં પોલીસવાનનું સાયરન સંભળાતું હતું..
ડિટેક્ટિવ સમિરનો ચહેરો ઉતરી ગયો.
( સમાપ્ત)

પ્રિય ભાવક..
નવલકથા કઠપૂતળી જાણે અજાણે લેટ થઈ છે.. એ માટે ક્ષમા ચાહું છું.. કઠપૂતળીને આ સાથે સંપૂર્ણ કરું છું.. આશા છે કે આ નવલકથા તમને ગમી હશે..
બીજી બે નવલકથાઓ કબ્રસ્તાન અને નરકંકાલ તૈયાર છે.. વાંચવાનું ચૂકશો નહીં..

લેખક પરિચય..
નાની ઉંમરે શબ્દોની સોબત વળગી... સંવેદનાઓ કાગળ પર અવતરતી રહી..
ક્યારેક દર્દ.. ખુશી..પ્રણય.. . ભયનાં સ્વણરૂપ વાર્તા ગઝલો, અને નવલકથા બની ગયાં... પાટણ યુનિથી સંસ્કૃત સાથે બી.એ કરતાં કરતાં સંસ્કૃતના શૃગારિક સાહિત્યએ લેખનની ભૂખ ભડકાવી.
ઉ.ગુજરાતના રખેવાળમાં વાર્તા નવલકથા વિસ્તરી, કિસ્મત અભિષેક, સ્ત્રીજીવન,ફૂરસદ જેવાં સામયિકોમાં શબ્દોની ફોરમ વાર્તા બની પ્રસરી.. શબ્દનો આત્માથી તંતુ તૂટ્યો નહોતો. ફરી ઓનલાઈન પ્લેટફોમ પર હોરરસ્ટોરીના બાદશાહનુ બહુમાન લેખક મિત્રો થકી મળ્યુ...
સર્જનયાત્રા આરંભાઈ છે.. અને લીંક આત્મિક છે.. સોબત અતૂટ રહેશે...
સાબીરખાન પઠાન 'પ્રીત'
202, દારુલ-ઈબાદ, લોખાત હોસ્પી.
રામપુરા પેટ્રોલપંપ સુરત..
મો.9870063267 Email.sabirkhanp646@gmail.com
-